CIA ALERT

Blog - Page 390 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
February 19, 2020
canada.jpeg
1min15390

હાલ ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ્સ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જઈ રહ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ કેનેડા ભણવા જવા માટેનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઘણાં વિદ્યાર્થી ધોરણ 12 બાદ જ્યારે ઘણાં વિદ્યાર્થી ગ્રેજ્યુએશન બાદ માસ્ટર્સનો કોર્સ કરવા માટે કેનેડા તરફ ભણી રહ્યા છે. કેનેડા વિકસતો દેશ છે, ત્યાં હાલ માણસોની ખૂબ જ જરૂર છે. કેનેડા ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ વિશાળ દેશ છે અને ત્યાં ભારતીયો (તેમાં પણ ખાસ કરીને પંજાબી અને ગુજરાતી)ની સંખ્યા સારી એવી છે. કેનેડામાં હાલ એવા વિદ્યાર્થીઓની વધારે જરૂરિયાત છે કે જેમની પાસે ટેક્નિકલ આવડત હોય. જે વિદ્યાર્થીએ સાયન્સ સાથે જોડાયેલ એન્જિનિયરિંગ, ડૉક્ટરનો અભ્યાસ કર્યો હશે તેમના માટે કેનેડામાં ઉજ્જવળ તક છે. પણ, માતા-પિતાને સૌથી સતાવતો પ્રશ્ન એ છે કે કેનેડા ભણવા જવા માટેનો બેસ્ટ ટાઈમ કયો? ધોરણ 12 કે ગ્રેજ્યુએશન પછી?

વિદેશ અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ કેનેડાને પસંદ કરી રહ્યા છે કારણકે ત્યાં એક વર્ષીય ડિપ્લોમાનો અભ્યાસ કરો કે પછી 2 વર્ષના માસ્ટર્સનો કોર્સ, વર્ક પરમિટ ચોક્કસ મળે છે. એટલે કે કેનેડા ભણવા જતો વિદ્યાર્થી તેના અભ્યાસ બાદ વર્ક પરમિટ મળતા કમાતો થઈ જાય છે, ત્યારબાદ તે PR (Permanent residents) માટે પણ એપ્લાય કરી શકે છે. કેનેડામાં PR મેળવવા માટે ચોક્કસ પોઈન્ટ મેળવવાના હોય છે. આ પોઈન્ટમાં વિદ્યાર્થીનો અભ્યાસ, તેની નોકરી, તે કયા પ્રદેશ (રાજ્ય)માં રહે છે તેનો આધાર ગણવામાં આવે છે. PR માટેના પોઈન્ટ હાલ મુજબ 470ની આસપાસ ચાલી રહ્યા છે, તે સતત બદલાતા રહે છે. જો કેનેડા જઈ રહેલો વિદ્યાર્થી અભ્યાસ માટે 1 વર્ષના કોર્સની પસંદગી કરે છે તો તેને 1 વર્ષની વર્ક પરમિટ (1 વર્ષ નોકરી કરવાની પરવાનગી) મળે છે. જો આ વિદ્યાર્થી 2 વર્ષના કોર્સની પસંદગી કરે છે તો તેને 3 વર્ષની વર્ક પરમિટ મળે છે. મોટાભાગના વિદ્યાર્થી 2 વર્ષના કોર્સની પસંદગી કરે છે. બાદમાં ત્યાં નોકરી કરતા-કરતા PR માટે એપ્લાય કરે છે.

જો કોઈ વિદ્યાર્થી ધોરણ 12 પછી કેનેડા જાય છે તો ત્યાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેના આગળના રસ્તા ખુલશે. જો વિદ્યાર્થી ભારતમાં ગ્રેજ્યુએશન કરીને માસ્ટર્સની ડિગ્રી માટે કેનેડા જાય છે તો ત્યાં તે માસ્ટર્સ ડિગ્રી કરીને વર્ક પરમિટ મેળવીને PR માટે સરળતાથી એપ્લાય કરી શકે છે. ધોરણ 12 કરતા ગ્રેજ્યુએશન બાદ કેનેડા જવા માટેનો વિકલ્પ યોગ્ય છે. જો વિદ્યાર્થી એન્જિનિયર હશે (મિકેનિકલ, સિવિલ, ઈલેક્ટ્રિક વગેરે…) તો નોકરી મેળવવામાં વધારે ફાયદો થશે કારણકે કેનેડામાં હાલ ટેક્નિકલ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની ખૂબ જરૂર છે. કોમર્સના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થી પણ પોતપોતાની આવડત મુજબ સારી નોકરી મેળવી શકે છે. આ સિવાય ડૉક્ટર માટે પણ કેનેડા સારો વિકલ્પ છે.

કેનેડા જવા માટે IELTS (International English Language Testing System)ની પરીક્ષા આપવી પડે છે. આ માટે ઓછામાં ઓછા 6.5 બેન્ડ સ્કોર કરવો જરૂરી છે. સમગ્ર પરીક્ષામાં 6.5નો સ્કોર સહિત તેના ચારેય મોડ્યુલ Listening (સાંભળવુ), Reading (વાંચન), Writing (લેખન), Speaking (બોલવું)માં 6 બેન્ડનો સ્કોર કરવો જરૂરી છે. IELTSમાં જેટલો સારો સ્કોર હશે તેટલો વધારે ફાયદો થશે. કેનેડામાં બીજા દેશની સરખામણીમાં ખૂબ જલદી PR મળી રહ્યા છે. જેટલા જલદી કેનેડા જશો તેટલો વધુ ફાયદો થશે. કેનેડા જવા માટે કયો કોર્સ કરવો અને તેની કેટલી ફી અથવા ખર્ચો થશે તે વિવિધ કોલેજ અથવા યુનિવર્સિટી પર આધારિત છે. આ માટેની જાણકારી તમે ઓનલાઈન મેળવી શકો છો.

February 19, 2020
america_got_talent.jpg
1min6190

મુંબઈના ડાન્સ ગ્રુપ ‘વી અનબીટેબલ’ એ અમેરિકા ગોટ ટેલેન્ટ શો : ધ ચેમ્પિયન સિઝન-2 જીતી લીધો છે. વી અનબીટેબલ ડાન્સ ગ્રુપમાં નાના-મોટા 29 ડાન્સરો છે. જેમણે ધ અમેરિકા ગોટ ટેલેન્ટ શોમાં ભાગ લીધો હતો.

2019માં પણ આ ગ્રુપે અમેરિકાના ઉપરોક્ત શોમાં ભાગ લીધો હતો. ત્યારે તેમનો ચોથો નંબર હતો. આ વખતે તેઓ ટ્રોફીના દાવેદાર હતા અને આખરે ગ્રાન્ડ ફીનાલેમાં વિજેતા બન્યા હતાં. ફાઈનલમાં તેમણે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગલીઓ કી રાસલીલા-રામલીલા’ના એક ગીત ‘તતડ તતડ’ પર ડાન્સ રજૂ કર્યો હતો. એક્ટર રણવીરસિંહે પણ મુંબઈના આ વિજેતા ડાન્સ ગ્રુપને અભિનંદન આપ્યા છે. અમેરિકા ગોટ ટેલેન્ટ શોનો એવોર્ડ જીતનાર વી અનબીટેબલને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું હતું.

February 19, 2020
looplapeta.png
1min8350

બોલીવૂડની પ્રયોગશીલ અભિનેત્રી તાપસી પન્નુ સફળતાના શિખર પર છે. તેની નવી ફિલ્મ ‘થપ્પડ’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. તાપસીની છેલ્લી ફિલ્મ ‘સાંડ કી આંખ’ હતી. હવે તાપસીએ આજે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી-થ્રીલર ફિલમનું નામ’ ‘લૂપ લપેટા’ છે. આ ફિલ્મ 1998ની જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક હશે. લૂપ લપેટા ફિલ્મમાં તાપસીની સાથે તાહીર રાજ ભાસીન જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે અને 29 જાન્યુઆરી, 2021ના રિલીઝ થશે. આકાશ ભાટિયા દિગ્દર્શક છે. જ્યારે સોની પિકચર્સ ઇન્ડિયા અને અન્યો મળીને આ ફિલ્મ પ્રોડયુસ કરી રહ્યા છે.

February 19, 2020
NPR_logo.jpg
1min5440

આગામી 1લી એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની કવાયત શરૂ થવા જઈ રહી છે જે અંતર્ગત દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન સૌથી પહેલું થશે.

રાષ્ટ્રપતિના નામાંકન બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ એનપીઆરની સુચિમાં સામેલ થશે. નામાંકન માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને તેમના અનુકૂળ સમયની માગ કરી છે.

મીડિયા અહેવાલો પ્રમાણે, 1 એપ્રિલના દિવસે જ દેશના ત્રણેય સર્વોચ્ચ પદાધિકારીઓના ડેટા એનપીઆરમાં સામેલ થઈ જશે તેવી સંભાવના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલય વ્યકત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન ગૃહમંત્રી, રજિસ્ટ્રાર જનરલ, જનગણના આયોગ અને જનગણના સંચાલન નિર્દેશકની હાજરીમાં દિલ્હીમાં થવાનું કહેવાય રહ્યું છે. ત્યારબાદ આ જ ટીમ દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી મોદીના નામાંકન એનપીઆરમાં કરાશે.

નામાંકન થઈ ગયા બાદ રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયોગ કાર્યાલયનો ઈરાદો એનપીઆરનો મોટાપાયે પ્રચાર કરવાનો છે, જેથી દેશની જનતા સુધી તેનો સંકેત પહોંચી શકે.
એનપીઆર અંતર્ગત 1 એપ્રિલ, 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવાની તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનપીઆરનો ઉદેશ દેશના નાગરિકોની વ્યાપક ઓળખ માટે ડેટાબેઝ તૈયાર કરવાનો છે. જેથી સરકારી યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે.

February 19, 2020
lauraus.jpg
1min5110

મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકરને ભારતની ટીમે ૨૦૧૧માં ઘરઆંગણે જીતેલા વર્લ્ડ કપ પછી તેના સાથી ખેલાડીઓ તેને ખભા પર ઊંચકી લઈ જવાના પરાક્રમનું છેલ્લાં ૨૦ વર્ષમાં લૉરિયસની શ્રેષ્ઠ ‘સ્પોર્ટિંગ મોમેન્ટ’ તરીકે મતદાન મારફતે જાહેર કરાયું હતું.

ભારતીય ક્રિકેટરસિકોના ટેકા સાથે તેન્ડુલકર સૌથી વધુ સંખ્યાના મત મેળવી વિજયી બન્યો હતો.

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ મહાન ટેનિસ ખેલાડી બોરિસ બેકર દ્વારા વિજેતાનું નામ જાહેર કરાયા પછી તેન્ડુલકરને ટ્રોફી અહીં ભપકાદાર સમારોહમાં ભેટ કરી હતી.

સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકાના ફાસ્ટ બૉલર નુવાન કુલાસેકરાને વિજયી છગ્ગો ફટકારવા સાથે પોતાની કારકિર્દીના છઠ્ઠા અને આખરી વર્લ્ડ કપમાં રમતા તેન્ડુલકરનું ભારતને વર્લ્ડ કપ જિતાડી આપવાનું લાંબા સમયનું સ્વપ્ન સાકાર થયું હતું.

વાનખેડે સ્ટેડિયમ ખાતેની તે ફાઈનલ મેચનું પરિણામ આવવાની સાથે ભારતીય ખેલાડીઓ આનંદ અને વિજયની ઉજવણીમાં મેદાનમાં દોડી આવ્યા હતા અને તેન્ડુલકરને ખભા પર ઊંચકી લીધો હતો તથા સ્ટેડિયમમાં ફેરો લગાવ્યો હતો.

વિશ્ર્વ ક્રિકેટમાં ૪૬ વર્ષના સૌથી વધુ રનકર્તા તેન્ડુલકરે કહ્યું હતું કે લૉરિયસ ટ્રોફી જીતવામાં પોતે ગર્વ અનુભવી રહ્યો છે. “આ ટ્રોફી ફક્ત મારા માટે નહીં, પણ બધા ભારતીયો માટે છે, એમ તેણે કહ્યું હતું.

૨૦૧૧ની વર્લ્ડ કપ વિજયી ભારતની ટીમના સભ્ય વિરાટ કોહલીએ પણ તેન્ડુલકરને ટ્વિટર પર અભિનંદન આપ્યા હતા. “અભિનંદન સચિન પાજી. આ પ્રતિષ્ઠિત એવૉર્ડ આપણા રાષ્ટ્ર માટે ગર્વભરી ઘડી છે, એમ કોહલીએ કહ્યું હતું. 

February 18, 2020
rajyasabha.jpg
1min5360

આગામી એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની ગુજરાત ક્વોટાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ 26 માર્ચ 2020 જાહેર કરવામાં આવી છે. આગામી એપ્રિલ-2020માં ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો ચુની ગોહેલ (ભાજપ), મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ), લાલસિંહ વાડોદીયા (ભાજપ) અને શંભુ પ્રસાદ ટુંડિયા (ભાજપ)નો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. રાજ્યસભાના સાંસદની 4 બેઠકો માટે ચૂંટણી તા.26મી માર્ચે યોજાવાની છે. હાલના રાજ્યસભાના આ ચાર સભ્યોમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે.

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જેમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે.

જો એક સાથે આ 4 બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક ગુમાવી શકે છે અને કોંગ્રેસ ને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. લોકસભાની 26 બેઠકમાંથી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે. જે વધીને પાંચ થઈ શકે તેમ છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ છે. હાલ આ 4 બેઠકમાંથી ભાજપ પાસે 3 અને કોગ્રેસની એક બેઠક છે.

રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણીનું ગણિત

ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ.

રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે.

કોંગ્રેસને બે બેઠકો માટે 74 ધારાસભ્યો જોઇએ છે, તેમની પાસે સંખ્યાબળ 72નું જ

હાલના વિધાનસભામાં પક્ષવાર ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પર નજર કરીએ તો ભાજપા પાસે 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. કોંગ્રેસને રાજ્યસભાની 2 બેઠકો પર વિજય મેળવવા 74 મતની જરૂર પડશે. સાદું ગણિત જોઇએ તો કોંગ્રેસને બે મત ખોટ અત્યારથી વર્તાય છે. કોંગ્રેસે આ બે મત માટે જિજ્ઞેશ મેવાણી કે બીટીપીના સભ્યોનું સમર્થન લેવું અનિવાર્ય થઇ પડશે.

ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ

ભાજપની સ્થિતિ જોઇએ તો ભાજપે ત્રણ બેઠકો જીતવી હોય તો તેમને 37 પ્રમાણે કુલ 111 મતની જરૂરીયાત છે જેની સામે ભાજપા પાસે સંખ્યાબળ 103નું જ છે. આ સ્થિતિ જોતા ભાજપને કુલ 8 સભ્યોની ઘટ પડે તેમ છે.

February 18, 2020
Womens-T20WC.jpg
1min5440

વન ડે વર્લ્ડ કપનો ખિતાબ ભારતીય મહિલા ટીમ ગયા વર્ષે મામૂલી અંતરથી ચૂકી ગઈ હતી. હવે ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે આવતા સપ્તાહથી શરૂ થઈ રહેલ આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવા પર ટીમનું ફોકસ છે. અમે વિજયના પ્રબળ દાવેદાર છીએ. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 9 રને હારી હતી.

હવે હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે પાછલાં ત્રણ વર્ષમાં ટીમ ઘણી પરિપક્વ બની છે. આ અનુભવનો અમે ટી-20 વર્લ્ડ કપમાં અમે પૂરો ઉપયોગ કરવાની કોશિશ કરશું. અમારી ટીમ દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે. દરેક ખેલાડી પોઝિટિવ એપ્રોચ ધરાવે છે. જો અમે ટી-20 વિશ્વ કપ જીતશું તો એ બહુ મોટી ઉપલબ્ધી ગણાશે. અમારું લક્ષ્ય દબાણમાં આવ્યા વિના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે. આઇસીસી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેનો પહેલો મેચ યજમાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તા. 21 ફેબ્રુઆરીએ એડિલેડમાં રમશે.

સુકાની હરમનપ્રિતની આગેવાનીમાં ગત સપ્તાહે ત્રિકોણીય શ્રેણીના ફાઇનલમાં દબાણ વચ્ચે આખરી સાત વિકેટ 29 રનમાં ભારતીય ટીમે ગુમાવી હતી. આથી ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી.

February 18, 2020
Bhavnath_Mahadev.jpg
1min5720

ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં 17 Februarty સવારે શાસ્ત્રોક્ત વિધિથી ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે 5 દિવસ ચાલનાર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. આ સાથે અન્નક્ષેત્રોમાં હરિહરની હાકલ ઉઠી છે. ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવા લાગ્યા છે. સાધુ-સંતોએ ધૂણીઓ ધખાવી છે.

Bhavnath Mahadev Mandir

પરંપરાગત પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો આજે મહાવદ નામના દિવસે ભૂદેવોના મંત્રોચ્ચાર, પૂજન, અર્ચન, શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાતા હર હર મહાદેવ, જય ગિરનારીના જયઘોષ વચ્ચે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો.

આ પ્રસંગે મહામંડળેશ્વર ભારતીબાપુ, ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદબાપુ, જયશ્રીકાનંદગીરીજી, હરિગિરિજી, ઇન્દ્રભારતીજી, હરિહરાનંદજી, શેરનાથબાપુ, તનસુખગીરીજી, કમંડલકુંડનાં મહંત મુક્તાનંદજી સહિતનાં સાધુ-સંતો, મેયર ધીરૂભાઈ ગોહેલ, ડો. પારઘી, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, શશીકાંત ભીમાણી, આદ્યાશક્તિ મજમુદાર, ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશ ધુલેશિયા સહિતના આગેવાનો ઉપસ્થિત હતાં.

બીજી તરફ અખાડાઓ તથા ભવનાથ મંદિર આસપાસ સાધુ-સંતો દ્વારા ધૂણા ધખવાયા છે.
મેળાના પ્રારંભ સાથે મનપા, પોલીસ, આરોગ્ય અને વનતંત્ર દ્વારા પોત-પોતાની ફરજ શરૂ કરાઈ છે. પરંતુ પ્રારંભે ભાવિકોની પાંખી હાજરીનાં કારણે તંત્ર પણ શાંતિનો શ્વાસ લઇ રહ્યું છે. વાહનોને રોકટોક વગર તળેટીમાં પ્રવેશવા દેવાય છે.

18 February ત્રણ દિવસીય સાંજે 7 થી રાત્રીના 11 કલાક સુધી સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમાં સ્થાનિક નવોદિત કલાકારોને પ્લેટફોર્મ અપાશે જ્યારે નામાંકિત કલાકારો ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવશે.

મેળામાં ઉમટતા લાખો ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે 3000 જેટલી પોલીસ ઉતારાતા તળેટીમાં પોલીસ, સાધુ-સંતો, ઉતારા, અન્નક્ષેત્રોનાં સ્વયંસેવકો તથા વિવિધ વિભાગનાં ફરજ તૈનાત કર્મચારીઓ અને પાંખી સંખ્યામાં ભાવિકો નજરે પડયા હતાં.

આવતીકાલથી ભાવિકોનો પ્રવાહ શરૂ થશે અને છેલ્લા બે દી’ તળેટીમાં માનવદરિયો ઘૂઘવશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજકો સજ્જ’ બન્યા છે. આમ તળેટીમાં આજથી પાંચ દી’ જીવ અને શિવનો સંગમ રૂપી મેળાનો ધમધમાટ શરૂ’ થઇ ગયો છે.

February 18, 2020
shivratri.jpg
1min5320

પશ્ર્ચિમ રેલવે દ્વારા આગામી મહાશિવરાત્રિ પર્વ દરમિયાન આયોજીત મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજકોટ તથા સોમનાથ સ્ટેશનોથી તા. ૧૮થી ૨૧મી ફેબ્રુઆરી સુધી જૂનાગઢ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

અમદાવાદના રેલવે જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર –

  • રાજકોટથી તા. ૧૮, ૧૯ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ ૧૭.૧૦ વાગે ઉપડીને જૂનાગઢ ૨૦.૦૦ વાગે પહોંચશે તથા પરતમાં ૧૮,૧૯ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ જૂનાગઢ ૨૧.૨૦ વાગે ઉપડીને રાજકોટ ૨૩.૪૦ વાગે પહોંચશે.
  • જ્યારે તા. ૧૭ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી સોમનાથ થી ૨૦.૩૦ વાગે ઉપડીને જૂનાગઢ ૨૨.૨૦ વાગે પહોંચશે તથા પરતમાં જૂનાગઢ થી૨૩.૨૦ વાગે ઉપડીને સોમનાથ ૦૧.૩૦ વાગે પહોંચશે.
  • મીટરગેજ સેકશનમાં ૧૭ ફેબ્રુ. ૨૦૨૦ થી ૨૧ ફેબ્રુ. ૨૦૨૦ સુધી જૂનાગઢથી સત્તાધાર વચ્ચે મેળો સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ટ્રેન જૂનાગઢથી ૧૦.૫૦ વાગે ઉપડીને સત્તાધાર સ્ટેશને ૧૨.૪૦ વાગે પહોંચશે. પરતમાં આ ટ્રેન સત્તાધારથી ૧૩.૧૫ વાગે ઉપડીને જૂનાગઢ સ્ટેશને ૧૪.૫૦ વાગે પહોંચશે.
  • આ ઉપરાંત ત્રણ જોડી ટ્રેનોમાં ચાર-ચાર સામાન્ય શ્રેણીના કોચ જોડવામાં આવી રહ્યા છે.
  • તદઅનુસાર તા. ૧૭ થી ૨૧ ફેબ્રુ. ૨૦૨૦ સુધી ટ્રેન નં. ૨૨૯૫૭/૨૨૯૫૮ વેરાવળ-અમદાવાદ તથા ૧૯૧૧૯/૧૯૧૨૦ અમદાવાદ-સોમનાથ-અમદાવાદ તથા
  • ૫૯૫૦૭/૫૯૫૦૮ સોમનાથ-રાજકોટ પેસેન્જર ટ્રેનોમાં ઉક્ત ચાર વધારાના જનરલ કોચ લાગશે.
  • ટ્રેન નં. ૧૯૧૧૯/૧૯૧૨૦ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ હાલમાં અમદાવાદ-રાજકોટ વચ્ચે રદ હોવાને કારણે આ વધારાના ચાર કોચ રાજકોટ-સોમનાથ વચ્ચે દોડશે.
February 18, 2020
nirbhayasuprem.png
1min5200

સર્વોચ્ચ અદાલતે સશસ્ત્ર દળોમાં જાતિને આધારે થતા પક્ષપાતનો અંત લાવવાની હાકલ કરવાની સાથે ભારતીય લશ્કરમાં કમાન્ડના હોદ્દાઓ (કમાન્ડર તરીકેના હોદ્દા) પર મહિલાઓની નિયુક્તિ માટેનો માર્ગ ખુલ્લો કરી દીધો હતો તેમ જ ત્રણ મહિનાની અંદર તમામ મહિલા અધિકારીઓને કાયમી સનદીનો લાભ આપવાનો આદેશ પણ આપ્યો

હતો. લશ્કરમાં મહિલાઓને કમાન્ડનો હોદ્દો નકારવા સંબંધમાં માનસિક રીતે તેમની મર્યાદાને તેમ જ તેમને સામાજિક રીતે આવા હોદ્દા નકારવાની પ્રથાને ધ્યાનમાં લેવામાં આવે છે. કેન્દ્ર સરકારની આવી દલીલને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના અધ્યક્ષસ્થાન હેઠળની બેન્ચે ‘ખલેલ પહોંચાડનારી’ ગણાવી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે ભૂતકાળમાં મહિલા સૈનિકો અને અધિકારીઓએ પણ દેશને ગૌરવ અપાવ્યા છે.

સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે ‘સશસ્ત્ર દળોમાં નિયુક્તિની બાબતમાં તેમ જ કાયમી સનદી (લશ્કરમાં અધિકારના સ્થાનનો હોદ્દો)ના સંદર્ભમાં સરકારે માનસિકતા બદલવાની જરૂર છે. મહિલાઓને લશ્કરમાં કમાન્ડના હોદ્દા આપવા સંબંધમાં કોઈ ચોક્કસ નિયંત્રણ નહીં રાખી શકાય.’

જોકે, ન્યાયમૂર્તિઓની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી હાઈ કોર્ટે ઠરાવ્યું એ પ્રમાણે યુદ્ધના મોરચે કે સરહદ પર મહિલા અધિકારીઓને ગોઠવવાની બાબત લશ્કરની નીતિ પર આધારિત રહેશે.

૨૦૧૯ની પચીસમી ફેબ્રુઆરીના નીતિ-વિષયક પત્ર મુજબ લશ્કરમાં મહિલાઓને માત્ર સ્ટાફના હોદ્દા પર જ નિયુક્ત કરવામાં આવતી હતી અને એમાં કમાન્ડના હોદ્દા પરની નિયુક્તિની કોઈ જોગવાઈ નહોતી.

ભારતીય લશ્કરમાં કુલ ૧,૬૫૩ મહિલા અધિકારીઓ છે. એ દૃષ્ટિએ કુલ અધિકારીઓમાં મહિલાઓની ૩.૮૯ ટકાવારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘પુરુષોની માફક મહિલા લશ્કરી અધિકારીઓએ પણ દેશને ઘણી રીતે ગૌરવ અપાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રોનાં શાંતિરક્ષક દળોમાં પણ તેમની ઘણી સારી અને પુરસ્કૃત કામગીરી રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં જે કેન્દ્રની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો એને પગલે કોર્ટની બહાર ઊભેલી મહિલા અધિકારીઓએ વિજયી-સંકેત બતાવીને પોતાની જીત વ્યક્ત કરી હતી. તેમનાં વકીલ મીનાક્ષી લેખીએ પીટીઆઇને કહ્યું હતું કે ‘જેમ આકાશ અમર્યાદિત છે એમ મહિલાશક્તિની પણ કોઈ મર્યાદા નથી હોતી. સર્વોચ્ચ અદાલતના ફેંસલાએ લશ્કરની મહિલા અધિકારીઓને પુરુષ અધિકારીઓ જેટલા જ અધિકારો અપાવ્યા છે. મહિલા ઑફિસરો ઘણાં વર્ષોથી આ અધિકારોની માગણી કરી રહી હતી અને તેમને હવે એમાં સફળતા મળી છે.