CIA ALERT

Blog - Page 347 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 22, 2020
bharatsing_congress-1.jpg
1min5680

કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા ગુજરાતના રાજકીય તખ્તે ભારે ગડમથલભરી સ્થિતિ ઉદભવી છે. ચાર દિવસ અગાઉ રાજ્યસભાની ચૂંટણી વખતે ભરતસિંહ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોઇ, તમામ હવે કોરોન્ટાઇન થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય ઊર્જા મંત્રી છે. ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વડોદરા શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ગયા સપ્તાહાંતે જ રાજ્ય સભાની ચૂંટણીમાં હાર્યા છે અને આ દરમિયાન તેઓ અનેક નેતાઓ, મીડિયાકર્મીઓ અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાથી હવે સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ બધાંને હોમ ક્વૉરન્ટીન અથવા તેમનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

19મી જૂનના રોજ યોજાયેલી યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કૉંગ્રેસના ઉમેદવાર હતા.  તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે કૉંગ્રેસના હજારો કાર્યકરો, ધારાસભ્યો અને નેતાઓને મળ્યાં હતાં. તેમણે મીડિયા ઇન્ટરવ્યૂ આપ્યા હતા. અમદાવાદ ખાતે જે હોટલમાં કૉંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ તેઓ રોકાયા હતા. આ કારણે હવે ચિંતા વધી છે.

કૉંગ્રેસ તરફથી વિજેતા થયેલા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ ગોહિલ એક જ કારમાં અમદાવાદથી ગાંધીનગર ગયા હોવાની ચર્ચા પણ છે અને તેમણે અનેક ઇન્ટરવ્યુ સાથે પણ આપ્યા હતા ચૂંટણી દરમિયાન તેઓ હજારોની સંખ્યામાં નેતાઓ અને કાર્યકરોને મળ્યાં હતાં. એટલું જ નહીં પોતે ઉમેદવાર હોવાથી તેઓ અનેક અધિકારીઓને પણ મળ્યાં હતાં. આ જ કારણે હવે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની પરેશાની વધી છે.

June 22, 2020
rath2.jpg
1min4810

ઓરીસ્સાના જગન્નાથ પુરીમાં તા.23મી જુન 2020ને મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રાને ચોક્કસ શરતોને આધીન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. અગાઉ વિતેલા સપ્તાહે સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં ભારતમાં કરોડોની આસ્થાનું પ્રતિક સમી જગન્નાથપૂરીની રથયાત્રા પર સ્ટે મૂક્યો હતો.

પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વમાં 3 જજોની બેન્ચે સોમવારે રથયાત્રા નીકાળવાની મંજૂરી આપી છે. કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ રથયાત્રાનું સમર્થન કર્યું હતું.

સર્વોચ્ચ કોર્ટે હવે કહ્યું છે કે હવે આ જગન્નાથ ટેમ્પલ મેનેજમેન્ટ ટ્રસ્ટ અને ઓડિશા સરકારની જવાબદારી છે કે તેઓ ભક્તોની ભીડ એકઠી થયા વગર કેવી રીતે રથયાત્રાનું આયોજન કરે છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે તેઓ રથયાત્રા મામલે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરશે.

અગાઉ કેન્દ્રએ સુપ્રીમને કહ્યું હતું કે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પુરીમાં રથયાત્રાને ભક્તોની હાજરી વગર મંજૂરી આપવી જોઈએ અને કહ્યું હતું કે સદીઓ જૂની આ પરંપરાને રોકવી જોઈએ નહીં. ઓડિશા સરકારે પણ કેન્દ્રની વાતનું સમર્થન કર્યું હતું.

June 22, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5520

સુરતમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોવીડ-19ના મળેલા કેસોમાં 30થી 40 ટકા કેસો હીરા ઉદ્યોગ ખાસ કરીને રત્નકલાકાર તરીકે કામ કરતા કારીગરોના નીકળતા ગયા વીકએન્ડથી એવી હવા ચાલી હતી કે હીરા ઉદ્યોગને બંધ કરવામાં આવશે. પરંતુ, આજે તા.22મી જુનના રોજ મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે હીરા ઉદ્યોગના કારખાનાઓ બંધ નહીં થાય. જ્યાં કેસો મળશે તેની સંખ્યાના આધારે યુનિટ બંધ કરવામાં આવશે. કોઇક કારખાનામાંથી એક કેસ મળશે તો જે તે ફ્લોર (માળ) બંધ કરાશે, બે કે વધુ કેસ મળશે તો સમગ્ર યુનિટ બંધ કરવામાં આવશે. તમામ હીરા ઉદ્યાગકારોએ પોતાના યુનિટમાં કોવીડ-19 અંગેની ગાઇડલાઇન્સનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે. શનિવાર અને રવિવારે હીરા બજારો બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

File Photo : Diamond Industry

આજે તા.22મી જુન 2020ના રોજ સોમવારે સુરતના મેયર ડો. જગદીશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ હીરા ઉદ્યાગકારો વચ્ચે મિટીંગ મળી હતી. જેમાં હીરા ઉદ્યોગ બંધ રાખવો કે નહીં એ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જે કેસો મળ્યા છે એ મોટા યુનિટોમાંથી મળ્યા છે, નાના કારખાનેદારો પાસે માંડ કામકાજ શરૂ થયું હોઇ, કારખાના બંધ નહીં થાય

બેઠકમાં એવી ચર્ચા થઇ હતી કે રત્નકલાકારોના જે કેસો મળ્યા છે એ કેસો મોટા કારખાનાઓમાંથી મળ્યા છે. એવા કારખાનાઓ કે જ્યાં કોવીડ-19 નો સામનો કરવા માટે તંત્ર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ કર્મચારીઓને ટૂકડે ટૂકડે બોલાવવા જેવી ગાઇડલાઇન્સનો ભંગ કરવામાં આવ્યો હોવાથી કેસો મળ્યા એવી દલીલ કરવામાં આવી હતી.

બીજી તરફ મોટા ઉદ્યાગકારો એટલે કે મોટા કારખાનેદારો એકાદ સપ્તાહ માટે કારખાનાઓ બંધ કરવા માટેનો અભિગમ ધરાવતા હતા. પરંતુ, નાના અને મધ્યમ કારખાનેદારોના જૂથે કારખાના બંધ કરવાની બાબતનો વિરોધ કરીને એવી રજૂઆત કરી હતી કે મોટા યુનિટો પાસે કામ નથી પણ નાના યુનિટોમાં હાલ કામકાજ શરૂ થયું છે અને જો તેને બંધ કરાશે તો મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. જે કેસો મળ્યા છે એ પણ મોટા યુનિટોમાંથી મળ્યા છે. નાના અને મધ્યમ યુનિટોમાં મળ્યા નથી.

June 22, 2020
weapon.jpg
1min8320

ગુજરાતના એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉર્ડ દ્વારા રાજ્યના અમદાવાદ સહિત કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલી જિલ્લામાં દરોડા પાડી ૫૪ ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટના હથિયારો ઝડપી પાડ્યાં છે. આ મામલે હમણાં સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા નવ દિવસથી એટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી ગુપ્ત ઓપરેશનને શુક્રવારની રાતે અંજામ આપવામાં આવ્યો હતો.

સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર થયું હતું. ગુજરાત એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાને જાણકારી મળી હતી કે થોડા દિવસ પહેલાં કચ્છ પોલીસે પકડેલી ગૅન્ગને હથિયાર આપવાનું કામ કરતા અમદાવાદના એક નામાંકિત હથિયાર ડીલર ગુપ્તા ગન હાઉસમાંથી હથિયારો આપવામાં આવ્યાં છે, આ માહિતીને આધારે તેમણે ડેપ્યુટી પોલીસ સુપરિટેન્ડન્ટ ભાવેશ રોજિયાને આ ટીપ ઉપર કામ કરવાની સૂચના આપતા રોજિયાએ અલગ અલગ ટીમ તૈયાર કરી કોની પાસે કેટલાં ગેરકાયદે હથિયારો છે અને ક્યાં છે તેની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.

શુક્રવારની સાંજે તમામ માહિતી આવી જતાં એટીએસની ટીમોએ મોડી રાતે ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું હતું. આ ઘટનાક્રમ કચ્છના મોરના શિકાર માટે આવેલા લોકો આધુનિક હથિયાર સાથે પકડાયા હતા જેમાં કચ્છ-ભુજ પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો અને જીવતાં કાર્ટિસ જપ્ત કર્યાં હતાં જેમાં એટીએસના વડા હિમાંશુ શુક્લાને આ બાબતની માહિતી મળતાં તેઓએ આમાં મોટા કૌભાંડની શંકા દર્શાવી હતી. બાદમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશનમાં એટીએસ ઉપર વળતો હુમલો થવાની પણ આશંકા હતી, કારણ કેટલાક ગૅન્ગસ્ટરો પાસે પણ આધુનિક હથિયારો હતાં, જેના કારણે પૂરતી તૈયારી સાથે ટીમ અલગ અલગ જિલ્લામાં રવાના થઈ હતી.

June 22, 2020
coronaupdate.jpg
1min5310

ભારતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એક જ દિવસનો સૌથી મોટો ઉછાળો 15,372 કેસના રૂપે તા.21મી જુનને રવિવારના રોજ નોંધાયો છે.

ભારતમાં હવે કોરોના પોઝીટીવ હોય એવા કુલ દર્દીઓની સંખ્યા 4,26,397 પર પહોંચી ચૂકી છે. દેશમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 400ને પાર કરી ગયો છે.

મહારાષ્ટ્ર અને દિલ્હીના ગણતરીમાં લેવાના રહી ગયેલા કોરોના વાયરસના 2003 મૃત્યુના કેસ સામે આવ્યા હતા તે પછીનો આ 423નો મોટો આંકડો રવિવારે નોંધાયો છે. દેશમાં વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 13,695 થઈ ગયો છે.

પોઝિટિવ કેસ અને ડેથ કેસ બન્નેમાં મહારાષ્ટ્ર આગળ છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસ 3,870 નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 1,32,075 થયો છે, અને 186ના મોત થયા છે, જ્યારે 186ના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો 6,000ને પાર કરીને 6,170 થયો છે. મુંબઈમાં વધુ 1,159 પોઝિટિવ કેસ સાથે 110નાં મોત થયા છે.

દિલ્હીમાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક બન્નેમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે 3630 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે રવિવારે 3000 પોઝિટિવ કેસ નોંધાયા, શનિવારે 77નાં મોત નોંધાયા હતા જ્યારે રવિવારે 63નાં મોત નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકોડ 59,746 થયો છે, જ્યારે 2,175નાં મોત નોંધાયા છે.

ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. આ સાથે જ રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 580 કેસ સાથે કુલ 27,317 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.



June 22, 2020
kuber-1.jpg
1min7340

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ખાતે નર્મદા નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ભક્તો માટે સોમવારથી ખુલ્લુ મુકવામાં આવશે. આ મંદિરમાં વડોદરા અને ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશથી લાખો દર્શનાર્થીઓ આવે છે, ત્યારે જાતે ચેપ મુક્ત રહેવાની અને સૌને ચેપ મુક્ત રાખવાની તમામ તકેદારી પાળીને દર્શન કરવા એ પ્રત્યેક દર્શનાર્થીનું કર્તવ્ય માનીને બધાને સહયોગ આપવા મંદિર ટ્રસ્ટે અનુરોધ કર્યો છે.

ટ્રસ્ટના પદાધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારથી કુબેર દાદાના દર્શનનો ભક્તો આનંદ માણી શકશે. ધાર્મિક વિધિવિધાન ફળ ફૂલનો ચઢાવો કરી શકાશે નહીં, માત્ર દર્શન કરી શકશે. નિયમ પ્રમાણે ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોને મંદિરમાં પ્રવેશ મળવાપાત્ર નથી, એટલે એમને સાથે ન લાવવા. હેન્ડ વોશની વ્યવસ્થાનો ઉપયોગ કરવો. હાલમાં પરિસ્થિતિને લઈને અન્નક્ષેત્ર પ્રસાદ વ્યવસ્થા બંધ રહેશે.

June 22, 2020
corona-gujarat.jpg
1min4330

રાજયમાં છેલ્લાં 24 કલાકમા કોરોનાના નવા 580 કેસ નોંધાયા હતા. એક દિવસની અંદર આ સૌથી વધારે કેસ છે. સામાન્ય રીતે જ્યાં ઓછા કેસ નોધાય છે તે સુરતમાં કેસનો રાફડો ફાટયો હોય તેમ 176 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં દરરોજ 300થી વધુ કેસ આવતા હોય છે જ્યારે રવિવારે 273 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 27,000ને પાર થઇને 27,317 પર પહોચ્યો છે.

રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં કુલ 580 કેસમાંથી 176 કેસ સુરતમાંથી મળતાં તંત્ર દોડતુ થઇ ગયુ હતું. રાજયમાં રવિવારે 25 દર્દીના મૃત્યું થયા હતા તેમાં અમદાવાદમાં 20 અને સુરતના ત્રણ સાથે રાજયમાં કુલ મૃત્યુઆંક 1664 પહોંચ્યો છે. અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 મૃત્યું નોંધાયા છે. અમદાવાદમાં જૂન મહિનામાં પહેલી વખત 300થી ઓછા કેસ નોંધાયા છે.

જિલ્લાવાર સ્થિતી જોઇએ તો વડોદરામાં 41 નવા કેસ, ગાંધીનગરમાં 15 કેસ, ભરૂચમાં 10, અરવલ્લીમાં 9, ભાવનગર અને જામનગરમાં 8-8, વલસાડમાં 5, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4, બનાસકાંઠા, સાબરકાંઠામાં 3-3 કેસ, મહેસાણા, જુનાગઢમાં 2-2 કેસ, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા 1-1 નવા કેસ નોંધાયા છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં 655 ડિસ્ચાર્જ થતાં કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 19,357 થઇ છે. કુલ 6,296 એક્ટિવ દર્દીમાંથી 59 વેન્ટીલેટર ઉપર છે જ્યારે 6,237 સ્ટેબલ છે.

June 22, 2020
petrol-diesel-1.jpg
1min4690

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૫મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૬.૦૪ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૮ પૈસા વધીને રૂ. ૭૬.૬૯ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૩૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૯.૨૩ થયા હતા અને ડીઝલના ભાવ ૬૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૮.૨૭ થયા હતા.

કોલકાતામાં પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. ૮૦.૯૫ થયા હતા અને ડીઝલના ભાવ લિટર દીઠ રૂ. ૭૩.૬૧ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવવધારો થાય છે. પંદર દિવસ સતત ભાવવધારો કર્યા બાદ પેટ્રોલના ભાવ લગભગ આઠ રૂપિયા વધી ગયા છે અને ડીઝલના ભાવ ૮.૮૮ રૂપિયા વધી ગયા છે.

પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ ભાવમાં લગભગ બે તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ ૬૩ ટકા તો ટૅક્સ હોય છે.

June 21, 2020
daman.jpg
1min5850

ખાણીપીણીના શોખીન સુરતીઓએ જેને મામાનું ઘર જેવું હુલામણું નામ કે કોડવર્ડ આપ્યો છે એ દમણની સરહદો ફરીથી સીલ કરવામાં આવી છે. દમણમાં વધી રહેલા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યાને પગલે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની સરહદો હવે અધિકૃત વ્યક્તિઓ સિવાય બહારના લોકો માટે બંધ કરવામાં આવી છે. દમણમાં છેલ્લા એક અઠવાડીયામાં 27 જેટલા કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. દમણમાં મળેલા પોઝીટીવ દર્દીઓ પૈકી મોટા ભાગના દર્દીઓ દમણમાં નોકરી માટે આવતા શ્રમિકોના હોવાનું જણાય આવે છે. દમણ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એકમોમાં મોટી સંખ્યામાં શ્રમિકો દમણ બહારથી આવતા હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.

ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોરોના વાયરસના કેસ વધવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા ગુજરાત સાથેના જોડાયેલી બોર્ડર અચોક્કસ મુદત માટે સીલ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

June 20, 2020
corona-gujarat.jpg
1min5200

ગુજરાતમાં પણ 24 કલાકમાં 540 નવા કેસ સામે આવ્યા છે. જેથી હવે કોરોના સંક્રમણથી અસર પામનાર કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 26198 થઈ છે.

કોરોના સંક્રમણને હરાવીને વધુ 340 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેમાં અમદાવાદમાં 206, ભરુચ અને પંચમહાલમાં 7-7, મહેસાણામાં 6, ગાંધીનગર અને ખેડામાં 5-5, સાબરકાંઠામાં 4, પાટણ અને રાજકોટમાં 3-3, ભાવનગર અને જામનગરમાં 2-2, અરવલ્લી અને કચ્છમાં 1-1, જુનાગઢમાં 2, મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1, સુરતમાં 55, વડોદરામાં 21 આણંદમાં 8 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેથી રાજ્યમાં કોરોના સંક્રમણને હરાવીને કુલ સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા પણ 18167 થઈ છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 6412 થઈ છે. જેમાંથી 6345 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 67 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,14,301 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિઓના અવસાન થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ હવે 1619 થયો છે. જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,17,590 દર્દીઓને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. જેમાંથી 2,13,661 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે.

India Covid-19 update