Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
મુંબઈમાં વરસાદે ભારે અફરાતફરી મચાવી દીધી છે. નિંચાણવાળા વિસ્તારોમાં જલભરાવ તેમજ હજુ પણ બુધવારની રાત્રે અને ગુરુવારની સવારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
File Photo
દરમિયાન તા.15મી જુલાઇના રોજ બપોરે 2 વાગ્યા બાદ મુંબઈ સહિત ઉપનગરમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવાની સાથે ઑરેન્જ અલર્ટ જારી કરી છે. રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગડ જેવા કોકણના કિનારાના વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે. ૧૨ કલાકમાં પરાવિસ્તારમાં ચાર ઇંચ અને તળમુંબઈમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.
મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે સવારે છૂટાછવાયા વરસાદની શરૂઆત થયા પછી બપોરે મુશળધાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. લોઅર પરેલ, વરલી, દાદર, માટુંગા, કિંગ્સ સર્કલ જેવા તળ મુંબઈમાં તો અંધેરી, મલાડ, કાંદિવલી, બોરીવલી વગેરે પરા વિસ્તારોમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ ગયાં હતાં.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળના દરિયાકિનારે હવાનું દબાણ નિર્માણ થયું હોવાથી આ વિસ્તારમાં વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. આથી કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદેથી સચિન પાયલટની હકાલપટ્ટી બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે. જો કે સચિન પાયલટે તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવતા જણાવ્યું છે કે, તેઓ ભાજપમાં સામેલ થશે નહીં.
પાયલટે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હું સ્પષ્ટ કરવા માગું છુ કે મારી ભાજપમાં સામેલ થવાની કોઈ યોજના નથી. ભાજપની સાથે લિંક કરીને મારી છબિ ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું અત્યારે પણ કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું. આગળ શું કરવું છે તેના પર હજુ હું લઈ રહ્યો છું. હુ રાજસ્થાનના લોકોની સેવા કરવા માગું છું.
મંગળવારે કોંગ્રેસ પાર્ટીએ પાયલટની રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પદેથી અને રાજસ્થાનના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરી દીધી હતી. પાર્ટીએ પાયલટની સાથે રમેશ મીણા અને વિશ્વેન્દ્ર સિંહને પણ મંત્રી પદેથી હટાવી દીધા હતા.
હાલમાં સમગ્ર વિશ્વમાં કોવીડ-19 પેન્ડેમિક અને લૉકડાઉન જેવા સમયગાળામાં માનવજીવનને સૌથી વધુ જરૂર જેની જણાય છે એ રોગપ્રતિકારક શક્તિ, મેન્ટલ હેલ્થની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમેતની સંસ્થાઓ, વૈશ્વિક નેતાઓ કહી રહ્યા છે કે હાલના સમયમાં યોગ કરવા એ સૌથી શ્રેષ્ઠ છે. ભારતે સમગ્ર વિશ્વને યોગા દિનની ભેંટ આપી છે. પરંતુ, ભારતમાં અનેક લોકો હજુ યોગા અંગે જાણતા નથી. યોગ, આસન, ધ્યાન વગેરે કેવી રીતે કરવું, તેના શું પરીણામ મળી શકે એ બાબતથી અજાણ છે. આવી સ્થિતિમાં સુરતના મહિલા આગેવાન વૈશાલી ગાલાએ ઓનલાઇન યોગા ક્લાસીસનો આરંભ કર્યો છે. વૈશાલી ગાલાના ઓનલાઇન યોગ ક્લાસીસ એવા લોકો માટે અત્યંત ઉપયોગી છે, જેમણે હજુ સુધી યોગાનો આરંભ કર્યો નથી, અથવા તેના વિશે કશું જાણતા નથી અથવા જેઓ આરંભ કરવા માગે છે.
યોગ, મેડીટેશન, પ્રાણાયામ વગેરે અંગે સુરતના વૈશાલી ગાલાએ CiA Live પર તેમના વિચારો આ રીતે રજૂ કર્યા છે
યોગની સાધનાની ઍક ખૂબી ઍ છે કે તેના આસનો દ્વારા યુવાન કે વૃદ્ધને શરીરને ચુસ્ત, તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમે વધુ સારી રીતે યોગના આસનોને સમજી શકો છો. તમે બાહ્ય દેખાવ અને યંત્રવત આસનો કરવાને બદલે તેના મય થઈ જાવ છો. યોગ આપણા માટે ક્યારેય અજાણ્યા નહોતા.
આપણે નાના બાળક હતા ત્યારથી તે કરતા આવ્યા છીએ. પછી તે કૅટ સ્ટ્રેચ હોય કે જેનાથી કરોડરજ્જુ મજબૂત થાય છે કે પવનમુક્તાસન હોય કે જે પાચનમાં મદદરૂપ થાય છે. તમે જોશો કે નાનુ બાળક કોઈ ને કોઈ યોગાસન દિવસ દરમ્યાન કરતુંજ હોય છે. યોગનો ઘણા લોકો માટે અલગ અલગ અર્થ હોઈ શકે છે. અમારો સંકલ્પ છે કે તમને “યોગ-જીવનનો ઍક રાહ” શોધવામાં મદદ કરવી.પ્રાણાયામ ઍટલે વ્યક્તિનો શ્વાસ ઉપર કાબુ-શ્વસનની વ્યવસ્થિત પ્રક્રિયા કરવાથી લોહીને તથા મગજને વધુ પ્રાણવાયુ મળે છે જેનાથી પ્રાણને કે જીવનની ઉર્જાને કાબુમાં રાખવામાં મદદ મળે છે. પ્રાણાયામ યોગના આસનો સાથે પણ ઍટલાજ જોડાયેલા છે. યોગના આ બે સિદ્ધાંતોનું જોડાણ શરીર અને મનની શુદ્ધતા અને શિસ્તબદ્ધતા માટેનુ શ્રેષ્ઠ સ્વરુપ છે. પ્રાણાયમની પ્રક્રિયા આપણને ગહન ધ્યાનના અનુભવ માટે પણ તૈયાર કરે છે.
યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.
‘યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે – રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે – ઓશો.
પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો.
જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે.
યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે – જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે.
આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી.
શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાંગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે.
આ આઠ અંગો છે –
યમ
નિયમ
આસન
પ્રાણાયમ
પ્રત્યાહાર
ધારણા
ધ્યાન
સમાધિ.
ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન.
ગૂગલ આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે જેની ડિજિટલ ઇકોસિસ્ટમમાં ગૂગલ પોતાની હાજરી મજબૂત બનાવવા માંગે છે. ટોચની ઇન્ટરનેટ કંપનીઓ ભારતમાં પ્રભુત્વ જમાવવા માટે ટક્કરમાં ઊતરી રહી છે.
આલ્ફાબેટની માલિકીની ગૂગલે ભારત માટે યોજના તૈયાર કરી છે. તેની હરીફ કંપની ફેસબૂકે રિલાયન્સ જિયોમાં માર્ચમાં 5.7અબજ ડોલરનું રોકાણ કર્યું હતું અને ગૂગલ તેનાથી બમણું રોકાણ કરવા માંગે છે. તેમાં નાણાં અને પાર્ટનરશિપનું મિશ્રણ હશે તેમ ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ સોમવારે ઇટીને આપેલી એક્સ્ક્લુઝિવ મુલાકાતમાં જણાવ્યું હતું.
તેમણે વિડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભારત જે સ્થિતિમાં છે તેમાં આ એક વિશિષ્ટ તક છે. અમે ભારતમાં તમામ કદના બિઝનેસ સાથે કામ કરવાની તક જોઈ રહ્યા છીએ.
જિયો પ્લેટફોર્મમાં ગૂગલને રસ છે કે નહીં, અથવા તે વોડાફોન આઇડિયામાં હિસ્સો ખરીદશે કે નહીં તે વાતનો પિચાઈએ સ્વીકાર પણ નહોતો કર્યો અને નકારી પણ ન હતી. તેમણે કહ્યું કે ફંડની સાઇઝ જોતાં તે મોટું રોકાણ કરવા માટેની સીધી તક આપશે.
ગૂગલ અત્યારે ભારતમાં સર્ચ, વિડિયો, મેપ અને ઇ-મેઇલ ક્ષેત્રે અગ્રેસર છે. દેશમાં વેચાતા 90 ટકા સ્માર્ટફોનમાં ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે.
ભારતમાં ઇ-કોમર્સ અને સોફ્ટવેર ટ્રાન્ઝેક્શન પર છ ટકા જેટલો ટેક્સ લાગે છે જેને કથિત ‘ગૂગલ ટેક્સ’ પણ કહેવામાં આવે છે. તેના પર ટિપ્પણી કરતાં પિચાઈએ કહ્યું કે વિદેશી ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ઓઇસીડી (ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)ના ફ્રેમવર્કને લાગુ કરવાની તેઓ હિમાયત કરે છે. તેમણે કહ્યું કે, “કોઈ પણ દેશમાં સીધું રોકાણ કરવું એ લાંબા ગાળે સમસ્યાના ઉકેલમાં વધારે ઉપયોગી બને છે.”
પિચાઈ એ અમેરિકામાં સૌથી વધારે સફળ ભારતીય ઇમિગ્રન્ટ પૈકી એક છે. તેમણે એચ-1બી વિઝા રદ કરવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પગલાંની ટીકા કરી છે. 2019માં ગૂગલે સૌથી વધારે એચ-1બી વિઝા મેળવ્યા હતા તેમ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના આંકડા દર્શાવે છે.
તેમણે કહ્યું કે, “વિચારો અને લોકોના મુક્ત પ્રવાહથી અમેરિકાને ચોક્કસ ફાયદો થયો છે. લાંબા ગાળે તેનાથી દેશો વધારે નજીક આવશે.” તેમણે કહ્યું કે, “ટેલેન્ટ બંને દિશામાં જાય છે. તેનાથી લાંબા ગાળે દેશો અને અર્થતંત્રોને મદદ મળે છે.”
ગૂગલ એવી કંપનીઓની શોધમાં છે જે ભારતમાં તમામ ભાષાઓમાં અત્યંત ઝડપથી સ્કેલ વધારી શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ક્ષમતા ધરાવતી કંપનીઓમાં ગૂગલને ભારે રસ છે.
માનવસંસાધન વિકાસ મંત્રાલયે સ્કૂલના ઑનલાઇન ક્લાસની માર્ગદર્શિકા અને ભણવાની નક્કી કરાયેલી સમયમર્યાદાની જાહેરાત મંગળવારે કરી હતી.
શાળાઓ દ્વારા રૅગ્યુલર શાળા પ્રમાણે ઑનલાઇન ક્લાસ લેવાતા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓના માતાપિતાએ કરી હોવાને પગલે મંત્રાલયે જાહેર કરેલી આ માર્ગદર્શિકામાં દિવસમાં કેટલાક કલાક ભણાવવું એ વિશેની સમયમર્યાદા પણ નક્કી કરી છે.
આ માર્ગદર્શિકાને ‘પ્રજ્ઞતા’ નામ આપવામાં આવ્યું છે. માર્ગદર્શિકા પ્રમાણે પ્રિ-પ્રાયમરી વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન ભણવાનો સમય ૩૦ મિનિટથી વધારે ન હોવો જોઇએ.
ધોરણ ૧થી ૮ માટે ૪૫ મિનિટ સુધીના બે ઑનલાઇન સેશન અને ધોરણ ૯થી ૧૨ માટે ૩૦થી ૪૫ મિનિટના ચાર સેશન ભણાવવાની સલાહ આપવામાં આવી છે.
માનવસંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયાલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ને લીધે શાળાઓ બંધ થવાને કારણે દેશના ૨૪ કરોડ વિદ્યાર્થીઓને એની અસર થઇ છે. વધુ સમય સુધી શાળા બંધ થવાને કારણે એમના જ્ઞાનમાં ઘટાડો થશે.
કોવિડ-૧૯ના રોગચાળાની અસરને ખાળવા માટે શાળાઓ દ્વારા અત્યાર સુધી જે રીતે ભણાવાતું હતું એ રીતને છોડીને ફક્ત ભણાવવાની રીત જ નહિ, પણ આખી શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવો પડશે. એમણે ઘરના શિક્ષણ અને શાળાના શિક્ષણનો સમન્વય કરીને ગુણવત્તાસભર શિક્ષણ આપવું પડશે.
આ ગાઇડલાઇન્સ જે બાળકો ઘરે રહીને ભણતા હોય એમને ધ્યાનમાં લઇને ઘડવામાં આવી છે. ડિજિટલ ઍજ્યુકેશન પરની આ માર્ગદર્શિકા શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ઑનલાઇન શિક્ષણ આપવાનો રાહ દર્શાવે છે.
દેશની બધી જ શિક્ષણ સંસ્થાઓ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ૧૬મી માર્ચથી બંધ છે અને ત્યાર બાદ લૉકડાઉનમાં વિવિધ છૂટ આપવામાં આવી છે, પણ શિક્ષણ સંસ્થાઓને બંધ રાખવાનો જ નિર્ણય લેવાયો છે.
અમેરિકામાં એક કોર્ટમાં 14 જુલાઇ 2020ને મંગળવારે જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય રદ કરવા માટે માની ગયા છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં રહેવા પર અસ્થાયી રોક લગાવી દેવામાં આવી હતી. આ આદેશની વિરુદ્ધમાં દેશભરમાં આક્રોશ અને મોટી સંખ્યામાં શિક્ષણ સંસ્થાનો દ્વારા કેસ દાખલ કરાયા બાદ ટ્રમ્પ સરકાર દ્વારા પોતાનો નિર્ણય પરત ખેંચવો પડ્યો છે.
ટ્રમ્પ સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે જેના કારણે અમેરિકામાં રહીને અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. મહત્વનું છે કે, જે વિદ્યાર્થીઓ કોરોના વાયરસના કારણે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે તેવા વિદશી વિદ્યાર્થીઓને પરત જેવું પડશે તેવો આદેશ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે અમેરિકામાં રોકાવું જરુરી નથી. જેની સાથે વીઝા રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે, ભારે વિરોધ બાદ સરકારે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.
સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયની સામે હાવર્ડ સહિતની મોટી યુનિવર્સિટીઓ દ્વારા અરજી દાખલ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું કે, ટ્રમ્પ સરકારે 6 જુલાઈના રોજ લીધેલા નિર્ણયને પરત ખેંચવા માટે રાજી થઈ ગઈ છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓના પક્ષમાં અમેરિકાની ગૂગલ, ફેસબૂક અને માઈક્રોસોફ્ટ જેવી મોટી આઈટી કંપનીઓ પણ આવી ગઈ હતી. ૉ
કોર્ટે આ અંગે જણાવ્યું કે, “પક્ષકારોએ જણાવ્યું છે કે તેઓએ જે નિર્ણય કર્યો છે, તેને દૂર કરશે.” આ બાબતથી વિદેશી વિદ્યાર્થીઓ માટે રાહત લાવી છે, જેમાં ભારતના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. એકેડેમિક વર્ષ 2018-19માં અમેરિકામાં 10 લાખ કરતા વધારે વિદેશી વિદ્યાર્થીઓ હતા. અમેરિકામાં ભારતના 1,94,556 વિદ્યાર્થીઓ હતા. નોંધનીય છે કે, ઘણાં સાંસદોએ પણ પાછલા અઠવાડિયે ટ્રમ્પ સરકારને પત્ર લખીને વિદેશી વિદ્યાર્થીઓ પર લેવાયો પોતાનો નિર્ણય પરત ખેંચવા માટે અનુરોધ કર્યો હતો.
ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં 915 કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો 43723એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,78,367 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે
રાજ્યમાં રાહતની વાત એ છે કે, 24
કલાકમાં વધુ 749 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના
સંક્રમણથી કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા પણ 30555
થઈ છે.
ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસના
કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 291 કેસ
નોંધાયા છે જ્યારે અમદાવાદમાં નવા 167
કેસ નોંધાયા છે. જો ડિસ્ચાર્જ કેસની વાત કરીએ તો
સુરતમાં છેલ્લા 24 કલાકમાં
કુલ 247 દર્દીઓ
કોરોના વાયરસને હરાવીને ઘરે પરત ફર્યા છે જ્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં
કુલ 180 દર્દીઓ
કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં
કોરોના વાયરસના કારણે કુલ 5 દર્દીઓના
મોત થયા છે જ્યારે અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 11097 છે. જેમાંથી 71 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 11026ની સ્થિતિ સ્ટેબલ છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની
તારીખે કુલ 3,39,412 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં
છે. જે પૈકી 3,36,843 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 2569 ફેસિલિટી ક્વોરન્ટીનમાં છે.
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે
24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 3-3, બનાસકાંઠા અને ભાવનગરમાં 1-1,
વડોદરા
કોર્પોરેશનમાં 3, સુરતમાં 2 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 એમ વધુ 14 દુઃખદ મૃત્યુ નોંધાયા છે. જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 2071 થયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ 29,429 નવા કેસ સામે આવ્યા છે આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 9,36,181 થઈ ગઈ છે. જેમાંથી 3,19,840 એક્ટિવ કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 63% થયો છે તો ભારતમાં 10 લાખની વસ્તીએ 17.2 મોત અને 657 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 28,498 નવા કેસ સામે આવ્યા છે અને 553 લોકોના મોત થયાં છે. ભારતના કુલ કેસના 86% કોરોના કેસ માત્ર 10 રાજ્યો સુધી જ સીમિત છે. જેમાં મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં દેશના અડધા કેસ નોંધાયા છે.
દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 582 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ સાથે જ મૃત્યુઆંક વધીને 24,309 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી 5,92,032 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે.
આગામી દિવસોમાં બેંગલુરુ અને પૂણે સહિત અનેક શહેરો ફરીથી લોકડાઉનની તૈયારીઓ ચાલી રહી છે. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને બિહાર જેવા રાજ્યોએ લોકાડઉનની જાહેરાત કરી છે.
દેશના શિક્ષણ પ્રધાન શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે તા.14મી જુલાઇએ બપોરે 12.25 કલાકે ટ્વીટ કરીને એવી માહિતી આપી હતી કે સીબીએસઇ, એટલે કે સેન્ટ્રલ બોર્ડના ધો.10ના વિદ્યાર્થીઓનું પરીણામ તા.15મી જુલાઇને બુધવારે વેબસાઇટ પરથી ઘોષિત કરવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડના ધો.12ના પરીણામો તા.13મી જુલાઇ 2020ના રોજ જાહેર થયા હતા. તેના બે દિવસ બાદ એટલે કે તા.15મી જુલાઇએ ધો.10નું પરીણામ ઘોષિત કરવામાં આવશે.
My dear Children, Parents, and Teachers, the results of class X CBSE board examinations will be announced tomorrow. I wish all the students best of luck.????#StayCalm#StaySafe@cbseindia29
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 14, 2020
સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા માટેના પ્રયાસોના ભાગરૂપે સુરતીઓએ અનેક સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, ધંધાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા કરવામાં આવેલી સ્વૈચ્છીક લૉકડાઉનની હાકલને અનુસરીને હવે સુરતીઓમાં સ્વયંભુ લૉકડાઉનની જાગૃતિ જોવા મળી રહી છે. આજે તા.14મી જુલાઇએ શહેરમાં અવરજવરમાં ખાસ્સી ઓટ જોવા મળી હતી. લોકો સ્વૈચ્છીક રીતે એક સપ્તાહનું લૉકડાઉન પાળવા માટે અગ્રેસર થયા હોવાનું સ્પષ્ટ જણાય આવે છે.
તા.13 જુલાઇથી 21 જુલાઈ સુધીના એક સપ્તાહ દરમિયાન સરકાર ભલે લૉકડાઉન કરે નહીં પરંતુ, સુરતીઓ સ્વયંભુ, સ્વૈચ્છીક લૉકડાઉન પાળે એવા શરૂ કરાયેલા ટ્રેન્ડને આજે તા.14મી જુલાઇએ પહેલા દિવસે જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. સ્વયંભુ લૉકડાઉનમાં લોકો જોડાઇ રહ્યા છે તેની અનુભૂતિ મુખ્ય માર્ગો પરના ટ્રાફિકની સ્થિતિ પરથી પ્રતીત થઇ રહી છે.
સુરતના મુખ્ય ઉદ્યોગો, ટેક્સટાઇલ, ડાયમંડ, રિયલ એસ્ટેટ સમેત અનેક નાના મોટા ધંધારોજગાર ધરાવતા લોકોએ સ્વયંભુ એક સપ્તાહ માટે લૉકડાઉનમાં જોડવાને સમર્થન આપ્યું છે. આમ છતા, કેટલાક વેપાર ધંધાઓ શરૂ જોવા મળ્યા હતા.
હોસ્પિટલોમાં જગ્યા નથી, જીવનરક્ષક ઇન્જેકશન મળતા નથી, સ્વયંભુ લૉકડાઉન જ સૌથી મોટો ઉપાય
સુરતમાં એક તરફ સિવિલ તેમજ સ્મીમેર જેવી સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી અને શહેરની ખાનગી હોસ્પિટલોમાં તો પહેલેથી જ તમામ બેડ ફુલ થઇ ચૂક્યા છે. કોવીડ-19ના ક્રિટીકલ પેશન્ટસ જીવન રક્ષક ઇન્જેક્શન ટોસીલીઝુમેબ અને રેમડેસીવીર ઇન્જેક્શન માટે રીતસર તરસી રહ્યા છે. આ સ્થિતિને પગલે સુરતવાસીઓ હવે સ્વૈચ્છીક લૉકડાઉન પાળી રહ્યા છે.
આ સ્થિતિમાં શહેરમાં હવે સ્વૈચ્છિક લોકડાઉન માટે લોકો આગળ આવી રહ્યાં છે. શહેરના વરાછા સ્થિત માનગઢ ચોકમાં અને ચોકસીબજારને તારીખ 19મી જુલાઈ સુધી સ્વંયભૂ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એ મુજબ આજે તા.14મી જુલાઇએ હીરા બજાર સ્વયંભુ બંધ જોવા મળ્યા હતા.
કોરોના વાયરસના આ વિસ્તારોમાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઈને માનગઢ 1 અને 2 તેમજ ચોકસીબજારને 19મી જુલાઈ સુધી એટલે કે એક અઠવાડિયા માટે શટડાઉન કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંધ સ્વંયભૂ છે, વરાછામાં આવેલા સેફ ડિપોઝિટ વોલ્ટ પણ આ સમય દરમિયાન બંધ જોવા મળ્યા હતા.
કતારગામ, વરાછા સૌથી વધુ અસરગ્રસ્ત
સુરતમાં છેલ્લાં 10 દિવસમાં સૌથી વધુ કોરોના વાયરસનું સંક્રમણ વરાછા અને કતારગામમાં જોવા મળ્યું છે. સુરતના કુલ પોઝિટીવ કેસમાંથી 50 ટકા કેસ આ બે વિસ્તારમાંથી મળ્યાં છે. સુરત મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર રોજે-રોજ સંક્રમિત વિસ્તારોની મુલાકાત લઈને લોકોને સચેત કરી રહ્યાં છે. કોરોનાથી બચવાના ઉપાયોનું પાલન કરવા અને પાલિકા દ્વારા ઊભી કરવામાં આવેલી આરોગ્ય સેવાઓનો લાભ લેવા જણાવવામાં આવી રહ્યું છે.
તા.13મી જુલાઇને સોમવારે પણ બંને મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરે તેમની ટીમો સાથે શહેરના કોરોના સંક્રમિત વિસ્તારોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી અને જે-તે વિસ્તારના લોકોને કોરોના સામે જાગૃત રહેવા સૂચનો કર્યા હતા.
કેમકે શહેરના કુલ 2028 પોઝિટીવ કેસોમાંથી 1043 કેસો વરાછા એ અને બી અને કતારગામ ઝોનમાંથી મળ્યાં છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.