CIA ALERT

Blog - Page 308 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 22, 2020
corona_india.jpg
3min4840

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 86961 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 5487580 સુધી પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1130 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 87882 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 80.11 ટકા સુધી પહોંચ્યો છે. https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7025085613496061&output=html&h=280&adk=1086755764&adf=583301947&w=690&fwrn=4&fwrnh=100&lmt=1600743437&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=2748499174&psa=1&guci=2.2.0.0.2.2.0.0&ad_type=text_image&format=690×280&url=https%3A%2F%2Fwww.navgujaratsamay.com%2Fin-the-last-24-hours-86961-new-cases-of-corona-were-reported-with-1130-deaths%2F186366.html&flash=0&fwr=0&pra=3&rh=173&rw=690&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChAI8J6h-wUQ36ncj72k4L5gEkwAzjD7zBFXp3Tx1R7ml1Dv1LQpeAIAvOAwy25n6ubw0afYlsDk3K7wl_92_6_Jc_IK0TXeswEca26l–9IpwRidalk49kVEXTEW8pk&dt=1600743437861&bpp=7&bdt=3909&idt=-M&shv=r20200915&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D663ac7353e48fa24%3AT%3D1562133851%3AS%3DALNI_MZ3X1rNlQ3RVQXUkVBsKl6aTP5ZUw&prev_fmts=0x0&nras=2&correlator=2964390636989&frm=20&pv=1&ga_vid=923950125.1562133831&ga_sid=1600743434&ga_hid=949336953&ga_fc=0&iag=0&icsg=46047232&dssz=20&mdo=0&mso=0&u_tz=330&u_his=3&u_java=0&u_h=768&u_w=1366&u_ah=728&u_aw=1366&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=140&ady=1976&biw=1349&bih=657&scr_x=0&scr_y=0&eid=21067213%2C21067105%2C21067479&oid=3&pvsid=1360846202384628&pem=890&ref=https%3A%2F%2Fwww.navgujaratsamay.com%2F&rx=0&eae=0&fc=1408&brdim=0%2C0%2C0%2C0%2C1366%2C0%2C1366%2C728%2C1366%2C657&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&ifi=1&uci=a!1&btvi=1&fsb=1&xpc=REyl1rz8Uv&p=https%3A//www.navgujaratsamay.com&dtd=15

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 93356 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 4396399 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 1003299 સુધી પહોંચ્યો છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 31016124 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 960658 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 21252813 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 8802653 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

September 21, 2020
bhiwandi-building.jpg
1min5700
ભિવંડીમાં ધમાનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં સવારે ત્રણ માળનું મકાન ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલુ છે.
8 killed in Bhiwandi building collapse

તા.21મીને સોમવારે સવારે મુંબઇ નજીક ભીવંડી ખાતે મકાન ધરાશાયી થવાની બનેલી ગંભીર હોનારતમાં 8 લોકોના મોત નિપજ્યાના સમાચારોએ ભારતમાં સપ્તાહની શરૂઆતમાં જ નેગેટીવ ન્યુઝ ફેલાવી દીધા હતા.

મુંબઇને અડીને આવેલા ભિવંડીમાં ધામનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ 35થી 40 લોકો મકાનના કાટમાળમાં ફસાયા હતા. જોકે, અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને રેસ્ક્યુ કરાયા છે. પોલીસ અને NDRFની ટીમે કાટમાળ નીચે દટાયેલા 25 લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં હજી સુધી 8 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. જોકે, ગંભીર અકસ્માતમાં હજી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે હજી ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

September 21, 2020
gujarat-vidhansabha.jpg
1min5510

21/9/20 સોમવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુસત્ર ૨૧ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન મળી રહ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે વિધાનસભામાં ધારાસભ્યના સામૂહિક ટેસ્ટ બાબતે પણ તૈયારી કરી છે. ગુજરાત વિધાનસભામાં આજે તમામ ધારાસભ્યો અને પ્રધાનોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ નેતાઓના રેપિડ ટેસ્ટ કરાયા હતા. કોરોના ટેસ્ટ માટે કુલ છ ટીમ ફાળવવામાં આવી હતી. ભાજપાના ધારાસભ્યો અને મંત્રીઓ માટે ચાર અને કોંગ્રેસના ધારાસભ્યોના ટેસ્ટ માટે બે ટીમ ફાળવાઇ હતી.

ત્રણ ધારાસભ્ય – ધાનેરાના નાથા પટેલ, દક્ષિણ ગુજરાતના વ્યારાના પુનભાઈ ગામિક અને અમરેલીના વીરજી ઠુમ્મર કોરોના પોઝિટિવ આવ્યા છે.

આજે બંને પક્ષના ધારાસભ્ય દળની બેઠક પહેલા ટેસ્ટ કરાયા હતા. ગુજરાત વિધાનસભા શાસક પક્ષના સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતી બેઠક વ્યવસ્થા એક ખુરશી છોડી બીજી ખુરશી પર બેસવાની વ્યવસ્થા કરાઈ છે. એક ખુરશી પર પટ્ટી લગાડવામાં આવશે. ખુરશી ખૂલે નહિ તે રીતે ફિક્સ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસના સત્રમાં ૨૦ બિલો પર ચર્ચાનો નિર્ણય કરાયો છે. હાલના સમયે કોરોના વિશ્વ વ્યાપી પ્રશ્ન છે, તેથી પ્રથમ દિવસે કોરોના બાબતે અઢી કલાક ચર્ચા થશે. ૨૦ બિલ અને સંકલ્પ વગેરે પર કામકાજ સલાહકાર સમિતિમાં નિર્ણય થયો છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વધુ સ્વચ્છ અને નોટિફાઇડ બિલ પણ સત્ર દરમિયાન લાવવામાં આવશે.

September 21, 2020
Bank-fraud.png
1min5170

જાહેર ક્ષેત્રની બેન્કોમાં ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં રૂ. 19,964 કરોડની છેતરપિંડી થયાનું રિઝર્વ બેન્કે માહિતી અધિકાર હેઠળ એક અરજીના જવાબમાં જણાવ્યું હતું. આ ગાળામાં ફ્રોડના કુલ 2,867 કેસો નોંધાયા હતા.

દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં સૌથી વધુ ઠગાઈના બનાવો નોંધાયા હોવાનું આરબીઆઈએ જણાવ્યું હતું. મૂલ્યની દ્રષ્ટિએ બેન્ક ઓફ ઈન્ડિયામાં છેતરાપિંડીનું પ્રમાણ ઊંચું રહ્યું હતું. આરબીઆઈએ આરટીઆઈ કાર્યકર ચંદ્ર શેખર ગૌરને ફ્રોડ અંગેના સવાલના જવાબમાં ઉપરોક્ત વિગતો આપી હતી.

દેશની 12 જાહેર ક્ષેત્રની બેન્કો પૈકી એસબીઆઈમાં 2,050 છેતરાપિંડીના કેસો નોંધાયા હતા અને એપ્રિલથી જૂન 2020માં રૂ. 2,325.88 કરોડની છેતરાપિંડી થઈ હતી. બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં રૂ. 5,124.87 કરોડના 47 ફ્રોડ કેસ નોંધાયા હતા. કેનેરા બેન્કમાં 33 કેસમાં રૂ. 3,885.26 કરોડનું ફ્રોડ થયું હતું. બેન્ક ઓફ બરોડામાં 60 કેસ દ્વારા રૂ. 2,842.94 કરોડની છેતરાપિંડીની ઘટના બની હતી. ઈન્ડિયા બેન્કમાં 45 કેસમાં રૂ. 1,469.79 કરોડ, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં 37 કેસમાં રૂ. 1,207.65 કરોડ અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 9 કેસમાં રૂ. 1,140.37 કરોડની છેતરાપિંડી થઈ હતી.’ પંજાબ નેશનલ બેન્ક જે બીજા ક્રમની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક છે તેમાં મૂલ્યની દ્રષ્ટિએ કુલ ફ્રોડનું પ્રમાણ નીચું રહ્યું હતું.’ કુલ 240 કેસમાં રૂ. 270.65 કરોડની છેતરાપિંડી થઈ’ હોવાનું આરબીઆઈએ જવાબમાં જણાવ્યું હતું.

September 21, 2020
ukai.jpg
1min6210

તા.20 સપ્ટેમ્બર 2020ના રોજ બપોર બાદ સુરતના ઉપરવાસ વિસ્તારમાં આવેલા ઉકાઇ ડેમમાંથી અંદાજે પોણાબે લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવાનું શરૂ કરાયું હતું. કેમકે ઉકાઇ ડેમમાં વોટર લેવલ ભયજનક સપાટી 345 ફૂટ નજીક પહોંચે તેવી શક્યતા હતી.

ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાલ ડેમ 343.53 ફૂટ પર વહી રહ્યો છે. જે ઉકાઈની ભયજનક સપાટીથી માત્ર હાથવેંત જ દૂર છે. જેના પગલે તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. સાંજ સુધીમાં 1.75 લાખ ક્યૂસેક પાણી છોડવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ઉકાઈ ડેમ હાલ તેનું 340.84 હાઈએલર્ટનું લેવલ વટાવી ચૂક્યો છે અને તેની ભયજનક સપાટી 345 ફૂટ છે. છેલ્લાં 24 કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે પુષ્કળ માત્રામાં ઉકાઈ ડેમમાં પાણી આવક થવાની છે જેથી તંત્ર એકદમ એલર્ટ થઈ ચૂક્યું છે. રવિવારે સાંજના 6 વાગ્યે ઉકાઈડેમની સપાટી 343.53 ફૂટ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ડેમ 96.6 ટકા ભરાઈ ગયો છે. 
હાલ ઉકાઈ ડેમમાં 82,589 ક્યૂસેક પાણીની આવક સામે 1,00,050 લીટર પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. જ્યારે હથનુર ડેમની સપાટી 213.12 મીટર છે. ડિસ્ચાર્જ પ્રતિ સેકન્ડ 5.86 લાખ લીટર, એટલે કે 20,723 ક્યુસેક છે. તે જ રીતે સુરત વિયર કમ કોઝવે હાલ 7.40 મીટર પર વહી રહ્યો છે. કોઝવે પરથી 79,910 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

September 20, 2020
cskmi.jpg
1min5900

IPL 2020 : ચેન્નઈએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે હરાવી કર્યો વિજયી પ્રારંભ

IPL2020ના પ્રારંભિક મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે આસાનીથી હરાવીને લીગમાં વિજયી શરૂઆત કરી છે. મુંબઈ તરફથી મળેલા 163 રનના ટાર્ગેટને ચેન્નઈએ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. CSK માટે અંબાતી રાયુડૂએ શાનદાર 71 રનની ઈનિંગ રમી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. તેના સિવાય ફાફ ડુ પ્લેસિસે પણ અણનમ 58 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ રીતે ચેન્નઈએ 2019ની IPL ફાઈનલમાં મુંબઈ સામે મળેલી હારનો પણ બદલો લીધો.

163 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપરકિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ચેન્નઈએ પ્રથમ બે ઓવરમાં જ બંને ઓપનર શેન વોટસન (4) અને મુરલી વિજય (1)ને ગુમાવી દીધા હતા. આ સમયે ટીમનો સ્કોર માત્ર છ રન હતો. બાદમાં ફાફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયુડૂએ મળીને ટીમની ઈનિંગને સંભાળી લીધી હતી. બંનેએ ક્રિઝ પર ટકવાની સાથે-સાથે ઝડપથી રન પણ બનાવવ્યા હતા. અંબાતીએ 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 71 જ્યારે ડુ પ્લેસિસે 44 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે 14 ઓવરમાં 115 રનની ભાગીદારી નોંધાઈ હતી. રાયૂડૂના આઉટ થયા બાદ બે વિકેટો જલ્દી પડી જતા ટીમ થોડી મુશ્કેલીમાં દેખાઈ પણ ટાર્ગેટ એટલો મોટો ન હોવાથી તેને વધારે તકલીફ પડી નહોતી.

અગાઉ ટૉસ જીતીને CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. મુંબઈની શરૂઆત સારી રહી હતી પરંતુ સળંગ બે ઓવરમાં ટીમે રોહિત શર્મા અને ડી કોકની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ 12 રન નોંધાવ્યા હતા જ્યારે ક્વિન્ટન ડી કોકે 20 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 33 રન ફટકાર્યા હતા. જોકે, સૌરભ તિવારીએ આક્રમક બેટિંગની કરીને ટીમના સ્કોરને મજબૂત બનાવ્યો હતો. તિવારીએ 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે 42 રનની ઈનિંગ્સ રમી હતી.

જોકે, બાદમાં રવીન્દ્ર જાડેજા અને એનગિડીએ તરખાટ મચાવી દીધો હતો. જાડેજાએ સૌરભ તિવારીને આઉટ કર્યા બાદ હાર્દિક પંડ્યાને પણ સસ્તામાં આઉટ કરી દીધો હતો. હાર્દિકે 14 રન ફટકાર્યા હતા. જ્યારે એનગિડીએ કેઈરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા અને જેમ્સ પેટ્ટિનસનને પેલેલિયન ભેગા કરી દીધા હતા અને અંતિમ ઓવર્સમાં મુંબઈની રન ગતિ પર બ્રેક લગાવી હતી. ચેન્નઈ માટે એનગિડીએ ત્રણ તથા જાડેજા અને દીપક ચાહરે બે-બે વિકેટ ઝડપી હતી.

September 20, 2020
corona_india.jpg
1min5360

ભારતમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના રોગચાળાના મામલે હવે સારા સમાચાર જાણવા મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે અને સૌથી વધારે સફળતા હાંસલ કરી છે. દેશના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ શનિવારે કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા કોરોનાના નવા કેસથી વધી ગઇ હતી. શનિવારે કોરોનાથી ૯૫,૮૮૦ લોકો સાજા થયા હતા અને કોરોનાના ૯૩,૩૩૭ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસ ૫૩ લાખથી વધી ગયા છે.

અત્યાર સુધી દેશમાં ૪૦,૦૮,૪૩૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઇ ગયા છે, જે દુનિયામાં સૌથી વધારે છે.

કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં ૮૫,૬૧૯ લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૪૭ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. કોરોનાથી સાજા થવાનો દર ૭૯.૨૮ ટકા પર પહોંચી ગયો છે. અને મૃત્યુ દર ઘટીને ૧.૬૧ થઇ ગયો છે.

હાલમાં દેશમાં કોરોનાના કુલ ૧૦,૧૩,૯૬૪ સક્રિય કેસો છે, જે કુલ કેસોના ૧૯.૧૦ ટકા છે.

૭ ઑગસ્ટના રોજ દેશમાં કોરોના કેસનો આંકડો ૨૦ લાખને પાર થઇ ગયો હતો. ૨૩ ઑગસ્ટના રોજ કોરોના કેસનો આંકડો ૩૦ લાખને પાર થઇ ગયો હતો. પાંચ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૪૦ લાખને પાર થઇ ગયો હતો અને ૧૬ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૫૦ લાખને પાર થઇ ગયો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૧,૨૪૭ મૃત્યુમાં ૪૪૦ મહારાષ્ટ્રમાં, ૧૭૯ કર્ણાટકમાં, ૯૮ ઉત્તર પ્રદેશમાં, ૬૭ આંધ્ર પ્રદેશમાં, ૫૯ પ. બંગાળમાં, ૬૭ તમિળનાડુમાં, ૬૨ પંજાબમાં અને ૩૦ દિલ્હીમાં નોંધાયા છે.

અત્યાર સુધીમાં કોરોનાથી નોંધાયેલ કુલ ૮૫,૬૧૯ મૃત્યુમાં ૩૧,૭૯૧ મૃત્યુ મહારાષ્ટ્રમાં, ૮,૬૮૫ તમિળનાડુમાં, ૭,૮૦૮ કર્ણાટકમાં, ૫,૨૪૪ આંધ્ર પ્રદેશમાં, ૪,૯૦૭ દિલ્હીમાં, ૪,૮૬૯ ઉત્તર પ્રદેશમાં અને ૪,૨૪૨ પ. બંગાળમાં નોંધાયા છે.

કોરોના વાઇરસને પછાડવામાં કેન્દ્રની મોદી સરકારની મહેનત રંગ લાવી છે અને ભારતનો રિકવરી રેટ દુનિયાભરમાં સૌથી વધુ થયો છે.

September 20, 2020
corona-gujarat.jpg
1min4990

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ સુરતમાંથી નવા ૨૮૧ કેસ, અમદાવાદમાંથી ૧૭૮ કેસ, રાજકોટ ૧૫૧, વડોદરા ૧૩૮, જામનગર ૧૨૬ નવા કેસ નોંધાય છે જ્યારે ગાંધીનગરમાંથી ૪૩ કેસ, ભાવનગરમાંથી ૪૧, જૂનાગઢમાંથી ૩૫ કેસ નવા નોંધાયા છે. આ સિવાય જિલ્લાઓમાં જોઇએ તો ઉત્તર ગુજરાતના મહેસાણામાંથી એક સાથે ૬૯ કેસ અને બનાસકાંઠમાંથી ૪૪ કેસ નવા ઉમેરાયા છે. આ સિવાય પંચમહાલમાંથી ૩૦, અમરેલીમાંથી ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાંથી ૨૮ કેસ, કચ્છ ૨૬, ભરૂચમાંથી ૨૪ કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાંથી ૨૩, મહીસાગરમાંથી ૧૬, દાહોદ અને ગીર સોમનાથમાંથી ૧૫-૧૫ કેસ નવા નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાંથી ૧૪, સાબરકાંઠામાંથી ૧૩, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગરમાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. જ્યારે તાપી અને આણંદ જિલ્લામાંથી ૧૦-૧૦ કેસ આવ્યા છે. બોટાદમાંથી ૯, છોટાઉદેપુર અને નવસારીમાંથી ૮-૮ કેસ, પોરબંદરમાંથી ૫, અરવલ્લી અને વલસાડમાંથી ૨-૨ અને ડાંગમાંથી ૧ નવો કેસ નોંધાયો છે.

કોરોનાના સંક્રમણમાં રાજ્યમાં સતત બીજા દિવસે અને સપ્ટેમ્બર મહિનામાં આઠમી વખત નવા ૧૪૩૨ કેસનો વિક્રમ સર્જાયો છે. આ સાથે વધુ ૧૬ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. અલબત્ત, અગાઉ સુરત અને અમદાવાદમાં કોરોનાના દાખલ થયેલા દર્દીઓના મૃત્યુને લઇ થતી હોબાળો હવે રાજકોટ પછી ગાંધીનગરમાં પણ સર્જાયો છે. આ મુદ્દે સરકાર મૌન છે, પરંતુ રાજકોટમાં ચોવીસ કલાકમાં વીસથી વધુ અને ગાંધીનગરમાં પંદરથી વધુ દર્દીના મૃત્યુ થયા છે. જોકે, સત્તાવાર રીતે સરકારે રાજકોટ અને ગાંધીનગરમાં એક એક દર્દીના મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. આ સિવાય સુરતમાં કુલ પાંચ, અમદાવાદ ૩, વડોદરા અને ભાવનગરમાં ૨-૨, કચ્છ અને અમરેલીમાં ૧-૧ દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું છે.

September 19, 2020
ipl2020.jpg
1min6550

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL આજે તા.19મી સપ્ટેમ્બર 2020થી શરૂ થઇ રહી છે. કોવીડ-19 પેન્ડેમિકની કપરી સ્થિતિને કારણે ભારતમાં આ ઇવેન્ટ શક્ય ન હોઇ, યુનાઇટેડ એમિરાતમાં રમાઇ રહેલી આ ટુર્નામેન્ટ ભલે ત્યાં રમાશે પણ સૌથી વધુ જોવાશે ભારતમાં. ટેલિવિઝન પર સતત 53 દિવસ સુધી આઇ.પી.એલ. છવાયેલી રહેશે અને એટલે જ નવી ફિલ્મોથી લઇને અનેક ઇવેન્ટ આ જ કારણે પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

53 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. ત્યારે આ વખતે IPLમાં કોરોનાના કારણે કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

નવા ફેરફારમાં ટીમને અનલિમિટેડ કોરોના સબસ્ટીટ્યુટ મળશે. ઉપરાંત IPLમાં પ્રથમ વખત બોલને ચમકાવવા માટે બોલર્સ લાળનો ઉપયોગ કરી શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય પ્લેયર સબ્સ્ટીટ્યૂટ તરીકે સામેલ કરી શકાશે. આ વખતે ફ્રન્ટફુટનો બોલ ફિલ્ડને બદલે થર્ડ અમ્પાયર જોશે. ત્યારે લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટરો મેદાનમાં ઉતરી રહ્યા છે.

September 19, 2020
rupani-1280x789.jpg
1min5210

ગુજરાતનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હિલર-થ્રી વ્હિલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે.

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હિલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હિલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે.