CIA ALERT

Blog - Page 307 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 23, 2020
suresh-angadi-1280x720.jpg
1min5350

કોરોના વાયરસ સામે લડી રહેલા કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું બુધવારે નિધન થયું છે. સુરેશ અંગડીને સારવાર માટે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમના નિધનથી તેમના પરિવારની સાથે કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મોદી સરકારમાં રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીનું કોરોનાના લીધે નિધન થઇ ગયું છે. તેમનું AIIMS માં સારવાર ચાલી રહી હતી. લગભગ રાત્રે 8 વાગે તેમનું નિધન થયું. તે કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે.

બેલ્ગાવી સીટ પરથી લોકસભા સભ્ય હતા. તેમણે 11 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ હોવાની સૂચના ટ્વિટર પર શેર કરી હતી. 

September 23, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4800

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પેન્ડેમિકમાં પણ SGCCI ની પ્રવૃત્તિઓને ને ધમધમતી કરી દેનાર દિનેશ નાવડીયાને રોકવા વિરોધીઓ છેલ્લી પાયરીએ બેઠા છે. SGCCIની ઐતિહાસિક પરંપરા છે કે વાઇસ પ્રેસિડેન્ટ બિનહરીફ પ્રેસિડેન્ટ બને છે, પરંતુ, હાલના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાને રોકવા માટે SGCCI ના ઇતિહાસમાં પહેલી વખત પ્રસિડેન્ટ ઇલેકશન કરાવવાના પ્રયાસો કરાયા એમાં નિષ્ફળ ગયા બાદ હવે ચેમ્બર પ્રેસિડેન્ટ પદે એક મહિનાની રજા મૂકીને ગ્રેસફુલ એક્ઝીટ કરી જનાર કેતન દેસાઇને ફરીથી SGCCI પ્રેસિડેન્ટની ખુરશી પર બેસી ગયા છે. માની શકાય કે SGCCIમાં હવે નૈતિક્તાની અપેક્ષા રાખી શકાય નહીં પરંતુ, કોઇ વ્યક્તિ પાસે ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી શરૂ કરાવ્યા બાદ તેમને ખસેડવા પાછળનો આશય શું હોઇ શકે. હવે જ્યારે દિનેશ નાવડીયા સામે કોઇ ઉમેદવાર જ રહ્યા નથી ત્યારે કેતન દેસાઇ પ્રમુખ પદે હાજર થઇને ભેરવાય ગયા છે.

વિરોધીઓનો પ્લાન તો એવો હતો કે ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા સામે તમામ પરંપરાઓ તોડીને કોઇપણ વ્યક્તિને ચૂંટણી લડાવવામાં આવે, ચૂંટણી થાય તો આચારસંહિતાના નામે દિનેશ નાવડીયાને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા રોકી શકાય, પણ દિલ કે અરમાં આંસુઓ મેં બહે ગયે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં વર્તમાન પ્રમુખ કેતન દેસાઇની મુદત ગત જુન 2020ના પહેલા સપ્તાહમાં પૂરી થઈ ચૂકી છે, આમ છતાં તેઓ કોવીડ-19 પેન્ડેમિકની અસાધારણ પરિસ્થિતિ હોવાના બહાને તેમના હોદ્દા પર યથાવત્ રહ્યા હતા.

નિયમાનુસાર નવા વર્ષના હોદ્દેદારોનું ઇલેકશન સમયસર નહીં થતાં તેનો સીધો ફાયદો કેતન દેસાઇ અને તેમના જૂથે મેળવીને ચેમ્બર પ્રેસિડેન્ટ તરીકે કામગીરી ધરાર ચાલુ રાખી હતી. અહીં એ વાત નોંધવી જોઇએ કે નૈતિક્તા જો આધાર બને તો પ્રેસિડેન્ટ 6 જુન 2020 બાદ ચેર પરથી ઉતરી જ જાય પણ અહીં નૈતિક્તાની અપેક્ષા રાખી શકાય તેમ નથી.

દરમિયાન SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કાર્ય શરૂ કરવા અને કેતન દેસાઇને ગ્રેસફુલ એક્ઝીટનું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડીંગ કરીને મામલો આગળ ધપાવવામાં આવ્યો હતો.

મોટા પાયે શ્રમિકો સુરત પરત ફરી રહ્યા છે, હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગ વેગ પકડી રહ્યો છે, આ તમામ પ્રોસિજર દિનેશ નાવડીયાની લિડરશીપને આભારી

22મી જુનથી દિનેશ નાવડીયાએ SGCCIના ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી શરૂ કરી અને ડે-વનથી જ તેમણે પેન્ડેમિક સ્થિતિમાં ઉદ્યોગ, વ્યવસાયો માટે અનેક પ્રકારની કામગીરી શરૂ કરી. સંખ્યાબંધ વેબિનાર્સનું આયોજન થયું. દિનેશ નાવડીયાએ હીરા, ટેક્સટાઇલ, કેમિકલ, બાંધકામ વગેરે તમામ ઉદ્યોગોને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવા માટે આક્રમક પ્રેઝન્ટેશન કર્યા અને અનેક મુદ્દાઓને નિકાલ કર્યો. સૌથી અગત્યની કાર્યવાહીમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી લેબર પાછા મળે એ માટે યુપી., બિહાર, ઓરિસ્સાથી સુરત માટે ખાસ શ્રમિક ટ્રેનો શરુ કરાવી. સુરત પરત આવતા લેબરને કોરોનાથી બચવા માટેનું માર્ગદર્શન, માસ્ક, સેનિટાઇઝેશન, ટેસ્ટીંગ વગેરે પ્રક્રિયાઓ માટે સહાયભૂત થવા માટે SGCCIની ટીમ અનેક દિવસોથી અભિયાન ચલાવી રહી છે.

એક મહિનામાં દિનેશ નાવડીયા અને તેમની ટીમે જે કામગીરી કરી એના વિશે એક આખું પુસ્તક લખી શકાય. પરંતુ, અહીં મુદ્દો એ છે કે SGCCIમાં દિનેશ નાવડીયા અને બી.એસ. અગ્રવાલ જેવા મહારથીઓને રોકવા માટે તેમના વિરોધીઓ છેલ્લી કક્ષાએ ઉતર્યા છે.

એક મહિનાની રજા બાદ કેતન દેસાઇ ફરી SGCCI પ્રેસિડેન્ટ તરીકે હાજર થાય એ બાબત ઘણી સૂચક અને ટીકાપાત્ર બની છે. નૈતિક્તાની તો અપેક્ષા રખાતી નથી પરંતુ, સમજવા જેવી વાત છે કે દિનેશ નાવડીયાએ જે કામ ઉપાડ્યું છે એના પર દેખિતી રીતે બ્રેક લાગવાની છે. 4 ઓક્ટોબરે SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે અને એ પણ વાત નિશ્ચિત બની ચૂકી છે કે દિનેશ નાવડીયા સામે પ્રેસિડેન્ટ પદ માટે કોઇ ઉમેદવાર રહ્યો નથી. આમ છતાં, કેતન દેસાઇએ કયા કારણોસર રજા પરથી પરત આવીને SGCCI પ્રેસિડેન્ટની ખુરશીમાં બેસી ગયા એ પાછળના કારણોની વ્યાપક ચર્ચાઓ SGCCIમાં ચાલી જ રહી છે.

September 23, 2020
Career-in-Architecture-1-800x445-1.jpg
2min10000

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વ્હાઇટ કોલર પ્રોફેશન તરીકે ગણનાપ્રાપ્ત બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના લાયકાતના ધોરણોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર અને કેન્દ્ર સરકારે આ વર્ષે કોવીડ-19 પેન્ડેમિક પરિસ્થિતિને પગલે નિર્ણય લીધો છે. ફક્ત આ વર્ષ માટે બદલાયેલા નિયમમાં ધો.12 ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને નાટામાં પાસ પર્સન્ટેજ લાવવાની શરતે બી.આર્ક. કોર્સમાં પહેલા વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. એવી જ રીતે ધો.10 પછી ત્રણ વર્ષના ડિપ્લોમા હોલ્ડર ઉમેદવારોને પણ પાસ થવાની શરતે પ્રવેશ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ પણ નાટા પરીક્ષાના નિયમો પાળવાના રહેશે.

અત્યાર સુધી આ નિયમ હતો

અત્યાર સુધી એવો નિયમ હતો કે બી.આર્ક.માં પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીએમમાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ હોવા ફરજિયાત હતા. હવે આ વખતે કોવીડ-19ની પરિસ્થિતિમાં દેશના અનેક રાજ્યોના બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષાઓ લેવાઇ શકી ન હોઇ, એલિજિબિલીટી ક્રાઇટેરીયા ઘટાડી દેવામાં આવ્યા છે.

બેચલર ઓફ આર્કિટેક્ચર કોર્સમાં લાયકાતના ધોરણોમાં સુધારા અંગેનું ગેઝેટ

Click here to view Gujarat Architecture Colleges

http://jacpcldce.ac.in/Adm20/Archi/BArch_Institute.pdf

ગુજરાતમાં આર્કિટેક્ચરમાં પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક

September 23, 2020
Serum-Institute-of-India-pauses-Covid-vax-trials-in-India-2-491x267-1.jpg
1min5760
After Oxford Covid-19 Vaccine, Serum Institute Likely To Start Clinical  Trials Of Novavax's Vaccine Candidate In India

ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન ઉત્પાદનના મામલે દુનિયાની સૌથી મોટી કંપની હોવાનો દાવો અગાઉ કરાઇ ચૂક્યો છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ અનેક ભાગીદારો પૈકીની એક સંસ્થા પણ છે

લાંબા સમયની ઇંતેજારી બાદ એવા સમાચાર આવ્યા છે કે સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતની ફાર્મા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં પાર્ટનર છે અને ભારતમાં આ વેક્સીનનું ટ્રાયલ કરાવી રહી છે.

પુનાની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પહેલા જ ઓક્સફર્ડના પ્રોજેક્ટમાં કોલેબરેશન કરેલું છે. જો ઓક્સફર્ડની વેક્સીન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

અગાઉ ગત જુલાઇમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી વેક્સીન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોડાગેનિક્સના CDX-005ને વિકસિત કરશે, જેને ઈન્જેક્શનને બદલે આંતરિક રીતે આપવામાં આવશે.

September 23, 2020
ESSENTIAL-COMMODITIES.jpg
1min5580

સંસદના ઇતિહાસમાં સૌથી વધુ ખરડા પસાર થયા હોય એવા દિવસોમાંના એક એવા મંગળવારે રાજ્યસભામાં સાડા ત્રણ કલાકમાં મુખ્ય સાત ખરડા મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં કડધાન્ય, કઠોળ, કાંદા-બટાટાને જીવનાવશ્યક વસ્તુઓની યાદીમાંથી બાદબાકી કરતા ખરડાનો તથા કંપનીઓ દ્વારા કરાતા અમુક અપરાધો માટેના દંડને દૂર કરતા ખરડાનો સમાવેશ થાય છે. તેલ, કઠોળ, કાંદા અને બટાટાના સંગ્રહની મર્યાદા પણ હટાવાતા કાળાબજારિયાઓ અને સંગ્રહખોરોને લાભ થવાનો ભય વ્યક્ત કરાય છે.

આ સિવાય કોંગ્રેસ, ડાબેરી, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પક્ષ અને એનસીપી જેવા વિરોધ પક્ષોએ સસ્પેન્ડ કરાયેલા આઠ સાંસદોના વિરોધમાં ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો ત્યારે સત્તાધારી ભાજપ અને તેના સાથી પક્ષ જનતા દળ-યુ અને અણ્ણાદ્રમુક, ભારતીય જનતા દળ (બીજેડી), વાયએસઆર-કોંગ્રેસ અને ટીડીપી જેવા પક્ષોએ વિવિધ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યું હતું અને ખરડા માટેની ચર્ચામાં ભાગ લીધો હતો.

મોટા ભાગના ખરડામાં સભ્યોની સહભાગી બહુ ઓછી હતી અને પ્રધાનોના જવાબ પણ ટૂંકા હતા. પ્રથમ પાંચ નવી બનાવવામાં આવેલી સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇઆઇઆઇટી)ને રાષ્ટ્રની મહત્ત્વની સંસ્થા તરીકે જાહેર કરાતા ખરડાને મંજૂર કરાયો હતો. ત્યાર બાદ કડધાન્ય, કઠોળ, તેલિબીયા, ખાદ્ય તેલ, કાંદા-બટાટાને જીવનાવશ્યક વસ્તુઓની યાદીમાંથી બાદ કરતા તથા તેમનો સંગ્રહ કરવાની મર્યાદાને દૂર કરતા મહત્ત્વના એસેન્શિયલ કોમોડિટિસ (અમેન્ડમેન્ટ) બિલ મંજૂર કરવામાં આવ્યું હતું. કૃષિ આવક વધારવા માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલા કૃષિ સુધારા ખરડાનો આ એક ભાગ છે.

રવિવારે મંજૂર કરાયેલા ખરડામાં ખેડૂતોને તેમના ઉત્પાદનો દેશમાં ક્યાંય પણ વેચવાની તથા કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરવાની છૂટ આપવામાં આવી હતી.

આ સિવાય રાજ્યસભામાં આરબીઆઇના નિરીક્ષણ હેઠળ કાર્ય કરતી કો-ઓપરેટિવ બેંકોના બેંક રેગ્યુલેશન એક્ટમાં કરાયેલા સુધારાને પણ ડિપોઝિટરોના હિત માટે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કંપનીઓ દ્વારા કરાતા અમુક અપરાધો માટેના દંડને દૂર કરતા કંપનીસ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦ને પણ મંજૂર કરવામાં આવ્યું હતું.

નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી બિલ, ૨૦૨૦ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ, ૨૦૨૦ને પણ ઝડપથી મંજૂર કરી દેવાયા હતા.

આ સિવાય જીએસટીની ચુકવણી અને ફાઇલિંગ તથા અન્ય વેરાની ચુકવણીઓ માટે કંપનીઓને આપવામાં આવેલી સમયમર્યાદામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમુક છૂટછાટ આપવા માટેના ટેક્સેશન એન્ડ અધર લોઝ (રિલેકશન એન્ડ અમેન્ડમેન્ટ ઓફ સર્ટન પ્રોવિઝન્સ) બિલ, ૨૦૨૦ને મંજૂર કરાયું હતું.

ખરડાઓ મંજૂર કરવા માટે રાજ્યસભાની કાર્યવાહી એક કલાક વધારવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી સવારે ૧૦.૨૯ કલાકે શરૂ થઇ હતી અને બપોરે ૨.૦૩ કલાકે પૂરી થઇ હતી એટલે કે ૨૧૪ મિનિટ સુધીમાં તમામ ખરડાને મંજૂરી આપવામાં આવી હતી.

September 23, 2020
corona-gujarat.jpg
1min5100

તા.23મી સપ્ટેમ્બર 2020ના રોજ સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં નવા ૧૪૦૪ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૬ દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ કેસનો આંક ૧,૨૬,૧૬૯ થયો છે જ્યારે મૃત્યુ આંક વધીને ૩૩૫૫ થયો છે. વધુ ૧૩૨૧ દર્દી સાથે કુલ ડિસ્ચાર્જ થનારની સંખ્યા ૧,૦૬,૪૧૨ થઇ છે જે ૮૪.૩૪ ટકાનો રિવકરી રેટ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૬૪૦૧ છે, આ પૈકી ૯૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૬૩૧૦ સ્ટેબલ દર્દી છે.

કોરોનાથી દેશભરમાં થતા મૃત્યુમાં પંજાબ પછી ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા 3355 થઇ ચૂકી છે.

September 23, 2020
md.jpg
1min5950

અંદાજે એક કરોડ રૂપિયાના પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ડુમસ વિસ્તારમાંથી એક યુવાનને સુરત ક્રાઈમ બ્રાન્ચે તા.22 સપ્ટેમ્બર 2020ના રોજ ઝડપી પાડ્યો હતો. આ યુવાન ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલાં જ તેને ઝબ્બે કરવામાં આવતા શહેરના ડ્રગ્સ માફિયાઓમાં સોંપો પડી ગયો છે. કહેવાય છે કે સુરતના ચોક્કસ વિસ્તારના યંગસ્ટાર્સમાં ડ્રગ્સનું ચલણ ખૂબ વધી રહ્યું છે, રાંદેરના અમુક વિસ્તારોમાં લોકડાઉન દરમિયાન પણ અમૂક ડ્રગ્સનું વેચાણ ચાલુ હતું અને તે પણ પોલીસની રહેમનજર હેઠળ.

Symbolic photo

સુરતના નવા નિયુક્ત પોલીસ કમિશનર અજયકુમાર તોમારે પોતાના ખાતાથી લઈને શહેરના ડ્રગ્સ માફિયા અને પેડલરો સામે જંગ છેડ્યો છે. પોલીસ દ્વારા ઘણા દિવસથી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને તેમાં છેલ્લા દિવસોમાં પોલીસને સફળતા પણ મળી રહી છે. પોલીસ દ્વારા બે-ત્રણ દિવસોમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો . હાલમાં જ ઉધના ખાતેથી ખટોદારા પોલીસે રૂપિયા એક  લાખની કિંમતના ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે આજરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે યુવાનને ઝડપી પાડવામાં આવ્યો તેની કિંમત અંદાજે એક કરોડ માંડવામાં આવી છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને પહોંચાડવાનું તેના સોર્સની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એમડી ડ્રગ્સ તમારા દિમાગની ક્ષમતાને વધારી દે છે તમે હવામાં ઊડી રહ્યાં હોય તેવું ફિલ કરાવે છે પરંતુ તમારામાં દિમાગને એ એક કાલ્પનિક ડરની સ્થિતિમાં મોકલી આપે છે. તમને ગભરામણ અને ચિંતા સતાવે છે, એકવાર તેની લત લાગે પછી તેને છોડવાનું મુશ્કેલ બની જાય છે. મોટાભાગની પાર્ટીઓમાં અને સ્થાનિક યુવાનો આ ડ્રગ્સ પાછળ પોતાનું મૂલ્યવાન જીવન બરબાદ કરી રહ્યાં છે અને માત્ર ગુજરાતમાં જ નહિં પરંતુ હાલ સમગ્ર ભારતમાં ડ્રગ્સ માફિયાઓ અને તેમની સાથે સંકળાયેલા સત્તાધીશોની સામે સરકાર દ્વારા અન્ડરગ્રાઉન્ડ લેવલેથી એક મુહિમ ઉપાડવામાં આવી છે.

September 22, 2020
smc.jpg
1min5880

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન બંછાનિધી પાનીએ આજે સુરતવાસીઓ જોગ સંદેશમાં જણાવ્યું હતું કે સુરતમાં કોરોના રીકવરી રેટ 90 ટકાથી ઉપર પહોંચ્યો છે અને સાથે જ મૃત્યુદર પણ ઘટીને 2.5 ટકા સુધી આવી ગયો છે. સુરતમાં આંતરીક દ્રષ્ટીએ કોરોના કાબૂમાં છે પરંતુ, બહારગામથી સુરત આવતા લોકો ખાસ કરીને રેલ્વે સ્ટેશન તેમજ જુદા જુદા એન્ટ્રી રોડ પરથી આવતા લોકોમાં કોરોના કેસોની સંખ્યા વધુ મળી રહી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સુપર સ્પ્રેડિંગ વેન્યુઝ શોધી રહી છે. બેંક્વેટ હોલ તેમજ અન્ય સ્થળોમાં યોજાતા સમારોહમાં ખાસ તકેદારી રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે. સમારોહમાં આવતા ગેસ્ટ લિસ્ટના મોબાઇલ નંબરો મહાનગરપાલિકાને આપવા જોઇએ.

સાંભળો મ્યુનિસિપ કમિશનર બંછાનિધી પાનીનો 22 સપ્ટેમ્બરનો ઓડિયો મેસેજ

Commissioner Shri B N Pani (IAS) LIVE 22-9-2020

My Surat यांनी वर पोस्ट केले मंगळवार, २२ सप्टेंबर, २०२०

September 22, 2020
deepika_padukone.jpg
1min6360

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે અને આ તપાસમાં બોલિવુડના ઘણા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન બાદ હવે બોલિવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે. એનસીબી આ સપ્તાહે દીપિકા પાદુકોણેને પૂછપરછ માટે સમન મોકલે તેવી શક્યતા છે.

કરિશ્મા જયા સાહાની કંપનીની કર્મચારી છે. આ કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની ચેટ્સ પર થયેલી વાતચીત સામે આવી છે. જયા સાહા સુશાંત સિહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી, જેની આજે એનસીબીએ પૂછપરછ કરી છે. જયાની વોટ્સએપ ચેટમાં આ પહેલા શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું, જે જયા પાસે સીબીડી ઓઈલ અંગે વાત કરી રહી હોવાનું ચેટમાં બહાર આવ્યું હતું.

ટાઈમ્સ નાઉને એનસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે, ડ્રગ ચેટમાં D એટલે કે દીપિકા પાદુકોણ જે K સાથે ‘માલ’ એટલે ડ્રગ્સની માગ કરી રહી છે, તે K હકીકતમાં કરિશ્મા છે, જે ક્વોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી છે. દીપિકાના સવાલ પર કરિશ્મા કહે છે કે, ‘મારી પાસે છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું.’ તે પછી કરિશ્મા કહે છે કે, ‘જો કહો તો હું અમિતને પૂછી શકું છું.’ તેના પર દીપિકાનો જવાબ આવે છે, ‘હા પ્લીઝ.’ કરિશ્મા કહે છે, ‘અમિતની પાસે છે, તે તેને લઈ જઈ રહ્યો છે.’ તેના પર દીપિકા કહે છે, ‘Hash ને વીડ નહીં.’

આ પહેલા એનસીબીએ કન્ફર્મ કર્યું હતું કે, રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાના નામ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં બોલિવુડના એ-લિસ્ટ સ્ટાર્સના નામ સામે આવ્યા બાદ અમદાવાદ, ભુવનેશ્વર અને ગુવાહાટીથી ત્રણ નવા ઓફિસર્સને આ કેસની તપાસ કરતી ટીમમાં સામેલ કર્યા છે. એજન્સીએ સોમવારે સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને જયા સાહાની પૂછપરછ કરી હતી અને મંગળવારે પણ તેમની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન જયા સાહે ફિલ્મ મેકર મધુ મંતેના વર્માનું નામ લીધું છે. એનસીબી બુધવારે મધુ મંતેના વર્માની પૂછપરછ કરશે. મધુએ ‘સુપર 30’, ‘ઉડતા પંજાબ’, ‘ક્વીન’, ‘મસાન’ જેવી હિટ ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.

September 22, 2020
gfsu.png
1min5930

ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનું બિલ લોકસભામાં પસાર કરાયું હતું. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે. આ ઉપરાંત રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને આ વિશિષ્ટ દરજ્જો મળતા યુનિવર્સીટીનાં કાર્યક્ષેત્રનો વ્યાપ દેશ અને દુનિયામાં વધશે જેને કારણે તમામ સ્તરે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને લગતા અનેક કાર્યો થઇ શકશે જેના કારણે રાજ્યમાં ઝીરો ટોલરન્સની રાજ્ય સરકારની નીતિને અને ગુનાખોરી નાથવા માટેની પ્રવૃત્તિઓ ડામવાની રાજ્ય સરકારની નીતિને બળ મળશે. ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા ફોરેન્સિક સાયન્સનાં વિષયમાં દેશ-ભરની એક-માત્ર પ્રમુખ સંસ્થા તરીકે સુકાન સંભાળશે. આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળતા કેન્દ્ર સરકાર દ્વારા આ યુનિવર્સિટીને ૧૦૦% ગ્રાન્ટ આપવામાં આવશે.