CIA ALERT

Blog - Page 27 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
February 17, 2026
સીટેક્ષ-ફેબ્રુઆરી-2026-1280x666.jpg
3min109

સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦ર૬’

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિ–દિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦ર૬’નું આયોજન કરાયું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું ૧૩મું અને એકજ વર્ષમાં બીજી વખત આયોજિત થનારું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકિઝબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં એકિઝબિટર્સ દ્વારા વર્લ્ડ–ક્લાસ ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાંથી કેટલીક મશીનરીઓ તો વિશ્વમાં અને ભારતમાં પ્રથમ વખત સુરતમાં આ એક્ષ્પોમાં લોન્ચ કરાશે અને પ્રદર્શન માટે મુકવામાં આવશે. આ બાબત સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં આગવી ઓળખને વધુ મજબૂત બનાવશે અને દેશ–વિદેશના ખરીદદારો, ઉત્પાદકો તથા ટેકનોલોજી નિષ્ણાતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં પોઝિશન પ્રિન્ટીંગ મશીન, પોઝિશન એમ્બ્રોઇડરી મશીન, હાઇ સ્પીડ રેપિયર લુમ, હાઇ સ્પીડ એરજેટ લુમ, હાઇ સ્પીડ વોટરજેટ લુમનું પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ વેલ્વેટ એરજેટ મશીનરીનું પ્રદર્શન કરાશે. એક્ષ્પોમાં એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકિઝબિશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ ર૦ર૬નો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ર૧ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ, એસ.આઇ.ઇ.સી.સી., ચેમ્બર ઓફ કોમર્સ રોડ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જળ શકિત મંત્રી અને સુરત એરપોર્ટ કમિટીના ચેરમેન શ્રી સી.આર. પાટીલ પધારશે અને તેમના વરદ્‌ હસ્તે એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસિએશનોને સીટેક્ષ એકિઝબિશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ૧પ,૦૦૦થી વધુ વિઝીટર્સનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આવી ગયું છે. ભારતભરમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રપ,૦૦૦થી વધુ લોકો ૧પ૦ કરતા પણ વધારે શહેરોમાંથી સીટેક્ષ એકિઝબિશનની વિઝીટ કરશે.

ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, અગાઉ જેકાર્ડ લુમ્સ સ્થાપિત કરવા માટે ફેક્‌ટરીમાં અંદાજે રર ફૂટ જેટલી વિશાળ જગ્યાની જરૂર પડતી હતી, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આવી મશીનરી સ્થાપિત કરવી મુશ્કેલ બનતી હતી. પરંતુ આ એકિઝબિશનમાં પ્રદર્શિત થનારી અદ્યતન જેકાર્ડ લુમ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ફેક્‌ટરીમાં માત્ર ૭ ફૂટ જેટલી સીમિત જગ્યામાં પણ તેને સ્થાપિત કરી અસરકારક રીતે ઉત્પાદન મેળવી શકાય છે.

આ કોમ્પેકટ ડિઝાઇનના કારણે જગ્યાની બચત ઉપરાંત મશીનરીનું ઇન્સ્ટોલેશન સરળ બનશે, ઉર્જા અને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે તથા નાના ઉત્પાદન એકમો માટે પણ ઉચ્ચ ગુણવત્તાવાળા જેકાર્ડ ફેબ્રિકનું ઉત્પાદન શક્‌ય બનશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઓછી જગ્યામાં વધુ કાર્યક્ષમ ઉત્પાદન આપતી આવી મશીનરી ટેક્‌સટાઇલ ઉદ્યોગ માટે ખાસ કરીને શહેરના ગીચ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારો માટે અત્યંત લાભદાયક સાબિત થશે.

સીટેક્ષ એક્ષ્પો ર૦ર૬ના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સીટેક્ષ એકિઝબિશનમાં સુરત ઉપરાંત નવી દિલ્હી, મુંબઇ, લુધિયાના, વડોદરા, અમદાવાદ, કોઇમ્બતુર, ઠાણે, પાનીપત, કોલ્હાપુર, પુણે, દાદરા, ભીલવાડા અને વલસાડ મળી કુલ ૧૧૦ એકિઝબિટર્સે ભાગ લીધો છે. આ એકિઝબિટર્સ દ્વારા વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું  અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકિઝબિટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ થશે

ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે ઐતિહાસિક ગણાય તેવું વિશ્વમાં પ્રથમ વખત ૪૯૦ સેન્ટીમીટર લંબાઇ ધરાવતા ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ કરવામાં આવશે. સુરતમાં વર્ષ ર૦૦૯–૧૦ દરમિયાન બે પનાવાળું મશીન વિકસાવવામાં આવ્યું હતું, જેના દ્વારા એકસાથે બે સાડીઓનું ઉત્પાદન શકય બન્યું હતું. ત્યારબાદ વર્ષ ર૦૧પમાં ત્રણ પનાવાળું રેપિયર જેકાર્ડ મશીન બજારમાં આવ્યું, જેના પર એકસાથે ત્રણ સાડીઓ બનાવવી શકય બની. હાલમાં વિશ્વભરમાં ત્રણ પનાવાળા મશીનો જ કાર્યરત છે, ત્યારે સુરતમાં પ્રથમ વખત લોન્ચ થનારું ચાર પનાવાળું અદ્યતન રેપિયર જેકાર્ડ મશીન ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન દ્વારા એકસાથે ચાર સાડીઓનું ઉત્પાદન શકય બનશે, જેના પરિણામે ઉત્પાદકોને ઉત્પાદન ક્ષમતા વધારવા ઉપરાંત લગભગ રપ ટકા સુધી પ્રોડકશન કોસ્ટમાં ઘટાડો થવાની શકયતા છે. વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચના કારણે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત બનવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

હાઇસ્પીડ એરજેટ મશીનનો પણ ડેમો રજૂ થશે

આ ઉપરાંત સીટેક્ષ એક્ષ્પોમાં હાઇ ટેકનોલોજીવાળી એરજેટ મશીનરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ૧૩,૦૦૦ ડોલરની કિંમતવાળું એરજેટ મશીન ઉપલબ્ધ છે, જ્યારે એક્ષ્પોમાં રજૂ થનાર હાઇસ્પીડ એરજેટ મશીન આશરે ૯,પ૦૦ ડોલરની કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ મશીનનો લાઇવ ડેમો પણ રજૂ કરવામાં આવશે, જેના કારણે ઉત્પાદકોને ઓછી કિંમતમાં વધુ કાર્યક્ષમ અને ઝડપી ટેકનોલોજી અંગે માહિતગાર થવાની તક મળશે.

નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી રજૂ કરાશે

આ એકિઝબિશનમાં આધુનિક ટેક્ષ્ટાઇલ પ્રિન્ટિંગ અને મશીનરી ક્ષેત્રની નવી અને અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. એઆઇ સોફટવેરથી સજ્જ ચય્’ઝઃન્ભ્દ્ય–ણ હેડ આધારિત નવી પોઝિશન પ્રિન્ટર મશીનના નમૂનાઓ (૮ અને ૧૬ હેડ વેરિઅન્ટ) રજૂ કરવામાં આવશે. નવી પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પણ પ્રદર્શન પણ મુકાશે. આ ઉપરાંત ફોઇલ મશીનના નમૂનાઓ તથા ડાયરેકટ–ટુ–ફેબ્રિક પ્રિન્ટર મશીનના ૧૬, ર૪, ૩ર, ૪૮, ૬૪ અને ૯૬ હેડવાળા વિવિધ વેરિઅન્ટસ પણ પ્રદર્શિત કરવામાં આવશે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા અને મોટા પાયે પ્રિન્ટિંગ માટે યોગ્ય છે.

અદ્યતન સકર્યુલર નિટિંગ મશીન રજૂ કરાશે

આ એક્ષ્પોમાં સકર્યુલર નિટિંગ મશીનની અદ્યતન શ્રેણી પણ રજૂ કરવામાં આવશે. તેમાં સિંગલ જર્સી સકર્યુલર નિટિંગ મશીન (૩૪ ડાયમીટર × ર૮ ગેજ × ૧૦ર ફીડર્સ) ઓપન વિથ સાથે ૩૦થી ૪પ આરપીએમ હાઇ સ્પીડ પર કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત ડબલ જર્સી સકર્યુલર નિટિંગ મશીન (૩૪ ડાયમીટર × ર૮ ગેજ × ૧૦૮ ફીડર્સ) પણ પ્રદર્શિત થશે, જેમાં ઇન્ફ્રારેડ નીડલ બ્રેકેજ ડિટેકટર અને સ્ટિચ લેન્થ મીટર જેવી અદ્યતન સુવિધાઓ સામેલ છે, જે ઉત્પાદનની ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવામાં સહાયક બને છે.

સીટેક્ષ પ્રદર્શન દ્વારા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સાહસિકો, ઉત્પાદકો અને ટેકનોલોજી રસિકોને નવી પેઢીની મશીનરી અને પ્રિન્ટિંગ સોલ્યુશન્સ વિશે જાણવાની તથા આધુનિક ઉત્પાદન ક્ષમતાઓને નજીકથી સમજવાની મહત્વપૂર્ણ તક મળશે. આ રીતે સીટેક્ષ એક્ષ્પો ટેક્ષ્ટાઇલ મશીનરી ક્ષેત્રની નવીનતા, કાર્યક્ષમતા અને ખર્ચ ઘટાડતી ટેકનોલોજીઓ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૬ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.

February 15, 2026
gujarat-vidhansabha.jpg
1min141

: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ 16 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. સત્રની શરૂઆત બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. જે બાદ ગૃહમાં ટૂંકો વિરામ રહેશે. સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખ થશે, જે બાદ મોટું આકર્ષણ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી રહેશે.

વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામ સામે છે. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે જેનો પ્રસ્તાવ ધારાસભ્ય દિનેશ ઠાકોર રજૂ કરશે. બીજી તરફ ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે. આ ચૂંટણી ‘ધ્વનિ મત’ દ્વારા કરવામાં આવશે.

બજેટ સત્રનું શિડ્યુલ અને મહત્ત્વની વિગતો

  • કુલ સમયગાળો: 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ
  • કામકાજના દિવસો: 23 દિવસ
  • સામાન્ય બજેટ: 17 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે
  • કુલ બેઠકો: 26 બેઠકોનું આયોજન

આ સત્રમાં શું ખાસ હશે?

  • નવા વિધેયકો: સરકાર આ સત્રમાં સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે.
  • સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન ‘યુનિફોર્મ સિવિલ કોડ’ સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.
  • કેન્દ્ર-રાજ્ય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્યના પડતર અને ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.

February 14, 2026
guj_gov_logo.png
14min108

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી પણ આપી છે. આ અંગે ગાંધીનગરથી અધિકારીક આદેશ આપવામાં આવ્યો છે. બઢતી તથા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 

નાયબ મામલતદારમાંથી મામલતદારમાં બઢતી

ક્રમઅધિકારીનું નામહાલનો જિલ્લોનિમણૂંકની જગ્યા (મામલતદાર તરીકે)
1ડિમ્પલબેન પી. સાંગાણીયાવલસાડડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પાટણ
2વિશાલ એચ. જેપીવાલાનવસારીચૂંટણી મામલતદાર, મોરબી
3પુલિન ટી. ઠાકરમહેસાણાકચ્છ
4વિશાલ ડી. ત્રિવેદીભાવનગરચૂંટણી મામલતદાર, અમરેલી
5જયેશકુમાર વી. ધોકિયાજૂનાગઢચૂંટણી મામલતદાર, ગીર સોમનાથ
6એચ. એમ. સોમાણીભાવનગરડેપ્યુટી રજીસ્ટ્રાર-GRT, અમદાવાદ
7કેતનભાઈ પી. ત્રિવેદીભાવનગરકલેક્ટર કચેરી, બોટાદ
8મહેન્દ્રસિંહ પી. ઝાલાભાવનગરચૂંટણી મામલતદાર, જૂનાગઢ
9મેહુલકુમાર એચ. રાવલસુરેન્દ્રનગરકોટડા-સાંગાણી, રાજકોટ
10હિતેન્દ્રસિંહ એન. ગોહિલસુરેન્દ્રનગરચીફ ઓફિસર, થાનગઢ (ડેપ્યુટેશન)
11ભગીરથસિંહ ડી. ચુડાસમાઅમદાવાદAUDA, આણંદ
12નિશા કે. લાખાણીરાજકોટમૂળી, સુરેન્દ્રનગર
13યતિનકુમાર પી. ભાડજાઆણંદજનસંપર્ક અધિકારી (PRO), ડાંગ
14જયદીપ એસ. પટેલઅમદાવાદઅધિક ચિટનીસ, ખેડા
15દીપમાલા જી. બચાણીઅમદાવાદડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
16પુષ્પરાજ જી. ઓલીક્ષ્ત્રિયાગાંધીનગરAUDA, અમદાવાદ
17પરેશ એ. દેસાઈઅમદાવાદજનસંપર્ક અધિકારી (PRO), ગાંધીનગર
18ચિરાગ એચ. પ્રજાપતિઅમદાવાદશામળાજી, અરવલ્લી
19હિતેશકુમાર જે. ચૌહાણગાંધીનગરSSRD-1, અમદાવાદ
20રણજિતસિંહ આઈ. રાઠોડઅમદાવાદફાગવેલ, ખેડા
21વનરાજસિંહ એચ. બારડઅરવલ્લીજનસંપર્ક અધિકારી (PRO), પંચમહાલ
22હરેશકુમાર બી. પટેલસાબરકાંઠાહડાદ, બનાસકાંઠા
23નિલેશ એ. રાઠોડઅમદાવાદડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
24વિશાલભાઈ એ. મકવાણાઅમદાવાદમહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગર
25નરેન્દ્રસિંહ ડી. ચાવડાઅમદાવાદમાતર, ખેડા
26અલ્પેશ એન. રાવલબનાસકાંઠાએક્સ્ટ્રા ચિટનીસ, વડોદરા
27ચૈતન્ય બી. સંઘાણીઆણંદNRG ફાઉન્ડેશન, ગાંધીનગર
28કિરણસિંહ એ. વિહોલમહેસાણાપોશિના, સાબરકાંઠા
29ઉપેન્દ્રસિંહ કે. વાઘેલાઅમદાવાદચોટીલા, સુરેન્દ્રનગર
30મીનલબેન વી. પટેલસાબરકાંઠાકલેક્ટર કચેરી, અરવલ્લી
31રામદેવસિંહ જે. ઉમટઅમદાવાદચૂંટણી મામલતદાર, બોટાદ
32ચંદ્રેશ એન. પોરાધિયાપાટણસ્પીપા (SPIPA), અમદાવાદ
33ગૌતમકુમાર એસ. દરજીમહેસાણાકાંકરેજ, બનાસકાંઠા
34રામાજી વી. બારી (રાજપૂત)કચ્છધરણિધર, વાવ-થરાદ
35હરદેવસિંહ આર. પઢિયારસુરેન્દ્રનગરજનસંપર્ક અધિકારી (PRO), કચ્છ
36ભાવના એલ. રબારીઅમદાવાદનડિયાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી
37મુકેશભાઈ એમ. દેસાઈખેડાચિટનીસ, આણંદ
38કુલદીપસિંહ એ. મોડઅમદાવાદધોલેરા SIR ઓથોરિટી
39હરદીપસિંહ બી. સોલંકીસુરતચિટનીસ-TASP-રાજપીપળા, નર્મદા
40માનસી એન. પારેખસુરેન્દ્રનગરજનસંપર્ક અધિકારી (PRO), જૂનાગઢ
41યોગેશકુમાર એમ. પટેલસાબરકાંઠારાહ, વાવ-થરાદ
42કિરણકુમાર કે. ગોસ્વામીપાટણઓગડ, બનાસકાંઠા
43રાજેશકુમાર આર. દેસાઈઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
44સમ્રાટ કે. બ્રહ્મભટ્ટઅમદાવાદઆણંદ શહેર
45કિરીટસિંહ આર. વાઘેલાગાંધીનગરસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
46તકદીરકુમાર યુ. સોલંકીસાબરકાંઠાકલેક્ટર કચેરી, અરવલ્લી
47શૈલેષકુમાર બી. પ્રજાપતિખેડાગોવિંદ ગુરુ લીમડી, દાહોદ
48ભાવેશ એસ. ધાનાણીકચ્છમજુરા, સુરત શહેર
49આકાશકુમાર એમ. શ્રીમાળીમહેસાણાચૂંટણી મામલતદાર, બનાસકાંઠા
50નિલયકુમાર એચ. પટેલખેડાઘાટલોડિયા, અમદાવાદ
51સંકેતકુમાર એ. શાહસાબરકાંઠાવડગામ, બનાસકાંઠા
52પ્રિયંકકુમાર બી. પટેલસાબરકાંઠામહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
53શાહીના એમ. દિવાનઅમદાવાદવિજિલન્સ સેલ, આદિજાતિ વિકાસ
54નિકુંજ વી. સાવલાવડોદરાભરૂચ (શહેર)
55મોહમદજાબીર એસ. ઘોરીબનાસકાંઠામહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
56હિરેન બી. મકવાણારાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
57અરવિંદ એ. રાઠોડજામનગરPSO-IORA કલેક્ટર કચેરી, રાજકોટ
58કલ્પેશકુમાર કે. દવેભાવનગરઅમરેલી (શહેર)
59સુનીલકુમાર જી. મહેતાઅમદાવાદસ્પીપા (SPIPA), અમદાવાદ
60નિકુલકુમાર એ. પટેલમહેસાણાPSO-IORA કલેક્ટર કચેરી, અમદાવાદ
61વૈભવ કે. વ્યાસકચ્છચીફ ઓફિસર, મુન્દ્રા (ડેપ્યુટેશન)
62આશિયાનાબાનુ એસ. શેખઅમદાવાદડેપ્યુટી મેનેજર (લેન્ડ), TCGL
63વનરાજસિંહ કે. રાજપૂતઅમદાવાદસાયલા, સુરેન્દ્રનગર
64રંજન વી. સોલંકીઆણંદચૂંટણી મામલતદાર, ખેડા
65પ્રકાશચંદ્ર એન. પટેલમહેસાણાહક્કપત્રક મામલતદાર, બનાસકાંઠા
66સંદીપ જી. રૈયાણીવડોદરાહાલોલ, પંચમહાલ
67અમિતા એન. ભાવસારવડોદરાડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પંચમહાલ
68પ્રણવકુમાર એચ. આચાર્યરાજકોટજમીન સંપાદન અધિકારી કચેરી, રાજકોટ
69શ્વેતા ટી. પટેલસુરતભરૂચ-અંકલેશ્વર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
70નિકી એચ. પ્રજાપતિખેડાચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, વડોદરા
71સવસીભાઈ આર. પટેલગાંધીનગરઇરીગેશન સેસ રિકવરી, ખેડા
72શૈલેષભાઈ ડી. બારૈયાભાવનગરબોટાદ (શહેર)
73સુવિધાબા જે. રાઠોડરાજકોટA.T.V.T. મહેસૂલ વિભાગ, ગાંધીનગર
74કિરણકુમાર આર. દેસાઈમહેસાણાલોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
75જૈમિનીબેન કે. ગોસ્વામીસાબરકાંઠાચિટનીસ ટુ કમિશનર, મધ્યાહન ભોજન
76કલ્પેશ એ. રાયકાઅમદાવાદજમીન સંપાદન અધિકારી કચેરી, સુરત
77પ્રણવ કે. પારેખભાવનગરબાબરા, અમરેલી
78રીતેષકુમાર ટી. શ્રોફઅમદાવાદએક્સ્ટ્રા ચિટનીસ, પંચમહાલ
79જલ્પા બી. બાલ્ધારાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગર
80સ્નેહલ એમ. જાડેજાઅમદાવાદPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
81અમરતભાઈ એમ. ચૌધરીમહેસાણાએસ્ટેટ ઓફિસર, અંબાજી મંદિર
82નીરવ વી. દવેભાવનગરવડિયા, અમરેલી
83અભિષેક એ. ગોહિલબનાસકાંઠાદિયોદર, વાવ-થરાદ
84કિંજલ કે. ભટ્ટઅમદાવાદPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
85ધવલ એમ. બેંકરવડોદરાઅંબિકા, સુરત
86ચારુલાતાબેન એમ. પાનારાવડોદરામામલતદાર (પ્રોટોકોલ), નર્મદા
87હીર એ. વંજનીરાજકોટઅધિક ચિટનીસ, જૂનાગઢ
88જીગ્નેશકુમાર એચ. પટેલવડોદરાસંખેડા, છોટાઉદેપુર
89બીજલભાઈ એમ. ત્રામટાસુરેન્દ્રનગરઅમરેલી (ગ્રામ્ય)
90તેજલ પી. જોશીગીર સોમનાથચુડા, સુરેન્દ્રનગર
91અંકિત એન. પરમારદાહોદગોધર, મહીસાગર
92અશ્વિનકુમાર કે. ચાવડાઅમદાવાદGUDA, ગાંધીનગર
93નિધિ જી. જોશીપાટણRERA-1, ગાંધીનગર
94કવિતાબેન એન. પાટીલવલસાડઆસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદા
95ધવલકુમાર કે. પરમારસાબરકાંઠાPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
96તૃષા જે. સોનીવડોદરાચિટનીસ, દાહોદ
97જય એલ. રાજવઢારાજકોટચૂંટણી મામલતદાર, સુરેન્દ્રનગર
98વિશાલકુમાર એચ. શુક્લાજૂનાગઢચીફ ઓફિસર, સિહોર (ડેપ્યુટેશન)
99હર્ષદકુમાર એલ. મકવાણાપાટણPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
100હિતેશ વી. દુધાતસુરતઉકાઈ, તાપી
101નિખિલ આર. જોશીમોરબીચિટનીસ, સુરેન્દ્રનગર
102જીગ્નેશકુમાર વી. જાનીમહેસાણાભાભર, વાવ-થરાદ
103હીના વી. શાહગાંધીનગરચૂંટણી મામલતદાર, અમદાવાદ
104રાજેન્દ્રસિંહ એ. રાવગાંધીનગરચૂંટણી મામલતદાર, આણંદ
105નિધિ પી. ચાવડાસુરેન્દ્રનગરહળવદ, મોરબી
106વિજયકુમાર એમ. મકવાણામહેસાણાજનસંપર્ક અધિકારી (PRO), અમદાવાદ
107જયેશ ડી. જકાસણિયાવડોદરાઅરેઠ, સુરત
108મિતેશ એસ. કનેજિયાખેડાકડવાલ, છોટાઉદેપુર
109વિરંગકુમાર બી. વ્યાસપંચમહાલડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, દેવભૂમિ દ્વારકા
110અજયસિંહ પી. રાણાભાવનગરડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગીર સોમનાથ
111મહેન્દ્ર ડી. ભાલોડીરાજકોટખાંભા, અમરેલી
112ભાવિકા કે. મોદીસાબરકાંઠાઆસિ. મેનેજર, હેન્ડલૂમ કોર્પોરેશન
113દીપકકુમાર જી. ગઢવીબનાસકાંઠાઊંઝા, મહેસાણા
114અનિરુદ્ધસિંહ બી. ઝાલાદેવભૂમિ દ્વારકાચીફ ઓફિસર, ભચાઉ (ડેપ્યુટેશન)
115સુરેન્દ્રસિંહ એમ. રાજપૂતબનાસકાંઠાધોલેરા SIR ઓથોરિટી
116જનાર્દન પી. દવેઅરવલ્લીPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
117હિતેન્દ્રકુમાર એમ. ચૌધરીમહેસાણાઆસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ખેડબ્રહ્મા
118શિલ્પાકુમારી એલ. રાઠોડસુરેન્દ્રનગરચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, અમદાવાદ
119ધવલ એમ. પરમારપાટણસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
120પ્રકાશકુમાર કે. ચૌધરીબનાસકાંઠાડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કચ્છ
121જ્યોતિકાબેન કે. પરમારપાટણસ્પીપા (SPIPA), અમદાવાદ
122મમતા આર. ચૌહાણઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
123અખિલભાઈ એ. દેસાઈઅમદાવાદકોઠંબા, મહીસાગર
124જોગીદાન બી. ગઢવીરાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
125સંદીપકુમાર એ. ઝવેરીઅમદાવાદચીફ ઓફિસર, ચકલાસી (ડેપ્યુટેશન)
126કિશોરકુમાર બી. બારિયાસુરતજનસંપર્ક અધિકારી (PRO), તાપી
127સુહાગ કે. બારોટખેડાજમીન સંપાદન, ગાંધીનગર
128મંજુ કુમારી આર. ચૌધરીમહેસાણાPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
129હર્ષદકુમાર વી. ચાવડાસાબરકાંઠાચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, ગાંધીનગર
130પ્રમિલા વી. ગજરેખેડાVUDA, વડોદરા
131કાર્તિકસિંહ એ. વિહોલમહેસાણાઇરીગેશન સેસ રિકવરી, આણંદ
132ગીતાબેન એમ. માલવીબનાસકાંઠાકલેક્ટર કચેરી, વાવ-થરાદ
133પ્રણવકુમાર બી. પુરોહિતગાંધીનગરજમીન સંપાદન અધિકારી કચેરી, અમદાવાદ
134મિહિર એ. શાહમહીસાગરજનસંપર્ક અધિકારી (PRO), દાહોદ
135જીજ્ઞા એચ. ત્રિવેદીઅમદાવાદઆસિ. ઇલેક્શન કમિશનર, SEC
136વિપુલકુમાર એન. સોલંકીઆણંદએક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-કોર્ટ ૨, અમદાવાદ
137મેહુલકુમાર આઈ. પરમારઆણંદચીફ ઓફિસર, કપડવંજ (ડેપ્યુટેશન)
138તેજલ એન. માલવિયાવડોદરાસાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
139બિપિન એમ. શાહઆણંદકલેક્ટર કચેરી, મહીસાગર
140વીરેન્દ્રકુમાર એ. વામદેવમહેસાણાસમી, પાટણ
141પરિક્ષિત આર. પરમારજામનગરધારી, અમરેલી
142કિરણકુમાર કે. કરોલિયાવડોદરાસુખસર, દાહોદ
143ભાવેશકુમાર ડી. પટેલસાબરકાંઠાસાઠંબા, અરવલ્લી
144દિપેન કે. દેસાઈપાટણજનસંપર્ક અધિકારી (PRO), સુરેન્દ્રનગર
145મહેશકુમાર ડી. માળીબનાસકાંઠાહક્કપત્રક મામલતદાર, કચ્છ
146વિજયસિંહ પી. પરમારભરૂચચીકદા, નર્મદા
147દેવાંગ આર. મેવાણીઅમદાવાદવિજિલન્સ સેલ, વડોદરા
148જીજ્ઞાશાબેન કે. ભટ્ટપોરબંદરચીફ ઓફિસર, રાણાવાવ (ડેપ્યુટેશન)
149સોનલ યુ. સાંગાણીસુરતડેડિયાપાડા, નર્મદા
150શૈલેષકુમાર એચ. દેસાઈગાંધીનગરસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
151અશ્વિનકુમાર કે. બારૈયાભાવનગરજૂનાગઢ (શહેર)
152આદિત્ય એસ. ત્રિવેદીઅમદાવાદખેડા
153હેમા એન. દેસાઈખેડાકલેક્ટર કચેરી, છોટાઉદેપુર
154અંકુર એમ. લાડાણીજૂનાગઢડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પોરબંદર
155અર્જુનસિંહ જે. ચૌહાણવડોદરાવઘઈ, ડાંગ
156સંગીતાબેન એમ. દેસાઈઅમરેલીવિજયનગર, સાબરકાંઠા
157કામિની જી. રાઠોડબનાસકાંઠાચૂંટણી મામલતદાર, પાટણ
158પંકજકુમાર એસ. પરમારઅરવલ્લીડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મહીસાગર
159નરેન્દ્રસિંહ એ. રાવગાંધીનગરભિલોડા, અરવલ્લી
160પ્રવિણભાઈ જી. સોલંકીકચ્છથાનગઢ, સુરેન્દ્રનગર
161રજનીભાઈ એમ. વૈષ્ણવસુરતઆહવા, ડાંગ
162મહેશ કે. બાલિયાબોટાદજસદણ, રાજકોટ
163વનરાજસિંહ ડી. બારિયાઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
164હાર્દિકકુમાર એસ. જોશીદાહોદમોરવા હડફ, પંચમહાલ
165ભાવેશકુમાર પી. ઇટાલિયાસુરતવડોદરા શહેર-પૂર્વ
February 13, 2026
somnath_temple-1280x720.jpg
1min125

મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મંદિર ટ્રષ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ હોવાથી આગમી 48 કલાક માટે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રિનો પર્વ ધામધૂમ રીતે ઉજવવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના અંદાજ મુજબ આ મહાશિવરાત્રિ દરમિયાન 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ આવી શકે છે.

સોમનાથ મંદિર ટ્રષ્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

સોમનાથ મંદિરના દ્વાર આગામી 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 04:00 વાગ્યે ખુલશે જે સતત 42 કલાક સુધી એટલે કે 16 ફેબ્રુઆરીની રાત સુધી ખુલ્લા રહેશે. જેથી શિવ ભક્તો કોઇપણ સમયે દર્શનનો લ્હાવો લઈ શકશે.

સોમનાથમાં ભક્તોની ભારે ભીડ આવતી હોવાથી તેમની સુરક્ષા અને સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરક્ષાની વાત કરીએ તો, પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગેટની સંખ્યા 6 થી વધારીને 10 કરી દેવામાં આવી છે. અહીં 500થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સતત તૈનાત રહેશે. આ સાથે ઇમરજન્સી માટે 24 કલાક મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભક્તોની અવરજવર માટે વન-વે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અહીં આવતા ભક્તોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે! અત્રે નોંધનીય છે કે, સોમનાથમાં મહાશિવરાત્રિ નિમિત્તે ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૈલાશ ખેર પણ હાજર રહેશે. મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ આવતા શિવભક્તોને અદ્ભૂત અનુભવ થશે.

February 13, 2026
Maha-Shivratri.png
1min307

ભગવાન ભોળાનાથની આરાધના માટે મહાશિવરાત્રિનું પર્વ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ મનાવાશે. હિન્દુ ધર્મની માન્યા અનુસાર વર્ષમાં ચાર રાત્રિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. જેમાં હોળી, દિવાળી, દુર્ગાષ્ટમીની કાલરાત્રિ અને મહાદેવની પૂજા સાથે જોડાયેલી મહાશિવરાત્રિ છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રિ પર એક લોટો ગંગાજળ શિવલિંગ પર ચઢાવવાથી વર્ષમાં આવતી તમામ માસિક શિવરાત્રિનું પુણ્ય મળે છે.

મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે બુધ-શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ રહેશે. બુધ-સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ રહેશે. સૂર્ય-શુક્રની યુતિથી શુક્રાદિત્ય યોગ બનશે. શનિ કુંભ રાશિમાં રહેવાથી રાશ નામના મહાપુરુષ રાજયોગ બનશે. કુંભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુની એકસાથે હાજરીથી ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે.

શાસ્ત્રો અને પુરાણોમાં જેટલા પણ દેવતાઓનું વર્ણન છે તેમાં દેવાધિદેવ મહાદેવ જ સરળતાથી મળી પ્રસન્ન થઈ શકે છે. જેમનો ગંગાજળના એક માત્ર ટીપાથી અભિષેક કરી શકાય છે. શિવનો અર્થ બ્રહ્મા થાય છે. શરીરમાં શક્તિ અને પુરુષનું જે સમાહિત સ્વરૂપ છે તે બ્રહ્મ છે અને તે શિવ છે. આ ગૂઢ રહસ્યને સમજવા માટે સાધકને શિવમય થવું પડે છે.

મહાશિવરાત્રિના દિવસે જે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રિ પર મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તોએ જલ, દૂધ, મધ અને ઘીથી પૂજન કરવું જોઈએ. મહાશિવરાત્રિ પર લક્ષ્મીની કામના કરનારા વ્યક્તિએ બિલીપત્ર, સુખની કામના કરનારાએ ભાંગ, મોક્ષની કામના માટે ધતૂરો ચઢાવવા જોઈએ.

પૌરાણિક માન્યતા અનુસાર એક ભીલ શિકારની રાહમાં બિલિના વૃક્ષ પર આખી રાત બેસી રહ્યો હતો. આ દરમિયાન તેને કોઈ શિકાર મળ્યો નહોતો પરંતુ શરીરની હિલચાલના કારણે બિલપત્ર તૂટીને નીચે શિવલિંગ પર પડ્યા હતા. આ કારણે શિવને જાણતા-અજાણતા જ અભિષેક થયો. માન્યતા છે કે તે રાત્રિ શિવરાત્રિ હતી. જે બાદ ભગવાન શિવે પ્રસન્ન થઈને ભીલને કહ્યું કે, તે સમગ્ર રાત્રિ જાગરણ કરીને મારું પૂજન કર્યું છે, તેથી હું તને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપું છું અને તારી ઈચ્છા પૂર્ણ થશે.

February 13, 2026
image-19.png
1min115

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં લાંબા સમય બાદ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં મોટું પરિવર્તન આવ્યું છે. શેખ હસીનાના શાસનકાળના અંત પછી યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં જનતાએ પરિવર્તનની તરફેણમાં મતદાન કર્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની આ ઐતિહાસિક જીત બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ નવી શરૂઆત થવાની આશા સેવાઈ રહી છે. ભારત સરકારે આ જીતને આવકારીને બાંગ્લાદેશી જનતાના જનાદેશનું સન્માન કર્યું છે.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ની પ્રચંડ જીત બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર તારિક રહેમાનને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું કે, “સંસદીય ચૂંટણીમાં BNP ને નિર્ણાયક વિજય અપાવવા બદલ હું તારિક રહેમાનને હાર્દિક અભિનંદન આપું છું. આ જીત તમારા નેતૃત્વમાં બાંગ્લાદેશી લોકોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે.” ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે એક લોકશાહી અને સર્વસમાવેશક બાંગ્લાદેશના સમર્થનમાં હંમેશા ઊભું રહેશે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની રાજનીતિમાં આ ચૂંટણી એક મોટો ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ છે. તારિક રહેમાનની પાર્ટી BNP લગભગ 17 વર્ષ બાદ ફરી સત્તામાં પરત ફરી રહી છે. ગુરુવારે યોજાયેલા મતદાન બાદ જાહેર થયેલા પરિણામો મુજબ, 300 સભ્યોવાળી ‘જાતીય સંસદ’માં BNP ગઠબંધને 209 બેઠકો જીતીને બે-તૃતિયાંશ બહુમતી હાંસલ કરી લીધી છે. દક્ષિણ એશિયાની ભૂ-રાજનીતિ (Geopolitics) માટે આ પરિવર્તન અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

ભવ્ય વિજય મેળવ્યા હોવા છતાં, BNP એ પરિપક્વતા બતાવીને પોતાના સમર્થકોને વિજય ઉત્સવ ન મનાવવા વિનંતી કરી છે. પાર્ટીએ એક નિવેદન જારી કરીને કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ વિજય સરઘસ કાઢવાને બદલે શુક્રવારની નમાઝ અદા કરે અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની તબિયત તેમજ દેશની શાંતિ માટે દુઆ કરે. આ નિર્ણયથી સંગઠન દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કટિબદ્ધ હોવાનો સંદેશ આપી રહ્યું છે.

વિશ્લેષકોનું માનવું છે કે તારિક રહેમાનના નેતૃત્વવાળી નવી સરકાર સાથે ભારત મજબૂત દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા માટે ઉત્સુક છે. પીએમ મોદીએ સહિયારા વિકાસલક્ષી લક્ષ્યોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવનારા દિવસોમાં બંને દેશો વચ્ચે વ્યાપાર, સુરક્ષા અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં નવા કરારો થાય તેવી શક્યતા છે, જે દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવામાં મદદરૂપ થશે.

February 13, 2026
image-18.png
1min156

13/02/2026 આજથી વડાપ્રધાન કાર્યાલયનું સરનામું બદલાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. આ સંકુલમાં વડાપ્રધાન કાર્યાલય ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય આવેલું છે.

સેવા તીર્થ બિલ્ડીંગની દીવાલ ‘નાગરિકો દેવો ભવ’ સૂત્ર લખવામાં આવ્યું છે, એટલે કે ‘નાગરિકો ભગવાન સમાન છે’
સરકારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે નવી બિલ્ડીંગ ભારતની વહીવટી શાસન માટે આર્કિટેક્ચર વિકસાવવ અને વડા પ્રધાનની આધુનિક, કાર્યક્ષમ, સુલભ અને નાગરિક-કેન્દ્રિત શાસન ઇકોસિસ્ટમ બનાવવા માટેનાં પ્રયસોને દર્શાવે છે.

સેવા તીર્થ સાથે વડાપ્રધાન મોદીએ કર્તવ્ય ભવન-1 અને 2 નું પણ ઉદ્ઘાટન કર્યું છે, જેમાં નાણા, સંરક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કોર્પોરેટ બાબતો, શિક્ષણ, સંસ્કૃતિ, કાયદો અને ન્યાય, માહિતી અને પ્રસારણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, રસાયણો અને ખાતરો અને આદિજાતિ બાબતો સહિતના કેટલાક મંત્રાલયોના કાર્યાલયો આવેલા છે.

સેવા તીર્થ અને કર્તવ્ય ભવન બંનેમાં ડિજિટલી ઇન્ટીગ્રેટેડ ઓફિસો આવેલી છે, સેન્ટ્રલાઈઝડ રિસેપ્શન ફેસિલિટી અને પબ્લિક ઇન્ટરફેસ ઝોન આવેલા છે. આ સંકુલો 4-સ્ટાર GRIHA ધોરણો અનુસાર બનાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ આજે 13 ફેબ્રુઆરીના સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે, આ તારીખનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આજથી 95 વર્ષ પૂર્ણ પહેલા 13 ફેબ્રુઆરી, 1931ના રોજ નવી દિલ્હી શહેરને સતાવાર રીતે ભારતની રાજધાની જાહેર કરવામાં આવી હતી.

February 12, 2026
image-17.png
1min87

  • ત્રણ મિનિટ અને 10 સેકન્ડના છ છંદોવાળા વંદે માતરમનો દેશભરમાં અમલ
  • જ્યારે જન ગણ મન અને વંદે માતરમ સાથે ગાવાના થાય ત્યારે વંદે માતરમને પ્રાથમિકતા આપવાના આદેશથી વિવાદની શક્યતા
  • સ્કૂલ-કોલેજોમાં પણ સંપૂર્ણ વંદે માતરમ ફરજિયાત, થીયેટરોને છૂટછાટ : ગ્રહ મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી

હવેથી દેશભરમાં રાષ્ટ્રગાન વંદે માતરમ સંપૂર્ણ ગવાશે, એટલુ જ નહીં હવેથી રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રગાન વંદેમાતરમ બન્ને સાથે ગાવાના થાય કે વગાડવામાં આવે તો તેવી સ્થિતિમાં વંદે માતરમને પ્રાથમિકતા આપવાની રહેશે, એટલે કે પહેલા રાષ્ટ્રગાન વંદે માતરમ ગવાશે કે વગાડાશે પછી રાષ્ટ્રગીત જન ગણ મન ગવાશે. વંદે માતરમ રાષ્ટ્રગાનનું અખંડ એટલે કે પૂર્ણ વર્ઝન ત્રણ મિનિટ અને ૧૦ સેકન્ડનું માનવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રગાન વંદે માતરમના તમામ છ છંદો ગાવા કે વગાડવા ફરજિયાત રહેશે, અધુરુ વંદે માતરમ વગાડવું કે ગાવું નહીં. આ દરમિયાન તમામ નાગરિકોએ વંદે માતરમના સન્માનમાં ઉભા રહેવાનુ રહેશે, જોકે જ્યારે કોઇ ફિલ્મમાં ગાવામાં આવે કે સમાવેશ કરવામાં આવે ત્યારે દર્શકો પાસેથી ઉભા થવાની અપેક્ષા ના રાખી શકાય.

વંદે માતરમના ૧૫૦ વર્ષની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. સાથે જ સ્કૂલ પ્રશાસનને તિરંગો, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃકતા આવે તેવા પ્રયાસો કરવા પણ કહ્યું છે. આ તમામ નવા આદેશો સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. વંદે માતરમની રચના બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી, પ્રથમ વખત ૧૮૯૬માં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગાયું હતું, જે બાદમાં દેશની સ્વતંત્રતાનો એક હિસ્સો બની ગયું અને સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાતિકારીઓએ પણ તેને આઝાદીની ચળવળમાં અપનાવ્યું. અત્યાર સુધી રાષ્ટ્રગીત જન ગણ મન અને પછી રાષ્ટ્રગાન વંદે માતરમ એવો ક્રમ ચાલતો આવ્યો છે પરંતુ હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રગાન વંદે માતરમને રાષ્ટ્રગીત જન ગણ મન પહેલા પ્રાથમિકતા આપી છે. જેને કારણે રાજકીય વિવાદ છેડાય તેવી પણ શક્યતાઓ છે.

વંદે માતરમ અંગે કેન્દ્રની ગાઇડલાઇન

  • તમામ સરકારી કાર્યક્રમો, સ્કૂલોમાં સંપૂર્ણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવશે.
  • જ્યારે પણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવે ત્યારે તમામ લોકોએ ઉભા થવાનું રહેશે.
  • પદ્મ એવોર્ડ કાર્યક્રમોમાં પણ હવેથી વંદે માતરમ ફરજિયાત ગાવાનું રહેશે.
  • રાષ્ટ્રપતિ જે પણ કાર્યક્રમમાં હાજર રહે ત્યાં વંદે માતરમ ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • થીયેટરોમાં વંદે માતરમ ફરજિયાત વગાડવાનું રહેશે પરંતુ ઉભા થવું ફરજિયાત નહીં રહે.
February 11, 2026
image-16.png
1min85

Surat Metro: સુરતના ગીચ વિસ્તારમાં મેટ્રો ટનલની મુશ્કેલ કામગીરી આખરે પુરી થઈ છે. TBM(ટનલ બોરિંગ મશીન) જમીનમાંથી નિર્ધારિત જગ્યાએ બહાર આવતા એન્જિનિયરો- કર્મચારીઓ અને કામદારો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલી સુરત મેટ્રોની કામગીરીનો સંવેદશીલ તબક્કો આજે પૂર્ણ થયો છે. શહેરનો કોટ વિસ્તાર સુરતનો સૌથી જુનો વિસ્તાર હતો. અંડરગ્રાઉન્ડ ટનલ માટે જમીનની નીચે 12 મીટર પર TBM મશીન દ્વારા કામ થઈ રહ્યું હતું. જે મેટ્રો માટે મોટો પડકાર હતો. કામગીરી કોઈ વિધ્ન વગર સપન્ન થતાં ઉજવણી કરાઈ હતી.

મેટ્રોના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મશીન જમીન સપાટીની અત્યંત નજીક હોવાથી અને વાઇબ્રેશનના કારણે સુરક્ષાના ભાગરૂપે આસપાસની મિલકત ખાલી કરાવવામાં આવી હતી. મિલકત પર સંભવિત ખતરો જોતા સ્થાનિકોમાં ભારે ઉચાટ હતો પરંતુ આજે કોઈ પણ જાતની નુકસાન વગર મશીન જમીનમાં બહાર આવ્યું હતું. જેથી સ્થાનિકોના જીવમાં જીવ આવ્યો હતો.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના જણાવ્યા અનુસાર, ‘કોરિડોર-1 (સરથાણા થી ડ્રીમ સિટી) પર અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે. ડાઉનલાઇન બાદ હવે પેરેલલ અપલાઇન ટનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે. આજે 10 ફેબ્રુઆરીએ જે બ્રેક થ્રુ મળ્યું તે સુરત મેટ્રોના ફેઝ-1 માટે ખૂબ જ મહત્વનું છે. ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ સફળતા છે’

TBM બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

February 9, 2026
1min163

જાપાનના નવ નિયુક્ત વડાપ્રધાન Sanae Takaichi સાને તાકાઈચીએ ઇતિહાસ રચી દીધો છે. તેઓના નેતૃત્વ નીચેની જાપાનની સત્તારૂઢ પાર્ટી ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતિ તરફ આગળ વધી રહી છે. તેઓના વિજય સાથે તેઓના રૂઢીવાદી એજન્ડાને મજબૂત જનાદેશ મળી ગયો છે. હજી સુધીમાં પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે જાપાનની સંસદનાં નીચલા સદનમાં તાકાઈચીએની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)નાં નેતૃત્વ નીચેના ગઠબંધને નીચલા ગૃહની ૪૬૫ માંથી ૩૫૨ સીટ જીતી છે. એકલી LDP એલડીપીએ જ ૩૧૬ની બહુમતી પ્રાપ્ત કરી છે.

જાપાનના સૌથી પહેલા મહિલા વડાપ્રધાન બન્યા પછી માત્ર ચાર જ મહિનામાં ચૂંટણી યોજાવી, તેઓએ સ્પષ્ટ જનાદેશ માગ્યો હતો. તેઓએ કહ્યું હતું કે જો તેઓની પાર્ટી બહુમતી પ્રાપ્ત કરી ન શકે, તો તેઓ પદત્યાગ કરશે. સ્નેપ-ઇલેકશન તેઓ માટે મોટો જુગાર હતો. પરંતુ તેમાં જબ્બર બહુમતી સાથે, તેઓ સફળ થયા હતા.

૨૦૨૪માં એલડીપીએ સંસદના બંને ગૃહમાં બહુમતી ગુમાવી હતી અને કોમીટો પાર્ટી સાથેનું ગઠબંધન તૂટી ગયું હતું. દશકો જૂનું આ ગઠબંધન તૂટતા એલડીપીને ધક્કો તો લાગ્યો જ હતો.

ચૂંટણી પરિણામો દર્શાવે છે કે, તાકાઈચીની વ્યકિતગત લોકપ્રિયતાએ જ પાર્ટીને સહાય કરી હતી. તેઓની પાર્ટીનું એપ્રૂવલ રેટિંગ મહદઅંશે ૭૦ ટકા ઉપર જ રહ્યું છે.

સાને તાકાયીચીને પોતાની જનતાનો સપોર્ટ તે સમયે મળ્યો છે કે જ્યારે જાપાન અને ચીનના સંબંધો વચ્ચે તણખા ઝરી રહ્યા છે. અત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તળીએ જઈ પહોંચ્યા છે. તાકાઈચીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘જો ચીન તાઈવાન સામે કોઈ લશ્કરી કાર્યવાહી કરશે તો જાપાન તેમાં હસ્તક્ષેપ કરશે જ. તાઈવાન એક સ્વતંત્ર અને લોકશાહીવાદી દ્વિપ છે. ચીન તેની ઉપર પોતાનો દાવો કરે છે. તેવામાં તાકાઈચીના આ નિવેદનથી ચીન-જાપાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે અને બંને દેશો એકબીજા સામે શત્રુતાપૂર્ણ કાર્યવાહી અને બયાનબાજીમાં પડી ગયા છે. હવે કેટલાક તારણો જોઈએ :

(૧) જાપાની મતદાતાઓ, તાકાઈચીની સીધીસાદી, મહેનતુ ઇમેજથી આકર્ષાયા છે. પરંતુ તેમના તીવ્ર રાષ્ટ્રવાદી વિચારો અને સંરક્ષણ પર વજન આપવાના નિવેદનોને લીધે ચીન ગિન્નાયું છે.

(૨) તેઓ સૈન્યની ક્ષમતા અને લશ્કરી ખર્ચ બંને વધારવા માગે છે. વાત સીધી છે. તેઓ ચીનનો વધતો પ્રભાવ રોકવા માગે છે.

(૩) તાકાઈચી વડાપ્રધાન પદે નિશ્ચિત થયા કે લગભગ તુર્ત જ ટ્રમ્પ અને મોદીએ તેઓને વધાઈ આપી હતી. પરંતુ ચીને તુર્તજ વધાઈ પણ આપી નથી.

(૪) જાપાને સંરક્ષણ ખર્ચમાં જબરજસ્ત વધારો કર્યો છે. તેથી ખીજાયેલા ચીને કહ્યું છે કે જાપાન સામે રાજદ્વારી રીતે જવાબ આપશે. હવે બંને દેશો વચ્ચે વ્યાપાર અને નિવેશના મુદ્દાઓ પર ક્ષેત્રીય સ્તરે ટકરાવ થશે તે નક્કી છે. બંને વચ્ચે પ્રતિસ્પર્ધા પણ વધશે. સંભવ તે પણ છે કે માત્ર ચીન જાપાન સંબંધો જ નહીં પરંતુ સમગ્ર એશિયાનો સંરક્ષણ માહોલ બદલાઈ શકે.

(૫) કેટલાક એક્ષપર્ટસ કહે છે કે, હવે સંપૂર્ણ બહુમતી મળ્યા પછી તાકાઈચી ચીન સામેનું વલણ થોડુ નરમ પણ કરે. તેઓએ મતદાન પૂર્વે એએફપીને જણાવ્યું હતું કે, હવે તેઓને ૨૦૨૮ સુધી ચૂંટણી વિષે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે હવે પછીની ચૂંટણી યોજાશે, તો જાપાન માટે શ્રેષ્ઠ હકીકત તે બની રહેશે કે તે ચીન સાથે સંબંધો સુધારવા ઉપર ધ્યાન આપે.