Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ દેશના છેવાડાના વિસ્તારમાં રહેતા ભકતો ઘરબેઠા મેળવી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ સાથે મળીને વધુ એક સેવાનું આયોજન કર્યુ છે. આ સેવા થકી દેશભરમાં કાર્યરત દોઢ લાખ પોસ્ટ ઓફિસમાંથી રૂ.251 નો મની ઓર્ડર કરવાથી સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘરબેઠા મેળવી શકશે. આ સેવાનું આજ ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતુ.
જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના ભકતો ઘરબેઠા ભક્તિ કરી શકે તે માટે અનેક નવી સેવાઓ અમલી બનાવી છે. હવે સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતો ઘરબેઠા સોમનાથની પ્રસાદી મેળવી શકે તે સેવાનું આજે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી અને પોસ્ટ વિભાગના રાકેશકુમારએ ઇ લોકાર્પણ કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્રના પોસ્ટ વિભાગના અધિકારીઓ હાજર રહેલ હતા. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા પોસ્ટ વિભાગને સાથે રાખી કરવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયાસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતોને ઘરબેઠા પ્રસાદી મળી રહે તે માટે પોસ્ટ વિભાગ સાથે નવી સેવાનું આયોજન કરાયુ છે. જેમાં દેશભરમાં દોઢ લાખ પોસ્ટ કચેરીઓ કાર્યરત છે. દેશના કોઇપણ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મહાદેવના ભકત પોસ્ટ કચેરી મારફત રૂ.251 નો મનીઓર્ડર કરશે એટલે ત્રણથી ચાર દિવસમાં તે ભાવિકના ઘરે સોમનાથ મહાદેવની પ્રસાદીનું બોકસ પોસ્ટ વિભાગ મારફત પહોંચી જશે. પ્રસાદી બોકસમાં લાડુ અને ચિક્કીનો 400 ગ્રામનો પ્રસાદ રહેશે. હાલ આ સેવા દેશ પુરતી મર્યાદીત છે પરંતુ આગામી સમયમાં વિદેશમાં વસતા શિવ ભકતો ઘેરબેઠા પ્રસાદી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાનું વિચાણા હેઠળ છે.
ગુજરાતની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું રવિવારે સરેરાશ ૪૬ ટકા જેટલુ મતદાન નોંધાયા બાદ હવે 23/2/21 મંગળવારે સવારથી જ મતગણતરી થશે અને બપોર સુધીમાં પરિણામો જાહેર થઇ જશે.
ગુજરાતની છ મનપાનું સરેરાશ ૪૬.૧ ટકા મતદાન થયું હતું.
સૌથી વધારે જામનગર ૫૩.૩ અને સૌથી ઓછું અમદાવાદમાં ૪૨.૧ ટકા મતદાન થયું હતું.
ભાવનગરમાં ૪૯.૫, રાજકોટમાં ૫૦.૭૨, વડોદરામાં ૪૭.૮ અને સુરતમાં ૪૭.૧ ટકા મતદાન થયું હતું. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં ૫૧.૮ ટકા મતદાન થયું હતુ.
મોડી રાત સુધી તમામ ઇવીએમ જે તે મનપાના સ્ટ્રોન્ગ રૂમમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતગણતરી માટે પણ પંચ દ્વ્રારા પુરી તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ મતગણતરી માટેના સ્ટાફને પણ કાઇન્ટીંગ સેન્ટરો પર મોકલી દેવામાં આવ્યો છે.
રાજ્યની મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકો અને જૂનાગઢની ખાલી પડેલી ત્રણ બેઠકો પર કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કોંગ્રેસ, ૯૧ એનસીપી, ૪૭૦ આમ આદમી પાર્ટી અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે
સમગ્ર ભારતમાં ચર્ચાસ્પદ બનેલા સેલવાસના સાંસદ શ્રી મોહનભાઇ ડેલકરના મૃત્યુના સમાચાર બાદ બહાર આવેલી માહિતી મુજબ દક્ષિણી મુંબઇના મરીન ડ્રાઇવ ખાતે આવેલી હોટેલ સી ગ્રીન એક રૂમમાંથી તા.22મી ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યાના અરસામાં મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના મૃતદેહ પાસેથી ગુજરાતી ભાષામાં લખાયેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી.
મોહન ડેલકર મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અને તેમણે કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે મુંબઈ પોલીસે તપાસ શરુ કરી છે.
મોહન ડેલકરનો મૃતદેહ અંગે જાણ થતાં જ તેમના પરિવારજનો સેલવાસથી મુંબઇ જવા રવાના થઇ ચૂક્યા હતા. 58 વર્ષિય મોહન ડેલકર તેમની પાછળ તેમના પત્ની કલાબેન અને બે સંતાનો અભિનવ અને દિવિતાને વિલાપ કરતા છોડી ગયા છે. મોહન ડેલકર સેલવાસની લોકસભા બેઠક પરથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ 1989થી સેલવાસ બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
દક્ષિણી મુંબઈના મરિન ડ્રાઈવ પર આવેલી હોટેલ સી ગ્રીનમાંથી મળ્યો ડેલકરનો મૃતદેહ
અપક્ષ સાંસદ હતા ડેલકર, ભાજપ અને કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે
આજે સવારે માર્કેટ ખૂલ્યું ત્યારે પાછલી બંધ સપાટી કરતાં સાવ સામાન્ય વધારા સાથે સેન્સેક્સ ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, થોડા જ સમયમાં વેચવાલી નીકળતા તેમાં કડાકો બોલાયો હતો, માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સ 1145 પોઈન્ટ્સના ઘટાડા સાથે 49,744ની સપાટી પર બંધ થયો હતો.હજુ ગયા અઠવાડિયે જ 52,516નો ઓલટાઈમ હાઈ બનાવનારા સેન્સેક્સમાં માત્ર ચાર જ ટ્રેડિંગ ડે માં 2500 પોઈન્ટ્સનો જંગી ઘટાડો નોંધાયો છે.
મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં કોરોનાના કેસો ફરી વધવા લાગ્યા છે, અને મહારાષ્ટ્રના અમરાવતીમાં તો લોકડાઉન કરવાની ફરજ પડી છે ત્યારે કોરોનાનો બીજો રાઉન્ડ આવશે કે કેમ તે ભીતિએ શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આજે માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સના 30 શેર્સમાં સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. આ શેર્સ અનુક્રમે 4.85 અને 4.28 ટકાના ઘટાડા સાથે 946 અને 838 રુપિયાના સ્તરે બંધ થયા હતા. જ્યારે ડૉ. રેડ્ડીમાં 4.21 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને આ શેર 4487 રુપિયાની સપાટી પર બંધ થયો હતો.
આ સિવાય બેંક શેર્સમાં પણ આજે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. જેમાં ઈન્ડસિન્ડ બેન્કમાં 3.95, એક્સિસમાં 3.54, એચડીએફસીમાં 2.94, એસબીઆઈમાં 2.79 ટકાના ઘટાડાનો સમાવેશ થાય છે. રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસમાં પણ અનુક્રમે 3.87 ટકા, 2.61 ટકા અને 3.75 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં બજેટ બાદ જોરદાર તેજી જોવા મળી રહી છે, અને ખાસ કરીને બેંકોના શેર્સ નવી જ ઉંચાઈ પર પહોંચ્યા છે. બજારનું હાલનું વેલ્યૂએશન ખૂબ જ ઉંચું હોવાનું જાણકારો અનેકવાર કહી ચૂક્યા છે, પરંતુ તેમાં કરેક્શન ક્યારે આવશે તે અંગે કોઈ કશુંય સ્પષ્ટ રીતે કહેવા માટે તૈયાર નથી. હાલ માર્કેટમાં ચંચળતા પણ ખૂબ જ જોવા મળી રહી હોવાથી નાના રોકાણકારોને કોઈ લોંગ પોઝિશન ના લેવા માટે પણ સલાહ આપવામાં આવી રહી છે.
50 ટકા મહિલા અનામત ધરાવતી સુરત મહાનગરપાલિકામાં મતદાન માટે મહિલાઓ ઉદાશીન
Jayesh Brahmbhatt 9825344944
50 ટકા મહિલા અનામત ધરાવતી સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે રવિવારે પૂર્ણ થયેલા મતદાનના આંકડાનું વિશ્લેષણ કરતા એવી હકીકત સપાટી પર આવી છે કે મહિલાઓમાં મતદાન બાબતે ભારે ઉદાશીન વલણ જોવા મળ્યું છે. 30 વોર્ડ પૈકીના 10 ટકા એટલે ફક્ત 3 વોર્ડમાં જ મહિલાઓનું મતદાન પુરુષોના મતદાનથી વધુ નોંધાયું છે. બાકીના 27 વોર્ડમાં મહિલાઓનું મતદાન પુરુષોના મતદાનથી 5થી 20 ટકા જેટલું નીચું નોંધાયું છે.
જે સુરતના જે ત્રણ વોર્ડમાં મહિલાઓનું મતદાન પુરુષોથી વધુ નોંધાયું છે એ તમામ શ્રમજીવી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે.
અલથાણ, બમરોલી અને વડોદ મ્યુનિસિપલ વોર્ડ નં. 29માં 41.40 ટકાના પુરુષ મતદાનની સામે મહિલાઓનું મતદાન 43.20 ટકા નોંધાયું છે.
પાંડેસરા-ભેસ્તાન મ્યુનિસિપલ વોર્ડ નં.28માં પણ પુરુષોના 46.43 ટકા મતદાનની સામે મહિલાઓનું ટકાવારી મતદાન 47.18 ટકા નોંધાયું છે.
ઉધના દક્ષિણ મ્યુનિસિપલ વોર્ડ નં.24માં પુરુષોનું ટકાવારી મતદાન 47.35 ટકાની સામે મહિલાઓ મતદારોનું ટકાવારી મતદાન 47.76 ટકા નોંધાયું છે.
આ ત્રણેય વોર્ડની મહિલાઓએ શહેરના અન્ય 27 વોર્ડની મહિલાઓ માટે પ્રેરણાદાયી અને પ્રશંસનીય કાર્ય કર્યું છે. અન્ય વોર્ડની તુલનામાં આ ત્રણ વોર્ડની મહિલાઓએ મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજીને એ લોકશાહીના હિતમાં અદા પણ કરી બતાવી છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ લૉ (IIL)ની ફાઉન્ડેશન તકતીનું અનાવરણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિત, માનનીય ન્યાયાધીશ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને માનનીય ન્યાયમૂર્તિ શ્રી વી.રામાસુબ્રમણ્યમના હસ્તે કરાયું. આ અનાવરણ કાર્યક્રમ 20 ફેબ્રુઆરી 2021 ના રોજ KIIT યુનિવર્સિટી, ભુવનેશ્વર ખાતે યોજાયો. આ સમારોહમાં વરિષ્ઠ વકીલ અને અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ (BCIT) ના પ્રમુખ શ્રી મનન કુમાર મિશ્રા, ઓડિશાના એડવોકેટ જનરલ, શ્રી અશોક પરીજા, વરિષ્ઠ એડવોકેટ અને BCITના અધ્યક્ષ શ્રી દેબી પ્રસાદ ધલ, BCITના એસોસિયેટ મેનેજિંગ ટ્રસ્ટી અને KIIT તથા KISSના સંસ્થાપક પ્રો. અચ્યુત સામંત સહિત ઘણી કાનૂની હસ્તીઓ હાજર રહી હતી અને સભાને સંબોધન કર્યું હતું.
IILની સ્થાપના બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ (બીસીઆઈટી) તથા KIITTના સહકારથી થઈ છે. જે કાયદા શિક્ષકોના કૌશલ્ય વિકાસ અને વકીલાતના અભ્યાસની સાથે સાથે નિરંતર શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહિત કરવાત તથા કાયદાના શિક્ષકોની એકેડેમી માટે એક મોડેલ સંસ્થા બનશે. આ સંસ્થા દેશની કાયદાની સ્કૂલોના યુવા શિક્ષકોની સુવિધા વધારશે અને તેમની ખૂબીઓ, વ્યાવસાયિક કુશળતા અને હોશિયારી વધારવામાં મદદરૂપ બનશે. દેશમાં આ પ્રકારની આ પ્રથમ સંસ્થા હશે.
ફાઉન્ડેશન સમારોહમાં સંબોધન કરતા માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિતે આઈ.આઈ.એલ.ની સ્થાપનાનું સ્વાગત કર્યું અને આ પ્રકારના કાર્ય બદલ BCIT અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે “જીવનમાં પરિવર્તન એકમાત્ર સ્થિર છે, સતત શિક્ષણ દરેક વ્યવસાય માટે અગત્યની છે જે દરેકના જીવનનો મહત્વનો ભાગ છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે કદાચ આ એક પહેલું પગલું છે જે સંસ્કૃતિને ફરીથી આત્મસાત કરશે, જ્યારે આપણી પાસે આ પ્રકારની વધુમા વધુ સંસ્થાઓ હશે ત્યારે આપણે આ શિક્ષણ યથાવત રાખવાના વિચારો દરેકના મનમાં મૂળિયા જમાવશે.. માનનીય ન્યાયમૂર્તિ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આ મહત્વપૂર્ણ નિર્ણય માટે BCI અને KIITને શુભેચ્છાઓ પાઠવી.
ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું કે “BCI દ્વારા વર્ષ 1988માં બેંગલુરૂમાં સ્થાપિત નેશનલ લૉ યુનિવર્સિટીએ કાયદા શિક્ષણ અને વકીલોની ગુણવત્તામાં એક મોટું પરિવર્તન લાવ્યું. આ જ રીતે IILની સ્થાપના પણ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઈતિહાસમાં માઈલસ્ટોન છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે BCI અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીના સહયોગથી IIL એવી ફેકલ્ટીઝનું નિર્માણ કરશે જે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરશે. તેમણે એમ પણ કહ્યું કે એવા શિક્ષકોનું પણ નિર્માણ થશે જે વિદ્યાર્થીઓમાં બંધારણીય મૂલ્યોને આત્મસાત કરશે.
આ કાર્યક્રમ પ્રસંગે સંબોધન કરતા માનનીય ન્યાયમૂર્તિ શ્રી.વી.રામાસુબ્રમણ્યમે કહ્યું કે હાલ દેશમાં એક હજારથી વધુ લૉ કોલેજ છે. જે દર વર્ષે અંદાજે અઢી લાખ લૉ ગ્રેજ્યુએટ તૈયાર કરે છે. તેમણે કહ્યું કે IIL શિક્ષણવિદો અને વ્યવસાયિકો વચ્ચે અંતર સ્પષ્ટ કરવા પર વિચાર-વિમર્શ કરશે.
શ્રી મનન કુમાર મિશ્રાએ પોતાના સ્વાગત ભાષણમાં કહ્યું કે હાલ કાયદાના શિક્ષકો અને વકીલોના કૌશલ્ય વિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશમાં કાયદાની કોઈ તાલીમ સંસ્થા નથી. તેમણે પ્રોફેસર અચ્યુત સામંતની પહેલ અને ઉદાર સમર્થન બદલ તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે KIIT ડીમ્ડ યુનિવર્સિટી આ સંસ્થા માટે જમીન અને પાયાની સુવિધાઓ માટે જરૂરી તમામ સહાયતા પ્રદાન કરી રહી છે. શ્રી મિશ્રાએ કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સોશલ સાઈન્સેઝ (KISS) કે જે સંપૂર્ણપણે વિનામૂલ્યે ચાલતી નિવાસી સંસ્થા છે. અહીં 30 હજાર વંચિત આદિવાસી બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. આ માધ્યમથી સમાજ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર પ્રોફેસર સામંતની તેમણે પ્રશંસા કરી.
પ્રોફેસર અચ્યુત સામંતે કહ્યું કે ભુવનેશ્વરમાં રાષ્ટ્ર માટે મહત્વની IIL જેવી સંસ્થાની સ્થાપના, ઓડિશા માટે ગૌરવની વાત છે. KIIT સાથે ભાગીદારી બદલ BCIનો આભાર માનતા પ્રોફેસર સામંતે કહ્યું કે KIIT એક યુવા યુનિવર્સિટી છે, પરંતુ તેને ભારત સરકાર દ્વારા “ઈન્સ્ટીટ્યૂશન ઑફ એમિનેન્સ” ટેગથી નવાજવામાં આવી છે. KIIT ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) દ્વારા ‘વર્કપ્લેસ ઓફ ધ ઈયર’ શ્રેણીમાં ‘એવોર્ડ્સ એશિયા 2020’ના વિજેતા છે. શિક્ષણવિદો અને સંશોધન ઉપરાંત રમતગમત અને સામાજિક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે શ્રી અશોક પરીજાએ કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં કાયદાના શિક્ષણમાં ખૂબ વધારો થયો છે. વધુમાં કહ્યું કે આજે એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટની સાથે સાથે કાયદા શિક્ષણ યુવાનોની પસંદગીનું ક્ષેત્ર બની ગયું છે. IIL દેશમાં લૉ ફેકલ્ટીની ગુણવત્તા સુધારવામાં લાંબી મંજીલ કાપશે.
આ પહેલા IILનો એક સંક્ષિપ્ત પરિચય આપતાં પ્રસિદ્ધ કાયદા શિક્ષણવિદ પ્રોફેસર એન.એલ.મિત્રાએ કહ્યું કે આ સંસ્થા દેશમાં કાયદા શિક્ષણનું વ્યાવસાયીકરણ કરશે. પ્રોફેસર મિશ્રા જે KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પૂર્ણ ચાંસલર પણ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ” એકતા, નિર્માણ ક્ષમતા અને ન્યાય” થકી આ સંસ્થાને રાષ્ટ્રીય ચરિત્રની એક સંસ્થા તરીકે વિકસિત કરાશે. આ પહેલ માટે તેમણે BCIની પ્રશંસા કરી..
શ્રી માનસ રંજન મહાપાત્રા, સીનિયર એડવોકેટ અને સભ્ય, વિશેષ સમિતિ, ઓડિશા સ્ટેટ બાર કાઉન્સિલે ધન્યવાદ પ્રસ્તાવ આપ્યો.
કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે નવો મહેમાન આવ્યો છે. આજે રવિવારે કરિના કપૂર ખાને પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર મળતાં જ કરિના કપૂરના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કરિના બીજા સંતાનની માતા બની છે.
આ સમાચાર મળતાં જ બોલિવૂડ સ્ટાર્સ પણ કરિના અને સૈફને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. કરિના કપૂરે ગયા વર્ષે ઓગસ્ટમાં તેની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. તેણે સૈફ સાથેના જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, અમને એ જણાવતાં ખુશી થઇ રહી છે કે અમારા પરિવારમાં એક નવો મહેમાન જોડાવવાનો છે. તમામ શુભચિંતકોની શુભેચ્છા અને સહયોગ માટે આભાર.
બીજા વખત ગર્વભતી હોવાની સમાચાર સામે આવ્યા બાદ કરિના કપૂરની સતત લેટેસ્ટ તસવીરો ચર્ચામાં રહી હતી. તેણે વર્ષ ૨૦૧૬માં પુત્ર તૈમુર અલી ખાનને જન્મ આપ્યો હતો. જ્યારે સૈફ અને કરિનાના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતા. પ્રેગ્નેન્સી દરમિયાન કરિના કપૂર લોકોને ફેશન ગોલ્સ આપતી જોવા મળી. શરૂઆતમાં કરિના કપૂર જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળતી હતી. જ્યારે તે બાદ કરિના કફ્તાન, મેક્સી ડ્રેસ અને કુર્તા અને પલાજો જેવા આઉટફિટ્સમાં જોવા મળી હતી.
ઉપરાંત કરિનાએ આ વખતે પણ પ્રેગ્નેન્સી દરમિયાન કામ ચાલુ રાખ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં કરિનાએ કહ્યું હતું કે, પ્રેગ્નેન્સીમાં મહિલાઓ કામ કેમ કરી શકતી નથી? મને આ વાત સમજાતી નથી. મેં મારી પૂરી પ્રેગ્નેન્સીમાં કામ કર્યું છે અને ડિલીવરી પછી પણ કામ કરતી રહીશ. એક્ટિવ રહેવું લાભદાયી હોય છે. તેનાથી બાળકની હેલ્થ પણ સારી રહે છે.
આરોગ્ય ક્ષેત્ર અને કોરોના યોદ્ધાઓ સહિત અગ્રણી કાર્યકરોનું હજુ સુધી મોટા પ્રમાણમાં રસીકરણ ન થઈ શક્યું હોવાની બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રના આરોગ્ય ખાતાએ કોરોનાની રસીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાનો આદેશ આપતો પત્ર દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યો છે.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને લખેલા પત્રમાં કેન્દ્રના આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણે રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અઠવાડિયામાં રસી આપવાના દિવસોની સંખ્યા વધારીને ઓછામાં ઓછા ચાર દિવસ કરવાનો તેમ જ પચાસથી વધુ વયના લોકોને વહેલામાં વહેલી તકે રસી આપી શકાય તે માટે રસીકરણની પ્રક્રિયાને વેગ આપવાનો આદેશ આપ્યો હતો.
હાલ, અમુક રાજ્યમાં અઠવાડિયામાં બે જ દિવસ રસી આપવામાં આવે છે તો અમુક રાજ્યમાં અઠવાડિયામાં ચાર કે તેથી વધુ દિવસ રસી આપવામાં આવી રહી છે. આ સેવાનો વ્યાપ વધારી શકાય તે માટે સિસ્ટમમાં પૂરતી જોગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
પહેલી માર્ચથી રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા તમામ યંત્રણા સજ્જ રાખવાની પણ તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી.
૨૧ ફેબ્રુઆરી સુધીમાં ૨,૩૦,૮૮૮ સેશનમાં દેશભરમાં રસીના ૧,૧૦,૮૫,૧૭૩ ડોઝ આપી દેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્ર અને કેરળ સહિત દેશના અમુક રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો હોવા વચ્ચે કેન્દ્ર સરકારે તેમને કોરોનાના ટૅસ્ટની સંખ્યા વધારવાની સલાહ આપી છે.
ભારતમાં હાલ કોરોનાના કુલ ૧,૪૫,૬૩૪ સક્રિય કેસ છે જે કુલ કેસની સંખ્યાના ૧.૩૨ ટકા જેટલા છે.
દરમિયાન, કોરોનાની રસીનું ઉત્પાદન કરતી સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના સીઈઓ આદાર પુનાવાલાએ રવિવારે અન્ય દેશોને એમ કહીને ધીરજ રાખવા જણાવ્યું હતું કે કંપનીને ભારતની જરૂરિયાતને પહોંચી વળવા પ્રાથમિકતા આપવામાં આવી છે.
કંપની ભારતની જરૂરિયાતને પૂરી કરવા ઉપરાંત અન્ય દેશોની જરૂરિયાતને પહોંચી વળાય તે માટેના પણ પ્રયાસ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
ગુજરાતની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓમાં રવિવારે એકંદરે પાંગળુ મતદાન થયું હતું. બપોર સુધીમાં સરેરાશ ૩૦ ટકા જેટલુ નીચું મતદાન થતા સત્તાધારી ભાજપે મતદારોને મતદાન મથકે પહોંચીને મતદાન કરવા માટે સોશિયલ મીડિયા તેમ જ ઘરે ઘરે જઇને અપીલ કરવી પડી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ ૪૧ ટકા જેટલું મતદાન થયું હતું. મતદાનનો સમય પૂરો થઈ ગયા બાદ મતદાન બૂથ પર હાજર લોકોને જ મતદાન કરવા દેવામાં આવતું હોવાથી મતદાનમાં સરેરાશ મતદાનમાં થોડો ઘણો વધારો થઇ શકે છે. જોકે ૨૦૧૫ ની ચૂંટણી કરતા ઘટેલા મતદાનથી રાજકીય પક્ષોમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.
છ મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન અંદાજે ૩૭.૮૧ ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં અંદાજે ૪૯ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં ૩૭.૧૦ ટકા, સુરત ૩૪.૯૬ ટકા, વડોદરા ૩૪.૮૭ ટકા અને ભાવનગર ૩૮.૫૭ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.
મતદાન દરમિયાન ઇવીએમ ખોટવાતા તેમજ મતદાર યાદીઓમાંથી મતદારોના નામ ગાયબ થવાના તેમજ બોગસ મતદાનના અનેક બનાવો નોંધાયા હતા. મનપા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. હવે ૨૩મીએ મત ગણતરી થશે.
છ મહાનગરોમાં સવારે ૭ ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ શરૂઆતમાં સારા ટ્રેન્ટ બાદ અચાનક મતદાનની ટકાવારી ઘટવા લાગી હતી. અડધો સમય વીતવા છતાં મતદાનનો આંકડો ૩૦થી ૩૭ ટકા સુધી જ પહોંચ્યો હતો. મહાનગરપાલિકાની કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કૉંગ્રેસ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ૪૭૦ અને એનસીપીના ૯૧ અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે. ૬ મહાનગરોમાં મતદાન માટે ૧૧ હજાર ૧૨૧ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કુલ એક કરોડ ૧૪ લાખ ૬૬ હજાર ૯૭૩ મતદારો નોંધાયા હતા જેમાંથી ૩૭ ટકાએ મતદાન કર્યું હતું. રવિવારે મતદાન બાદ ૨૩મી ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકોની ચૂંટણીનું મતદાન થયું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.