CIA ALERT

Blog - Page 260 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
March 8, 2021
cia_society-1280x880.jpg
1min683

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો અનેરોઅવસર સ્ત્રીત્વની ભાવના અને સમાજમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનની ઉજવણી કરે છે. આ વર્ષે, કોવિડ-19 મહામારી સામેના લડાઈમાં ભાગ લેનાર સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા (જેમોલોજી ઈન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકાની સ્વતંત્ર સબસિડિયરી);  જેમ & જવેલરી નેશનલ રિલીફ ફોઉંડેશન (જી.જે.એન.આર.એફ.) એ શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરનું મહિલા સશક્તિકરણ અભિયાન – ‘રાજ ઉપહાર’ના ગિફ્ટ પેકેટ્સથી બિરદાવવામાં આવી હતી.

સુરતના કમિશનર ઓફ પોલીસ, શ્રી અજય કુમાર તોમર (આઇ.પી.એસ.)ના વરદ હસ્તે આ અભિયાનની શરૂઆત ૬થી માર્ચના દિવસે કરવામાં આવી હતી.

મહિલા પોલીસ કર્મચારીઓ પ્રત્યેકૃતજ્ઞતા દર્શાવતાં આ ગિફ્ટ પેકેટ્સ તેમના સન્માનનું પ્રતીક તો બન્યા જ પણ સાથે જ’રાજ ઉપહાર’માં કામ કરતી સેંકડો આદિવાસી મહિલાઓની આજીવિકાનું સાધન પણ બન્યાં છે! 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. CiA Live News (www.cialive.in)
સુરતના કમિશનર ઓફ પોલીસ, શ્રી અજય કુમાર તોમર (આઇ.પી.એસ.)ના વરદ હસ્તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા અભિયાનની શરૂઆત ૬થી માર્ચે કરવામાં આવી. CiA Live News (www.cialive.in)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરના ટ્રસ્ટી ડૉ. બીજલ મેહતા CiA Live News (www.cialive.in)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા જી. આઈ. એ. ઈન્ડિયાના પ્રતિનિધિ. CiA Live News (www.cialive.in)

March 8, 2021
IPL_2021.jpg
1min449

આઈપીએલ ૨૦૨૧, ૯ એપ્રિલથી ૩૦ મે દરમિયાન રમાશે અને કોઈપણ ટીમને તેના હૉમ ગ્રાઉન્ડ પર રમવા નહિ મળે એવી જાહેરાત આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે રવિવાર તા.7મી માર્ચ 2021ના રોજ કરી હતી.

મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતા ખાતે મેચો રમાશે

કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં યજમાન શહેરોની યાદીમાં મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રારંભિક તબક્કામાં ટુર્નામેન્ટની મૅચ બંધબારણે એટલે કે પ્રેક્ષકો વિના રમાશે.પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો કે નહીં એ અંગેનો નિર્ણય ટુર્નામેન્ટના પછીના તબક્કામાં લેવામાં આવશે.

આઈપીએલના અન્ય યજમાન શહેરોમાં મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.

૩૦ મેએ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ યોજાશે. પ્લૅ ઑફ પણ ન.મો. સ્ટેડિયમ ખાતે જ યોજાશે. રવિવારે બીસીસીઆઈએ ૬, મે સુધીનું ચાર અઠવાડિયાનું સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન આઈપીએલની ૩૩ મૅચ રમાશે. જોકે, આ જ સમયગાળા દરમિયાન બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની હોવાને કારણે કોલકાતાને એકપણ મૅચ ફાળવવામાં નથી આવી.

લીગ તબક્કામાં દરેક ટીમ ચાર સ્થળે રમશે.

૫૬ લીગ મૅચમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલૂરુ પ્રત્યેકમાં ૧૦ મૅચ તો દિલ્હી અને અમદાવાદ પ્રત્યેકમાં આઠ મૅચ રમાશે.

આ આઈપીએલની વિશેષ વાત એ છે કે તમામ મૅચ તટસ્થ સ્થળે રમાશે. કોઈપણ ટીમ હૉમ ગ્રાઉન્ડ પર નહિ રમે. લીગ તબક્કામાં તમામ ટીમ છ સ્થળમાંથી ચાર સ્થળે રમશે, એમ આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આઈપીએલની બપોરની મૅચ ૩:૩૦ વાગે અને સાંજની મૅચ ૭:૩૦ વાગે શરૂ થશે.

કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષની આઈપીએલ યુએઈમાં રમાઈ હતી, પરંતુ ત્યાર બાદ ભારતમાં કોરોનાની સ્થિતિમાં અસાધારણ સુધારો થયેલો જોવા મળ્યો હતો.

March 8, 2021
parliament.jpg
1min401

બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી એક મહિના માટે શરૂ થશે.

આ તબક્કે સરકારનો ઉદ્દેશ વર્ષ ૨૦૨૧-૨૨ માટે બજેટમાં વિવિધ કર માટેના પ્રસ્તાવો માટે મંજૂરી મેળવવાનો રહેશે.

આ સત્ર ૮મી એપ્રિલે પૂર્ણ થશે અને સત્ર દરમિયાન સરકારના એજેન્ડામાં એમણે રજૂ કરેલા અનેક બિલ પસાર કરાવવાના છે.

પેન્શન ફંડ રૅગ્યુલેટરી ઍન્ડ ડૅવલપમેન્ટ ઑથોરિટી (સુધારા) ખરડો, નેશનલ બૅન્ક ફોર ફાઈનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ ડૅવલપમેન્ટ ખરડો, ઇલેક્ટ્રિસિટી (સુધારા) ખરડો, ક્રિપ્ટો કરન્સી ઍન્ડ રૅગ્યુલેશન ઑફ ઑફિસિયલ ડિજિટલ કરન્સી ખરડો જેવાં મહત્ત્વનાં ખરડાઓ આ સત્રમાં રજૂ થવાના છે.

સત્રનો બીજો તબક્કો એવા સમયે શરૂ થઇ રહ્યો છે, જ્યારે ચાર રાજ્ય પશ્ર્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ અને કેરળ તથા એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી રહ્યા છે. ચૂંટણી માર્ચ-એપ્રિલમાં યોજાવાની છે.

બજેટનું પહેલું સત્ર ૨૯મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને સદનને સંયુક્ત રીતે કરેલા સંબોધનથી શરૂ થયું હતું. એ વખતે ખેડૂત આંદોલનને ટેકો આપવા વીસથી વધુ પક્ષોએ રાષ્ટ્રપતિના સંબોધનનો બોયકોટ કર્યો હતો.

કેન્દ્ર સરકારે ૧લી ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું. ત્યાર બાદ સતત ચાર દિવસ સુધી વિરોધ પક્ષે કૃષિ કાયદા મુદ્દે હોબાળો મચાવીને કામ ચાલવા નહોતું દીધું.

March 7, 2021
kiit.jpg
2min497

69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21નો ઉદ્ઘાટન કાર્યક્રમ

બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમ KIIT ડીમ્ડ યુનિવર્સિટીમાં 5 માર્ચ 2021ના રોજ યોજાયો… ઉદ્ઘાટન સમારોહમાં ઓડિશાના રમત ગમત અને યુવા સેવા તથા ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી તુષારકાંતિ બેહરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. જ્યારે વૉલીબૉલફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના મહાસચિવ શ્રી અનિલ ચૌધરી, વી.એફ.આઈ.ના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ તથા કન્ટ્રોલ કમિટીના ચેરમેન શ્રી રથિન રોય ચૌધરી, માનનીય સાંસદ, કંધમાલ, વી.એફ.આઈ.ના અધ્યક્ષ તથા કે.આઈ.આઈટી અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંત, કે.આઈ.આઈ.ટીના ઓર્ગેનાઈઝિંગ પ્રેસિડેન્ટ અને પ્રો-વાઈસ ચાન્સલર પ્રો.સસ્મિતા સામંત, કે.આઈ.આઈ.ટી.ના વાઈસ ચાન્સલર પ્રો.એચ.કે.મોહંતી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને અવસરની શોભામાં અભિવૃદ્ધિ કરી. ડૉ.અચ્યુત સામંતે ઉદ્ધાટન સમરોહની અધ્યક્ષતા કરી જ્યારે ડૉ.ગગનેન્દ્ર દાશ, સચિવ ઓર્ગોનાઈઝિંગ કમિટી, એસોસિએટ જોઈન્ટ સેક્રેટરી, વી.એફ.આઈ., ઓનરરી જોઈન્ટ સેક્રેટરી, ઓડિશા વૉલીબૉલએસોસિએશન અને ડાયરેક્ટર, સ્પોર્ટ્સ, કે.આઈ.આઈ.ટી. તથા કે.આઈ.એસ.એસ.એ ધન્યવાદ પ્રસ્તાવ પસાર કર્યો.

No description available.

મહામહિમ શ્રી બીજૂ પટનાયકજીની 105મી જયંતીના અવસર પર દિવંગત બીજૂ બાબૂને પુષ્પાંજલિ અર્પણ કરી આ સમારોહની શરૂઆત કરાઈ. ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વૉલીબૉલસંઘના અધ્યક્ષ અને મહાસચિવ પણ ઉપસ્થિત હતા.

No description available.

ભારતીય વૉલીબૉલઈતિહાસમાં પહેલીવાર, ઓડિશાએ એક રાજ્ય તરીકે 68 સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક સંચાલન કર્યું.. અને આ ચેમ્પિયનશિપની યજમાની કરી. ખાસ વાત એ છે કે પહેલીવાર તમામ મેચ ઈન્ડોર કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગ સાથે રમાશે. તમામ મેચ બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમમાં ઓડિશા સરકારની કોવિડ ગાઈડલાઈન્સ અનુસાર જ રમાશે. ઓડિશાને એક રાજ્યના સ્વરૂપમાં ચાર વૉલીબૉલનેશનલ ચેમ્પિયનશિપ-36મી જૂનિયર નેશનલ વૉલીબૉલચેમ્પિયનશિપ 2009, 41મી નેશનલ સબ જૂનિયર વૉલીબૉલચેમ્પિયનશિપ 2019, 68મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2019-20 અને હવે વર્તમાન 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21 ફાળવવામાં આવી ચૂકી છે. ચારેય ટૂર્નામેન્ટ કે.આઈ.આઈ.ટી. પરિસરમાં આયોજીત કરાઈ છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના 1200થી વધુ પુરુષ અને મહિલા વૉલીબૉલખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પહેલીવાર કેન્દ્રશાસિત પ્રદેશ, લદ્દાખની ટીમ, વી.એફ.આઈ.ના અધ્યક્ષની ઉચિત અનુમતી સાથે આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે. અનેક અર્જૂન એવોર્ડ વિજેતા અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડી આ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.

No description available.

આગામી એશિયાઈ ચેમ્પિયનશિપ અને અન્ય આંતરરાષ્ટ્રીય બેઠકો માટે ભારતીય વૉલીબૉલટીમની પસંદગી આ ચેમ્પિયનશિપના માધ્યમથી કરવામાં આવશે. ભારતીય વૉલીબૉલપુરુષ ટીમની પસંદગી સમિતિમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા, અર્જૂન એવોર્ડ વિજેતા અને ભારતીય વૉલીબૉલટીમના વર્તમાન કૉચ શ્રી.જી.ઈ.શ્રીધરન; અર્જૂન એવોર્ડ વિજેતા ડૉ.દલેલ સિંહ અને શ્રી જાગીર સિંહ રંધાવા સામેલ છે. ભારતીય વૉલીબૉલમહિલા ટીમની પસંદગી સમિતિમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એસ.એ.આઈ)ના શ્રી અજય જાંગરા, શ્રી દલજીત સિંહ અને ભારતીય વૉલીબૉલટીમનાં વર્તમાન કૉચ, સુશ્રી વૈશાલી ફડતારે સામેલ છે. શ્રી પ્રકાશ રોય અને શ્રી એ.રામના રાવ, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને અર્જૂન એવોર્ડ વિજેતા આ બંને પસંદગી સમિતિના સંયોજક હશે.. ઉદ્ઘાટન મેચ પુરુષ વર્ગમાં ઓડિશા અને મધ્ય પ્રદેશ વચ્ચે જ્યારે મહિલા વર્ગમાં ઓડિશા અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી.

March 7, 2021
sardardham1_cia.jpg
2min469

સરદારધામ યુવા તેજ- તેજસ્વીની સંગઠન સુરત દ્વારા મહિલાદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો

સમગ્ર વિશ્વમાં 8 માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાય છે. આ દિવસે ઠેર ઠેર મહિલાદિનને લગતા કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. સ્ત્રીઓ માટે ખરેખર તો આ દિવસે મળતું માન- સન્માન એક દિવસ પુરતું ના હોવું જોઇએ. રોજે રોજ આ વર્તન વ્યવહાર તેમની સાથે થાય તેની તે હક્દાર છે.

સરદારધામ સુરત યુવા તેજ તેજસ્વીની સંગઠન દ્વારા સરદાર પટેલ સ્મૃતિ ભવન સુરત ખાતે મહિલા દિન નિમિત્તે “શક્તિ વંદના” એવમ્ મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 600 થી વધુ ભાઇ – બહેનો એ હાજરી આપી હતી. યુવા તેજ – તેજસ્વીની સુરતના ભાઇ – બહેનોએ રાત-દિવસ એક કરીને કાર્યક્રમને સજાવ્યો હતો.

કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા સરદારધામના યુવાશક્તિના સર્વાગી વિકાસ માટેના પાંચ લક્ષબિંદુઓ વિશે વિગતવાર માહિતી અપાઇ હતી.

ગગજી સુતરીયાએ કહ્યું કે…

સરદારધામ સંસ્થાના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયાએ ઓનલાઇન કાર્યક્રમમાં હાજર રહીને મહિલાદિનની શુભકામના પાઠવી હતી અને કાર્યક્રમના સુંદર આયોજન બદલ યુવાઓને અભિનંદન આપ્યા હતા. તેમના વક્તવ્યમાં તેમણે કહ્યુ કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં નામના મેળવી રહી છે. પુરૂષોના ગઢ ગણાતા ક્ષેત્રોમાં પણ તે ગાબડા પાડીને આગળ વધી રહી છે. નારીમાં અપાર શક્તિઓ રહેલી છે. જરૂર છે તો ફક્ત તે શક્તિઓને બહાર લાવવાની અને તેને પુરતી તક આપવાની. જયારે તમે એક નારીને શિક્ષણ આપો છો ત્યારે તમે એક પેઢીને શિક્ષણ આપો છો એમ ગણાય. દરેક રાષ્ટ્રની ઉન્નતિનો આધાર તે દેશની સ્ત્રીઓની ઉન્નતિ પર આધાર રાખતો હોય છે.

સ્ત્રી સ્વયં અદભૂત શક્તિસ્ત્રોત

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાવનગરના સમાજસેવી અને પ્રખ્યાત ઉદ્દઘોષક શ્રી નેહલબેન ગઢવીએ પોતાનું હદયસ્પર્શી વ્યકતવ્ય આપ્યું હતું. તેમણે મહિલાઓને બિરદાવતા જણાવ્યું કે સ્ત્રી એ શક્તિનું બીજું રૂપ છે. જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, સ્ત્રી તે દરેક મુસીબતોનો સામનો કરવાની અદ્દભુત શક્તિ ધરાવે છે. ધીરજ એ સ્ત્રીનો ગુણ છે. ઘર- પરિવાર અને લોકો માટે વિખેરાઇ જવું, વિલીન થઈ જવું, ગુમાવી દેવું, ઓગળી જવું એ સમર્પણ દરેક સ્ત્રીનો ગુણ છે. સ્ત્રીને આજ સુધી સમાજે દેવી સ્થાને બેસાડીને તેના માણસ તરીકેના હસવા, રોવા, થાક્વાના હકથી તેને વંચિત રાખી છે. સૂરજ આજે રોજ જો સવારે નીકળતો હોયને તો તેનું એકમાત્ર કારણ આ પૃથ્વી પર સ્ત્રીઓનું રોજે રોજ નવું જોવા મળતું સૌદર્ય છે. પોતાના વક્તવ્ય દ્વારા નેહલબેને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. સ્ત્રીનું અલગ સ્વરૂપ તેમણે જાણે પોતાના વક્તવ્યમાં બતાવ્યું હતું.

કાર્યક્રમમાં અધિકારી અને રાજસ્વી પાટીદાર મહિલાઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતનાં યુવા તેજસ્વીની કન્વીનર અને સહકન્વીનર શર્મિલાબેન બાંભણીયા – રાજકોટ, રશીલાબેન ધાનાણી – વડોદરા, દક્ષિણ ગુજરાત સુરત ઝોન કન્વીનરો ઉર્વશીબેન પટેલ અને રીંકલબેન જરીવાલાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ ઉપરાંત સરદારધામના ઉપપ્રમુખશ્રી- દક્ષિણ ગુજરાત ઝોન દીયાળભાઇ વાઘાણી અને સ્થાપક ટ્રસ્ટીશ્રી મનહરભાઇ સાચપરાએ પણ ઉપસ્થિત રહીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

March 7, 2021
swarn_krishna.jpg
1min554

Minister of State Ports, Shipping and Waterways Mansukh Mandaviya on Saturday flagged off the first “All Women Officers’ Sailing” on MT Swarna Krishna from Jawaharlal Nehru Port.

“This is the first time in the world maritime history that a ship is being sailed by all women officers,

#AllWomensailingShip #Womensday #SwarnKrishnaship

March 7, 2021
maryland-1280x839.jpg
1min517

મૂળ સુરતના ભરથાણાના રહેવાસી અને અમેરિકાના મેરીલેન્ડમાં છેલ્લા 20 વર્ષથી સ્થાયી થયેલા પટેલ દંપતી પર ગોળીબારની ઘટનામાં પત્નીનું કરૂણ મોત નીપજ્યું છે જ્યારે પતિ ગંભીર થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા અને મૂળ સુરતના ભરથાણાનો પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરિલેન્ડમાં સ્થાયી થયો હતો અને અહીંયા મોટેલનો બિઝનેસ ધરાવતા હતા. પત્ની ઉષાબેન અને પતિ દિલીપભાઈ શુક્રવારે હોટલ પર હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને લૂંટના ઈરાદે દંપતી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં ઉષાબેન અને દિલીપભાઈને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉષાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે દિલીપભાઈ હજી સારવાર હેઠળ છે.

March 7, 2021
coronaupdate.jpg
1min445

Gujarat on 7/3/21

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ દિન પ્રતિદિન તેની ચરમસીમા પર આગળ વધતી જઇ રહી છે. એવું કહી શકાય કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ભયાનક શરૂઆત થઇ રહી છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 571 કેસ નોંધાવા પામ્યા છે. તો બીજી બાજુ આજે અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થતાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 4414 થઇ છે. આજે એક્ટિવ કેસનો આંક ગુજરાતમાં ફરીવાર 3 હજારને પાર કરી ગયો છે. ગુજરાતમાં હાલ 3025 એક્ટિવ કેસ છે, જેમાં 45 વેન્ટિલેટર પર છે. જો કે, આજે ગુજરાતમાંથી 403 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા કુલ ડીસ્ચાર્જ દર્દીનો આંક 2,65,372 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં નવા નોંધાયેલા 571 કેસમાં સુરતમાં સૌથી વધુ 134, અમદાવાદમાં 124, વડોદરામાં 117, રાજકોટમાં 58, જામનગર અને ગાંધીનગરમાં 12-12, ભાવનગરમાં 10, જૂનાગઢમાં 9, કચ્છમાં 12, આણંદમાં 11, મહેસાણામાં 9, સાબરકાંઠામાં 8, ગીર સોમનાથ અને મહીસાગરમાં 7-7, ખેડામાં 6, નર્મદા અને પંચમહાલમાં 5-5, અરવલ્લી અને દાહોદમાં 4-4, બનાસકાંઠા અને ભરૂચમાં 3-3, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં 2-2 જ્યારે અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી પાટણ અને તાપીમાં 1-1 કેસ નોંધાવા પામ્યો છે. જ્યારે પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ મળીને 3 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

India on 7/3/21

ભારત ફરી કોરોના સંક્રમણના સકંજામાં સપડાવવા માંડયું છે. આર્થિક ગતિવિધિઓ, અવર-જવરમાં વધારા વચ્ચે સામાજિક અંતર જેવાં શિસ્તના લીરા ઉડતાં શનિવારે 36 દિવસ બાદ 18 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સક્રિય કેસોની સંખ્યામાં આજે લગાતાર ચોથા દિવસે વધારો થતાં સરકારો, આરોગ્યતંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. દેશમાં 24 કલાક દરમ્યાન 18,327 નવા કેસ સામે આવતાં કુલ દર્દીઓની સંખ્યા સતત વધીને 1 કરોડ, 11 લાખ, 92,088 થઇ ગઇ છે.
દેશમાં આજે સળંગ બીજા દિવસે 100થી વધુ, 108 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં કુલ 1,57,656 દર્દી ઘાતક સંક્રમણમાં સપડાઇને જીવ ખોઇ ચૂક્યા છે. દેશના વિવિધ ભાગોમાં’ શનિવારે વધુ 14,234 દર્દીઓ ખતરનાક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ 1 કરોડ, 8 લાખ, 54,128 દર્દી વાયરસ મુકત થયા છે. સાજા દર્દીઓની સંખ્યા નવા દર્દીઓ સામે ઓછી રહેતાં સાજા થતા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ ઘટીને 96.08 ટકા થઇ ગયો છે. બીજી તરફ, આજની તારીખે 1,80,304 સંક્રમિતો સારવાર હેઠળ છે.’

March 7, 2021
vaccine-1.jpg
1min439

જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા છે અથવા જ્યાં કોરોનાના સક્રિય કેસ વધારે છે એમને રસીકરણ અને ટેસ્ટિંગ વધારવાની, કોરોનાના દરદીઓને શોધીને એમને સારવાર મળે માટે યુદ્ધસ્તરે કામ કરવાની તાકિદ કેન્દ્ર સરકારે આપી હતી. શનિવારની બેઠક દરમિયાન કેન્દ્ર સરકારે એમને ખાનગી હૉસ્પિટલોનો સહકાર લઇને ઓછામાં ઓછા ૧૫ દિવસ અને વધુમાં વધુ ૨૮ દિવસનું ટાઇમટેબલ બનાવવા જણાવ્યું હતું. આવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરટી-પીસીઆર ટેસ્ટ વધારવાની, ફરીથી સક્રિય દરદીના સંપર્કમાં આવેલા લોકોને શોધીને યોગ્ય પગલાં લેવાની, જ્યાં કેસની સંખ્યા વધારે હોય એવા જિલ્લાઓ કે વિસ્તારોમાં કોરોનાના પ્રતિબંધોનું કડકાઇથી પાલન કરવાની અને દર સક્રિય કેસનાં સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા ૨૦ જણને શોધવાની સલાહ આપવામાં આવી હતી.

કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતી આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વિનોદ કે. પોલે શનિવારે હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને ચંડીગઢના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજનાના સ્વાસ્થ્ય સચિવ તથા ડિરેક્ટર સાથે વાતચીત કરી હતી. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તાજેતરમાં કોરોનાના દરદીઓમાં રોજના હિસાબે વધારો નોંધાયો હતો. બેઠક દરમિયાન એમણે કોરોનાની માર્ગદર્શિકાના પાલન અંગે સમીક્ષા કરી હતી અને દરેક રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોના જે જિલ્લાઓમાં આવા કેસની સંખ્યા વધી રહી છે, એ આસપાસનાં જિલ્લા અને રાજ્યોમાં ફેલાવાનો મોટો ભય હોવાથી એ ચિંતાનો વિષય ગણાય.

March 4, 2021
sandip_desai.jpg
1min607

સુરત જિલ્લાં આવેલી જિલ્લા પંયાયત, 9 તાલુકા પંચાયતો તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા વિજયને ન ભૂતો ન ભવિષ્યતિ તરીકે જોવામાં આવી રહ્યો છે. સુરત જિલ્લામાં કેટલાક વિસ્તારો તો આઝાદી કાળથી કોંગ્રેસનો ગઢ ગણાતા હતા, એવા વિસ્તારોમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંદીપ દેસાઇ અને તેમની ટીમે માઇક્રોપ્લાનિંગ કરીને ભાજપાના ઉમેદવારોને વિજય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

સુરત જિલ્લા ભાજપનું સુકાન સંભાળતાની સાથે જ સંદીપ દેસાઇએ દરેક તાલુકાઓ તેમજ ગ્રામ્ય સ્તરે સુરત ભાજપા સંગઠનાત્મક પ્રવૃતિ હાથ ધરી દીધી હતી. સાથોસાથ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે લાગૂ કરેલી યોજનાઓનો સીધો જ લાભ સુરત ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓને કેવી રીતે આપી શકાય તે માટે સુરત જિલ્લા ભાજપાની ટીમે માઇક્રોપ્લાનિંગ શરૂ કરી દીધું હતું.

સુરત જિલ્લા ભાજપામાં પ્રમુખ સંદીપ દેસાઇ અને તેમની ટીમે કરેલી કામગીરીઓ અને ગુજરાત સરકારના વિકાસની રાજનીતિને કારણે સુરત જિલ્લામાં ભાજપે અભૂતપૂર્વ વિજય સાંપડ્યો છે.

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઇએ આ વિજય માટે ગુજરાત બીજેપી પ્રેસિડેન્ટ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રુપાણી તેમજ સમગ્ર ભાજપા ટીમને શ્રેય આપ્યું હતું. સંદીપ દેસાઇએ સુરત જિલ્લા ભાજપાના તમામ કાર્યકરો તેમજ મતદારોને પણ આભાર વ્યક્ત કર્યો હતો.

May be an image of 2 people

સુરત જિલ્લામાં ચૂંટણીના અંતિમ પરીણામો

સુરત જિલ્લા ભાજપ પરિવારનું આભાર દર્શન