Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના ભાજપના સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં મહારાષ્ટ્ર પોલીસને મળેલી સુસાઇડ નોટના આધારે આજરોજ તા.10મી માર્ચે પોલીસે એક એફ.આઇ.આર. નોંધી છે. જેમાં સંઘ પ્રદેશના શાસક પ્રફુલ્લ પટેલ સમેત કુલ 7 લોકોના નામો સામેલ કરાયા છે.
સાંસદ મોહન ડેલકરે આપઘાત પહેલા લખેલી 15 પાનાની એક સુસાઈડ નોટ પોલીસને મળી હતી, જેમાં કથિત રીતે તેમણે પોતાના મોત માટે ઉચ્ચ અધિકારીઓ અને પ્રદેશના એડમિનિસ્ટ્રેટર સહિતનાને જવાબદાર ગણાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર પોલીસની એફઆઈઆરમાં ભાજપના એક સીનિયર નેતાનું પણ નામ છે. મહારાષ્ટ્ર સરકાર આ કેસની તપાસ એસઆઈટીને સોંપી છે.
મહારાષ્ટ્ર પોલીસે 17 દિવસ બાદ સંઘ પ્રદેશના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ ખોડા પટેલ, કલેક્ટર, નિવાસી નાયબ કલેક્ટર, પૂર્વ એસપી, ડીવાએસપી, લો સેક્રેટરી, પોલીસ ઈન્સ્પેક્ટર અને ભાજપના એક સીનિયર નેતા મળી કુલ 7 શખસો સામે દુસ્પ્રેરણા, ધાક-ધમકી આપવી, એટ્રોસિટી સહિત જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરગામથી નડિયાદ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ચોક્કસ ભાગોને સમાવતા રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ની ૧૦૪ ક્લબોમાંથી ૬૦ થી ૯૦ સભ્યોની કેટેગરીમાં સુરતની ૮૪ વર્ષ જુની સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરતને વર્ષ ૨૦૧૯-૨૦ની કોરોના સહિતની સર્વશ્રેષ્ઠ સામાજિક સેવા માટે સર્વશ્રેષ્ઠ ક્લબ બરોડા ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં ઘોષિત કરવામાં આવી હતી અને તે વર્ષના પ્રમુખ રોટેરિયન નિખિલ મદ્રાસીને આ કેટેગરીના સર્વશ્રેષ્ઠ પ્રમુખ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૯-૨૦ના ડીસ્ટ્રીકટ ગવર્નર રોટેરિયન અનીશ શાહ અને ફર્સ્ટ લેડી સ્વાતિબેન શાહના નેતૃત્વ હેઠળ ગત વર્ષે ગોવા ખાતે આયોજિત કોન્ફરન્સમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન માટેનો પ્લેટિનમ એવોર્ડ, કોરોનાની વિશિષ્ટ કામગીરી અને સમગ્ર વર્ષ દરમ્યાન હાથ ધરવામાં આવેલ નોટબૂક, સ્વેટર, આઈ કેમ્પસ, મેડીકલ કેમ્પસ વગેરેની કામગીરીને લક્ષમાં રાખીને બેસ્ટ સર્વિસ પ્રોજેક્ટ ક્લબનો પ્લેટિનમ એવોર્ડ, રોટરીની પ્રવૃત્તિને સમાજના દરેક અંગ સુધી પહોંચાડવા માટેનો બેસ્ટ પબ્લિક ઈમેજનો પ્લેટિનમ એવોર્ડ, શાળા છોડીને ગયેલા બાળકોને ફરી પાછા ભણાવવા માટેના આશા કિરણ પ્રોજેક્ટ માટેનો સિલ્વર એવોર્ડ, સભ્યપદ વૃદ્ધિ માટેનો સિલ્વર એવોર્ડ, વર્ષ ૨૦૧૯-૨૦નો રોટરી સાઈટેશનનો પ્લેટિનમ એવોર્ડ, રોટરી કોમ્યુનીટી કોપ્સની બહુવિધ પ્રવૃત્તિ માટેનો એવોર્ડ ઓફ એકસેલન્સનો એવોર્ડ, પ્રેસિડેન્ટ ઈલેક્ટસ મીટનો એપ્રિસિએશન એવોર્ડ આમ કુલ ૮ અને રોટરી ક્લબ ઓફ સુરતના અન્ય સભ્યોને ૧૦ આમ કુલ ૧૮ એવોર્ડ પ્રાપ્ત કરીને સુરતનું ગૌરવ વધાર્યું હતું.
આ એવોર્ડ સમારોહમાં રોટરી ક્લબ ઓફ સુરતના વર્તમાન પ્રમુખ ડૉ. અજય મહાજન, વર્તમાન મંત્રી તેજસ ગાંધી અને વર્ષ ૨૦૧૯-૨૦ના મંત્રી સંદિપ નાણાવટી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રોટરી ઇન્ટરનેશનલના ડિરેક્ટર કમલ સંઘવી અને ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ડિરેક્ટર મનોજ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ એવોર્ડ સમારોહમાં વર્તમાન ગવર્નર પ્રશાંતભાઈ જાની, ડીસ્ટ્રીકટ ગવર્નર ઈલેક્ટ સંતોષ પ્રધાન, ડીસ્ટ્રીકટ ગવર્નર નોમિની શ્રીકાંત ઇન્દાની, ડીસ્ટ્રીકટ ગવર્નર નોમિની ડેઝીગ્નેટેડ નિહીર દવે, ભૂતપૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નરો આશિષ અજમેરા, પરાગ શેઠ, અશોક કાપડિયા, દેવાંગ ઠાકોર અને નીલાક્ષ મુફ્તી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપે અમદાવાદ મહાનગરપાલિકા AMCમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે. કિરીટ પરમારને અમદાવાદના મેયર પદે નિયુક્ત કર્યા છે તેમજ ડેપ્યુટી મેયર પદે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મનપામાં ભાજપના નેતા તરીકે ભાસ્કર ભટ્ટને કમાન સોંપવામાં આવી છે.
અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે.
Vadodara Municipal
વડોદરા મનપામાં નવા મેયર તરીકે કેયુર રોકડીયાની વરણી થઈ છે, જ્યારે નંદાબેન જોશી ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ડો. હિતેન્દ્ર પટેલ અને અલ્પેશભાઈ લીંબચીયા મનપા ભાજપ નેતા બન્યાં છે. દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી કરવામાં આવી છે
Bhavnagar Municipal
ભાવનગર મહાનગપાલિકાના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી કરાઈ છે, ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની વરણી કરવામાં આવી છે.
ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સીનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે એવું રાજયના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ. ગુજરાત વિધાનસભામાં બોલતા તેમણે વધુમાં કહ્યું હતુ કે, રસીકરણના કાર્યક્રમને ૪ નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આખરી ઓપ અપાયા બાદ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરીનો ગુજરાતમાં આરંભ થઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી પર્યાપ્ત માત્રામાં ગુજરાતને ઉપલબ્ધ થઈ છે.
રસીકરણના કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૬૦૦૦ વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે. પ્રત્યેક સેન્ટર ઉપરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાતાં પ્રતિદિન ૧૬ લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે. વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રથમ તબક્કે ઉપલબ્ધ છે.
કોવીડ-19 પેન્ડેમિક હોય કે સુરતમાં ભૂતકાળમાં આવેલી રેલ હોય, સુરતમાં જ્યારે જ્યારે કોઇ કુદરતી આપત્તિ આવી છે ત્યારે ત્યારે સુરતની સામાજિક, સ્વૈચ્છીક, સેવાકીય બિનસરકારી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો, સંગઠનો દ્વારા સરકારી સિસ્ટમ સાથે ખભેખભા મિલાવીને કામગીરી કરી છે. સુરતમાં આવી હજારો સંસ્થાઓ જુદા જુદા ક્ષેત્રોમાં અવિરત પણે લોકોપયોગી કાર્યો કરી રહી છે. આવી બધી સંસ્થાઓની માહિતીનું સંકલન હજુ સુધી થયું નથી. પરીણામે સુરતની સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવી બિનસરકારી સ્વૈચ્છીક, સામાજિક સંસ્થાઓ કે જે બિનધંધાકીય રીતે લોકોપયોગી કાર્યો કરી રહી છે તેમની ડિરેક્ટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપ આવી કોઇ સંસ્થા સાથે સંકળાયેલા હોવ તો ત્વરીત આપની સંસ્થા અંગેની માહિતી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અહીં દર્શાવેલા ઇમેલ પર મોકલશો જેથી ડિરેક્ટરીમાં તેનો સમાવેશ કરી શકાય.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે દક્ષિણ ગુજરાતની સામાજિક ક્ષેત્રે કાર્યરત સેવા સંસ્થા / એનજીઓની ડિરેકટરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આથી ચેમ્બર દ્વારા વિવિધ સંસ્થાઓને તેઓની માહિતી તા. ૧પ માર્ચ, ર૦ર૧ સુધીમાં અહીં આપેલા ઇ–મેઇલ databank@sgcci.in ઉપર મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
નીચેનું ફોર્મ ભરીને ચેમ્બર ઓફ કોમર્સને મેઇલ કે હાથોહાથ પહોંચાડી શકો
શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ, સુરતની યુવા સંસ્થા “સ્પર્શ” ના નવા વરાયેલા પ્રમુખ દેશના મંથન મદ્રાસીનો પદગ્રહણ વિધિ સમારોહ શ્રી અજય લાકડાવાલા, શ્રી કેતન ઝવેરી, શ્રી પારસ જરીવાલા, શ્રી નરેશ મદ્રાસી અને શ્રી મહેન્દ્રભાઈ ઝવેરીના સાન્નિધ્યમાં સંપન્ન થયો હતો.
સ્વાગત પ્રવચન નીમા ચિંતન ઝવેરીએ કર્યું હતું. નિવૃત્ત થયેલા પ્રમુખ જીગર લાકડાવાલાએ તેમના વર્ષમાં હાથ ધરેલ પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો અને ખાસ કરીને કોરોના દરમ્યાન હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ તેમજ આયોજિત કરવામાં આવેલા વેબીનારો વિશેની વિસ્તૃત માહિતી આપી હતી.
નવા વરાયેલા પ્રમુખ દેશના મદ્રાસીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોઈપણ સમાજના ઉત્થાન અને વિકાસમાં યુવાનોનો વિશિષ્ટ ફાળો હોય છે. જ્ઞાતિના યુવાનોએ વડીલોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરીને બતાવ્યો છે અને તેથી જ જ્ઞાતિના યુવાનોમાં નવી ચેતનાનો સંચાર થયો છે.
જ્ઞાતિના વડીલ શ્રી નરેશ મદ્રાસીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવાનો જે કંઈક કરી શકે છે તે બીજું કોઈ કરી શકતું નથી. વડીલોનું કામ યુવાનોમાં વિશ્વાસ મૂકવાનું છે અને જો યોગ્ય સમયે તેઓને માર્ગદર્શન આપવામાં આવે તો ચોક્કસ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. તેઓએ દેશના મદ્રાસીને હોદ્દાની ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા.
નવી કાર્યવાહક સમિતિની ટીમને સાજનાના મંત્રી શ્રી અજયભાઈ લાકડાવાલાએ શપથ લેવડાવ્યા હતા અને નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી.રિદ્ધિ શાહે આભાર વિધિ કરી હતી અને પદગ્રહણ વિધિ સમારોહનું સંચાલન નિખિલ મદ્રાસીએ કર્યું હતું.
સુરતની સરકારી મેડીકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનું ઋણ અદા કરતા લાખો રૂપિયાનું ભંડોળ એકત્રિત કરીને મેડીકલ સ્ટુડન્ટસ માટે અનિવાર્ય સ્પોર્ટસ એક્ટિવિટી માટે એક કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી દીધું
સુરતની સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરીને હાલમાં સુરત તેમજ સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશમાં સ્થાયી થયેલા હોય તેવા પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન, એલ્યુમની એસોસીએશન, સરકારી તબીબી મહાવિદ્યાલય, સુરત દ્વારા તાજેતરમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં રમત-ગમત સંકુલનું ઉદઘાટન ગુજરાતના બીજેપી પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ઉદઘાટિત કરવામાં આવ્યું છે. આ મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ મેડીકલનો અભ્યાસ કરી રહેલા અને ભવિષ્યમાં કરનારા વિદ્યાર્થીઓ માટે અત્યંત અનિવાર્ય હતું, જેને પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનું ઋણ અદા કરતા હોય એ રીતે ચૂકવ્યું છે. સુરતની સરકારી મેડીકલ કોલેજમાંથી તબીબ બનેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એકત્રિત કરેલા ભંડોળમાંથી રૂ.32 લાખના માતબર ખર્ચે આ સ્પોર્ટસ સંકુલ સાકારિત કરવામાં આવ્યું છે.
સુરતની સિવિલ હોસ્પિટલમાં આ રીતે સાકારીત થયેલા રમત ગમત સંકુલના ઉદઘાટન સાથે જ તેન ચર્ચા સમગ્ર ગુજરાતના આરોગ્ય વિભાગ પર પડી છે. જુદી જુદી મેડીકલ કોલેજોના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારે પોતાની માતૃસંસ્થાનું ઋણ અદા કરવા આગળ આવી રહ્યા છે અને ભવિષ્યમાં સુરત સિવિલ હોસ્પિટલ સંકુલમાં સાકાર થયેલા રમત ગમત સંકુલ જેવા સંકુલ રાજ્યમાં તેમજ દેશમાં જોવા મળે તો નવાઇ નહીં. અને એટલે જ અમે અહીં લખ્યું છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરીને હાલમાં તબીબી પ્રેક્ટિસ કરી રહેલા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાકારિત સ્પોર્ટસ સંકુલ પ્રોજેક્ટ અન્યો માટે રોલ મોડેલ બની રહ્યો છે.
ગુજરાત બીજેપી ચીફ સી.આર. પાટીલે પણ ઉદઘાટન પ્રસંગે સંકુલને રૂ.5 લાખની સહાય આપવાની જાહેરાત કરી
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રણબીરની માતા નીતૂ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. રણબીરને હાલમાં હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. દરમિયાન ગંગુબાઈ કાઠીયાવાડીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જણાયું છે. રણબીર અને સંજય લીલા ભણસાલીને કોરોના થતા બોલીવૂડમાં ફરી કોરોના સંક્રમણે માથું ઉંચક્યું છે.
રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે અગાઉ જણાવ્યું હતું કે, રણબીરની તબીયત સારી નથી અને હોસ્પિલ લઈ જવાયો હતો. જો કે બાદમાં રણબીરને કોરોના હોવાનો ગણગણાટ શરૂ થતા માતા નીતૂ સિંહે સ્પષ્ટ તકરી હતી કે રણબીર કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં સ્વસ્થ છે અને તેને હોમ આઈસોલેટ કરવામાં આવ્યો છે.
સંજય લીલા ભણસાલી તેમની ઓફિસમાં જ ક્વોરન્ટાઈન થયા છે તેમજ તેમની માતા લીલા ભણસાલીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું માલૂમ પડ્યું છે.
સંજય ભણસાલી હાલમાં ગંગુબાઈ કાઠીયાવાડીનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. પ્રાપ્ત વિગતો મુજબ આલિયા ભટ્ટે પણ કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો છે અને હાલમાં તે તકેદારીના ભાગરૂપે આઈસોલેટ થઈ ગઈ છે.
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારો ફાઇનલ મેચ લોર્ડસના મેદાન પર નહીં, પણ સાઉથમ્પટનના એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ જાણકારી આજે બીસીસીઆઇના ઉપપ્રમુખ રાજીવ શુકલાએ આપી છે. લંડનમાં કોવિડ-19ના વધતા કેસને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી જૂનમાં 18થી 22 દરમિયાન રમાનાર ડબ્લ્યૂટીએનો ફાઇનલ મેચ લોર્ડસના બદલે સાઉથમ્પટનના સ્ટેડિયમમાં રમાશે.
ભારતે હાલમાં જ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 3-1ની જીતથી ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા અને ચોથા ટેસ્ટ મેચમાં અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની ફિરકીથી ભારતનો ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બે અને ત્રણ દિવસમાં જ વિજય થયો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં છે. મોદી સરકાર મહિલાઓને એમનાં સપનાં પૂરા કરવા અને પગભર થવા માટે પર્યાપ્ત તક આપી રહી છે.
સીતારામને આ પ્રસંગે મહિલાઓના ઉત્થાન માટેની કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે જનધન યોજનાનાં ૪૧.૯૩ કરોડ ખાતામાંથી ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૩.૨૧ કરોડ ખાતાં મહિલાઓનાં હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆતથી ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં ૬૮ ટકા અથવા ૧૯.૦૪ કરોડ ખાતા માટે મહિલાઓને ઉદ્યોગધંધા માટે કુલ રૂ. ૬.૩૬ લાખ કરોડની રકમ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના કે લઘુ ઉદ્યોગો માટે રૂ. ૧૦ લાખ સુધીનું ઋણ આપવામાં આવે છે.
સ્ટૅન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ ૮૧ ટકાથી વધુ અથવા ૯૧,૧૦૯ ખાતાધારક મહિલાઓને રૂ. ૨૦,૭૪૯ કરોડનું ઋણ આપવામાં આવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.