CIA ALERT

Blog - Page 242 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 24, 2021
zydus.jpg
1min390
Covid treatment: Zydus gets emergency use approval for Virafin

દેશભરમાં કોરોનાની દવાઓની અછતના ગંભીર પ્રશ્ન વચ્ચે ઝાયડસની વિરાફિનને કોરોનાના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચુકી છે. આ દવાથી શ્વાસ સંબંધિત પરેશાની કાબુ કરવામાં પણ મદદ મળી રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ફાર્મા કંપની ઝાયડસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિરાફિનને ભારતીય ડ્રગ નિયામક સંસ્થા ડીસીજીઆઈમાંથી ઈમર્જન્સી ઉપયોગને લઈને મંજૂરી મળી ગઈ છે. જેનાથી વયસ્કોમાં કોરોનાના હળવા સંક્રમણનો ઈલાજ કરી શકાય છે. ઝાયડસે કહ્યું હતું કે, તેની વિરાફિન દવાને કોરોના દર્દીના પરિક્ષણમાં 91.15 દર્દી સાતમા દિવસ સુધી આરટી પીસીઆરમાં નેગેટિવ મળી આવ્યા હતા. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, આ દવાના ઉપયોગથી કોરોના દર્દીમાં ઓક્સિજનની સપ્લાઈની જરૂરીયાતને પણ ઘણા અંશે ઘટાડી શકાય છે.’ આ દવાનો ઉપયોગ હેપેટાઈટીસ સી માટે કરવામાં આવતો હતો.

કંપનીએ કહ્યું હતું કે વિરાફિન એક એન્ટી વાયરલ દવા છે. જે કોરોનાના હળવા સંક્રમણ ધરાવતા દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લઈ શાશે. આ દવાના સિંગલ ડોઝથી જ દર્દીઓના ઈલાજમાં’ ઘણી મદદ મળી શકે છે. કંપનીએ કહ્યું હતું કે, શરૂઆતી સ્ટેજમાં દવા લેવાથી દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને શરીરમાં કોઈપણ અન્ય કોમ્પ્લિકેશનથી પણ બચી શકાશે.

વિરાફિન પ્રિક્રિસ્પશન સાથે મળશે અને હોસ્પિટલ તેમજ મેડિકલ સેટઅપમાં મેડિકલ ઉપયોગમાં લઈ શકાશે. મહત્વની વાત એ છે કે દવાથી ઓક્સિજનની સપ્લાયની જરૂરિયાતને ઘટાડવાની વાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે વિરાફિને પ્રમાણીત કર્યું છે કે તેના લેવાથી દર્દીને સપ્લીમેન્ટ ઓક્સિજનની જરૂર ઘટી શકે છે. એટલે કે દર્દીમાં શ્વાસ સંબંધિત પરેશાની ઘટાડી શકાય છે.

April 24, 2021
maharashtra.jpg
1min497

કોરોનાના વધી રહેલા કેસને રોકવા માટે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી રાજ્ય પોલીસ દ્વારા કટોકટીની સ્થિતિમાં આંતરરાજ્ય અને આંતરજિલ્લા પ્રવાસ માટે શુક્રવારે ફરીથી ઇ-પાસ સિસ્ટમ શરૂ કરી છે, એમ ટોચના પોલીસ અધિકારીએ કહ્યું હતું.

Travelling outside Maharashtra? Check how to apply for e-pass here | India  News | Zee News

પ્રવાસ, ઓફિસોમાં હાજરી, લગ્નસમારંભો પર રાજ્ય સરકાર દ્વારા લદાયેલા નવાં નિયંત્રણોનો ગુરુવાર રાતથી અમલ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લઇને ૧૪ એપ્રિલથી કડક નિયંત્રણો લદાયા હતા. જોકે સ્થિતિ ન સુધરતાં બુધવારે નવા લોકડાઉન જેવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) સંજય પાંડેએ જણાવ્યું હતું કે શુક્રવારથી ઇ-પાસ સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવી છે અને નાગરિકોએ જો કટોકટી હોય તો જ તેનો ઉપયોગ કરવો જોઇએ. નાગરિકોએ આ માટે વિિંાંત://ભજ્ઞદશમ૧૯.ળવાજ્ઞહશભય.શક્ષ પર અરજી કરવાની રહેશે. આમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે અને તીવ્ર કટોકટીમાં પ્રવાસના કારણનો ઉલ્લેખ પણ કરવાનો રહેશે. જો ઓનલાઇન ઇ-પાસ સિસ્ટમનો એક્સેસ જેમની પાસે ન હોય તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાંથી ઇ-પાસ પ્રાપ્ત કરી શકે છે. પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ ફોર્મ ભરવા અને ઇ-પાસ જારી કરવામાં મદદ કરશે, એમ તેમણે કહ્યું હતું.

ઇ-પાસ કટોકટીમાં પ્રવાસ કરવા મળે તે માટે નાગરિકોના ઉપયોગ માટે જ છે. અગાઉ આ મહિને અન્ય નિયંત્રણો અમલમાં આવ્યા ત્યારે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઇ-પાસની જોગવાઇ હાલમાં કરવામાં આવી નથી અને કટોકટીમાં હોય તે તેમને પ્રવાસ કરવો દો એવી સૂચના આપવામાં આવી હતી. જોકે નવા નિયંત્રણો દરમિયાન કટોકટીના પ્રવાસ માટે અનેક વિનંતીઓ કરાઇ રહી હોવાથી આખરે લોકોની સુવિધા માટે ઇ-પાસ સિસ્ટમ ફરીથી શરૂ કરાઇ છે, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું.

ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન ઇ-પાસ સિસ્ટમ તમામ કટોકટી અને મહત્ત્વપૂર્ણ સેવાઓ માટે રજૂ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા લાખો પાસ જારી કરવામાં આવ્યા હતા. હાલમાં મુંબઈ પોલીસે જરૂરી સેવાનાં વાહનો માટે કલર કોડ સ્ટિકર જારી કરવા માટે પ્રણાલી રજૂ કરી છે.

April 24, 2021
travel-advisory.png
1min506

કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે અમેરિકાએ નાગરિકોને ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, અફઘાનિસ્તાન અને માલદિવ્સનો પ્રવાસ ટાળવાની સૂચના આપી છે. કોરોનાના જારી કરવામાં આવેલા ઍલર્ટને પગલે સિંગાપોરે ૨૪ એપ્રિલથી ભારતીય પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કૅનેડાએ પણ ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઈટ્સ પર ૩૦ દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે.

સાવચેતીનાં પગલાંરૂપે અમેરિકાના નાગરિકોને ચીન અને નેપાળનો પ્રવાસ પણ ટાળવાનું તેમ જ શ્રીલંકા અને ભૂતાનના પ્રવાસ દરમિયાન સાવધાની વર્તવાનું જણાવી દેવામાં આવ્યું છે.

ભારતમાં કોરોના, ક્રાઈમ અને આતંકવાદ વકરી રહ્યા હોવાને કારણે ભારતના પ્રવાસે ન જવાનું નાગરિકોને જણાવી દેવામાં આવ્યું હોવાનું અમેરિકાના વિદેશ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ગુરુવાર મધરાતથી ભારતથી આવતી ફ્લાઈટ્સને કૅનેડામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાનું પરિવહન ખાતાના પ્રધાન ઓમર અલઘાબ્રાએ કહ્યું હતું.

April 23, 2021
Virar-Vijay-Vallabh-Hospital-Fire.jpg
1min453
13 Covid Patients In ICU Killed In Maharashtra Hospital Fire

તા.૨૨ એપ્રિલ ૨૦૨૧ની મધરાત્રે મહારાષ્ટ્રના વિરારની વિજય બલ્લભ કોવિડ હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગને કારણે 13 દર્દીઓના મોત નીપજ્યાં હતા.

Fire at Vijay Vallabh Hospital in Mumbai's Virar leaves 13 Covid patients  dead - Cities News

ગુરુવારે મોડીરાતે કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં 13 દર્દીઓના મોતની ઘટના સમગ્ર ભારતમાં વાયુવેગે પ્રસરી હતી. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સથી લઈને ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની અને દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

મહારાષ્ટ્રમાં એક મહિનામાં હોસ્પિટલમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. આમાંથી બે મુંબઇની જ છે. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ્સ મોલમાં લાગેલી આગ ત્રીજા માળે સનરાઈઝ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. જેથી હોસ્પિટલમાં દાખલ 10 દર્દીઓના મોત થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાને કારણે કોરોનાના 24 દર્દીઓના મોત થયા હતા.

April 23, 2021
cashless-treatment.jpg
2min547

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

એક તરફ ભારતમાં કોરોનાના દર્દીઓ વિક્રમી સંખ્યામાં વધી રહ્યા છે, હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા અને બીજી તરફ ભારતની કેટલીક હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કેશલેશ મેડીક્લેમ પોલીશી ધારકોને તેનો લાભ આપવાનો ઇન્કાર કરી રહી છે, ખુદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને આ ટ્વીટ કરવું પડ્યું છે. નાણામંત્રીના ટ્વીટ બાદ હરકતમાં આવેલા ઇરડાના સંચાલકોએ હોસ્પિટલોને ચીમકી આપી છે કે કોરોનાના દર્દીઓને કેશલેશ મેડીક્લેમ વીમાની સુવિધા આપવી જ પડશે. જો કોઇ આ સુવિધા આપવાનો ઇન્કાર કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે.

નાણામંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે કોરોના કાળમાં સાવ હંગામી રીતે ઉભી કરવામાં આવી હોય તેવી કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોએ પણ કેશલેશ મેડીક્લેમની સુવિધા આપવી પડે.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી બોડી ઇરડાએ કેશલેશ વીમાની સુવિધા નહીં આપતી હોસ્પિટલોને ચીમકી આપી

હોસ્પિટલો કેશલેશ મેડીક્લેમ ન સ્વીકારે તો અહીં કમ્પ્લેન કરો

કેશલેશ મેડીક્લેમ નહીં આપતી હોસ્પિટલ સામે ફરીયાદ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.irdai.gov.in/ADMINCMS/cms/NormalData_Layout.aspx?page=PageNo225&mid=14.2

April 23, 2021
gujarat-police.jpg
1min620

ગુજરાત સરકારની તા.૨૨મી એપ્રિલ ૨૦૨૧ના રોજ મળેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યપ્રધાન શ્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવેથી રાજ્યમાં ફરતા વાહનચાલકો પાસેથી’ પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આર.ટી.ઓ.નો દંડ વસૂલી શકશે નહીં.

બેઠકમાં કેટલાક પ્રધાનોએ જ રજૂઆત કરી હતી કે, માસ્ક સિવાય ટુ વ્હીલરમાં 3થી 4 હજાર અને ફોર વ્હીલરમાં 8થી 10 હજારનો દંડ વસૂલવામાં આવે છે. વ્હિકલ ડિટેઇન કરાય તો છોડાવવામાં 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. વાહન ડિટેઇન થતા કોરોનામાં લોકોને હોસ્પિટલ જવા – અવવામાં ખૂબ તકલીફ થાય છે. પ્રધાનોની ફરિયાદથી મુખ્યપ્રધાને વાહન વ્યવહાર પ્રધાન ફળદુને અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપાસિંહને આ અંગે સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે, હાલ પૂરતો માત્ર માસ્કનો દંડ જ ઉઘરાવવામાં આવે. બીજો કોઈ દંડ વાહન ચાલક પાસેથી ઉઘરાવવો નહીં.

April 23, 2021
supreme.jpg
1min375

સ્ટરલાઇટ કોપર પ્લાન્ટમાં હજારો ટન ઑક્સિજનનું ઉત્પાદન થશે અને આ ઑક્સિજન દર્દીઓની સારવાર માટે મફતમાં આપવામાં આવશે એવી દલીલ કરીને વેદાન્તાએ તમિળનાડુના તુટીકોરિન ખાતેના સ્ટરલાઇટ કોપર એકમને ચાલુ કરવાની સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માગી હતી. સુપ્રીમ કોર્ટે વેદાન્તાની અરજીની સુનાવણી કરવાની મંજૂરી આપતા કોરોનાના રોગચાળાને ‘રાષ્ટ્રીય કટોકટી’ સમાન ગણાવ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચ તમિળનાડુ સરકારના વાંધા સામે નાખુશ હતી, જેણે વેદાન્તની અરજી પર સોમવારે સુનાવણી કરવાની માગણી કરી હતી.

‘અમે આ બધું જાણીએ છીએ. પ્લાન્ટ અને તેના ઑક્સિજન ઉત્પાદનક્ષમતા દ્વારા પર્યાવરણના નિયમોનું પાલન કરવામાં આવે એ અમે સુનિશ્ર્ચિત કરીશું. આપણે ઑક્સિજન પ્લાન્ટની વાત કરીએ છીએ. રોગચાળાને કારણે ‘રાષ્ટ્રીય કટોકટી’ જેવી સ્થિતિ છે અને સમસ્યાનું નિવારણ લાવવામાં તમે બાધા નહીં બનો. વેદાન્તાની અરજીની શુક્રવારે સુનાવણી કરવામાં આવશે,’ એમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું હતું.

‘દેશમાં અત્યારે ઑક્સિજનની ભારે જરૂર છે. કેન્દ્ર સરકાર દરેક સ્રોતથી ઑક્સિજનનો પુરવઠો મેળવી રહી છે. વેદાન્તાને તેમનો પ્લાન્ટ ચાલુ કરવો છે. વેદાન્તાને સ્વાસ્થ્ય હેતુ માટે ઑક્સિજનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવે,’ એમ જણાવતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉમેર્યું હતું કે પર્યાવરણનું રક્ષણ અને માનવજીવનના રક્ષણની વચ્ચે પસંદગી કરવાની હોય તો આપણે માનવજીવનના રક્ષણની જ પસંદગી કરી શકાય.

April 23, 2021
covid-19-vaccine.jpg
1min361

૧૮ વર્ષથી મોટાના રસીકરણ માટે ૨૮મીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કોવિન પ્લૅટફોર્મ અને આરોગ્યસેતુ ઍપ પર શરૂ કરવામાં આવશે.

સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે રસીકરણની પ્રક્રિયા અને દસ્તાવેજ સંબંધી બાકીની બધી જ પ્રક્રિયા અગાઉ પ્રમાણેની જ રહેશે.

કેન્દ્ર સરકારે ગત સપ્તાહ દરમિયાન રસીકરણના ત્રીજા તબક્કામાં પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે રસીના ડોઝ આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.

ખાનગી રસીકરણ કેન્દ્રમાં રૂ. ૨૫૦ આપીને કોવિડ-૧૯ની રસી માટેની રસી લેવાનો નિયમ પહેલી મેથી રદ કરાશે કારણ કે કેન્દ્ર સરકાર તરફથી એમને રસીના ડોઝ નહીં અપાય અને એમણે એ ઉત્પાદકો પાસેથી જાતે જ ખરીદવાના રહેશે.

અત્યારે ખાનગી રસીકરણ કેન્દ્રોને સરકાર તરફથી રસીના ડોઝ આપવામાં આવે છે અને એ માટે તેઓ લોકો પાસેથી રૂ. ૨૫૦નો ચાર્જ લે છે, પણ પહેલી મેથી તેઓ રસીના ડોઝ સીધા ઉત્પાદકો પાસેથી ખરીદશે.

કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે સરકારે રસીકરણની પ્રક્રિયામાં વધુ ઉદારતા લાવીને હવે બધાં જ રાજ્યો, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમોને ઉત્પાદકો પાસેથી જાતે જ રસીના ડોઝ મેળવવા માટે મંજૂરી આપી છે.

આ નિતિ પહેલી મેથી અમલમાં આવશે અને સમયાંતરે એની સમીક્ષા કરવામાં આવશે.

ભારત સરકારના રસીકરણ કેન્દ્રોમાં અગાઉની જેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ૪૫ વર્ષથી વધુ વયની બધી જ વ્યક્તિ માટે નિશુલ્ક રસીકરણ ચાલુ રાખવામાં આવશે. આ જૂથની બધી વ્યક્તિ માટે રસીનો બીજો ડોઝ લેવા માટે ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે સંબંધિતોને ખાસ પ્રકારના અને ચોક્કસ આયોજન માટે જણાવવામાં આવશે.

પહેલી મેથી શરૂ થતા રસીકરણના ત્રીજા તબક્કા માટે રસીના ઉત્પાદકો પોતાના માસિક ઉત્પાદનના પચાસ ટકા ડોઝ કેન્દ્ર સરકારને આપશે અને બાકીનો પચાસ ટકા સ્ટૉક રાજ્ય સરકારને તથા બજારમાં વેચી શકશે.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને અન્યોને વેચવાની રસીના ડોઝનો ભાવ ઉત્પાદકોએ ૧ મે ૨૦૨૧ અગાઉ જાહેર કરવો પડશે.

આ ભાવને આધારે રાજ્ય સરકાર, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમો વગેરે ઉત્પાદકો પાસેથી રસીના ડોઝ મગાવી શકશે.

ખાનગી હૉસ્પિટલોએ કેન્દ્ર સરકારની ચૅનલ મારફત આવતી રસી ઉપરાંતના ડોઝ જાહેર વેચાણ માટેના પચાસ ટકામાંથી ખરીદવાની રહેશે.

ખાનગી ધોરણે રસી આપનારાએ પોતાના રસી આપવાના ભાવ પારદર્શી રીતે જાહેર કરવાના રહેશે.

જોકે, વપરાશ માટે વિદેશથી મગાવવામાં આવેલી તૈયાર રસીના ડોઝનો વપરાશ ભારત સરકાર સિવાયની ચૅનલ માટે વાપરી શકાશે.

સરકારી તેમ જ બિન-સરકારી રસીકરણ કેન્દ્રોમાં કરવામાં આવતા રસીકરણની નોંધ સ્ટૉક અને પ્રતિ ડોઝના ભાવ સહિત કોવિન પ્લૅટફોર્મ પર થશે, ડિજિટલ રસીકરણનું સર્ટિફિકેટ વગેરે અન્ય બધી જ પ્રક્રિયા હાલ પ્રમાણે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ જ રહેશે.

April 23, 2021
singapore.jpg
1min440

કોરોનાના ડબલ મ્યુટન્ટ અને વધુ ચેપી ગણાતા વાઇરસના પ્રસારને રોકવા માટે સિંગાપોરની સરકારે ભારતથી આવતા તમામ પ્રવાસીઓ માટે ૧૪ દિવસના બદલે ૨૧ દિવસનો આઇસોલેશન સમય ફરજિયાત કર્યો છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જોકે, ભારતથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકવાની હાલમાં કોઇ યોજના નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

૧૪ દિવસના ક્વોરન્ટાઇનને કારણે ૯૮ ટકાથી વધારે કોરોના કેસોની જાણ થઇ જશે અને ૨૧ દિવસના ક્વોરન્ટાઇન સમયને કારણે કોરોનાના લગભગ બધા જ કેસોની જાણ થઇ જશે, એમ એક પબ્લિક હેલ્થ સ્કૂલના વાઇસ-ડીને જણાવ્યું હતું.

દુનિયાભરમાં ફેલાયેલા રોગચાળાને લઇને સિંગાપોરે સુરક્ષાના નવા નિયમો જાહેર કર્યા છે.

April 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min575

Jayesh Brahmbhatt 98253 44944

આગામી તા.૧લી મે ૨૦૨૧થી ભારતમાં ૧૮ વર્ષથી વધુ વયના કોઇપણ નાગરીક કોરોના વેક્સીન લઇ શકશે. આ ગાઇડલાઇનને ગુુુુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશોએ ફરજિયાત બનાવી દીધી છે. એક સરક્યુલરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે આ યુનિવર્સિટીના કોઇપણ અભ્યાસક્રમમાં ભણતા અને ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ કોરોના વેક્સીન લેવી ફરજિયાત છે. નવેમ્બર ૨૦૨૧માં લેવાનારી પરીક્ષા અગાઉ તમામ વિદ્યાર્થીઓએ વેક્સીન ફરજિયાત પણે લઇ લેવી પડશે.

આ સરક્યુલર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ જારી કર્યો છે