Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં બે નવી દવા ફેવીપિરાવીર કે જેને સામાન્ય રીતે ફેબી ફ્લૂ તરીકે ઓળખાય છે તે અને આઈવરમેક્ટિનને સામેલ કરી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.
રાજ્ય સરકારની કોરોના સામે લડવા માટે બનાવેયાલી તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સીનિયર સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, દેશભરમાં જે પરિસ્થિતિ છે, તે મુજબ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિષ્ણાંતોનું માર્ગદર્શન લઈને ગાઈડલાઈનમાં ફેરફારો અને સુધારાઓ કરવામાં આવ્યા છે.
ડો. રાઘવેન્દ્ર દિક્ષીતે કહ્યું કે, ‘આપણે એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સામે ઝઝુમી રહ્યાં છીએ. અનુભવના આધારે ક્લીનિકલ પ્રોટોકોલમાં સુધારો આવે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ વધારે છે. એ રાજ્યોની ગાઇડલાઇન અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ફેબી ફ્લૂ દવાને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક દવાને પણ ક્લીનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે.’
કેન્દ્ર સરકારે બુધવાર તા.૨૧મી એપ્રિલ ૨૦૨૧ના રોજ જારી કરેલા આંકડાઓ પ્રમાણે જે વ્યક્તિએ વેક્સીનનો એક ડોઝ લીધો હોય તેને કોરોના સંક્રમણ થવાની શક્યતાઓ બિલકુલ નહીવત્ત છે. કેન્દ્રના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વેક્સીનનો એક ડોઝ લેનાર દર ૧૦૦૦૦ (દસ હજાર) વ્યક્તિઓએ ફક્ત ૨ કે ૪ લોકોને કોરોના સંક્રમણ થયું છે. આ સંક્રમણ બિલકુલ નહીવત કહી શકાય. આનો મતલબ એ થાય કે વેક્સીન કોરોના સામે ઉચ્ચ દરજ્જાનુંં રક્ષણ આપે છે.
કોરોના વેક્સીનનો એક કે બન્ને ડોઝ લીધા પછી કોરોના થાય તો તેને બ્રેક થ્રુ ઇન્ફેકશન કહેવાય છે. આ બ્રેક થ્રુ ઇન્ફેકશનના આંકડાઓ જોયા પછી ભારતીય વૈજ્ઞાનિકો છાતી ઠોકીને કહી રહ્યા છે કે વેક્સીનેશન જ કોરોનાને અસરકારક રીતે કન્ટ્રોલ કરી શકશે.
રસી લીધા પછી જે લોકોને કોરોના સંક્રમણ થયું છે એવા બ્રેક થ્રુ ઇન્ફેકશનના કેસોમાં પણ મોટા ભાગે ફ્રન્ટલાઇન કોરોના વર્કરનો સમાવેશ થાય છે.
Getting infection after vaccination is known as breakthrough infection. 2-4 per 10,000 breakthrough infections have occurred, which is a very small number,” Dr Balram Bhargava, secretary, department of health research and director-general of ICMR, told reporters on Wednesday 21st April 2021
કોરોના વેક્સીન લેનારને ચેપની શક્યતા અત્યંત ઓછી
દેશમાં રસીકરણની રફ્તાર મંદ રહેવાનું કારણ રસીની અછત ઉપરાંત તેનાં પ્રત્યે જનતામાં ગેરસમજ અને શંકાકુશંકાઓ પણ છે. જો કે હવે આવા તમામ સંશય દૂર થઈ જાય તેવા આંકડા સરકાર તરફથી જારી કરવામાં આવ્યાં છે. જે મુજબ અત્યાર સુધીમાં રસી લેનાર લોકોમાંથી કુલ મળીને 0.02થી 0.04 ટકા જેટલા લોકો જ કોરોનાથી સંક્રમિત થયા છે. એટલે કે 10 હજાર લોકોમાંથી વધીને બેથી ચાર લોકોને જ રસી લીધા પછી કોરોનાનો ચેપ લાગે છે.
સરકારી આંકડા અનુસાર 20 એપ્રિલ 2021 સુધીમાં દેશમાં કોવિશીલ્ડ 11.6 કરોડ લોકોને આપવામાં આવી હતી. જેમાં પહેલો ડોઝ લેનાર 10.03 કરોડ લોકોમાંથી ફક્ત 1174પ લોકો જ કોરોનાગ્રસ્ત બન્યા હતાં. જે કુલ સંખ્યાનાં માત્ર 0.02 ટકા જ છે. કોવિશીલ્ડનો બીજો ડોઝ લેનાર 1.પ7 કરોડ લોકોમાંથી પ04 લોકોને રસી લીધા પછી સંક્રમણ લાગ્યું હતું. જે કુલ સંખ્યાનાં માત્ર 0.03 ટકા છે.
એ જ રીતે કોવેક્સિન અત્યાર સુધીમાં કુલ 1.10 કરોડ લોકોને આપવામાં આવી છે. પહેલો ડોઝ લેનારા 93,56,436 લોકોમાંથી 4,208 લોકો સંક્રમિત થયા હતા, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે અને બીજો ડોઝ લેનારા 17,37,178માંથી માત્ર 695 લોકોને કોરોના થયો હતો, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે.
The vaccine prevents you from getting the disease in the form of severe illness
The vaccine prevents you from getting the disease in the form of severe illness. It may not prevent you from getting the infection. It’s important to understand that even after the vaccine, we may have a positive report. That is why it is important to wear a mask even after getting the vaccine,” said Dr Randeep Guleria, director at All India Institute of Medical Sciences.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે સસ્તા બિટકોઇન આપવાની લાલચ આપી યુવાનને મારમારી ત્રણ શખસ દ્વારા રૂ.40 લાખની લૂંટ ચલાવી નાસી છૂટયાની ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાઈ છે.
રાજકોટના ચેતન નામના શખસે ફેસબુક ઉપર ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી બનાવી ગૂગલ પર વળતર આપવા અંગેની એક જાહેરાત ગુગલ મારફત મૂકી હતી જેમાં મહેસાણાના ચંદ્રોદય’ સોસાયટીમાં રહેતા વિશાલ જગદીશભાઈ રાવલે અમદાવાદ બોડક દેવમાં શ્યામ વિહાર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.જી-5 જજીસ બંગલો રોડ પર રહેતા વિકાસ વિજયેન્દ્ર જૈનને આ અંગે વાત કરી હતી.
રાજકોટના ચેતને વિકાસ જૈનના વોજીર એક્સ વોલેટમાં 14મી એપ્રિલે રૂ.25 હજારના બિટકોઇન ટ્રાન્સફર કર્યા જેનું પેમેન્ટ ચેતનનો માણસ દહેગામનો મનોજ દેસાઈ લઈ ગયો હતો. ત્યારબાદ તા.16મી એપ્રિલે ચેતને વિકાસ જૈનને ફોન કરી પોતાની પાસે 3 બિટકોઇન હોવાનું અને તેને રૂ.40 લાખમાં આપવા માટેની લાલચ આપી હતી અને બાદમાં વિકાસને સાયલા બોલાવ્યો હતો.
વિકાસ તેના મિત્ર વિશાલને લઈ સાયલા પહોંચ્યો હતો. સાયલા સર્કલ પાસે ચેતનના 3′ માણસ લીંબડીનો ઉદય સેલાભાઈ ચિહલા, જગદીશ વિરાભાઈ જોગરાણા અને ચુડાના મોરવાડનો ગોકળ રાજુભાઈ ગમારા નંબર વગરની કાર લઈને આવ્યા હતા પહેલા પૈસા દેખાડો પછી બિટકોઇન આપીએ તેમ કહ્યું હતું.
વિકાસે નાણાં આંગડિયા પેઢીમાં હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય શખસે નાણાં રોકડા આપવાની વાત કરતા અંતે આ સોદો ફેલ થયો હતો.
બાદમાં ફરી એક વખત તા.17 એપ્રિલના રોજ ચેતને ફોન કરીને વિશાલને બોલાવ્યો હતો. સસ્તા બિટકોઇનની લાલચમાં વિકાસ અને વિશાલ રૂ.40 લાખ રોકડા લઈ લીંબડી આવ્યા હતા ત્યારે ઉદય મિહલા, જગદીશ જોગરાણા, ગોકળ ગમારાએ વિકાસને કારમાં બેસાડી નજીકની સોસાયટીમાં લઈ ગયા પૈસા માગ્યા હતા ત્યાં વિકાસનાં મોં પર મુક્કો મારી રૂ.40 લાખની લૂંટ કરી 3 શખસ ફરાર થઈ ગયા આ બાબતે ફરિયાદ’ થતા પીએસઆઇ વી.એન. ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.
કોરોના સામેના જંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ઉપાય તરીકે જ લૉકડાઉન લાગુ કરવાનો અનુરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા બ્રેક ધ ચેઈન નિર્દેશ અનુસાર ગુરુવાર રાતના ૮ કલાકથી અમલમાં આવે તે રીતે કડક પ્રતિબંધો લાદયા છે.
કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ફક્ત ૧૫ ટકા હાજરી સાથે કામ કરી શકશે. કોવિડ-૧૯ મહામારી સામે ઈમર્જન્સી સેવાઓ પૂરી પાડનારી ઑફિસોને આ નિયમમાંથી મુક્તિ રહેશે. અગાઉના નિયમો પ્રમાણે જે સરકારી અને ખાનગી ઑફિસોને ચાલુ રાખી શકાશે, પણ તેમાં ૧૫ ટકા હાજરી અથવા પાંચ વ્યક્તિ જે પણ વધુ હોય તેટલી સંખ્યામાં કામ કરી શકાશે.
મેડિકલ ઈમર્જન્સી, જરૂરી સેવા, સ્મશાનક્રિયાઓ સિવાય અન્ય કારણથી પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નવા નિયમો ગુરુવારે સાંજે ૮ વાગ્યાથી ૧લી મે સવારના ૭ વાગ્યા સુધી અમલમાં રહેશે, તેવું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે આપેલા નિર્દેશો અનુસાર માત્ર અને માત્ર અતિ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા નાગરિકો રેલવેમાં પ્રવાસ કરી શકશે.
રાજ્ય સરકારે લગ્ન સમારંભો માટે પણ મહેમાનોની સંખ્યા ઘટાડી ૨૫ની જ પરવાનગી આપી છે અને ૨ કલાકની સમય મર્યાદા લાદવામાં આવી છે. જો મહેમાનોની સંખ્યા વધુ જણાશે તો આયોજકોને રૂ. ૫૦ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.
ખાનગી બસમાં જનારાઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પછી તેમને ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટાઈનમાં રહેવું પડશે. આ માટે બસ ઑપરેટરો પ્રવાસીઓના હાથ પર સિક્કો મારશે.
નાશિકની મહાપાલિકાની હૉસ્પિટલમાં સ્ટોરેજ પ્લાન્ટમાંથી થયેલા ઑક્સિજન ગળતરને કારણે ૨૪ દર્દીએ જીવ ગુમાવ્યા હતા. ટૅન્કરમાંથી હૉસ્પિટલ પરિસરમાં ગોઠવવામાં આવેલી ટૅન્કમાં ઑક્સિજન ભરતી વખતે થયેલા લીકેજને કારણે દર્દીઓને મળતા પ્રાણવાયુમાં અવરોધ ઊભો થતાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલા ડ્રીમ્સ મૉલમાં લાગેલી આગને કારણે મૉલમાંની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના ૧૧ દર્દીએ જીવ ગુમાવ્યાની ઘટનાને હજુ મહિનો વીત્યો નથી ત્યાં નાશિકમાં બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. નાશિકના દ્વારકા વિસ્તારમાં આવેલી ડૉ. ઝાકીર હુસેન હૉસ્પિટલમાં બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
કોવિડ-૧૯ના દર્દીઓ માટે સમર્પિત આ હૉસ્પિટલ પરિસરમાં તાજેતરમાં જ બે ઑક્સિજન ટૅન્ક ગોઠવવામાં આવી હતી, જેમાંથી એક ટૅન્કમાં ટૅન્કરમાંથી ઑક્સિજન ભરતી વખતે અચાનક લીકેજ થયું હતું. ગળતરને રોકવા માટે હૉસ્પિટલ દ્વારા પાલિકાના કમિશનર કૈલાસ જાધવનો ટેક્નિકલ મદદ માટે તાત્કાલિક સંપર્ક સાધવામાં આવ્યો હતો.
ઑક્સિજન સપ્લાયની ટૅન્કમાંથી ગળતર બાદ ઑક્સિજન પુરવઠો અવરોધાતાં ૨૪ દર્દીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં ૧૧ મહિલાનો સમાવેશ થાય છે. આ દર્દીઓ મોટા ભાગે વેન્ટિલેટર અને ઑક્સિજન સપ્લાય પર હતા, એમ જણાવી જિલ્લાધિકારી સૂરજ માંઢરેએ ઉમેર્યું હતું કે હૉસ્પિટલ પરિસરમાં ગોઠવવામાં આવેલી ઑક્સિજન ટૅન્ક્સની દેખરેખની જવાબદારી એક ખાનગી કંપનીની હતી.
નાશિક મહાનગરપાલિકાના કમિશનર કૈલાસ જાધવે જણાવ્યું હતું કે હાલમાં કોઈ દર્દી ગંભીર હાલતમાં નથી. ઘટના બની ત્યારે હૉસ્પિટલમાં દાખલ ૧૫૦ દર્દીમાંથી ૨૩ જણ વેન્ટિલેટર સપોર્ટ પર હતા, જ્યારે બાકીના ઑક્સિજન પર હતા. એ સિવાય સ્ટોરેજ ટૅન્કમાં ઑક્સિજન લેવલ અંદાજે ૨૫ ટકા જેટલું હતું.
પાલિકાના એક અધિકારીના જણાવ્યા મુજબ ખરેખર તો બુધવારે સવારે ૧૦ વાગ્યે જ ઑક્સિજન સ્ટોરેજ ટૅન્કનું સોકેટ તૂટી ગયું હતું, જેને કારણે લીકેજ શરૂ થઈ ગયું હતું. આ બાબતની જાણ થતાં હૉસ્પિટલના સ્ટાફે દર્દીઓને જમ્બો સિલિન્ડરમાંથી ઑક્સિજનનો સપ્લાય આપવામાં આવ્યો હતો અને કેટલાક દર્દીઓને અન્યત્ર ખસેડવાનું શરૂ કર્યું હતું.
ગળતર રોકવામાં આવ્યા બાદ ટૅન્કનું સમારકામ કરી ઑક્સિજન સપ્લાય પૂર્વવત્ કરવામાં આવ્યો હતો, જેને કારણે સ્થિતિ સામાન્ય બની હતી.
દરમિયાન ઑક્સિજન લીકેજની વાત વાયુવેગે ફેલાતાં બચાવકાર્ય માટે સ્થાનિક લોકો હૉસ્પિટલમાં દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ત્યાં એકઠા થયેલા લોકોને દૂર ખસેડ્યા હતા. ઑક્સિજન લીકેજનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હૉસ્પિટલે પહોંચેલા દર્દીઓના પરિવારજનોએ આ દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.
ICMR Indina Council of Medical Research ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તા.૨૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ ટ્વીટ કરીને એવું જાહેર કર્યું છે કે ભારતમાંં ઉપલબ્ધ કોરોના રસી પૈકી કોવાક્સીન નામની રસી તમામ પ્રકારના કોરોના વાઇરસ અને તેના મલ્ટીપલ વેરીએન્ટસ અને મ્યુટન્ટ સ્ટ્રેઇન સામે રક્ષણ આપે છે.
What is ICMR?
The Indian Council of Medical Research, the apex body in India for the formulation, coordination and promotion of biomedical research, is one of the oldest and largest medical research bodies in the world.
भारतीय आयुर्विज्ञान अनुसंधान परिषद (आई.सी.एम.आर), नई दिल्ली, भारत में जैव-चिकित्सा अनुसंधान हेतु निर्माण, समन्वय और प्रोत्साहन के लिए शीर्ष संस्था है। यह विश्व के सबसे पुराने आयुर्विज्ञान संस्थानों में से एक हैं। इस परिषद को भारत सरकार के स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा वित्तीय सहायता प्राप्त होती है
ICMR Indina Council of Medical Research ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે નીચે મુજબ ટ્વીટ કર્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.૨૦મી એપ્રિલ ૨૦૨૧ના રોજ રાત્રે ફેસબુકના માધ્યમથી લાઈવ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મહત્વની જાહેરાત કરતા રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને ૧૫મી જુન સુધી કૉવિડના દર્દીઓની કોરોનાની સારવાર કરવાની મંજૂરી આપવામાં આવે છે. અત્યાર સુધી દવાખાનાઓ કે હોસ્પિટલોએ કોવીડ ૧૯ની સારવાર માટે મંજૂરી લેવી પડતી હતી. હવે મંજૂરી નહીં લેવી પડે ફક્ત દવાખાનાઓએ પાલિકા કે કલેક્ટરને જાણ કરવાની રહેશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતા રાજ્યની તમામ હોસ્પિટલો, દવાખાના, નર્સિંગ હોમ્સને આગામી 15 જૂન સુધી કોરોનાની સારવાર કરવાની છૂટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોનાની સારવાર માટે કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં, માત્ર જે-તે હોસ્પિટલ-દવાખાનાએ કોરોનાની સારવાર શરૂ કર્યાની કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે.
સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડિકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેકનિશિયન અને વર્ગ-૪ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધુ પ્રોત્સાહક વેતન આપવાની નિર્ણય પણ લેવાયો છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ‘છેલ્લા એક વર્ષથી તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ ખુબ કામ કરી રહ્યા છે ત્યારે તેમને પ્રોત્સાહન આપવા વિવિધ સંવર્ગના કર્મચારીઓ દર્દીની સેવામાં રોકાયેલા છે તેઓની સાથે નવા લોકો જોડાય તે માટે અપીલ કરૂ છું.’ તેમને પ્રોત્સાહન આપવા માટે તજજ્ઞ ડોક્ટરોને માસિક રૂપિયા 2.50 લાખ રાજ્ય સરકાર આપશે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી.
આ ઉપરાંત મેડિકલ ઓફિસરને માસિક 1.25 લાખ, ડેન્ટલ ડોક્ટરને માસિક 40 હજાર, આયુષ તથા હોમિયોપેથીના ડોક્ટરને 35 હજાર, લેબ ટેક્નિશિયન, ઈસીજી, ટેક્નિશિયનને માસિક 18 હજાર, વર્ગ 4ના કર્મચારીઓને માસિક 15 હજાર માનદ વેતન આગામી ત્રણ મહિના માટે આપવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. તેમણે આઉટ સોર્સિંગથી કામ કરતી નર્સોને આગામી 3 મહિના 13 હજારને બદલે 20 હજાર પગાર આપવાની જાહેરાત કરી છે. તેમજ નવી જોડાનારી નર્સોને પણ આગામી ત્રણ મહિના સુધી 20 હજાર લેખે પગાર આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. 30મી જુલાઈ સુધી આ વધારાનું માનદ વેતન ચૂકવાશે. તેમણે ઉમેર્યું કે, હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-૪ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જુન અને જુલાઇ એમ ૩ માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.
રૂપાણીએ કચ્છ, જામનગર, અમદાવાદ અને વડોદરા સહિતમાં જ્યાં મિલિટ્રી હોસ્પિટલો છે ત્યાં કોવિડની સારવાર શરૂ કરવા અપીલ કરી છે. આ સંદર્ભે બુધવારે મુખ્યમંત્રી આર્મીના અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે.
આજ 21/4/21 થી બેંકોમાં કામના કલાકોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. રાજ્યના નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, ગ્રાહકોની સેવા માટેનો સમય સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.
મહાગુજરાત બેંક એમ્લોયી અસોસિએશન (MGBEA) દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવ્યાના એક દિવસ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો અમલ 30/4/21 સુધી ચાલુ રહેશે.
ગુજરાતમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જાહેર અને ખાનગી ક્ષેત્રની મોટી બેંકોના હેડ, અમદાવાદ RBIના રિજનલ ડિરેક્ટર અને ગુજરાત SLBCના કન્વીનરે આ અંગે બેઠક યોજી હતી અને બેંકિંગ પ્રવૃતિઓ અંગે ચર્ચા કરી હતી.
આ સમયગાળા દરમિયાન, બેંકની શાખાઓ અને તેની ઓફિસો ગ્રાહકોને માત્ર જરૂરી સેવાઓ આપશે, જેમાં કેશ ડિપોઝિટ, કેશ વિડ્રોઅલ, RTGS, રિમિટન્સ અને ક્લીયરન્સનો સમાવેશ થાય છે. બેંકિંગ સેવાઓનો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરિકોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.
‘કોરોના વાયરસના ફેલાવાનો ઓછો કરવા માટે શાખાઓમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જેટલી ઘટાડવામાં આવશે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે’, તેમ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું.
વિભાગે બેંકોને ATMમાં પૂરતી રોકડની ખાતરી કરવા અને ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ મોડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું પણ જણાવ્યું છે.
‘કેન્દ્ર, રાજજ્ય સરકાર અને અન્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવેલી કોવિડ-19ની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે’, તેમ પરિપત્રમાં વધુમાં લખ્યું હતું.
કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં દેશનાં વધુ એક રાજ્ય દ્વારા આજે પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઝારખંડમાં વધી રહેલા કેસને ધ્યાને લેતા આજે મુખ્યમંત્રી હેમંત સોરેને એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વિશે ફેંસલો કર્યો હતો. ઝારખંડમાં 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી એક સપ્તાનું લોકડાઉન રહેશે. આ દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ છૂટછાટ મળશે. મુખ્યમંત્રી હેમંત સોરેને 22 એપ્રિલે સવારે 6 વાગ્યાથી 29 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધીનાં લોકડાઉનને સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ નામ આપ્યું છે.
મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં 1 અઠવાડિયાની લોકડાઉનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવી અત્યંત જરુરી છે. આ સાથે જ તેમણે રાજ્યની જનતાને નિયમોનું કડકાઈથી પાલન કરવાનો અનુરોધ પણ કર્યો હતો.ઝારખંડ સરકારે લોકડાઉનમાં કેટલાક છૂટછાટો પણ આપી છે. જરુરી વસ્તુઓને બાદ કરતા બાકીના તમામ દુકાનો બંધ રહેશે. કારણ વગર લોકો ઘરની બહાર નહીં જઈ શકે. ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ શ્રદ્ધાળુઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે. ભારત સરકાર અને રાજ્ય સરકારના મહત્ત્વના કાર્યાલયોને બાદ કરતા બાકીના તમામ કાર્યાલયો બંધ રહેશે.’
ભાવનગરના અનુભવી તબીબ’ ડો.દિપકભાઇ ગોલવાલકર કોરોનાના દર્દીને સસ્તી, સરળ અને અસરકારક દવા (ખયાવું હયક્ષય બહીય) મિથીલીન બ્લૂના પ્રયોગથી સાજા કરી રહ્યાં છે. આ સારવાર અને તેની’ ઉપયોગીતા વિશે તેની પૂર્વ ભૂમિકા અંગે જાણીએ.
ડો. દિપક ગોલવાલકર કહે છે’
મિથીલીન બ્લ્યૂ દવા નવી નથી. બીજા વિશ્વ યુધ્ધ પહેલાં પણ વપરાતી પરંતુ તેનો ઉપયોગ અને પ્રયોગ નવો છે. ટીબીની ભાવનગર જિલ્લામાં આવેલ કે.જે. મહેતા હોસ્પિટલમાં મેં 12 વર્ષ આ દવાનો પ્રયોગ કરી ટીબીના દર્દીમાં સારા રીઝલ્ટ મળેલા. ત્યાર બાદ માર્ચ 2020માં કોરોનાની શરૂઆત થયેલી તે વખતે આ દવાને ઉપયોગમાં લેતા ઘણા સારા રીઝલ્ટ મળ્યા. દવા લેવામાં અર્ધી ચમચી જીભ નીચે રાખવાની જેથી તે કોરોનાના ઇન્ફેકશનને દૂર કરશે. શ્વાસ વાટે દવા લેવાથી શ્વાસ નળી શ્વસત તંત્ર, ફેફસામાં જઇને પોતાનું કામ કરશે. સામાન્ય રીતે બીજી દવા લેતા શરીરમાંથી’ કફ છુટો પાડી બહાર કાઢે છે.’ જ્યારે આ દવા સુકી કણીના રૂપમાં ફેરવે છે.
આજે લોકોનું મનોબળ વધારી વ્યાપેલા ડરને મીટાવવાનું કામ જરૂરી છે. સાવચેતી અને નિયમ પાલનની જરૂર છે. આ દવા અને આ પ્રયોગથી વધુને વધુ’ દર્દીઓ લાભાન્વિત કરાય તથા બીજા દર્દીઓ નવા અને તે દિશામાં’ કાર્ય થાય તે બહુ ‘જરૂરી છે.
ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલા ડો. દિપકભાઇ ગોલવાલકરના ક્લિનિકમાં રોજના દોઢસોથી બસ્સો દર્દીઓ આવે છે. જેમાં મોટા ભાગના તો કોરોનાના પીડીત હોય છે. આશ્ચર્યની વાત એ છે કે સેવા ભાવના અને સદ્કર્મના ઉદ્દેશયથી આ ડોકટર હજુ રોજ અપીલ કરે છે કે આ દવા અને તેની સારવાર પધ્ધતિનો લાભ વધુમાં વધુ લોકો તેવુ એ ઇચ્છે છે. સરકાર અને તંત્ર સાથે મળીને એવુ ગોઠવે કે તેનો લાભ તુરંત અને મોટા પાયે મળે.
કેટલીક જાણીતી હસ્તીઓ, નેતાઓએ આના પ્રયોગ કર્યા છે, ફાયદા મેળવ્યા છે. પણ આ મુદ્દે હજુ વૈજ્ઞાનિક રીતે કોઇ કંઇ કહેતું નથી. આ પ્રયોગની ચકાસણી જરૂર થવી જોઇએ.
આથી સાદી, સસ્તી દવા જો અસરકારક હોય તો સરકાર એને ગંભીરતાથી લે અને લોકોને માર્ગદર્શન આપે. આવા પ્રયોગ’ ડોકટરના નિર્દેશન નીચે થવા જોઇએ.
દિહોરના યુવાન અને અભ્યાસી વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા પણ આજે પ્રશંસનીય આરોગ્ય સેવા કરી રહ્યા છે. આયુર્વેદિક વનસ્પતિ ગળો સહિતની દવાનો ઉકાળો, નાસ લેવાનું સુચવે છે. આ દવાના પડીકા ભાવનગર શહેર, દિહોર, સિહોર વગેરે ઘરે ઘરે જઇ મફત આપેલ છે. આ માટે બીલકુલ ન ગભરાવા અને આ દવાથી સાજા થઇ થવાની હિંમત આપી રહ્યા છે. ‘આવા જ ભાવનગર એાપ્થેલમોલોજીસ્ટ આંખના ડો. જગદીપભાઇ કાકડીઆએ ગયા વર્ષના માર્ચ મહિનામાં કોરોનાની સાદી સરળ સારવારના પ્રયોગ કરી બતાવેલ. પરંતુ લોકોને તેનો લાભ ન મળ્યો. પરંતુ આ જ ડોકટરના પ્રયોગને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેટલાક તબીબોએ રસ દાખવી પ્રયોગ કરેલ.
કોરોનાની મીથેલીન બ્લુથી સારા રીઝલ્ટ બાદ રશીયાના તબીબે જાણકારી મેળવી 45 જેટલા દર્દી પર પ્રયોગ અને પરીક્ષણ કરી સારા પરિણામ મળેલા. વિશેષ માહિતી, માર્ગદર્શન અને પૂછપરછ માટે ડો. દિપક ગોલવાલકર ફોન નં. (0278) 2424448, મો.63528 17323.
મિથીલીન બ્લ્યૂને WHOની માન્યતા નથી
કોરોનાની સારવારમાં મિથિલીન બ્લ્યૂ કારગત રહેતી હોવાના દાવા સાથે એક દાવો એવો પણ કરવામાં આવે છે કે આ દવાને કોવિડ-19ના ઉપચાર માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)ની પણ મંજૂરી મળી છે. જો કે હુ દ્વારા આવી કોઈ જ સત્તાવાર ઘોષણા હજી સુધી થયેલી નથી. જો કે હુ દ્વારા દુનિયા માટે આવશ્યક દવાઓની એક યાદી આપવામાં આવે છે તેમાં મિથિલીન બ્લ્યૂ સમાવિષ્ટ છે પરંતુ તેનો અર્થ એવો નથી કે હુ દ્વારા કોરોના માટે તે સૂચવાયેલી દવા છે. હા, અમેરિકા સહિતના કેટલાક દેશોમાં આ દવાનો કોરોનાના ઈલાજમાં ઉપયોગ કરવાં માટે પરીક્ષણો ચાલી રહ્યાં છે. તેનાં પરિણામો વિશે હજી સુધી કોઈ ચોક્કસ જાણકારીઓ મળી નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.