CIA ALERT

Blog - Page 227 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 9, 2021
sunil_chhetri.jpg
1min400
India captain Sunil Chhetri goes past Lionel Messi's tally of international  goals | Football News - Times of India

ભારતની ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય મૅચમાં ૭૪ ગૉલ કરીને આર્જેન્ટીનાના ખેલાડી લિયોનેલ મેસીથી આગળ નીકળી ગયો હતો અને પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો (૧૦૩ ગૉલ) પછી સૌથી વધુ ગૉલમાં બીજા ક્રમે પહોંચી ગયો હતો. ૩૬ વર્ષીય સુનીલ છેત્રીએ દોહામાં બંગલાદેશ સામે બે ગૉલ કરીને પોતાની ટીમને વિજયી બનાવી હતી.

‘ફીફા’ વર્લ્ડ કપ, ૨૦૨૨ અને એએફસી ઍશિયન કપ, ૨૦૨૩ની પ્રીલિમીનરી ક્વૉલિફાઇંગ રાઉન્ડ મૅચમાં સુનીલ છેત્રીએ આ સિદ્ધિ મેળવી હતી. ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ્લ પટેલે સુનીલ છેત્રી અને તેની ટીમની પ્રશંસા કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.

June 8, 2021
KN_chavda.jpg
1min531

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ ધો.12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓને રાહત થાય એવી એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું છે કે ધો.12 પછી વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોઇપણ અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી તા.21મી જૂન પછી શરૂ થશે. હાલ કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ શરૂ કરેલી પ્રવેશ કાર્યવાહીને કારણે ધો.12ના વાલીઓ વિદ્યાર્થીઓમાં પ્રર્વતેલી ગેરસમજ અંગે સ્પષ્ટતા કરતા વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચાવડાએ કહ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખોટી અફવાથી ગેરમાર્ગે દોરાય નહીં. વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહી માટે હાલ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. હજુ ધો.12ના પરીણામ અંગે કોઇ ક્લેરિટી નથી. આથી તા.21 જૂન 2021 પછી પ્રવેશ કાર્યવાહી અંગે જાહેરાત કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવા અંગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શુલભ હોય તેવા તમામ માધ્યમથી માહિતગાર કરવામાં આવશે. કોઇ વિદ્યાર્થી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન વગર રહી નહીં જાય.

હાલમાં કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવી નથી.

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું.

June 8, 2021
shani_jayanti.jpg
1min632

2021ના વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, ધાર્મિક રીતે પાળવાનું નથી: કોરોનામાં રાહત મળશે

સૂર્યપુત્ર શનીની જન્મજયંતિ આપણે દર વરસે વૈશાખની અમાસના દિવસે ઉજવાય છે. આ વરસે શનિ જયંતિ વૈશાખ વદ અમાસ ગુરુવાર 10મી જૂને છે. દાયકાઓ બાદ આ વરસે આ દિવસે સૂર્યગ્રહણ હોવાથી સૂર્યગ્રહણ અને શનીજયંતિનો સંયોગ ઉભો થાય છે. શની સૂર્ય પુત્ર હોવાથી પુત્રના જન્મના દિવસે જ પિતા પર ગ્રહણની કાળી છાયા આવવાથી આવનારા દિવસોમાં કુદરતી આફતો, વાવાઝોડું, પૂર પ્રકોપ, ભૂકંપ, આગ લાગવી જેવા બનાવો બનશે. રાજકારણમાં ભારે ઉથલ પાથલ, અર્થતંત્રમાં તેજી લાવનારું તેમજ કોરોના જેવી મહામારીમાં રાહત આપશે.

મૃગશીર્ષ નક્ષત્ર અને વૃષભ રાશિમાં થનારું આ ગ્રહણ ભારતમાં દેખવાનું નહીં હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું નથી તેમજ સૂતક લાગશે નહીં. ગ્રહણ એ ખગોળીય ઘટના છે.

સૂર્યગ્રહણમાં જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના રોજ અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. સૂર્યગ્રહણ ત્રણ પ્રકારના જોવા મળે છે. જેમાં પૂર્ણ સૂર્યગ્રહણ કે ખગ્રાસ સૂર્યગ્રહણ, બીજું ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને ત્રીજા પ્રકારમાં કંકણાકૃતિ સુર્યગ્રહણ ચંદ્રએ પૃથ્વી અને સૂર્ય દૂર હોવાથી તેનો પડછાયો પૃથ્વી પર પડતો નહીં હોવાથી પણ ચંદ્ર સૂર્યની અને પૃથ્વીની લાઇનમાં આવી જતા સૂર્યનો વચ્ચેનો ભાગ ઢંકાઈ જતો હોવાથી સૂર્ય કંગન અથવા કંકણાકૃતિ જેવો દેખાય છે.

ચંદ્ર કે સૂર્યગ્રહણ જાતકની જન્મરાશિથી 1લે, 4થે, આઠમે અને બારમી રાશિમાં થાય ત્યારે તે અશુભ થાય છે. આ સુર્યગ્રહણ વૃષભ, મિથુન, તુલા અને કુંભ રાશિ માટે અશુભ ફળ આપનારું રહેશે જ્યારે કર્ક, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે શુભ ફળ આપશે.

વર્ષો પછી શની પોતાની સ્વરાશિ મકર રાશિમાં ભ્રમણ કરે છે અને ઉચ્ચનો ચંદ્ર, નીચનો મંગળનો યોગ થયો છે.

શની એ કર્મ અને ન્યાયના દેવતા હોવાથી શનીની પનોતીના જાતકો ધન, મકર, કુંભ, મિથુન, તુલા, વૃષભ રાશિના જાતકોએ શનીદેવને તેલ, કાળા અડદ, શમીના પુષ્પોથી પૂજન કરી ઓમ શં શનૈશ્વરાયના મંત્રનો જાપ કરવો. શિવપૂજા અને હનુમાનજીની પૂજા કરવાથી શનીની પીડામાંથી મુક્તિ મળે છે.

Affects of Surya Grahan on Shani Jayanti 10 june 2021: Impacts on all  zodiac signs is good or bad

દાન, જપ, તપ અને સ્નાન કરવાથી અશુભ ફળમાંથી મુક્તિ મળે છે. ગ્રહણની પીડામાંથી બચવા માટે ઘઉં, ત્રાંબુ, ચોખાનું સુપાત્રને દાન કરવું. રાશિવાર ફળ જોઈએ તો,

  • મેષ રાશિના જાતકોને બીજા સ્થાનમાં થનારું ગ્રહણ અપયશ અને નુકસાન આપે.
  • વૃષભ રાશિના જાતકોને પ્રથમ સ્થાનમાં થનારું ગ્રહણ આરોગ્ય, આર્થિક ક્ષેત્રે નોકરી ધંધા માટે અશુભ રહેશે.
  • મિથુન રાશિના જાતકોને બારમાં સ્થાનમાં થનારું ગ્રહણ સંબંધો બગાડે, ખર્ચા વધે નોકરી, ધંધા આરોગ્ય સંભાળવું.
  • કર્ક રાશિના જાતકોને અગિયારમા ભાવમાં થનારું ગ્રહણ આકસ્મિક લાભ આપે, વાણી પર નિયંત્રણ રાખવું.
  • સિંહ રાશિના જાતકોને કર્મભાવમાં થનારું ગ્રહણ નોકરી ધંધામાં આકસ્મિક લાભ આપે.
  • કન્યા રાશિના જાતકોને ભાગ્ય સ્થાનમાં થનારું ગ્રહણ ભાગ્યમાં વૃદ્ધિ, ધાર્મિક યાત્રા થાય.
  • તુલા રાશિના જાતકો માટે આઠમાં મૃત્યુ સ્થાનમાં થનારું ગ્રહણ આરોગ્ય સંભાળવું. પતિ કે પત્નીની તબિયત બગડે.
  • વૃશ્ચિક રાશિના જાતકોને સાતમાં ભાવમાં થનારું ગ્રહણ આરોગ્ય સંભાળવું, સંબધો બગડે નહીં તેમજ નકારાત્મક વિચારોથી સંભાળવું.
  • ધન રાશિના જાતકોને 6ઠા સ્થાનમાં થનારું ગ્રહણ જ્ઞાન, શિક્ષણમાં સફળતા – ઉન્નતિ આપે.
  • મકર રાશિના જાતકોને પમાં સંતાન ભાવમાં થનારું ગ્રહણ પુત્ર – સંતાનની ચિંતા કરાવે. શરીર સંભાળવું. ઉતાવળા નિર્ણયો ન લેવા.
  • કુંભ રાશિના જાતકોને 4થા સ્થાનમાં થનારું ગ્રહણ હરીફોથી સાવધ રહેવું. માતાનું સ્વાસ્થ્ય બગડે. અહંકાર ગુસ્સો ન કરવો.
  • મીન રાશિના જાતકોને ત્રીજા પરાક્રમ ભાવમાં થનારું ગ્રહણ સાહસ પરાક્રમ વધે. ભાઈ ભાડુંના સંબંધો સુધરે.
June 8, 2021
Gujarat-map.jpg
1min655

ગુજરાતમાં કોરોનાવાઈરસને લોકડાઉન અને મીની લૉકડાઉન સહિતના નિયમોને લીધે સતત સતત બીજા વર્ષે પણ હૉટેલો, રેસ્ટોરન્ટ, વોટરપાર્ક અને રિસોર્ટના માલિકોને ભારે નુકસાન કોરોનાને કારણે મનોરંજન પૂરું પાડતા એમ્યુઝમેન્ટ ઉદ્યોગો વેન્ટિલેટર પર પહોંચી ગયા હોવાથી આખરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ માફી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં હૉટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને રાહત આપતી જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તા. ૧લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે હોટેલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ નિર્ણયને લીધે આર્થિક રાહત મળશે.

હાલ ગુજરાતમાં કોરોનાને કારણે વોટર પાર્ક બંધ છે. જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં રાતના ૯ વાગ્યા સુધી ટેક અવે ફેસિલિટી અને રાતના ૧૦ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે.

આમ હાલ હોમ ડિલિવરી અને ટેક અવે પર જ હોટેલ ઈન્ડસ્ટ્રી નભી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અંદાજે ૫૦,૦૦૦ હોટેલ-રેસ્ટોરન્ટ કાર્યરત છે. જે સીધી અને આડકતરી રીતે ૧૦થી ૧૨ લાખ લોકોને રોજગારી આપી રહ્યો હોવાનો અંદાજ છે. હવે હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોકો મોટાભાગે સાંજે જમવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આઠ વાગે હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીને બહુ મોટુ નુકસાન થઈ રહ્યું છે.

June 7, 2021
CIA_Live_Logo_New2.jpg
2min1080

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ પછી વિદ્યાર્થીઓ માટે સારી કોલેજ કે સારા કોર્સમાં પ્રવેશ લેવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર બની રહેતું હોય છે. એટલી બધી એન્ટ્રન્સ એકઝામ, ઇન્ટરવ્યુ, એપ્ટીટ્યુડ ટેસ્ટમાંથી પાર કર્યા પછી સારું કેમ્પસ મળે છે. વિદ્યાર્થીઓ લિટરલી થાકી જતા હોય છે. પરંતુ, હવે હાયર એજ્યુકેશનમાં નવો યુગ શરૂ થયો છે.

ધો.10 પછી સળંગ 6 વર્ષના બી.ટેક. અભ્યાસક્રમમાં 3 વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ અને 6 વર્ષે બેચલર ઓફ ટેક્નોલોજીનું સર્ટિફિકેટ મળશે.

2021થી ધો.10 પછી સીધા જ બી.ટેક. ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. મુંબઇની પ્રખ્યાત નરસી મોનજી ઇન્સ્ટીટ્યુટ NMIMS યુનિવર્સિટી તેમજ પૂની પ્રસિદ્ધ એમ.આઇ.ટી. વર્લ્ડ પીસ યુનિવર્સિટી દ્વારા દ્વારા ધો.10 પાસ વિદ્યાર્થીઓ માટે બેચલર ઓફ ટેક્નોલોજીના ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ મુંબઇ કેમ્પસ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્સમાં ધો.10 પછી સળંગ 6 વર્ષ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

મુંબઇ સ્થિત NMIMS યુનિવર્સિટી ખાતે ચાલતા ધો.10 પછી 6 વર્ષ બી.ટેક. કોર્સની વિગતો

B.Tech Integrated (6 year program after 10th std)
Specializations: Mechanical, Computer, Electronics & Telecommunication
Artificial Intelligence, Cyber Security, Automation & Artificial Intelligence, Design, Internet of Things(IoT), Network Security

પૂને સ્થિત MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી ખાતે ચાલતા ધો.10 પછી 6 વર્ષ બી.ટેક. કોર્સની વિગતો

Integrated B.Tech in Civil EngineeringIntegrated

B.Tech in Computer Engineering

Integrated B.Tech in Electronics & Telecommunication Engineering

Integrated B.Tech in Mechanical Engineering

સૌથી મોટો ફાયદો પ્રવેશ પરીક્ષાના માનસિક, શારીરીક, આર્થિક બોજથી છુટકારો

વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ફાયદો એ છે કે ધો.12 સાયન્સ પછી સારી કોલેજ કે સારા કોર્સમાં પ્રવેશ માટે ધો.11-12 બે વર્ષ સુધી જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરવી પડે છે. પર્સનલ ઇન્ટરવ્યુ, ગ્રુપ ડિસ્કશન, એપ્ટીટ્યુડ ટેસ્ટ, કોલેજ વિઝીટ વગેરેથી વિદ્યાર્થીઓ કંટાળી જતા હોય છે. બીજી તરફ ધો.11-12માં સ્કુલ ફી ઉપરાંત કોચિંગ ક્લાસીસની ફી વિદ્યાર્થીઓના વાલીઓ પર વધુ ભારણ નાખે છે. આ તમામ ઉપદ્રવોમાંથી ધો.10 પછીના 6 વર્ષના બી.ટેક. પ્રોગ્રામ્સ છુટકારો અપાવે છે. હાલમાં ભારતની બે ડીમ્ડ પ્રાઇવેટ ટોપ રેન્ક્ડ યુનિવર્સિટીઓ મુંબઇની NMIMS યુનિવર્સિટી તેમજ પૂનાની પૂને સ્થિત MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી ખાતે ધો.10 પછી 6 વર્ષની ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ્સ શરૂ થયા છે. હવે પછી ગુજરાતની યુનિવર્સિટીઓ પણ આ અભ્યાસક્રમો શરૂ કરશે એમાં બે મત નથી.

June 6, 2021
saurashtra_university.jpg
1min489

તારીખ 1પમી જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શરૂ થનારી તમામ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 15મી જૂનથી પોસ્ટ ગ્રેજ્યુએશનની અને ર1મી જૂનથી અન્ડર ગ્રેજ્યુએશનની ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ર1મી જૂનથી શરૂ થનારી પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી. આ માટે કેન્દ્રોથી માંડી મોટાભાગની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઈ હતી. દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકારે સીબીએસઈ ધો. 12ની અને તેના પગલે રાજ્ય સરકારે પણ ધો. 12ની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણય બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 15મી જૂનથી શરૂ થનારી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના 30 જેટલા અભ્યાસક્રમોની પરીક્ષા 1પમી જૂનથી શરૂ થનારી હતી. જેમાં વિવિધ કોર્સમાં રપથી 30 જેટલા વિદ્યાર્થીઓ જ છે. આ વિદ્યાર્થીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ કરતા ઉંમર અને પરિપક્વતામાં મોટા છે. માટે કોરોના સામેની સાવચેતીના પગલાં જાતે લઈ શકે છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓએ રસી લઈ લીધી હોવાનું પણ સંભવ છે. પરીક્ષા આપ્યા પછી પરિણામને આધારે તેમને નોકરીમાં સર્ટિફિકેટ ઉપયોગી થઈ શકે એમ છે. આમ છતાં વહીવટી નબળાઈને કારણે પરીક્ષા મોકૂફ રખાતા વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે.

June 6, 2021
indiavaccine.jpeg
1min459

દેશની અત્યાર સુધીની સૌથી સસ્તી કોરોનારસી’ લોન્ચ થનારી છે. ભારતની કંપની બાયોલોજિકલ-ઈએ ‘કોરબેવેક્સ’ નામની આ રસીને તૈયાર કરી છે. હાલમાં જોકે આ રસીના ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે આ રસીના બંને ડોઝની કિંમત 500 રૂા.ની આસપાસ રહેશે. ટ્રાયલના અંતિમ પરિણામ આવી જાય એ પછી ઈમરજન્સી એપ્રૂવલ માટે અરજી કરવામાં આવશે. હૈદરાબાદના આ કંપનીની સાથે કેન્દ્ર સરકારે 30 કરોડ રસીના ડોઝનો સોદો કર્યો છે.

રસીની કિંમતને લઈને હાલમાં કોઈ નિર્ણય લેવાયો નથી જોકે એક અંગ્રેજી અખબાર અનુસાર બંને ડોઝની કિંમત 400 રૂપિયાથી પણ ઓછી હોઈ શકે છે. હજુ સુધી આ રસીની ટ્રાયલના બે ચરણ પૂરાં થયાં છે અને બંનેના સારાં પરિણામ આવ્યાં છે. હાલમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.આ વર્ષે એપ્રિલમાં હૈદરાબાદની આ કંપનીને સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)એ ત્રીજા ચરણના ટ્રાયલ માટે અનુમતિ આપી’ હતી. આ રસીને અમેરિકાની બાયલર કોલેજ ઓફ મેડિસીનના સહયોગથી વિકસિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાયોલોજિકલ-ઈએ ભારતમાં એક એમઆરએનએ (મેસેંજર રાઈબોન્યૂક્લિક એસિડ) રસી પીટીએક્સ-કોવિડ-19-બીના નિર્માણ માટે કેનેડા સ્થિત પ્રોવિડેન્સ થૈરેપ્યૂટિક્સ હોલ્ડિંગ્સ સાથે પણ ભાગીદારી કરી છે.

દેશમાં હાલમાં ત્રણ રસી લગાવાઈ રહી છે જેની અલગ-અલગ કિંમતો છે. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડના બે ડોઝ રાજ્ય સરકારોને 600માં અને ખાનગી હોસ્પિટલોને 1200 રૂપિયામાં આપવામાં આવે છે. ભારત બાયોટેકની કોવેક્સિનના બે ડોઝ રાજ્ય સરકારોને 600માં અને ખાનગી હોસ્પિટલોને 2400 રૂપિયામાં જ્યારે રશિયાની સ્પૂતનિક રસીના પ્રત્યેક ડોઝની કિંમત 995 રૂપિયા છે.

June 6, 2021
Twitter_bird_logo_2012.svg_.png
1min404

ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેન્દ્ર સરકારે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરને અંતિમ ચેતવણી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને જણાવ્યું છે કે નવા ડિજિટલ નિયમોનું પાલન કરે નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. શનિવારે ટ્વિટર દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વેરિફાઈ બ્લુ ટિક દૂર કરી દેવાયું હતું અને બાદમાં તેને રિસ્ટોર કરાયું હતું.

આ ઉપરાંત ટ્વિટરે આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટને અનવેરિફાઈડ કર્યા હતા. કન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ગ્રુપ કો-ઓર્ડિનેટર રાકેશ માહેશ્વરી દ્વારા 5 જૂનના ટ્વિટરને લખેલા પત્રમાં ન તો ડિજિટલ નિયમો લાગુ કરવા અંગે સ્પષ્ટિકરણ છે ન તો તેને અમલમાં લાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રાલયે નવા ડિજિટલ નિયમો પર 26 મે 2021 અને 28 મે 2021ના લખેલા પત્રના પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે કે ટ્વિટરે આજદિન સુધી કમ્પ્લાયન્સ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી તેમજ નોડલ અધિકારીની વિગતો આપી નથી. ટ્વિટરનું એડ્રેસ પણ એક લો ફર્મનું છે જે નિયમ મુજબ નથી.

June 6, 2021
delhi-unlock.jpg
1min463
Delhi LOCKDOWN News: Arvind Kejriwal says PARTIAL UNLOCK to begin from THIS  date; Check what's being relaxed | Zee Business

મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે મેટ્રો સર્વિસ ૫૦ ટકા ક્ષમતા સાથે દોડાવાશે, ઑડ અને ઇવનના આધારે બજારો અને મૉલ્સ શરૂ કરાશે , ઓફિસોમાં ૫૦ ટકા સ્ટાફને મંજૂરી

દેશની રાજધાની દિલ્હીમાં બજારો ફરી ખૂલશે તેમ જ અમુક શરતોને આધીન મેટ્રો સર્વિસીસ પણ આવતી કાલથી ફરીથી શરૂ કરવામાં આવશે, એવી જાહેરાત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કરી હતી. પત્રકારોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ‘અન્ય પ્રવૃત્તિઓમાં હળવી છુટછાટ સાથે લૉકડાઉન ચાલુ રહેશે, જેમ કે બજારની દુકાનો અને મૉલ ઑડ-ઇવનના આધારે ચાલુ રખાશે. દુકાનો સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે,

જ્યારે કે ઑફિસને ૫૦ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે. 
સરકારી ઑફિસોમાં ગ્રુપ ‘એ’ના સ્ટાફને ૧૦૦ ટકા હાજરી સાથે જ્યારે કે ગ્રુપ ‘બી’ના કર્મચારીઓને ૫૦ ટકા હાજરી સાથે કામ કરવાની પરવાનગી આપવનામાં આવશે. દિલ્હી મેટ્રો પણ ૫૦ ટકા ક્ષમતાએ દોડાવાશે. 
દવાઓની માગણી પર દેખરેખ રાખવા માટે ડૉક્ટર્સ અને નિષ્ણાતોની ટુકડીનું ગઠન કરવામાં આવ્યું છે. 

June 5, 2021
CIA_Live_Logo_New2.jpg
1min711

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ આજે પોતાની કુનેહના દર્શન કરાવતા સુરતથી છેક ત્રીસેક કિમી દૂર આવેલા પોંસરા, જલાલપોર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.

સામાન્ય વાચકને જરૂર સવાલ થશે કે વીર નર્મદ યુનિવર્સિટીનો વૃક્ષારોપણ કાર્યક્રમ સુરતથી છેક ત્રીસ કિલોમીટર દૂર રાખવા પાછળનો આશય શું, હકીકતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જમીન પોંસરા ખાતે આવેલી છે અને વર્ષોથી આ જમીન બિલકુલ બિનઉપયોગી અવસ્થામાં છે. ડો.કિશોરસિંહ ચાવડાએ દીર્ઘદ્રષ્ટીથી નિર્ણય લઇને યુનિ.ની આ જમીન પર આ સીઝનમાં બરાબર વરસાદના આગમન પહેલા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો. જેને કારણે આગામી વર્ષોમાં આ જમીન પર ઘટાદાર વૃક્ષો આકાર પામશે અને યુનિવર્સિટીની બિનઉપયોગી પડી રહેલી જમીનનો એક પ્રકારો સદુપપયોગ પણ થાય.

પોંસરા ખાતેની યુનિવર્સિટીની જમીન પર આજે વડ, પીપળો, લિમડો વગેરે જેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

આજે વીર નર્મદ યુનિવર્સિટીના ઉપક્રમે જલાલપોર તાલુકાના પોંસરા ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડો. કિશોરસિંહ ચાવડા, યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્ય શ્રી હસમુખભાઇ પટેલ, નવસારી સાયન્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્યા શ્રી ફરીદાબેન, ઉપાચાર્ય ડો. અલ્કેશ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.