CIA ALERT

Blog - Page 223 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 18, 2021
WTC.jpg
1min408

આજ 18/6/21 થી શરૂ થતી ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચેની વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં વિરાટ કોહલીના વડપણ હેઠળની ભારતીય ટીમ કરોડો ભારતીયોની અપેક્ષા પર ખરી ઉતરવા મેદાનમાં ઊતરશે. ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચેની ફાઈનલ માટે પ્રેક્ષકોમાં ભારે ઉત્કંઠા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કઈ ટીમ વધુ સંતુલિત છે અને પીચ કઈ ટીમને ફેવર કરશે એ ચર્ચા ક્રિકેટવર્તુળોમાં થઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો વિજય થશે તો ઈતિહાસ કોહલીને ધોની જેવા સફળ કૅપ્ટન તરીકે યાદ રાખશે.

ઍજિસ બાઉલ ખાતે આજે મૅચનો આરંભ થશે.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, શુભમ ગીલ, ચેતેશ્ર્વર પૂજારા, અજિંક્ય ર્હાણે, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર. અશ્ર્વિન, જસપ્રિત બુમરાહ, ઈશાન્ત શર્મા અને મોહમ્મદ શમી. 

વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલનું સૌથી વધુ દબાણ ભારતીય ટીમના ઑપનર રોહિત શર્મા અને શુભમન ગીલ અનુભવશે. આ બંનેની જોડી વિશ્ર્વની ફાસ્ટબૉલરની શ્રેષ્ઠ જોડીમાંની એક (બૉલ્ટ અને સઉધી)નો સામનો કરશે. હૂક શૉટ પરત્વેના તેના પ્રેમને કારણે વૅગનર અને રિષભ પંત વચ્ચેની સ્પર્ધા પણ રસપ્રદ હશે.ન્યૂ ઝિલૅન્ડની ટીમના કૅપ્ટન કૅન વિલિયમ્સને કહ્યું હતું કે લાંબા સમયથી કરેલા સખત પરિશ્રમને કારણે અમે વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યા છીએ. અમે સારું પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, એમ તેણે કહ્યું હતું.

સામાન્ય રીતે અન્ડર ડૉગમાં જેની ગણતરી થતી હોય છે તે ન્યૂ ઝિલૅન્ડની ટીમ ફાઈનલમાં જિતવા માટે ફૅવરિટ મનાય છે. જોકે, વિલિયમ્સન એમ નથી માનતો.

ફાઈનલમાં જે રીતે પ્રદર્શન કરવા માગીએ છીએ એ અંગે અમે ચિંતિત છીએ અને એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને રમવા માગીએ છીએ કે ભારતની ટીમ વિશ્ર્વની ખૂબ જ મજબૂત ટીમ છે, એમ તેણે કહ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માત્ર એક ટૅસ્ટ મૅચ ભારતીય ટીમની ક્ષમતાનું સાચું પ્રતિબિંબ ન પાડી શકે.

એ પછી ભલે વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ન્યૂ ઝિલૅન્ડ વિરુદ્ધની ફાઈનલ મૅચ હોય, પરંતુ હું તેને માત્ર એક સામાન્ય મૅચ જ ગણું છું, એમ કોહલીએ કહ્યું હતું.

ન્યૂ ઝિલૅન્ડ વિરુદ્ધની ફાઈનલની પૂર્વસંધ્યાએ કોહલીએ કહ્યું હતું કે પાંચ દિવસની એક મૅચ કોઈ બાબતનું પ્રતિબિંબ ન પાડી શકે.

જે લોકો આ રમતને સમજે છે એ લોકો જાણે છે કે છેલ્લા ચાર-પાંચ વર્ષમાં શું થયું છે, એમ કોહલીએ કહ્યું હતું. અમે વિજય મેળવીએ કે પરાજય ક્રિકેટની રમત અટકી નહીં જાય. સુંદર રમતપ્રદર્શન અને ટીમ તરીકે શું છીએ એ સમજવા અમે રમીએ છીએ, એમ તેણે કહ્યું હતું.

વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ન્યૂ ઝિલૅન્ડ સામેની ફાઈનલ માટેની અંતિમ ઈલેવનમાં ભારતે અનુભવી ખેલાડીઓ પર પસંદગી ઉતારી હતી અને મોહમ્મદ સિરાજને સ્થાને ટીમમાં વરિષ્ઠ ફાસ્ટબૉલર ઈશાન્ત શર્માનો સમાવેશ કર્યો હતો.

બે સ્પેશિયલાઈઝ્ડ સ્પિનર તરીકે અપેક્ષા મુજબ જ ટીમમાં રવીન્દ્ર જાડેજા અને આર. અશ્ર્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડી બૅટિંગમાં પણ સારું પ્રદર્શન કરવા સક્ષમ છે.

ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહનો ભારતીય ટીમમાં ફાસ્ટબૉલર તરીકે સમાવેશ કરવામાં આવતાં મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન આપી શકાયું નથી. વિકેટકીપર બૅટ્સમેન રિષભ પંત છઠ્ઠા ક્રમે બૅટિંગ કરશે.

June 17, 2021
CIA_Live_Logo_New2.jpg
1min622

તબીબો પર થઇ રહેલા હુમલાના વિરોધમાં આવતીકાલ તા.18મી જુનને શુક્રવારે સવારે 10 કલાકે શહેરના તબીબો દ્વારા નીચે મુજબના 7 જુદા જુદા સ્થળોએ દેખાવો કરવાનો કાર્યક્રમ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશનનો આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે.

સુરતના તબીબો સેવ ધ સેવિયર સૂત્ર સાથે શાંતિપૂર્વક દેખાવો કરશે એમ જણાવવામાં આવ્યું છે.

  • New civil hospital
  • Smimmer hospital
  • Sarthi Doctor house,Hirabaug,Varachha
  • Kashi plaza,Majuragate
  • Modi clinic,Kamrej
  • Maitreya Hospital,Vesu
  • Love and Care Hospital,Tadwadi
June 17, 2021
CIA_Live_Logo_New2.jpg
1min467

હોલમાર્કિંગથી પણ ઉંચા સ્ટાન્ડર્ડ વિદેશો તથા ત્યાંના ગ્રાહકોએ સેટ કરેલા હોય છે

ભારતમાં 276 જિલ્લાઓમાં આજરોજ તા.16મી જૂન 2021થી સોના ઉપર હોલમાર્કિંગ ફરજિયાત કરી દેવાયું છે, સોનાના ઘરેણા પર ફરજિયાત હોલમાર્કિંગ લાગૂ કરવાના ગણતરીના કલાકોમાં કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયેલે નિકાસકારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરતા જ સુરતના જ્વેલરી એક્સપોર્ટર્સમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો. જ્વેલરી એક્સપોર્ટર્સ આમેય હોલમાર્કિંગ કરતા પણ હાઇ સ્ટાન્ડર્ડ તથા જે તે દેશના કાયદા કાનૂનને પાળતા હોઇ, તેમના માટે સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ બિનજરૂરી હતું. જો જ્વેલરી એક્સપોર્ટર્સ પર ભારતમાં હોલમાર્કિંગની ફરજ પાડવામા આવી હોત તો આ પગલું તેમના માટે સમયની બરબાદી, પળોજણ અને ખર્ચમાં વધારાની નોબત લાવત.

જ્વેલરી નિકાસકારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાના નિર્ણય બાદ પોતાની પ્રતિક્રિયા આપતા સુરત જ્વેલરી એસોસીએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે કોરોના પેન્ડેમિક અને તે પછીની પરિસ્થિતિમાં પણ ભારતનું જ્વેલરી એક્સપોર્ટ 15 ટકાનો ગ્રોથ કરી શક્યું છે. જો આજથી જે રીતે સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ લાગૂ કરવામાં આવ્યું છે એ જ્વેલરી નિકાસકારો પર લાગૂ કરવામાં આવ્યું હોત તો એ બિનજરૂરી લેખાયું હોત. કેમકે સુરતમાંથી જ્યાં જ્યાં જ્વેલરી એક્સપોર્ટ થાય છે એ અમેરીકા, યુરોપ અને મિડલઇસ્ટના દેશોમાં તેમના નીતિ નિયમો હાઇસ્ટેન્ડર્ડના હોય છે.

સલીમભાઇએ કહ્યું કે અમેરીકામાં તો માત્ર 9 અને 10 કેરેટના દાગીનાનું ચલણ છે, એના પર હોલમાર્કિંગની જોગવાઇ હજુ ભારતમાં છે જ નહીં, આમ દરેક બાબતોથી જોઇએ તો જ્વેલરી નિકાસકારો પર હોલમાર્કિંગ બિનજરૂરી હતું જ. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પણ ગત મે માસમાં આ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી જ હતી.

(બોક્સ)

એક્સક્લ્યુસિવ અને અલ્ટ્રા ડિઝાઇનની ગુપ્તતા જળવાશે

જ્વેલરી એક્સપોર્ટર્સને ઓર્ડર એટલા માટે જ મળે છે કે તેઓ અલ્ટ્રા અને એક્સક્લ્યુસિવ ડિઝાઇનના ઘરેણા તૈયાર કરીને તેના ગ્રાહકોને તેમના દેશમાં મોકલે. આ સમગ્ર ઉદ્યોગમાં આજે ડિઝાઇન જ મેઇન ટ્રેડ કન્સેપ્ટ છે, આવી સ્થિતિમાં જો નિકાસકારો ઘરેણા તૈયાર કર્યા બાદ તેને હોલમાર્કિંગ માટે મોકલે તો એ ગમે ત્યાં ડિઝાઇનનો એક ફોટો ક્લીક થઇને ફરતો થઇ જાય તો નિકાસકારને મોટો આર્થિક ફટકો  સહન કરવાની નોબત આવે. જ્વેલરી એક્સપોર્ટર્સ માટે અલ્ટ્રાફાઇન ડિઝાઇન અને તેનું મેકિંગની ગુપ્તતા જાળવવાનું ભારે પ્રેશર હોય છે.

June 17, 2021
vaccine-1.jpg
1min446

સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી રુપે સુરક્ષા કવચ પુરુ પાડવા તત્પર છે. આજ કારણ છે કે સરકાર દેશમાં દરેક નાગરિકને કોરોના રસીનું અભિયાન ચલાવી રહી છે.  હવે રસીકરણને સરળ બનાવવા લોકોને સુવિધા મળે તે માટે કોવિન એપ અથવા વેબસાઈટ પરન રજિસ્ટ્રેશનના ફરજિયાતપણાને સમાપ્ત કર્યુ છે.  સરકારના નવા નિયમ મુજબ કોઈ વ્યક્તિ પોતાની નજીકના વેક્સીનેશન સેન્ટર જઈને ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવી શકે છે  અને રસી લઈ શકે છે.

સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના રસી દેશના દરેક ખુણા સુધી પહોંચાડવા માટે હેલ્થ વર્કર્સ તથા આશા વર્કર્સ ગ્રામિણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં જશે અને લોકોને ઓન સાઈટ રજિસ્ટ્રેશન માટે જાગૃત કરશે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો હજું પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કરાવી શકતા. એજ કારણ છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના રસીકરણ અભિયાનની સ્પીડ ઘણી ઓછી છે.

સરકારે 21 જૂનથી ફરી રસીકરણ અભિયાનની કમાન હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે.  કેન્દ્રે આશ્વાસન આપ્યુ છે કે આ મહિને 12 કરોડ રસીના ડોઝ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 13 જૂન સુધી કોવિનના માધ્યમથી કરવામાં આવેલા 28.36 કરોડ રજિસ્ટ્રેશનમાંથી 16.45 કરોડ (58 ટકા) લાભાર્થીઓએ ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

ભારતમાં કોરોનાના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીથી થઈ હતી. 16 જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં 26 કરોડથી વધારે લોકોને કોરોના રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રલયના મતે મંગળવારે 18-44 વર્ષની ઉંમરના 13,13, 438 લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 54, 375 લોકોને બીજો ડોઝ લગાવાયો છે.

June 17, 2021
pmmodi.jpeg
1min670
PM to launch 'Customized Crash Course programme for Covid 19 Frontline  workers' on 18th June

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા dt 11/6/21, શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોવિડ-૧૯ ફ્રન્ટલાઇન કાર્યકરો માટે કોર્સ લોન્ચ કરવામાં આવશે, એવી વડા પ્રધાન કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી.

કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૨૬ રાજ્યમાં ફેલાયેલા ૧૧૧ તાલીમ કેન્દ્રમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે.

ઉદ્ઘાટન કર્યા પછી વડા પ્રધાન સંબોધન કરશે. હોમકેર સપોર્ટ, બેઝિક કેર સપોર્ટ, એડવાન્સ કેર સપોર્ટ, ઇમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ એમ છ વિષયમાં સંબંધિત ટ્રેનિંગ આપવામાં આવશે

આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ પ્રધાન પણ હાજર રહેશે. આરોગ્ય ક્ષેત્રમાં બિનતબીબી હેલ્થકેર વર્કર્સ તૈયાર કરવાનો આ યોજનાનો હેતુ છે એમ પીએમઓએ કહ્યું હતું.

June 17, 2021
covid_cia.jpg
1min493

સરકારે કોરોનાવાઇરસની સારવાર માટે dt 17/6/21, બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કોવિડ-૧૯ના પુખ્ત વયના દરદીઓને સારવારમાં અપાતી આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સ બાળકોને હાલમાં નહિ આપવાની સલાહ આપીએ છીએ.

કોરોનાવાઇરસની ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાની હોવાના ભયને ધ્યાનમાં રાખીને સરકારે સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી.

બાળકોને કોરોનાવાઇરસ સામેની રસી આપવા મંજૂરી મળી જાય તે પછી અન્ય બીમારીઓ ધરાવતા બાળકોના રસીકરણને પ્રાધાન્ય આપવા માગીએ છીએ.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સનું બાળકોમાં કોવિડ-૧૯ની સારવાર માટે જરૂરી પરીક્ષણ હજી પૂરું નથી કરાયું અને તેથી આ દવા બાળકોને નહિ આપવાની સલાહ આપીએ છીએ.

7 more children die of AES in Bihar; govt starts survey | Latest News India  - Hindustan Times

આગામી ત્રણથી ચાર મહિનામાં લૉકડાઉન ઉઠાવી લેવાય અને શાળાઓ ખોલાય તે પછી જો કોરોનાવાઇરસનો રોગચાળો ફરી વધુ ફેલાય તો બધાએ (ખાનગી અને જાહેર ક્ષેત્રે) તેનો સાથે મળીને સામનો કરવો જોઇએ.

માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે બાળકોમાં કોવિડ-૧૯ના વધતા દૈનિક કેસને ધ્યાનમાં રાખીને તેઓની સારવાર માટેના બૅડ્સ વગેરે સુવિધાને વધારવી જોઇએ. તેણે જણાવ્યું હતું કે કોરોનાથી અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે જરૂર પડે તો ડૉક્ટરો અને નર્સને પણ વધારાની સુવિધા પૂરી પાડવી જોઇએ. કોવિડ-૧૯નો ચેપ જે બાળકોને લાગ્યો હોય તેઓની સારવાર માટે હૉસ્પિટલમાં અલગ બૅડ્સ સહિતની સુવિધા રાખવી જોઇએ.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જે બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય પરંતુ તેના લક્ષણ દેખાતા ન હોય અથવા ઓછી અસર દેખાતી હોય તેઓને માતા-પિતા ઘેર રાખીને પણ ડૉક્ટરોની મદદથી સારવાર અપાવી શકે છે.

તેણે જણાવ્યું હતું કે કોરોનાના દરદીઓને તાવમાં પેરાસિટામોલ જેવી દવા અપાય છે અને તેઓના શ્ર્વાસોચ્છ્વાસ તેમ જ ઑક્સિજન પર સતત નજર રાખવી જરૂરી છે.

June 17, 2021
Twitter_bird_logo_2012.svg_.png
1min507

ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન ન કરવા બદલ સરકારનું પગલું

ટ્વિટર પર કોઈ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવે તો તેને જવાબદાર ગણવામાં આવશે. જાણીબૂઝીને સરકારની ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરવા બદલ આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટરની બુધવારે ઝાટકણી કાઢી હતી.

કાયદાનો અમલ કરાવનારી સરકારી એજન્સીઓ સાથે સંકલન સાધવા ઓફિસરની નિમણૂક કરવી ઈન્ટર મીડિયરી ગાઈડલાઈન્સ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) હેઠળ જરૂરી છે. આ ગાઈડલાઈન્સનું ટ્વિટરે સંપૂર્ણપણે પાલન કર્યું નથી. ભારતમાં ઈન્ટરમીડિયરી સ્ટેટસ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) ગુમાવવું એટલે કોઈ યુઝર ગેરકાયદે સામગ્રી અપલોડ કરે તો પણ તે પ્લેટફોર્મને પબ્લિશર તરીકે ગણી લઈ તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. કેટલીક વાંધાજનક પોસ્ટ હટાવવા અને તેવી ‘પોસ્ટ’ પ્રથમ કરનારાની માહિતી સોશિયલ મીડિયાએ સરકારી એજન્સીને આપવી પડે તેવા આઈટી નિયમો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યા હતા. ફેસબુક, વૉટ્સઍપ, ટ્વિટર વિગેરે પર ‘પોસ્ટ’ થતી સામગ્રી પર નિયંત્રણ મેળવવા સરકારનું લક્ષ્ય છે.

પાંચમી જૂને આઈટી મંત્રાલયે ટ્વિટરને પત્ર લખી નિયમોનું પાલન કરવા કહ્યું હતું. ટ્વિટરે મંગળવારે કહ્યું હતું કે ‘વચગાળાના ચીફ કોમ્પ્લાયન્સ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે અને થોડા સમયમાં મંત્રાલયને વિગતવાર માહિતી આપીશું.

તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ‘તાવિજ’ના વેચાણ બાબતમાં થયેલા વિવાદના સંદર્ભમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે ફેક ન્યૂઝને ઉઘાડા પાડવામાં ટ્વિટરે રસ લીધો નથી. આ તેના ‘મનમાની’ અભિગમનું ઉદાહરણ કહી શકાય.

તેમણે કહ્યું કે ‘ફેક્ટ ચેકિંગ મિકેનિઝમ બાબતમાં ટ્વિટર અતિ ઉત્સાહી હોય છે, પણ ઉત્તર પ્રદેશના તાજેતરના કેસમાં ફેક્ટ ચેકિંગ કરવામાં ટ્વિટર નિષ્ફળ ગયું છે.

ભારતની ફાર્મા અથવા આઈટી અથવા અન્ય કંપની અમેરિકા અથવા અન્ય દેશમાં બિઝનેસ કરે ત્યારે સ્થાનિક કાયદાઓનું પાલન કરે છે તેવું તેમણે કહ્યું હતું.

ખોટા વિવાદનો ભોગ બનેલાઓને વાચા આપવા તૈયાર કરાયેલા ભારતીય કાયદાઓનું પાલન કરવામાં ટ્વિટર જેવા પ્લેટફોર્મ કેમ તૈયાર થતા નથી? તેવો પ્રશ્ર્ન તેમણે પૂછયો હતો.

ભારતની સંસ્કૃતિમાં ઘણું વૈવિધ્ય છે અને ફેક ન્યૂઝની ચિનગારી સોશિયલ મીડિયા પર અનેકગણી ફેલાઈને આગ લાગવાનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિ ટાળવા ‘ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સ’ તૈયાર કરવામાં આવી હતી. નિયમ પ્રમાણે ચીફ કોમ્પ્લાયન્સ અધિકારીની માહિતી નહીં આપવા બદલ આઈટી મંત્રાલયે ટ્વિટરને પ્રશ્ર્ન કર્યો હતો. કંપની દ્વારા નિમાયેલો ‘રેસિડન્ટ ગ્રીવન્સ અધિકારી’ અને ‘નોડલ કોન્ટેક્ટ પર્સન’ નિયમ અનુસાર ટ્વિટર કંપનીનો કર્મચારી હોવો જોઈએ પણ તે નિયમનું પાલન થયું નથી તેવું મંત્રાલયે જણાવ્યું હતું.

દરમિયાન આઈટી ઉદ્યોગના અગ્રણી ટી. વી. મોહનદાસ પાઈએ આક્ષેપ કર્યો હતો કે ટ્વિટર વિચારધારાયુક્ત પક્ષપાતી બની ગયું છે અને નિષ્પક્ષ રહ્યું નથી. સરકારની ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરવા બદલ ટ્વિટર સામે પગલાં લેવા તેમણે સરકારને વિનંતી કરી હતી. લગભગ દરેક કંપનીએ ગાઈડલાઈન્સનું પાલન કર્યું છે અને ટ્વિટર અથવા અન્ય કોઈ કંપનીને વિશેષ ગણવાની આવશ્યકતા નથી.

વૈશ્ર્વિક ટેક્નિકલ કંપનીઓના એકપક્ષી વલણ સામે આજે બધા નાગરિકોએ સહન કરવું પડે છે.

June 17, 2021
direct_tax.jpg
1min417

ચાલુ નાણાકીય વર્ષમાં નૅટ ડાયરેક્ટ ટૅક્સ (ઍડવાન્સ ટૅક્સ અને ટીડીએસ) બમણો વધીને રૂ.૧.૮૫ લાખ કરોડથી વધ્યો હોવાની હકીકત પરથી કોવિડ-૧૯ની બીજી લહેરમાંથી અર્થતંત્ર બહાર આવી રહ્યું હોવાનો અંદાજ લગાવી શકાય છે.

૧ એપ્રિલથી ૧૫ જૂન સુધીના સમયગાળામાં રૂ. ૧,૮૫,૮૭૧ લાખ કરોડ નૅટ ડાયરેક્ટ ટૅક્સ (ગ્રોસ કલેક્શનમાંથી રિફન્ડ બાદ કર્યા બાદ બચતો કર)ની આવક થઇ હતી, જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળાના રૂ. ૯૨,૭૬૨ કરોડ કરતા લગભગ બમણી થઇ હોવાની માહિતી સીબીડીટીએ આપી હતી.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૩૦,૭૩૧ કરોડનું રિફન્ડ કરાયું હતું.

ગત નાણાકીય વર્ષના સમાન ગાળાના રૂ. ૧.૩૭ લાખ કરોડ કરતા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૫૭ ટકા વધારા સાથે રૂ. ૨.૧૬ લાખ કરોડ ગ્રોસ ડાયરેક્ટ ટૅક્સની આવક થઇ હતી.

ઍડવાન્સ ટૅક્સ તરીકે રૂ. ૨૮,૭૮૦ કરોડ, રૂ. ૧.૫૬ લાખ કરોડથી વધુ ટીડીએસ, સૅલ્ફ અસેસમેન્ટ ટૅક્સ રૂ. ૧૫.૩૪૩ કરોડ અને રૅગ્યુલર અસૅસમેન્ટ કર તરીકે રૂ. ૧૪૦૭૯ કરોડ મળ્યા હતા.

ગત વર્ષના સમાન ગાળાના રૂ. ૧૧,૭૧૪ કરોડના ઍડવાન્સ ટૅક્સ કલૅક્શન સામે ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના કેટલાક મહિના અત્યંત પડકારરૂપ રહ્યા હોવા છતાં ૧૪૬ ટકાના સુધારા સાથે વર્ષ ૨૦૨૧-૨૨ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. ૨૮,૭૮૦ કરોડની આવક થઇ હતી.

June 16, 2021
breaking_CIA-1280x831.jpg
2min448

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આજે તા.16મી જૂને બપોરે કરેલી એક ટ્વીટને કારણે ભારતના જ્વેલરી એક્સપોર્ટર્સનો મોટી રાહત થવા પામી છે. ભારતમાં સોના પર લાગૂ કરવામાં આવેલા ફરજિયાત હોલમાર્કિંગમાંથી જ્વેલરી એક્સપોર્ટર્સને મુક્તિ આપવામાં આવી હોવાનો નિર્ણય કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યો હોવાનો નિર્દેશ જીજેઇપીસીની ટ્વીટ પરથી મળી રહે છે.

જીજેઇપીસીએ રજૂઆતો કરી હતી કે ભારતીય જ્વેલરી હોલમાર્ક સમગ્ર વિશ્વમાં હજુ સુધી સ્વીકૃતિ પામી શક્યા નથી અને જો ફરજિયાત હોલમાર્કિંગ લાગૂ કરવામાં આવશે તો ભારતીય જ્વેલરી નિકાસકારોનો માલ વિશ્વમાં વેચાશે નહીં અને તેના કારણે ભારતે વિદેશી હૂંડીયામણ ગુમાવવું પડી શકે અને નિકાસકારોનો પણ ધંધો બંધ થઇ જવાનો ભય છે.

Image

જીજેઇપીસીની ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર લખાયું છે કે જ્વેલરી નિકાસ કારોને હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવાના નિર્ણયને કારણે સમગ્ર એક્સપોર્ટર્સને મોટી રાહત થવા પામી છે.

અગાઉ જીજેઇપીસી દ્વારા કેન્દ્ર સરકારને અનેક વખત જ્વેલરી એક્સપોર્ટર્સને સોના પર ફરજિયાત હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવા માટે મુદ્દાસર રજૂઆતો થઇ ચૂકી છે.

Earlier …

K Srinivasan, Convener, Gold Panel, GJEPC said: “As Indian hallmarked articles do not have acceptance outside India, any legal interpretation that requires an exporter to comply with the hallmarking provisions wholly or partially, will increase the transaction costs in the export stream, making gem and jewellery exports unviable”. The purchases made by foreign buyers at domestic exhibitions are tantamount to export sales and should therefore be outside the purview of the hallmarking order, Srinivasan added.

June 16, 2021
women_military_police.jpg
2min1871

Jayesh Brahmbhatt 98253 44944

ઇન્ડિયન આર્મી દ્વારા ફક્ત મહિલા ઉમેદવારો માટે મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વર્ગમાં ધો.10 પાસ હોય તેવી મહિલાઓને ભરતી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન ગઇ તા.6 જુન 2021થી શરૂ થઇ ચૂક્યા છે અને તા.20 જુલાઇ 2021 રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ છે.

આ રહી લિંક https://joinindianarmy.nic.in/

ઈન્ડિયન આર્મીમાં સોલ્જર જનરલ ડ્યુટી (વુમેન મિલિટ્રી પોલીસ)માં જોડાવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની અરજી કરવા સંબંધિત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છૂટછાટ, પરીક્ષા પદ્ધતિની વિગતો, ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ, પરીક્ષા ફી વગેરે સંબંધિત તમામ સૂચનાઓ http://joinindianarmy.nic.in વેબસાઈટ પરથી મેળવી શકાશે.

મહિલા મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયાના નોટિફિકેશનના પહેલા બે પેજ અહીં પ્રસ્તુત છે

આ ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન પીડીએફ ફાઇલ ડાઉન લોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://joinindianarmy.nic.in/writereaddata/Portal/Notification/747_1_women_MP_rally_notification_-_28_May_2021.pdf