CIA ALERT

Blog - Page 211 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 29, 2021
night_curfew.jpg
1min406

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સમી જતાં હવે રાજ્ય સરકાર દ્વારા અગાઉ લાદવામાં આવેલા નિયંત્રણોને તબક્કાવાર ઉઠાવી લેવામાં આવી રહ્યાં છે જેમાં હવે રાત્રી કફર્યૂમાં વિશેષ એક કલાકની રાહત તેમજ લગ્નસમારોહમાં 200ને બદલે 400 વ્યક્તિઓની મંજૂરી સાથે સમગ્ર રાજ્યમાં 4 ફૂટની પ્રતિમા સાથે સાર્વજનિક ગણેશોત્સવની પણ છૂટ આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ’ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી નો’ છે તે’ 31 જૂલાઈથી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.’

આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત’ રાજ્યમાં હાલ જાહેર સમારંભો’ ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની’ મર્યાદા છે તે’ તારીખ 31′ જૂલાઈથી’ વધારીને 400′ વ્યક્તિઓની કરવામાં આવી છે’ આવા’ કાર્યક્રમોનું’ જો બંધ હોલમાં’ આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજાનિક ગણેશોત્સવમાં’ વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો’ નિર્ણય’ પણ આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.

July 28, 2021
cia_windo-1-1280x793.jpg
1min898

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતા આર્કિટેક્ચરના અભ્યાસક્રમો માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નું ઇન્સ્પેક્શન થાય એ અનિવાર્ય પ્રક્રિયા છે. પરંતુ 2019 પછીના વર્ષથી કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર તરફથી વીર નર્મદ યુનિવર્સિટીમાં ઇન્સ્પેકશન થઈ શક્યું ન હતું. ચાલુ વર્ષે પણ ઇન્સ્પેક્શનના અભાવે આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી જોખમાય તેવી સ્થિતિ ઉદ્ભવી હતી. જેને લઇને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન. ચાવડાએ સાંસદશ્રી સી.આર.પાટીલને રજૂઆત કરીને નવી દિલ્હી ખાતે આર્કિટેક્ચર કાઉન્સિલમાં દરમિયાનગીરી કરવા માટે વિનંતી કરી હતી.
સાંસદ શ્રી સી.આર.પાટીલએ નવી દિલ્હી ખાતે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના અધિકારીઓ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્શન અંગે ચર્ચા-વિચારણા કરીને સત્વરે વિદ્યાર્થીઓના હિતમાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરનું ઇન્સ્પેક્શન મળે એ માટે રજૂઆતો કરી હતી. જેની ફળશ્રુતિ રૂપે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર ના ઈન્સ્પેક્શન નું શેડ્યૂલ મળી ચૂક્યું છે. અને જેના કારણે ચાલુ વર્ષે થનારા આર્કિટેક્ચર અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટી સંચાલિત અભ્યાસક્રમો ને માન્યતા મળી શકશે.

July 28, 2021
corona_testing1.jpg
1min533

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં RTPCR ટેસ્ટના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી લેબમાં આ ટેસ્ટનો ચાર્જ હવેથી 400 રુપિયા રહેશે. હાલ RTPCR ટેસ્ટના ખાનગી લેબ દ્વારા 700 રુપિયા વસૂલવામાં આવે છે, જેમાં ગુજરાત સરકારે 300 રુપિયાનો ઘટાડો જાહેર કર્યો છે.

જો દર્દી હોસ્પિટલમાં હોય કે દર્દીના ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવાનું હોય તો તેનો ચાર્જ 900 રુપિયાથી ઘટાડીને 550 રુપિયા નક્કી કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારી હોસ્પિટલોમાં આ ટેસ્ટ નિશુલ્ક ઉપલબ્ધ છે.

એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ચાર્જ 2700 રૂપિયા

વિદેશથી આવતા કે જતા કોઈપણ પેસેન્જર જો એરપોર્ટ પર ટેસ્ટ કરાવવા માગતા હોય તો તેમને તેના માટે 2700 રુપિયા ચૂકવવાના રહેશે. કોરોનાના આરંભ વખતે આ ટેસ્ટના 4500 રુપિયા લેવામાં આવતા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનું નિદાન કરવા માટે સિટી સ્કેન પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અત્યારસુધી સિટી સ્કેન માટે 3,000 રુપિયા વસૂલવામાં આવતા હતા, જેમાં 500 રુપિયાનો ઘટાડો કરીને 2500 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. જે પણ સરકારી હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ છે, ત્યાં નિ:શુલ્ક સિટી સ્કેન કરી આપવામાં આવશે.

17 જિલ્લામાં નવા સિટીસ્કેન મશીનો ખરીદાશે

અલગ-અલગ જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલો માટે નવા 17 સિટી સ્કેન મશીન વસાવવામાં આવશે તેમ પણ નીતિન પટેલે જણાવ્યું હતું. જેમાં આણંદ, બોટાદ, ડાંગ, છોટા ઉદેપુર, ભરુચ, ગોધરા, જામખંભાળિયા, લુણાવાડા, મહેસાણા, રાજપીપપળા, સુરેન્દ્રનગર, નવસારી, સુરેન્દ્રનગર, વેરાવળ, વ્યારા, પેટલાદની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટની હોસ્પિટલ અને વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન વસાવાશે. જેના માટે 82.50 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોલા, ગાંધીનગર અને ગોત્રી મેડિકલ કોલેજમાં MRI મશીનની ખરીદી માટે પણ મંજૂરી અપાઈ છે.

July 27, 2021
CIA_Live_Logo_New2.jpg
1min627

રાઇટુ એજ્યુકેશન એક્ટ અન્વયે સુરત શહેરની પ્રાથમિક શાળાઓના પહેલા ધોરણમાં ગરીબ બાળકો માટે રિઝર્વ રાખવામાં આવેલી કુલ 25 ટકા બેઠકો પર આજરોજ તા.27મી જુલાઇએ અંદાજે 7956 ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન અન્વયે પહેલા ધોરણમાં ઓનલાઇન એડમિશન સ્લીપ લઇને આવનાર વાલીઓના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કુલોએ પહેલા ધોરણમાં બિલકુલ ફ્રીમાં પ્રવેશ આપવો જ પડશે.

રાઇટ એજ્યુકેશન એક્ટ અન્વયે ગરીબ વર્ગના બાળકોને કહેવાતી હાઇફાઇ, સેન્ટ્રલ બોર્ડની, ઉંચી ફી ધરાવતી કોઇપણ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલના પહેલા ધોરણમાં પ્રવેશ મળી શકે છે, પણ શરત એક જ છે કે એ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ વાલી-વિદ્યાર્થીના રહેઠાણથી એકથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી હોવી જોઇએ.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે જાહેર કરાયેલી પહેલી એડમિશન યાદી અન્વયે જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓના વાલીઓએ તેમને ફાળવેલી સ્કુલે જઇને જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવીને પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પ્રવેશ મેળવવા માટેની અંતિમ તારીખ 4 ઓગસ્ટ રાખવામાં આવી છે.

July 27, 2021
Cia_business_news-1280x936.jpg
1min493

ગુજરાત માઇનિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન( જીએમડીસી)ના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહે તા.26 જુલાઇ 2021ના રોજ સુરતમાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં એસજીટીપીએ દ્વારા ચોમાસામાં દક્ષિણ ગુજરાતની જીએમડીસીની લિગ્નાઇટની ખાણો બંધ રહેતી હોવાથી સુરતના પ્રોસેસિંગ હાઉસો કાર્યરત રહી શકે તે માટે ભાવનગર સાઇટથી લિગ્નાઇટ દરીયાઇ માર્ગે લાવી શકાય કે કેમ તે અંગે ચર્ચા ચર્યા છેડી હતી.

એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક ચોમાસાની સીઝનમાં ડાઇંગ પ્રોસેસિંગ એકમોને લિગ્નાઇટની સમસ્યા નડે છે. આજે તે સંદર્ભે જીએમડીસીના એમડીને રજૂઆત કરતા તેમણે ચોમાસામાં ઇન્ડસ્ટ્રિયલ કોલસો મળી રહે તેવુ આયોયજન કરવા ખાતરી આપી છે. ચોમાસામાં આયાતી કોલસો મોંઘો પડે છે. એવી સ્થિતિમાં દરિયાઇ માર્ગે ભાવનગરથી બાર્જમાં અથવા ફેરી સર્વિસમાં કોલસાના કન્ટેનર લાવી શકાય તેમ છે અને દરિયાઈ માર્ગે ભાવનગરથી મગદલ્લા પોર્ટ પર કોલસો લાવવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ 50 ટકા રાહત થઇ શકે છે.

ભાવનગરનો કોલસો રાજપારડી માઇન્સની ક્વોલિટી જેવો જ હોય છે. બેઠકમાં એસજીટીપીએના આગેવાનો કમલ વિજય તુલસ્યાન, પ્રમોદ ચૌધરી, બિનય અગ્રવાલ સહિતના આગેવાનોએ લિગ્નાઇટની ડિલિવરી ઓર્ડર માટે અન્ય બેંકોમાં પેમેન્ટ ચુકવણી માટે આગ્રહ કરવામાં આવે છે. તેને બદલે ઉદ્યોગકારો જીએમડીસીના ખાતામાં આરટીજીએસ અથવા એનઇએફટી દ્વારા ચુકવણી કરે તેવી વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરાઇ હતી.

નાના અને મધ્યમ હરોળના યુનિટોને લાર્જ યુનિટમાં ગણી ઉંચો ચાર્જ વસુલવામાં આવે છે તેના માટે નીતિ નક્કી થવી જોઇએ. સાથેજ ઘણી વાર લિગ્નાઇટ હલ્કી ગુણવત્તાનું હોવાથી એમિશન ટ્રેડિંગ સ્કીમમાં જોડાયેલા અને પર્યાવરણની જાળવણી કરવા માંગતા યુનિટોને કાર્બન ટ્રેડિંગમાં મુશ્કેલી નડે છે અને પેનલ્ટીનો ભોગ બનવુ પડે છે.

જીએમડીસી નવા રજિસ્ટ્રેશન માટેની અરજીઓનો ઝડપથી નિકાલ કરે: SGTPA

એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જીએમડીસીના એમડી રૂપવંત સિંહને રજૂઆત કરી હતી કે નવા રજિસ્ટ્રેશન માટે અરજીઓના નિકાલમાં વિલંબ થાય છે, તેનો ઝડપી નિકાલ થવો જોઇએ. તે ઉપરાંત ખાણો માટેની લીઝનો કરાર સમયસર રિન્યુ કરવામાં આવે તો માલનો પુરવઠો જળવાઇ રહેશે. રૂપવંત સિંહે લિગ્નાઇટનો પ્રશ્ન ઝડપથી હલ કરવા એક કમિટિ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં જીએમડીસીના અધિકારીઓ અને પાંચ સભ્યોને શામેલ કરી પ્રત્યેક મહીને એક વાર બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલની ખાતરી આપી હતી. બેઠકમાં જીએમડીસીના ચીફ જનરલ મેનેજર કુલશ્રેષ્ઠ પણ હાજર રહ્યા હતા.

July 26, 2021
Yediyurappa.jpg
1min659

કર્ણાટકમાં મુખ્યમંત્રીની બીજી ટર્મના બે વર્ષ પૂર્ણ થતાં જ આખરે યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યાની જાહેરાત કરતાં જ ઘણા સમયથી ચાલી રહેલી તેમની વિદાયની અટકળો આખરે સાચી પડી છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમાં ભાજપનો ચહેરો બની રહેલા યેદિયુરપ્પાને સ્થાને હવે કોને સીએમની ખુરશી સોંપવી તે ભાજપ માટે કોઈ ચેલેન્જથી કમ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યેદિયુરપ્પાએ નવી દિલ્હીનો અચાનક પ્રવાસ કરીને પક્ષના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તે સાથે જ હવે તેમની વિદાયનો સમય આવી ગયો છે તેવી જોરદાર ચર્ચા શરુ થઈ હતી.

ભાજપ માટે બીએસ યેદિયુરપ્પાનો વિકલ્પ શોધવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. યેદિયુરપ્પા પાસે 4 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવાના અનુભવ સાથે પ્રભાવશાળી લિંગાયત સમુદાયનું સમર્થન પણ પ્રાપ્ત છે. એવામાં કર્ણાટકની કમાન કોને સોંપાશે તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહ્યા છી. જે નામોની ચર્ચા ચાલી રહી છે તેને અફવા ગણાવવામાં આવી રહી છે. આમ છતાં કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..

કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. તેણે સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ જાહેરાત કરી છે. તેમણે રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ બનવાની ઈચ્છા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, “મારો રાજ્ય છોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું કર્ણાટકના લોકોના કલ્યાણ માટે કામ કરતો રહીશ.” તેણે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી તે અંગે આનંદ વ્યક્ત કરતા એક ટ્વિટ પણ કર્યું હતું. હવે તેમના પછી રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરશી કોના હાથમાં આવશે તેને લઈને કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..

July 26, 2021
kids-social.jpg
1min562

નવી પેઢીના ભાવિ સાથે જોડાયેલા ચિંતા જગાવતા સમાચારમાં ભારતમાં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશ્યલ મીડિયા પર સક્રિય છે તેવો ખુલસો દેશના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ દ્વારા કરાયો છે. પંચના અભ્યાસ અનુસાર દેશમાં 10 વર્ષની વયના 37.8 ટકા બાળકો ફેસબૂક એકાઉંટ અને 24.3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામ એકાઉંટ ધરાવે છે.

બાળ અધિકાર સંરક્ષણ પંચનો સર્વે : 37.8 ટકાનાં ફેસબુક, 24.3 ટકાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

ખાસ ઉલ્લેખનીય છે કે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર અકાઉંટ ખોલવા માટે નિર્ધારિત માપદંડો મુજબ ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષની નક્કી કરાઇ છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે મોટાભાગના બાળકો પોતાના માતા-િપતાના મોબાઇલ ફોન પરથી ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા પર સક્રિય છે.

કોરોના મહામારી વચ્ચે આ સર્વેમાં જણાવાયું છે કે, સોશ્યલ મીડિયા પરની ઘણી સામગ્રી હિંસક, અશ્લીલ, ઓનલાઇન દુર્વ્યવહારની હોય છે જે બાળકો માટે યોગ્ય નથી.

કોરોના કાળમાં શાળાઓ બંધ રહેતાં ઓનલાઇન શિક્ષણ ચાલ્યું છે એ જોતાં શિક્ષણ માટે ઉપયોગ ભલે યોગ્ય હોય પરંતુ સોશ્યલ મીડિયામાં ઘણી નાની વયે બાળકો સક્રિય થતાં હોઇ યોગ્ય નિરીક્ષણ અને કડક નિયમો જરૂરી હોવાનું પંચ સૂચવે છે.

July 25, 2021
cia_society-1280x880.jpg
1min645

મહાવીર ઇન્ટરનેશનલ એપેક્સ અને એમઆઈ સુરત મુખ્ય શાખાનો ગ્રીન અને ક્લીન ઈન્ડિયા પ્રોજેક્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પર્યાવરણ નિરીક્ષણ શ્રી બસંત ખેતાનના સહયોગથી રવિવારે તા.25 જુલાઇ 2021ના રોજ સુરત એરપોર્ટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈની, મહાવીર ઈન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય સચિવ વીર અનિલ જૈન, પર્યાવરણ પ્રેમી બસંત ખેતાન, રીજિયન -૮ ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વીર ગણપત ભણસાલી, આંતરરાષ્ટ્રીય નિયામક વીર સુરેન્દ્ર મરોઠી, વીર સંદીપ ડાંગી શાસન સમિતિના સભ્ય વીર મુકેશ જૈન, સચિવ વીર હસ્તીમલ બંઠિયા, એરપોર્ટ એન્જિનિયર સુનિલ કુમાર, એક સોચના પ્રમુખ, રીતુ રાઠી, યંગ ઈન્ડિયાની દીપિકા કલન્ત્રી ધૂત, રાજીવ કોઠારી, સમાજ સેવી સંજય જૈન ચાવત, પ્રીતમ ગોસ્વામી, રમેશ રાજપૂત વગેરે પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વીર અનિલ જૈનની ઉપસ્થિતિમાં મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા સવારે સિટીલાઇટ સ્થિત શાકમાર્કેટમાં પણ વૃક્ષારોપણ કરાયું હતું, આ પ્રસંગે પર્યાવરણ નિરીક્ષક શ્રી બસંત ખેતાન સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

July 24, 2021
ukai.jpg
1min459

મહારાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ વચ્ચે હથનુર ડેમના તમામ દરવાજા ખોલી દેવાની સાથે 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે આગામી 24 કલાકમાં ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે. હાલ ઉકાઈ ડેમની સપાટી 314.72 ફુટે છે જે સંભવતઃ આગામી દિવસોમાં વધીને 318 ફુટ સુધી પહોંચી શકે છે. 

    હથનુર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી હળવાથી ભારે વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ હથનુર ડેમની સપાટી 209 મીટર નોંધાવા પામી છે અને ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ડેમના સત્તાધીશો દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ દરવાજા ખોલવાની સાથે જ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી તાપી નદી થકી ઉકાઈ ડેમમાં આગામી 24 કલાકમાં પહોંચશે. અલબત્ત, ઉકાઈ ડેમના અધિકારીઓ પણ હાલની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. હથનુર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને પગલે હાલ ઉકાઈ ડેમની સપાટીમાં જે વધારો થશે તે મહત્તમ 318 મીટર સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન હાલ ઉકાઈ ડેમની સપાટી 314.81 ફુટ નોંધાઈ છે અને રૂલ લેવલ 333 ફુટ છે. અત્યારે ઉકાઈ ડેમમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 

સુરત શહેરની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં થનાર વૃદ્ધિ દર વર્ષે જુલાઈ મહિનાથી વહીવટી તંત્ર સહિત શહેરીજનો માટે ચિંતાનો વિષય બની રહેતી હોય છે પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધી ઉકાઈ ડેમની સપાટીમાં કોઈ ખાસ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. ઉકાઈ ડેમના ઉપરવાસમાં અત્યાર સુધી નહિવત વરસાદ નોંધાતા સપાટી છેલ્લા એક મહિનામાં એક ફુટ પણ વધી નથી. 

July 24, 2021
rain_forecast.png
1min481

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે 24થી 26 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની આશા છે.”

રાજ્યમાં 24 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

25 જુલાઈના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.”

અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે.