CIA ALERT

Blog - Page 199 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 17, 2021
Cia_business_news-1280x936.jpg
1min455

Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ઉદ્યોગપતિઓ સાથેના ઇન્ટરએક્ટિવ સેશનમાં કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલએ આજે સુરતમાં કામ કરતી સરકારનો પરચો દેખાડતા સુરતના સચિન ખાતે બિલકુલ ફ્લોપ નિવડેલા સુરત એપેરલ પાર્કની 3.6 લાખ ચો.મી. જેટલી વિશાળ અને કિંમતી જમીન એક સપ્તાહમાં ઉદ્યોગોને પરત સોંપી દેવાની જાહેરાત કરતા સુરતના ઉદ્યોગકારો સ્તબ્ધ થઇ ગયા હતા. સચિન એપેરલ પાર્કની આ જમીનની સ્થાનિક જંત્રી પ્રમાણેની કિંમત રૂ.100 કરોડ જેટલી થવા જાય છે.

પિયુષ ગોયેલે છેલ્લા 15 વર્ષથી ગૂંચવાયેલા મામલાને ચપટી વગાડતા ઉકેલી આપ્યો હતો. વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે ઓપન હાઉસમાં ચર્ચા કરવા માટે આજે ખાસ સુરત આવેલા કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલએ સુરતના સચિન ખાતે એપેરલ પાર્ક સ્થાપવાની 15 વર્ષ જૂની ચેમ્બરની યોજના અન્વયે બિલકુલ બિનઉપયોગી પડી રહેલી 3.6 લાખ ચો.મી. જેટલી વિશાળ અને કિંમતી જમીનને ઉદ્યોગના હિતમાં છૂટી કરવા સંદર્ભે સ્થાનિક ઉદ્યોગપતિ રવિન્દ્ર આર્યએ રજૂઆતો કરી હતી.સચિન એપેરલ પાર્ક કે જેને ગેરસમજથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું સ્ટેટસ આપી દેવાયું હતું, ત્યાં અંદાજે 50 જેટલા યુનિટ્સ કાર્યરત થયા હતા એ પછી સમગ્ર પ્રોજેક્ટ ફ્લોપ ગયો હતો અને તેની 3 લાખ 60 હજાર ચો.મી. જેટલી વિશાળ જમીન વર્ષોથી બિનઉપયોગી નકામી પડી રહી હતી. આ જમીનને પાર્સીયલ રીતે ડીનોટીફાઇ કરવા સંદર્ભની ફાઇલ કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયમાં પડી રહી છે તેનો નિકાલ લાવવા માટે રવિન્દ્ આર્યએ રજૂઆતો કરી હતી.

આ પ્રશ્ન ઉપસ્થિત થતાં જ પિયુષ ગોયેલે લોક પ્રશ્નો સાંભળવાની સાથે પોતાના મંત્રાલયમાંથી વિગતો કઢાવી હતી અને સ્ટેટસ જાણી લીધા બાદ રવિન્દ્ર આર્ય અને સુરતના ઉદ્યોગકારોને કહ્યું હતું કે સચિન એપેરલ પાર્કની પાર્સિયલ ડિનોટીફાઇ કરવાની દરખાસ્તને આગામી મંગળવા સુધીમાં ક્લીયર કરી દેવામાં આવશે.ઉદ્યોગોને જો આ જમીન પરત મળશે તો સચિનમાં વધુ કરોડો રૂપિયાના યુનિટ્સ નંખાશે જે સરવાળે સુરતના ઉદ્યોગોનું ટર્નઓવર વધારશે.

May be an image of 4 people, people standing and indoor
September 17, 2021
societynews-1280x1040.jpg
1min411

સુરતના વરાછા વિસ્તારમાં ખરા અર્થમાં બહુજન હિતાય, બહુજન સુખાય સૂત્રને ચરિતાર્થ કરી રહેલી માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા સુરત ડાયમંડ હોસ્પિટલને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી રૂ.50 લાખની માતબર રકમનું દાન પ્રાપ્ત થયું છે.

તાજેતરમાં ગઇ તા.15મી સપ્ટેમ્બરના રોજ બેંગ્લોર ખાતે આયોજિત ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ અંતર્ગત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કોર્પોરેટ સોશ્યો રિસ્પોન્સિબિલીટી પ્રોગ્રામના ભાગરૂપે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્માઇ, કર્ણાટક રાજ્યના ઉદ્યોગ-વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રી એસ. સુરેશકુમાર, એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી ઇ.વી. રમન્ના રેડ્ડી, જીજેઇપીસીના ચેરમેન શ્રી કોલિન શાહ, વાઇસ ચેરમેન શ્રી વિપુલ શાહ વગેરે આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે સુરત ડાયમંડ હોસ્પિટલ વતી સેક્રેટરી શ્રી દિનેશ નાવડીયાએ રૂ.50 લાખના દાનનો ચેક સ્વીકાર્યો હતો. સુરત ડાયમંડ હોસ્પિટલને આ રકમનું દાન હોસ્પિટલમાં તબીબી સેવાઓ માટેની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ઘણું ઉપયોગી બળ પૂરું પાડશે. આ તકે સુરત ડાયમંડ હોસ્પિટલ વતી પ્રમુખ શ્રી સી.પી.વાનાણી, સેક્રેટરી શ્રી દિનેશ નાવડીયા સમેત સમગ્ર ટ્રસ્ટીમંડળ અને હોસ્પિટલ પરિવાર જીજેઇપીસીનો ખૂબખૂબ આભાર પ્રગટ કરે છે.

September 17, 2021
PD.jpg
1min462

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ આજે તા.17મી સપ્ટેમ્બર, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને સુરત આવી રહ્યા છે. અનેક વ્યાપારીક સંગઠનો, ઔદ્યોગિક સંસ્થાનો સાથે તેઓ મળવાના છે. દેશના વાણિજ્ય મંત્રી જ્યારે કોઇ શહેરની મુલાકાત લેતા હોય, વ્યાપારીક, ઔદ્યોગિક સંગઠનનોને મળતા હોય ત્યારે એ વાત નિશ્ચિત મનાય છે કે એ શહેરના પ્રોજેક્ટ, પ્રશ્નો અને ભાવિ આયોજન વિશે મહત્વના નિર્ણયો લેવાશે. પિયુષ ગોયલની સુરતની મુલાકાતથી બેશક સુરતને ફાયદો મળવાનો જ છે. હજુ ગયા સપ્તાહાંતે જ દેશના ટેક્ષટાઇલ સેક્રેટરી ઉપેન્દ્રસિંઘે સુરતની બે દિવસની સ્ટડી ટૂર કરી અને મોસ્ટ પ્રોબેબ્લી ચાલુ મહિનાના અંતે સુરતને મેગા ટેક્ષટાઇલ પાર્ક મિત્રાની સોગાદ મળશે.

સુરતમાં થઇ રહેલા આ બધા ડેવલપમેન્ટ પાછળ જો કોઇ હોય તો એ સુરતના સાંસદ દર્શના જરદોષ છે. જ્યારથી કેન્દ્રીય પ્રધાનમંડળમાં સુરતના સાંસદ દર્શના જરદોષ ટેક્ષટાઇલ અને રેલ્વે રાજ્યમંત્રી બન્યા છે ત્યારથી ભારતના આ બિઝનેસ સિટીની મુવમેન્ટમાં અનેક ડેવલપમેન્ટ થતાં જોવા મળ્યા છે અને સતત દેખાઇ રહ્યું છે કે દર્શના જરદોષ અત્યંત ઝડપભેર અને પરીણામદાયી કામગીરી કરી રહ્યા છે.

ટેક્ષટાઇલ હોય કે રેલ્વે હોય દર્શનાબેન જરદોષે દિલ્હીથી કરાવેલા એક પછી એક નિર્ણયોથી ભારતનું બિઝનેસ સિટી એક નવા અપગ્રેડેડ સ્ટેજમાં જઇ રહ્યાની અનુભૂતિ એક સક્રિય કોમર્સ કોરસપોન્ડન્ટ તરીકે લેખક કરી રહ્યા છે.

  • ટેક્ષટાઇલ ઉદ્યોગ ઘરેડની બહાર નીકળીને હાઇસ્પીડ ટેક્નોલોજી સાથે વિકસી રહ્યો છે
  • ડાયમંડ ઉદ્યોગની વ્યાપારીક ક્ષિતિજો હવે ડબલ ડિજિટ જેટલા દેશોની જગ્યાએ ત્રિપલ ડિજિટમાં આવતા દેશો સુધી વિસ્તરી ચૂકી છે
  • રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આખા ગુજરાતમાં સૌથી હાઇએસ્ટ ભાવો અને ભાડાં સુરતમાં છે એ સૂચવે છે કે શહેરમાં સપ્લાય અને ડિમાન્ડ બેલેન્સિંગ સાથે આગળ વધી રહ્યા છે.
  • સુરત એરપોર્ટ પર ચાર વર્ષ અગાઉ એક એક ફ્લાઇટ માટે રડવું પડતું હતું આજે દર ચાળીસ મિનિટે એક ફ્લાઇટની આવનજાવન થઇ રહી છે આ બાબત સૂચક છે કે સુરત હવે શીફ્ટ થઇને અપગ્રેડ થઇ રહ્યું છે.
  • કૃષિ પેદાશોથી લઇને જ્વેલરી, ઓર્ગેન્ઝા અને જેકાર્ડ ફેબ્રિકથી લઇને રેડીમેડ પેક્ડ ઢોસા સુધીની ચીજવસ્તુઓ સુરતમાં બને છે અને એક્ષપોર્ટ થઇ રહી છે
  • ગુજરાતમાં સૌથી વધુ રોજગારી અને અર્થોપાર્જન કરવામાં સુરત શહેર અમદાવાદની નજીક પહોંચી ચૂક્યું છે. સુરત કરતા અમદાવાદની વસતિ 50 લાખ જેટલી વધુ હોવા છતાં સુરત અમદાવાદ જેટલી જ નોકરીની તકો ઉભી કરતું થઇ ગયું છે.
  • નાના મોટા અનેક વેપાર, રોજગાર છે જેની ક્ષિતિજો વિસ્તરી રહી છે.

વેપાર-વણજ ક્ષેત્રના વાચકોના જો કોઇ જાહેર હિતના પ્રશ્નો હોય તો 98253 44944 પર અમને જાણ કરો, અમે આપના વતી કોમર્સ મિનિસ્ટરને એ સવાલ પૂછીને જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું

September 17, 2021
modibirthday.jpg
1min429

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિનની ધામધૂમથી ભવ્ય ઊજવણી કરવા માટે ભાજપે તૈયારી કરી લીધી છે. પીએમ મોદીના જન્મદિનની વિશેષ ઊજવણી માટે ભાજપે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૫ કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું આયોજન કર્યું છે. આ સાથે ભાજપે સમગ્ર દેશમાં ૧૭મી સપ્ટેમ્બરથી ૭મી ઑક્ટોબર સુધી ૨૦ દિવસ સુધી અનેક કાર્યક્રમો યોજવાની તૈયારી કરી લીધી છે. ક્યાંક ભારત માતા મંદિરને ૭૧ હજાર દિવડાઓથી સુશોભિત કરાશે તો ક્યાંક ગંગા નદીને ૭૧ મીટરની ચૂંદડી અર્પણ કરાશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિનને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે ભાજપે સમગ્ર દેશમાં ૧.૫૦ કરોડથી વધુ લોકોને રસી આપવાની ભાજપ સંગઠને તૈયારી કરી છે. ભાજપ સૂત્રોનું કહેવું છે કે ૧૭મી સપ્ટેમ્બરના દિવસને સિમાચિહ્નરૃપ બનાવવા માટે ભાજપે તેના હેલ્થ વોલિન્ટિયર્સને પીએમ મોદીના જન્મદિને વધુમાં વધુ લોકો કોરોના રસી અપાવવાની ખાતરી કરવા જણાવ્યું છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને કોરોના વિરોધી રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનને વ્યાપક બનાવવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે હેશટેગ વેક્સિન સેવાને વ્યાપક બનાવી અત્યાર સુધીમાં જેમણે રસી નથી લીધી તેમને રસી અપાવીએ. વડાપ્રધાન માટે આ પહેલ સૌથી સારી ભેટ હશે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૬ કરોડથી વધુ લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિને તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ૧૭મી સપ્ટેમ્બરથી ૨૧ દિવસ સુધી ૭૧ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં પહેલી વખત તેમના મુખ્યમંત્રી બનવાના ૭મી ઑક્ટોબરના દિવ સુધી સેવા સમર્પણ અભિયાન ચલાવાશે. વધુમાં ભારત માતા મંદિરમાં ૭૧ હજાર દિપક પ્રગટાવાશે, ગંગામાં ૭૧ મીટરની ચૂંદડી ચઢાવાશે અને બધી જ વિધાનસભાઓમાં ૭૧-૭૧ કિલો લાડુનું વિતરણ કરાશે. ઉપરાંત જિલ્લા અને મહાનગરમાં ૭૧ મુખ્ય મંદિરોમાં આરતી અને દીપોત્સવનો કાર્યક્રમ પણ યોજાશે.

જમ્મુ-કાશ્મીર ભાજપે તેના ૨૧ દિવસના કાર્યક્રમમાંજમ્મુના ૫૦૦ બૂથમાંથી વડાપ્રધાનને પાંચ લાખ કાર્ડ મોકલવા, જળસ્રોતોની સાફ સફાઈ, વૃક્ષારોપણ અભિયાન અને રક્તદાન શિબિરના આયોજન જેવા કાર્યક્રમો યોજશે. આ સિવાય ભાજપ યુવા મોરચા દ્વારા પણ દેશભરમાં ૨૧ દિવસ સુધી વિશેષ કાર્યક્રમોના આયોજનની જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન મોદીના ૭૧મા જન્મદિનની સાથે ભાજપ ૭મી ઑક્ટોબરે પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાના ૨૦ વર્ષ પૂરા થવાની પણ ઊજવણી કરવાનો નિર્ણય કરાયો છે.

September 17, 2021
bhupen.jpg
3min490
Gujarat CM Bhupendra Patel's new cabinet sworn in, 'No Repetition' from  Rupani cabinet, 24 ministers take oath - The Economic Times Video | ET Now

ગુજરાતમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તેમના સહિત કુલ 25 મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 10ને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે, પાંચ રાજ્યકક્ષાના પરંતુ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે અને દસ રાજ્યકક્ષાના મંત્રી છે.

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કયા મંત્રી કેટલું ભણેલા છે તેની વિગતો ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે એ મુજબ 10 મંત્રીઓ ગ્રેજ્યુએટ છે જ્યારે 10 મંત્રીઓ દસમા સુધી પણ માંડ ભણ્યા છે. કયા મંત્રી કેટલું ભણેલા છે, અને કઈ વિધાનસભા બેઠકનું નેતૃત્વ કરે છે તેની માહિતી નીચે અનુસાર છે:

કેબિનેટ મંત્રીઓ

1. રાજેન્દ્ર ત્રિવેદી
શૈક્ષણિક લાયકાત: બીએસસી, એલએલબી
વિધાનસભા બેઠક: રાવપુરા, વડોદરા

2. જીતુ વાઘાણી
શૈક્ષણિક લાયકાત: બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.
વિધાનસભા બેઠક: ભાવનગર પશ્ચિમ

3. ઋષિકેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ, સિવિલ એન્‍જિનિયરિંગ (ડિપ્લોમા)
વિધાનસભા બેઠક: વિસનગર

4. પૂર્ણેશ મોદી
શૈક્ષણિક લાયકાત: બી.કોમ., એલએલ.બી.
વિધાનસભા બેઠક: સુરત પશ્ચિમ

5. રાઘવજી પટેલ
શૈક્ષણિક લાયકાત: બી.એ., એલ.એલ.બી.
વિધાનસભા બેઠક: જામનગર ગ્રામ્ય

6. કનુ દેસાઈ
શૈક્ષણિક લાયકાત: બી.એ., એલ.એલ.બી.
વિધાનસભા બેઠક: જામનગર (ગ્રામ્ય)

7. કિરીટસિંહ રાણા
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: લીંબડી, સુરેન્દ્રનગર

8. નરેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: ગણદેવી, નવસારી

9. પ્રદીપ પરમાર
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: અસારવા, અમદાવાદ શહેર

10. અર્જુનસિંહ ચૌહાણ
શૈક્ષણિક લાયકાત: બી.કોમ, ડીસીએમ
વિધાનસભા બેઠક: મહેમદાવાદ, ખેડા

રાજ્યકક્ષા, સ્વતંત્ર હવાલો

11.હર્ષ સંઘવી
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: મજૂરા, સુરત

12. જગદીશ પંચાલ
શૈક્ષણિક લાયકાત: એસ.વાય. બી.એ., એમ.બી.એ. ઈન માર્કેટિંગ (સર્ટિફિકેટ કોર્સ).
વિધાનસભા બેઠક: નિકોલ, અમદાવાદ શહેર

13. બ્રિજેશ મેરજા
શૈક્ષણિક લાયકાત: પોસ્ટ ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મોરબી

14. જીતુ ચૌધરી
શૈક્ષણિક લાયકાત: અંડર મેટ્રિક
વિધાનસભા બેઠક: કપરાડા, વલસાડ

15. મનીષા વકીલ
શૈક્ષણિક લાયકાત: એમ.એ., બી.એડ. (અંગ્રેજી સાહિત્ય)
વિધાનસભા બેઠક: વડોદરા શહેર

રાજ્યકક્ષાના મંત્રીઓ

16. મુકેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: એચ.એસ.સી., ડ્રાફ્ટ્સમેન સિવિલ
વિધાનસભા બેઠક: ઓલપાડ, સુરત

17. નિમિષા સુથાર
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મોરવા હડફ, પંચમહાલ

18. અરવિંદ રૈયાણી
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: રાજકોટ પૂર્વ

19. કુબેર ડિંડોર
એમ.એ., પીએચ.ડી
વિધાનસભા બેઠક: સંતરામપુર, મહિસાગર

20. કિર્તીસિંહ વાઘેલા
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: કાંકરેજ, બનાસકાંઠા

21. ગજેન્દ્રસિંહ પરમાર
શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: પ્રાતિંજ, સાબરકાંઠા

22. રાઘવજી મકવાણા
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મહુવા, ભાવનગર

23. વિનોદ મોરડિયા
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: કતારગામ, સુરત

24. દેવા માલમ
શૈક્ષણિક લાયકાત: અંડર મેટ્રિક
વિધાનસભા બેઠક: કેશોદ, જૂનાગઢ

September 17, 2021
Free-vaccinee-1280x720.jpg
1min400

૧૭મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત  આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કરી છે. તેમણે જણાવ્યુ કે, આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે. 

તેમણે જણાવ્યું કે, રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતી કાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે.

અગ્રવાલે કહ્યું કે, રસીકરણની મેગા ડ્રાઇવને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસીપલ કમિશ્નર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે. આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે. 


સાથે જ તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ ૮,૩૪,૭૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ, ૧૦૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે.

September 17, 2021
gst.jpg
1min414

નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનાં અધ્યક્ષપદ હેઠળ શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે. લખનઊ ખાતે શુક્રવારે સવારે ૧૧:૦૦ વાગે યોજાનારી જીએસટી કાઉન્સિલની ૪૫મી બેઠકનું અધ્યક્ષપદ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સંભાળશે. 

આ બેઠકમાં લગભગ ચાર ડઝન જેટલી વસ્તુઓ પરના કરવેરાની સમીક્ષા કરવા ઉપરાંત કોવિડની ૧૧ દવાને કરવેરામાં રાહત આપવા અંગે વિચારણા કરવામાં આવશે. 

૧૭ સપ્ટેમ્બરે લખનઊ ખાતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિંગલ નેશનલ જીએસટી હેઠળ પેટ્રોલ અને ડીઝલ પર કરવેરો લાદવા અંગે તેમ જ ઝોમેટો અને સ્વિગી  જેવી ડિલીવરી ઍપને રૅસ્ટોરાં ગણી તેમના દ્વારા કરવામાં આવતી ડિલીવરી પર પાંચ ટકા ટૅક્સ લાદવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. 

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના નાણાં પ્રધાન તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજરી આપશે, એમ નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. 

એમ્ફોટોરિસિન-બી, ટોસિલિઝૂમેબ, રેમડેસિવિર અને હેપારિન જેવી ઍન્ટી કૉગ્યૂલન્ટ્સ પરના કરવેરા પર હાલ આપવામાં આવતી રાહત ૩૦ સપ્ટેમ્બરથી લંબાવીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી કરવાના પ્રસ્તાવ પર ચર્ચાવિચારણા કરવામાં આવશે. 

ઈટોલિઝૂમેબ, પાસાકોનાઝોલ, ઈન્ફિલક્સિમેબ, બામલાનિવિમેબ, ઈટેસેવિમેબ, કાસિરિવિમેબ, ઈમડેવિમેબ, ૨-ડિઓક્સિ-ડી-ગ્લુકોઝ અને ફેવિપિરાવિર જેવી કોવિડની દવા પરનો જીએસટી દર ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાના પ્રસ્તાવ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવે એવી શક્યતા છે.

September 16, 2021
guj_minis.jpg
1min448

આખરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંત્રીમંડળે આજે શપથ ગ્રહણ કરી લીધા છે. રાજભવનમાં આજે બપોરે દોઢ વાગ્યે યોજાયેલી શપથવિધિમાં કુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાંથી 10 મંત્રીઓને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે કુલ નવ ધારાસભ્યોએ શપથ લીધા છે. નવી સરકારમાં પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી નંબર ટૂ જ્યારે જીતુ વાઘાણી નંબર 3 રહેશે. નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે, જ્યારે કચ્છની બાદબાકી કરવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરતા રુપાણીના એકેય મંત્રીને સ્થાન નથી અપાયું.

કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા મંત્રીઓ: 

  • 1. રાજેન્દ્ર ત્રિવેદી
  • 2. જીતુ વાઘાણી
  • 3. ઋષિકેશ પટેલ
  • 4. પૂર્ણેશ મોદી
  • 5. રાઘવજી પટેલ
  • 6. કનુ દેસાઈ
  • 7. કિરીટસિંહ રાણા
  • 8. નરેશ પટેલ
  • 9. પ્રદીપ પરમાર
  • 10. અર્જુનસિંહ ચૌહાણ

રાજ્યકક્ષા, સ્વતંત્ર હવાલો

  • 11.હર્ષ સંઘવી
  • 12. જગદીશ પંચાલ
  • 13. બ્રિજેશ મેરજા
  • 14. જીતુ ચૌધરી
  • 15. મનીષા વકીલ

રાજ્યકક્ષાના મંત્રીઓ

  • 16. મુકેશ પટેલ
  • 17. નિમિષા સુથાર
  • 18. અરવિંદ રૈયાણી
  • 19. કુબેર ડિંડોર
  • 20. કિર્તીસિંહ વાઘેલા
  • 21. ગજેન્દ્રસિંહ પરમાર
  • 22. રાઘવજી મકવાણા
  • 23. વિનોદ મોરડિયા
  • 24. દેવા માલમ

આજે શપથગ્રહણ સમારંભમાં પૂર્વ સીએમ વિજય રુપાણી તેમજ પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ પણ મંચ પર જોવા મળ્યા હતા.

ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એક જ પક્ષની સરકારમાં કોઈપણ ભૂતપૂર્વ મંત્રીને નવી કેબિનેટમાં જગ્યા આપવામાં નથી આવી. ચૂંટણીના સવા વર્ષ પહેલા થયેલા મોટા ફેરબદલમાં માત્ર સીએમ જ નથી બદલાયા, પરંતુ આખેઆખા મંત્રીમંડળને બદલી નાખવામાં આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. જૂના મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા તમામ લોકોના પત્તાં કપાયા છે. જોકે, કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે. 

September 16, 2021
amba.jpeg
1min599

પવિત્ર ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે.

File Photo

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ કરાયો છે તેમજ તારીખ 13 સપ્ટેમ્બરથી લઇને તારીખ 25 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પગપાળા સંઘોને પણ મંજૂરી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જેઓને બાધા કે માન્યતા હોય તેમના પૂરતી જ મર્યાદિત સંખ્યામાં વ્યક્તિઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ અને સંઘને મંજૂરી આપવામાં આવી નથી. તેમજ માત્ર બાધા, આખડી, માન્યતા હોય તેઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

અહીં નોંધનીય છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર ના આવે તેની અગમચેતીના પગલે આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. પવિત્ર ધામ અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામતી હોવાથી મંદિર બંધ રાખવા અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પગપાળા સંઘોને પણ મંજૂરી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પવિત્ર ધામ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો છેલ્લી ઘડીએ ગૃહવિભાગે રદ કરી દીધો છે.

September 16, 2021
sonu.jpg
1min446

બોલીવુડ એક્ટર સોનુ સૂદના ઘરે dt 14/9/21, મંગળવારે ઈનકમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સોનુ સૂદના મુંબઈમાં આવેલા અનેક ઠેકાણે ઈનકમ ટેક્સ વિભાગની આ કાર્યવાહી તા.15મી સપ્ટેમ્બરે પણ જારી હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યા પછી હાથ ધરાયેલી આ કાર્યવાહીને બદલાની રાજનીતિ સાથે સરખાવવામાં આવી રહી છે.

Sonu Sood in trouble? Income Tax officials survey actor's house, office in Mumbai RCB

જાણવા મળ્યા મુજબ, અકાઉન્ટ બુકમાં ગરબડના આરોપો પછી આઈટીની ટીમોએ સોનુ સૂદ અને તેની કંપનીઓ સાથે સંલગ્ન 6 સ્થળોએ સર્વે કર્યો છે.

થોડા દિવસ પહેલા દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંલગ્ન કાર્યક્રમનો બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યો છે. આ દરમિયાન તે આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની અટકળો પણ થઈ હતી. જેના પર સોનુ સૂદે કહ્યું હતું કે, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેની કોઈ રાજકીય વાતચીત નથી થઈ.

કોરોના કાળમાં લગાવાયેલા લોકડાઉન દરમિયાન સોનુ સૂદે પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું સૌથી પહેલું બીડું ઉઠાવ્યું હતું. તે પછી સતત દેશભરના લોકોની મદદ કરતો રહ્યો છે. ઘણા રાજ્યોની સરકારોએ સોનુ સાથે કામ કરવા માટે હાથ મિલાવ્યા છે, જેમાં પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. તે ઉપરાંત સોનુ ગુડવર્કર જોબ એપ, સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચલાવે છે. દેશમાં 16 શહેરોમાં ઓક્સીજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે. કોરોના દરમિયાન કરાયેલા સોનુના માનવીય કામો માટે ફેન્સ તેને દેવદૂત કહે છે. સપ્ટેમ્બર 2002માં સુદને કોરોના મહામારી દરમિયાન તેના માનવીય કામો માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે 2020 એસડીજી સ્પેશયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ આપ્યો હતો. હાલ તે દેશના દરેક લોકો માટે સૂદ ચેરિટી ફાઉન્ડેશન ચલાવી રહ્યો છે.

સોનુ હિંદી, તેલુગુ, ક્ન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ટૂંક સમયમાં જ તે એક પીરિયડ ડ્રામા પૃથ્વીરાજમાં જોવા મળશે. તે ઉપરાંત તે તેલુગુ એક્શન-ડ્રામા આચાર્યમાં પણ કામ કરી રહ્યો છે.