Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૪૦૦ પ્રકારની સારવારના ભાવ વધાર્યા. આ સાથે બ્લેક ફંગસની સારવાર પણ ઉમેરવામાં આવી છે. સરકારના આ પગલાંથી યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે. સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારામાં આ યોજનાનો અમલ કરાવનાર નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ સારવારના ભાવમાં ૨૦ ટકાથી ૪૦૦ ટકા સુધીનો વધારો કર્યો છે.
મેડિકલ મેનેજમેન્ટ પ્રોસિઝર હેઠળ વૅન્ટિલેટર સાથે આઇસીયુના ભાવમાં ૧૦૦ ટકાનો અને વૅન્ટિલેટર વગરના આઇસીયુ માટે ૧૩૬ ટકાનો, હાઇ ડિપેન્ડન્સી યુનિટ (એચડીયુ) માટે ૨૨ ટકા અને રૂટિન વોર્ડ માટેના ભાવમાં ૧૭ ટકાનો વધારો કરાયો છે.
કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારાથી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો લાભકર્તાઓને વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે.
પાટનગરના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપ 41 બેઠકો પર જીત, કોંગ્રેસને રોકડી 2 અને આપને ફક્ત 1થી સંતોષ માનવો પડ્યો
ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજરોજ તા.5મી ઓક્ટોબર 2021ના રોજ યોજાયેલા મતગણતરીના અંતે ભાજપાએ ગાંધીનગરમાં પ્રચંડ અને અભૂતપૂર્વ બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. પાટનગરના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપ 41 બેઠકો પર જીત મેળવી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ 02 અને આમ આદમી પાર્ટી 01 બેઠક પર વિજયપ્રાપ્ત કરી શક્યા છે.
ગાંધીનગર ખાતે અભતૂપર્વ વિજય મેળવ્યા બાદ સી.આર. પાટીલે પોતાની પ્રથમ પ્રતિક્રીયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા પાર્ટીને કોઇ અવકાશ નથી. ગુજરાતના મતદારો ભાજપ સાથે રહ્યા છે અને રહેશે.
એ પૂર્વે બપોરે 12.30 કલાકની સ્થિતિએ ગાંધીનગરમાં વોર્ડ નં. 1, 4, 5, 7, 8, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે. હાલ ભાજપ 34થી વધુ બેઠકો પર આગળ છે. અત્યારસુધી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માત્ર એક જ બેઠક જીતી શકી છે. રિપોર્ટ્સ અનુસાર, વોર્ડ નં.6માં પક્ષના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.3માં એક બેઠક પર જીત મેળવી છે તેમજ વોર્ડ નં.2માં તેના બે ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજો અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જોકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથી.
રાજ્યમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે. પૂર્વ સીએમ વિજય રુપાણી અને તેમના તમામ મંત્રીઓની એક્ઝિટ બાદ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના સત્તામાં આવ્યા બાદ પહેલીવાર રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં ભાજપનો દેખાવ કેવો રહે છે તે તેમના માટે પણ ખાસ્સું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, નવી સરકારમાં નો રિપિટ થિયરી લાગુ કરાયા બાદ ગાંધીનગરમાં પણ તેનું અનુકરણ કરાયું છે, જેનો સ્પષ્ટ ફાયદો પક્ષને થતો દેખાઈ રહ્યો છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે પાલ રોડ સ્થિત હોટલ ટીજીબીની ગલીમાં સૂર્યમ રેસીડેન્સીની પાસે શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે આજથી ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’નો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ તબકકામાં તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન યોજાયેલા એકઝીબીશનનું ઉદ્ઘાટન સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મહિલા ઉદ્યોગ સાહસિકો આત્મનિર્ભર બની શકે તે હેતુથી ચેમ્બરની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા એકઝીબીશન યોજાયું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે કહયું કે, ચેમ્બર અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચે સરાહનીય કામગીરી કરી છે પણ હવે શહેરીજનોની પણ જવાબદારી બને છે કે તેઓ આ એકઝીબીશનમાં આવે અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ પરથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરે.
‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’ના ઉદ્ઘાટન સમારોહમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ એકઝીબીશન વિશે માહિતી આપી હતી. શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના પ્રમુખ મનહર લાપસીવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. લેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલાએ સમારોહનું સંચાલન કર્યું હતું. જ્યારે લેડીઝ વીંગના વાઇસ ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની ઉદ્ઘાટન સમારોહનું સમાપન કર્યું હતું. આ સમારોહમાં ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસી, ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલા, મેનેજિંગ કમિટીના સભ્યો તથા શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
પ્રથમ તબકકામાં સોમવાર, તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ના રોજ ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’યોજાયું છે. જેમાં ૬પ મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે. ત્યારબાદ એ જ સ્થળે બીજા તબકકામાં તા. ૬ અને ૭ ઓકટોબર, ર૦ર૧ તથા ત્રીજા તબકકામાં તા. ૮ અને ૯ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન એકઝીબીશન યોજાશે. જેમાં પણ ૬પ મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા ભાગ લેવામાં આવશે. ત્રણેય તબકકામાં એકઝીબીશનનો સમયગાળો બપોરે ૧રઃ૦૦ કલાકથી રાત્રે ૦૮:૦૦ કલાક સુધીનો રહેશે.
આ એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા ઓકસીડાઇઝડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્સ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલસ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્સ, મહેંદી, કવીલીંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાઇ કલીનર્સ વિગેરેનું વેચાણ કરવામાં આવી રહયું છે.
વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી
ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)એ ફરી એક વખત ટેક્સ ચોરીની તપાસ કરી છે અને એક મોટું રહસ્ય ઉજાગર કર્યું છે. વર્ષ 2016માં લીક થયેલા પનામા પેપર્સ કેસમાં કરચોરીમાં મોટા ઉદ્યોગપતિઓના નામ સામે આવ્યા હતા. હવે ફરી ICIJએ પેન્ડોરા પેપર્સમાં દાવો કર્યો છે કે ભારતીય સેલિબ્રિટી, ઉદ્યોગપતિ, ખેલાડીઓ અને સ્વાભાવિક રીતે જ રાજકીય નેતાઓ પણ આ કરચોરીમાં સામેલ છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર સચીન તેંડુલકરનું નામ પણ આ લીક પેપર્સમાં સામે આવ્યું છે.
પાનામા પેપર્સ શું છે?
દુનિયાભરના અરબોપતિઓ કરની રકમ બચાવવા માટે વિવિધ તરકીબો અજમાવે છે અને કાયદામાં ઉપલબ્ધ છૂટછાટનો ફાયદો ઉઠાવી ટેક્સ હેવેન (એવા દેશ જ્યાં કર ખૂબ ઓછો છે) ગણાતા દેશમાં પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ, ગિફ્ટ અથવા કાયદાકીય રીતે સ્વીકૃત માર્ગો દ્વારા આ દેશમાં મોકલે છે અને ચોક્કસ ચેનલ બનાવી એ રીતે પૈસા ફરી મેળવે છે, જેનાથી તેઓ ટેક્સમાં રાહત મેળવી શકે અથવા તેમને કર ભરવો પડે નહીં.
હકીકતે, વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી. જેમાં વિશ્વના અનેક નામી લોકોની કરચોરી વિશે ભાંડા ફોડ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં જૉર્ડનના રાજા, યૂક્રેન, કેન્યા અને ઇક્વાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના વડાપ્રધાન અને બ્રિટેનના પૂર્વ વડા પ્રધાન, ચીનના જિંગપિંગ, વર્લ્ડ ક્લાસ ફૂટબોલ પ્લેયર લીએનોલ મેસી અને ટોને બ્લેયરના નામ પણ સામે આવ્યા હતા. એટલું નહીં આમાં ભારત, અમેરિકા અને રશિયા જેવા દેશોના 130 અરબપતિઓના નામ પણ સામે આવ્યા હતા. આ લીક થયેલી માહિતીમાં લૉ ફર્મ મોસેક ફોનસેકા દ્વારા આ લોકો માટે થયેલા ટ્રાન્સેક્સનની વિગતો હતો. આ લિકથી વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં, ભારત સરકારે એક ખુલાસો કર્યો હતો કે પનામા પેપર્સથી સંબંધિત 20,078 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિઓ મળી આવી છે.
પેન્ડોરા પેપર્સ
હવે આ જ રીતે ફરી ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) સંસ્થાએ યુકેમાં બીબીસી અને `ધ ગાર્ડિયન` અખબાર, ભારતમાં `ધ ઈન્ડિયન એક્સપ્રેસ` અને તપાસમાં 150 મીડિયા આઉટલેટ્સને સામેલ કરી 11.9 મિલિયનથી વધુ ગુપ્ત દસ્તાવેજોની તપાસ કરી હતી અને ઘણા ધનિક લોકોના ગુપ્ત નાણાકીય વ્યવહારોની વિગતો હવે સામે આવી છે. આ વિગતો સામે આવતા હેવ તેમણે કરેલી કરચોરીનો કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યો છે.
આજે પ્રકાશિત થયેલા આ અહેવાલોમાં વૈશ્વિક સ્તરે 14 નાણાકીય સેવા કંપનીઓના લીક થયેલા દસ્તાવેજો પર આધારિત છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પેન્ડોરા પેપર્સમાં ઓછામાં ઓછા 380 ભારતીય નાગરિકોના નામ છે. તેમાંથી, ધ ઇન્ડિયન એક્સપ્રેસ અત્યાર સુધીમાં લગભગ 60 અગ્રણી વ્યક્તિઓ અને કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી અને પુષ્ટિ કરી છે. આ પેપર્સમાં દર્શાવાયું ચએ કે કઈ રીતે ટ્રસ્ટનો ઉપયોગ કરી કરચોરીનું આ કાળું કામ થઈ રહ્યું છે.
આ 14 વૈશ્વિક કોર્પોરેટ સર્વિસીસ ફર્મની 11.9 મિલિયન લીક થયેલી ફાઇલો છે, જેણે લગભગ 29,000 ઓફ-ધ-શેલ્ફ કંપનીઓ અને ખાનગી ટ્રસ્ટની સ્થાપના કરી છે. પેન્ડોરા પેપર્સ જણાવે છે કે કેવી રીતે સમૃદ્ધ, પ્રખ્યાત અને કુખ્યાત, જેમાંથી ઘણા પહેલેથી જ તપાસ એજન્સીઓના રડાર પર હતા, એસ્ટેટ પ્લાનિંગ માટે જટિલ બહુસ્તરીય ટ્રસ્ટ સ્ટ્રક્ચરની સ્થાપના કરી હતી.
ટ્રસ્ટની સ્થાપના વિવિધ કારણોસર કરવામાં આવે છે અને તેમાંના કેટલાક વાસ્તવિક પણ છે, પરંતુ તપાસમાં એ પણ જણાયું છે કે ઘણાના ટ્રસ્ટ સ્થાપવા માટેના બે ઉદ્દેશ છે. તેમની વાસ્તવિક ઓળખ છુપાવવી અને પોતાની જાતને ઓફશોર એન્ટિટીઝથી દૂર રાખવી જેથી કર અધિકારીઓ માટે તેમના સુધી પહોંચવું અશક્ય બની જાય અને બીજું રોકડ, શેરહોલ્ડિંગ્સ, રિયલ એસ્ટેટ, આર્ટ, એરક્રાફ્ટ અને યાટ્સ – લેણદારો અને કાયદા અમલદારો પાસેથી રોકાણકારોની સલામતીનું રક્ષણ કરવું.
હવે આ ખુલાશાથી કરચોરીમાં સંડોવાયેલા વિશ્વના જાણીતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. ભારતના નાગરિકોની વાત કરીએ તો આ પ્રકરણમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ક્રિકેટના ગોડ ગણાતા સચીન તેંડુલકર, નીરવ મોદીની બહેન કિરણ મજૂમદારના પતિ, ગાંધી પરિવારના ખાસ મિત્ર સતીશ શર્મા, જેકી શ્રોફ, નિરા રાડિયા અને ઇકબાલ મિર્ચી પરિવારનું નામ પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ બાબતે સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે આ મામલે તપાસ હાથ ધરાશે.
પેન્ડોરા પેપર્સના ખુલાસા બાદ પાકિસ્તાનના રાજકારણમાં હંગામો થયો છે. કારણ કે આ યાદીમાં પાકિસ્તાનના 700 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં ઇમરાન સરકારમાં મંત્રી શૌકત તારિન, જળ સંસાધન મંત્રી મૂનીસ ઇલાહી, સાંસદ ફૈઝલ વાવડા, ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી ખુસરો બખ્તિયારના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
U.S. scientists David Julius, Ardem Patapoutian get Medicine Nobel for discovery of temperature, touch receptors : CiA Live News web
મેડિસીનના ક્ષેત્રમાં તાપમાન અને સ્પર્શ રિસેપ્ટર્સની શોધ બદલ અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને આર્ડોમ પેટાપાઉટિયનને નોબેલ ઇનામ આપવામાં આવ્યું હતું.
નોબલ કમિટીના મહામંત્રી થોમસ પર્લમેને સોમવારે Dt.4/10/2021 વિજેતાઓનાં નામ જાહેર કર્યા હતા.
પર્લમેને જણાવ્યું હતું કે આ ખરેખર કુદરતનું એક રહસ્ય જાહેર કરે છે. ખરી રીતે આ એવી બાબત છે કે જે આપણા અસ્તિત્વ માટે જરૂરી છે, માટે આ અત્યંત મહત્ત્વનું છે અને ખાસ શોધ છે. આ પ્રતિષ્ઠિત ઇનામમાં સુવર્ણ ચંદ્રક અને ૧૦ મિલિયન સ્વિડીશ ક્રોનર (૧.૧૪ મિલિયન ડોલરથી વધારે)ની રકમ મળે છે.
આ વર્ષનું આ પહેલું ઇનામ જાહેર કરાયું છે. આ સિવાય ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ પણ ઇનામો આપવામાં આવે છે.
In English
Two U.S.-based scientists were awarded the Nobel Prize in physiology or medicine on October 4 for their discovery of the receptors that allow humans to feel temperature and touch.
David Julius and Ardem Patapoutian focused their work on the field of somatosensation, that is the ability of specialised organs such as eyes, ears and skin to see, hear and feel.
“This really unlocks one of the secrets of nature,” said Thomas Perlmann, secretary-general of the Nobel Committee, in announcing the winners. “It’s actually something that is crucial for our survival, so it’s a very important and profound discovery.” The committee said Mr. Julius, 65, used capsaicin, the active component in chilli peppers, to identify the nerve sensors that allow the skin to respond to heat.
Mr. Patapoutian found separate pressure-sensitive sensors in cells that respond to mechanical stimulation, it said.
The pair shared the prestigious Kavli Award for Neuroscience last year.
“Imagine that you’re walking barefoot across a field on this summer’s morning,” said Patrik Ernfors of the Nobel Committee. “You can feel the warmth of the sun, the coolness of the morning dew, a caressing summer breeze and the fine texture of blades of grass underneath your feet. These impressions of temperature, touch and movement are feelings relying on somatosensation.”
“Such information continuously flows from the skin and other deep tissues and connects us with the external and internal world. It is also essential for tasks that we perform effortlessly and without much thought,” said Mr. Ernfors.
Mr. Perlmann said he managed to get hold of both of the winners before the announcement.
“I […] only had a few minutes to talk to them, but they were incredibly happy,” he said. “And as far as I could tell they were very surprised and a little bit shocked, maybe.”
Last year’s prize went to three scientists who discovered the liver-ravaging hepatitis C virus, a breakthrough that led to cures for the deadly disease and tests to keep the scourge from spreading though blood banks.
The prestigious award comes with a gold medal and 10 million Swedish kronor (over $1.14 million). The prize money comes from a bequest left by the prize’s creator, Swedish inventor Alfred Nobel, who died in 1895.
The prize is the first to be awarded this year. The other prizes are for outstanding work in the fields of physics, chemistry, literature, peace and economics.
આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આજે રમાનારી મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મૅચમાં રસપ્રદ મુકાબલો જોવા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની ગાડી ફરી પાટે ચડાવવાના અને સ્પર્ધામાં ટકી રહેવાના છેલ્લા પ્રયાસ કરશે. પાંચ વખત ટુર્નામેન્ટની ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું લક્ષ્ય વિજયની હેટ્રીક કરવાનું હશે. જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એમ કરવામાં સફળ થશે તો તે ટુર્નામેન્ટના ૧૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ જ વાર હશે.
બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેના શાનદાર બૅટિંગ પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને આંચકાજનક પરાજય આપ્યો હોવાને કારણે તેનો આત્મવિશ્ર્વાસ આભને અડી રહ્યો છે. મંગળવારની મૅચમાં પરાજિત થનારી ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જશે.
ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરી જિલ્લામાં ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની ખિલાફ કિસાનોનું વિરોધ પ્રદર્શન હિંસક અથડામણમાં પલટાઈ ગયું હતું અને આ ઘર્ષણમાં કુલ 8 વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા હોવાનું અનધિકૃત અહેવાલોમાં જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રીનાં કાફલામાં તેમનાં પુત્રની મોટરકારે બેથી ત્રણ કિસાનોને કચડી નાખ્યા બાદ ખેડૂતો વિફર્યા હતાં અને જોતજોતામાં જ તોફાન શરૂ થઈ ગયું હતું. આ હિંસામાં મંત્રીનાં કાફલાની મોટરકારો પણ સળગાવી નાખવામાં આવી હતી. મૃતકોમાં 4 કિસાનો અને 4 કાફલાનાં વાહનોમાં સવાર લોકોનો સમાવેશ થતો હોવાનું પ્રાથમિક રૂપે જાણવા મળે છે.
હિયાળ બનેલા લખીમપુરનાં વિરોધ પ્રદર્શન પછી વિપક્ષી નેતાઓએ ભાજપ ઉપર આક્રમણ ચલાવતા ઉગ્ર નિવેદનબાજી શરૂ કરી હતી અને સંખ્યાબંધ નેતાઓએ લખીમપુરની મુલાકાતનું આયોજન પણ કરી નાખ્યું છે. બબાલના પગલે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ અટકાવી દેવામાં આવી હતી.
જાણકારી અનુસાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય એક કાર્યક્રમ માટે લખીમપુર ખીરી આવ્યા હતા. આ વાતની જાણકારી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોને થતાં તેઓ હેલિપેડ પર પહોંચી ગયા હતા અને કબજો કરી લીધો હતો. મિશ્રા અને મૌર્યનો કાફલો જ્યારે સડક માર્ગે આવી રહ્યો હતો ત્યારે કિસાનોએ કાળા ઝંડા દેખાડી વિરોધ કર્યો હતો. આ દરમ્યાન કાફલામાં રહેલા મિશ્રાના પુત્ર અભિષેકે પોતાની ગાડી કિસાનો પર ચડાવી દેતાં અફરાતફરી મચી હતી. આ ઘટનાથી કિસાનોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો અને તેમણે બે ગાડીમાં આગ ચાંપી હતી. મંત્રીના પુત્રની ગાડીને રોકવાના પ્રયાસમાં એક મહિલા સિપાહી સહિત બે પોલીસકર્મીને ઈજા પણ પહોંચી હતી.
કિસાન સંગઠનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ અથડામણમાં આઠ કિસાન ઘવાયા હતાં અને એકની ગોળી મારીને હત્યા પણ થઈ છે. આ ગોળીબાર મંત્રીના પુત્રએ જ કર્યો હોવાનો આક્ષેપ પણ થયો છે. બીજીબાજુ ભારતીય કિસાન સંગઠનનાં નેતા રાકેશ ટિકૈતે પણ આ ઘટનામાં 4 કિસાનોનાં મૃત્યુ થયા હોવાનો દાવો કર્યો હતો. ટિકૈતે આ ઘટનાને પગલે લખીમપુરનો તાબડતોબ પ્રવાસ પણ ગોઠવી નાખ્યો હતો.
કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી અને સપાનાં નેતા અખિલેશ યાદવે પણ ખેડૂતોનાં સમર્થનમાં લખીમપુરની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કિસાનોના બલીદાનને વ્યર્થ જવા દેવાશે નહી. જો આ અમાનવીય નરસંહારને જોઈને પણ ચુપ છે તે પહેલા જ મરી ચૂક્યા છે. આ મામલે યુપીના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે કૃષિ કાયદા સામે શાંતિપુર્ણ રીતે વિરોધ કરી રહેલા કિસાનોને ભાજપ સરકારના ગૃહરાજ્યમંત્રીના પુત્રની ગાડીની કચડવા એ અમાનવીય અને ક્રૂર કૃત્ય છે. જયંત ચૌધરીએ આ ઘટનાને કાળુ કૃત્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ગૃહમંત્રી સાજીશ રચી રહ્યા હોય તો કોણ’ સુરક્ષિત રહેશે. અન્ય વિપક્ષી નેતાઓએ પણ ઘટના બાદ ભાજપ ઉપર નિશાન તાક્યું હતું અને ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આમ લખીમપુર હવે રાજકારણનો નવો અખાડો બનવાનું સુનિશ્ચિત થઈ ગયું છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત મિશ્રા ટેનીએ કહ્યું હતું કે, કિસાનોના ટોળાએ પથ્થર વડે કાફલા ઉપર હુમલો કર્યો હતો. તેમાં તેના ડ્રાઈવરનું મૃત્યુ થયું છે. આંદોલનકારીઓએ લાકડી અને તલવાર વડે કરેલા હુમલામાં ત્રણ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યો છે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, મારો પુત્ર સ્થળ ઉપર હાજર નહોતો બાકી તેની પણ હત્યા કરી દેવામાં આવી હોત. આ સાથે કિસાનો વચ્ચે ઉપદ્રવીઓ છુપાયેલા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
મુંબઇ બંદર નજીક મુંબઈ-ગોવા કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરનારી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે બોલીવૂડના અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. એનસીબીની ટીમે શનિવારે રાતે ક્રૂઝ પરથી બે મહિલા સહિત આઠ જણને તાબામાં લીધા હતા અને તેમની પાસેથી વિવિધ પ્રકારનાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન ધરપકડ કરાયેલા ત્રણેયને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને એક દિવસની એનસીબી કસ્ટડી ફટકારાઇ હતી. દરમિયાન રાત્રે વધુ પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી જેમાં ઈસ્મિત સિંહ, મોહક જયસ્વાલ, ગોમિત ચોપડા, નુપૂર સતિજા અને વિક્રાંત છોકરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
એનસીબીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વ હેઠળ અધિકારીઓની ટીમ મળેલી માહિતીને આધારે શનિવારે સાંજે મુંબઈ બંદરેથી નીકળેલી કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર પહોંચી ગઇ હતી. દરમિયાન મધદરિયે પહોંચેલી ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટી શરૂ થયા બાદ એનસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
NCBએ મધરાતે આર્યન ખાન, મુનમુન ધામેચા, નુપૂર સતિજા, ઇસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપડા અને અરબાઝ મર્ચન્ટને તાબામાં લીધાં હતાં. તેમની પાસેથી ચરસ, કોકેઇન, એમડી (મેફેડ્રોન), એમડીએમએ અને એકસ્ટસી જેવા ડ્રગ્સ મળી આવ્યા હતા. તમામને બાદમાં એનસીબીની દક્ષિણ મુંબઈમાં આવેલી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તાબામાં લીધેલા આઠેય જણ મોટા ઘરના નબીરાઓ હોવાથી એનસીબીની ઓફિસે તેમના વકીલોનું આવવાનું શરૂ થઇ ગયું હતું.
એનસીબીએ ડ્રગ્સ પાર્ટી પ્રકરણે એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને રવિવારે સાંજના આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ તેમ જ મુનમુન ધામેચાની ધરપકડ કરાઇ હતી.
એનસીબીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમિયાન ૧૩ ગ્રામ કોકેઇન, પાંચ ગ્રામ એમડી, ૨૧ ગ્રામ ચરસ, એમડીએમએની ૨૨ ગોળી તથા ૧.૩૩ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ધરપકડ બાદ ત્રણેયને મેડિકલ માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને બાદમાં સાંજે કોર્ટમાં હાજર કરાયા હતા. આર્યન ખાન વતી જાણીતા એડવોકેટ સતીશ માનેશિંદે કોર્ટમાં હાજર રહ્યા હતા.
ચાલુ સપ્તાહે બીજી વખત ઉકાઇ ડેમમાં પાણીનો આવરો વધી જતા આજે તા.3 ઓક્ટોબર 2021ને રવિવારના રોજ ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું હતું તેટલું જ પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે.
સાંજે 5 કલાકે સરકારી માહિતી ખાતાએ જારી કરેલા ઉકાઇ ડેમના બુલેટીનમાં જણાવવામાં આવ્યું હતું કે તા.3/10/21 @ 5pm ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 344.04 ફૂટ છે. જે ભયજનક સપાટી 345 ફૂટથી એક ફૂટ ઓછું છે. એ સમયે ડેમમાં કુલ 1.44 લાખ ક્યુસેક્સ પાણીનો આવરો થઇ રહ્યો હતો. ડેમમાં હવે વધુ પાણીનો જથ્થો સ્ટોર કરવો હિતાવહ ન હોઇ, તંત્ર દ્વારા જેટલું પાણી આવી રહ્યું હતું તેટલું જ પાણી તાપી નદીમાં રિલીઝ કરવાનું શરૂ કરાયું છે.
માહિતી ખાતા તરફથી જારી કરવામાં આવેલી માહિતી
Ukai Dam Data : Dt. 03.10.2021 @ 17:00 Hrs. Rule Level : 345.00 ft. Present Level : 344.04 ft. Inflow : 144737.00 cusecs Outflow: 144737.00 cusecs Present Live Storage : 6558.97 MCM Present Capacity : 7243.36 MCM ( 97.69 %)
Kakrapar Weir Position @ 17:00 Hrs. on Date : 03.10.2021 Kakrapar Weir Level is…………………..166.80 feet Overflow Discharge in Cusecs is……. 117100.00 Cusecs Moticher Level is………………………….153.20 feet Moticher Discharge is…………………….445.00 Cusecs Total Discharge in River Tapi is……….117545.00 Cusecs
Date : 03.10.2021 Time : 17:00 Hrs. Singanpor Weir Cum Causeway level: 7.05 Mt
સુરત શહેરના બાળમંદિરોમાં 2022-23ના વર્ષ માટેના પૂર્વપ્રાથમિકમાં નર્સરી, જુનિયર કેજીમાં પ્રવેશ કામગીરી જુદી જુદી સ્કુલોએ શરૂ કરી દીધી છે.
સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકાવિહાર શાળામાં ઇંગ્લીશ મિડીયમ અને ગુજરાતી મિડીયમમાં પ્રવેશ માટેના અરજી ફોર્મ ઓનલાઇન અને ઓફલાઇન તા.7 અને તા.8મી ઓક્ટોબરના રોજ ભરી શકાશે. ભૂલકા વિહારની ડિટેઇલ્સ માટે નીચેની જાહેરાત જુઓ.
શહેરના ઉમરા વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડનું એફિલિયેશન ધરાવતી અધતન શાળા, ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં પ્રી પ્રાઇમરીમાં પ્રવેશ કામગીરી માટે તા.7થી 9 ઓક્ટોબર વચ્ચે ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે નીચેની જાહેરાત જુઓ
આ પ્રકારે આપની શાળાની પ્રવેશ કાર્યવાહીની એડર્વટાઇઝ વ્યાજબી દરે પ્રસિદ્ધ કરાવવા માટે સંપર્ક કરો 9825344944
સુરત શહેરમાં શાળાકીય શિક્ષણની ગતિવિધિ નોર્મલાઇઝેશન મોડમાં આવી ચૂકી છે અને બીજી તરફ ઓક્ટોબર મહિનાના આરંભ સાથે જ બાળમંદિરોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડની અનેક શાળાઓએ આગામી શૈક્ષણિક વર્ષ 2022-23ના વર્ષમાં નર્સરી અને જુનિયર કેજીમાં પ્રવેશ માટેની જાહેરાતો કરવા માંડતા 3 અને 4 વર્ષના બાળકોના માબાપ એલર્ટ જણાય રહ્યા છે. ગત વર્ષે કોવીડના કારણે પ્રવેશ કાર્યવાહી કોઇ ખાસ ધ્યાન ખેંચી શકી ન હતી પરંતુ, આ વખતે વાલીઓને આકર્ષવા માટે શાળા સંચાલકો નીત નવા ફંડા અપનાવી રહ્યા હોવાનું જણાય રહ્યું છે.શહેરમાં સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડની કેટલીક શાળાઓએ નર્સરી અને જુનિયર કેજીમાં પ્રવેશ માટેના અરજીપત્રકો ઓનલાઇન અને ઓફલાઇન ભરવા અંગેની જાહેરાત કરી છે. અઠવાલાઇન્સની જાણિતી સ્કુલના આચાર્ય કહે છે કે છેલ્લા ત્રણેક વર્ષથી બદલાયેલા ટ્રેન્ડમાં હવે સામાન્યમાં સામાન્ય પરિવાર પણ ક્યાં તો સેન્ટ્રલ બોર્ડ અગર તો તેમાં એડમિશન ન મળે તો ગુજરાત બોર્ડમાં કમસે કમ ઇંગ્લીશ મીડીયમમાં જ તેમના સંતાનોને પ્રવેશ મળે તેવું ઇચ્છી રહ્યા છે.આ વખતથી ગુજરાત બોર્ડે સુરતની શાળાઓએ શરૂ કરેલા દ્વિભાષી માધ્યમ (અગાઉના ગ્લોબલ ગુજરાતી માધ્યમ)ને પણ રાજ્યસ્તરે મંજૂરી આપી હોઇ હવે મોટા ભાગના પ્રવેશ ઇચ્છુક વાલીઓ તેમના પાલ્યો માટે આ પ્રકારની સ્કુલો જ શોધી રહ્યા છે.
કોવીડને કારણે ઓનલાઇન રજિસ્ટ્રેશન
ગત વર્ષથી જ કોવીડ-19ના નિયંત્રણોને કારણે સ્કુલોએ બાળમંદિરમાં પ્રવેશની કામગીરી માટે ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વખતે મોટા ભાગની સ્કુલોમાં બાળમંદિરોના પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ બાળકનો જન્મદાખલો તથા ફોટોગ્રાફ અપલોડ કરવાના રહે છે અને બાદમાં તેમનું પ્રવેશ યાદી, મેરીટ લિસ્ટ વગેરે પણ વાલીઓને વ્હોટ્સએપ અને ઇમેલના માધ્યમથી જ વાકેફ કરવામાં આવે છે.
છેલ્લા ત્રણેક વર્ષથી બાળમંદિરોમાં પ્રવેશની કાર્યવાહી જોતા એવું જણાય આવે છે કે પ્રવેશની ખેંચતાણ શહેરના દરેક વિસ્તારમાં આવેલી 4-5 બ્રાન્ડેડ સ્કુલોમાં જ જોવા મળે છે. શહેરમાં એવી ગણતરીની સ્કુલો છે કે જેમાં પ્રવેશ માટે ધસારો થાય છે. સુરતમાં હવે સ્કુલોની સંખ્યા જરૂરીયાત કરતા વધી ચૂકી હોઇ, મોટા ભાગની સ્કુલોમાં તો ઓનડિમાન્ડ એટલે કે બારેમાસ પ્રવેશ કામગીરી શરૂ રહે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.