CIA ALERT
17. May 2024
October 5, 20212min353

Related Articles



SGCCI : ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’ 9/10/21 સુધી ચાલશે

Share On :
Print Friendly, PDF & Email

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે પાલ રોડ સ્થિત હોટલ ટીજીબીની ગલીમાં સૂર્યમ રેસીડેન્સીની પાસે શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે આજથી ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનનો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ તબકકામાં તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન યોજાયેલા એકઝીબીશનનું ઉદ્‌ઘાટન સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મહિલા ઉદ્યોગ સાહસિકો આત્મનિર્ભર બની શકે તે હેતુથી ચેમ્બરની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા એકઝીબીશન યોજાયું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે કહયું કે, ચેમ્બર અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચે સરાહનીય કામગીરી કરી છે પણ હવે શહેરીજનોની પણ જવાબદારી બને છે કે તેઓ આ એકઝીબીશનમાં આવે અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ પરથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરે.

‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનના ઉદ્‌ઘાટન સમારોહમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ એકઝીબીશન વિશે માહિતી આપી હતી. શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના પ્રમુખ મનહર લાપસીવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. લેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલાએ સમારોહનું સંચાલન કર્યું હતું. જ્યારે લેડીઝ વીંગના વાઇસ ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની ઉદ્‌ઘાટન સમારોહનું સમાપન કર્યું હતું. આ સમારોહમાં ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસી, ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલા, મેનેજિંગ કમિટીના સભ્યો તથા શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

પ્રથમ તબકકામાં સોમવાર, તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ના રોજ ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનયોજાયું છે. જેમાં ૬પ મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે. ત્યારબાદ એ જ સ્થળે બીજા તબકકામાં તા. ૬ અને ૭ ઓકટોબર, ર૦ર૧ તથા ત્રીજા તબકકામાં તા. ૮ અને ૯ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન એકઝીબીશન યોજાશે. જેમાં પણ ૬પ મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા ભાગ લેવામાં આવશે. ત્રણેય તબકકામાં એકઝીબીશનનો સમયગાળો બપોરે ૧રઃ૦૦ કલાકથી રાત્રે ૦૮:૦૦ કલાક સુધીનો રહેશે.

આ એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા ઓકસીડાઇઝડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્‌સ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલસ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્‌સ, મહેંદી, કવીલીંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાઇ કલીનર્સ વિગેરેનું વેચાણ કરવામાં આવી રહયું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :