CIA ALERT

Blog - Page 192 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 13, 2021
sudico.jpg
1min517

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મોતા શાખા બારડોલી ખાતે લૂંટની આ ચોંકાવનારી ઘટના બની છે. બારડોલીના મોતા ગામ ખાતે ધોળા દિવસે લૂંટને અંજામ આપીને ત્રણ લૂંટારુ ફરાર થઈ ગયા છે. ત્રણમાંથી બે લૂંટારુ પાસે તમંચા હોવાનું જાણવા મળ્યું છે. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. આ ત્રણેય લૂંટારુઓ બપોરના સમયે બેંકમાં કોઈની અવર-જવર ના હોય તેવા સમયે પહોંચ્યા હતા અને બેંકના સ્ટાફને બાનમાં લઈને લૂંટ ચલાવી હતી.

મળતી માહિતી મુજબ, સુરતના બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ધોળે દહાડે લૂંટની ઘટના બની છે. બેંકમાં ઘૂસી આવેલા 3 જેટલા લૂંટારૂઓએ તમંચા વડે 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવીને 10.40 લાખની લૂંટ ચલાવી હતી. આ બેંકમાં લાગવાયેલા સીસીટીવી કેમેરામાં લૂટની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે.

લૂંટની ઘટના બાદ સ્થાનિક પોલીસ અને એલ.સી.બી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બેંક કર્મચારીઓના નિવેદન લીધા હતા. લૂંટારુઓ 15 મિનિટમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, બેંકમાં 10.40 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય લોકો બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ઘૂસી આવેલા લૂંટારૂઓએ તમંચો દેખાડીને કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ સાથે બેંકના મેનેજરને પણ બાનમાં લીધા હતા. લૂંટારૂઓએ રૂપિયા કઢાવવા માટે મેનેજરને એક-બે તમાચા માર્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. બેંકમાં લૂંટ બાદ ત્રણેય લૂંટારૂ એક જ બાઈક પર ભાગી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મેનેજર સહિત સ્ટાફના નિવેદન લીધા હતા.

October 13, 2021
IPL_cia.jpg
1min816

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે બુધવારે દિલ્હી કૅપિટલ્સની કપરી કસોટી થવાની છે. દિલ્હી કૅપિટલ્સની ટીમ પોતાનું પ્રથમ આઇપીએલ ટાઇટલ મેળવવા કમર-કસશે. દિલ્હી કૅપિટલ્સ પ્રથમ ક્વૉલિફાયરમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે હારી ગઇ હતી અને હવે તેને પરાજય નહિ પરવડે.

દિલ્હી કૅપિટલ્સ ૧૦ વિજય સાથે ૨૦ પૉઇન્ટ મેળવીને લીગ સ્ટૅજમાં ટોચ પર રહી હતી.
દિલ્હી કૅપિટલ્સ પાસે શિખર ધવન, પૃથ્વી શૉ અને શ્રેયસ ઐયર જેવા આક્રમક બૅટ્સમેન છે.
સુકાની ઋષભ પંત અને શિમરન હેટમાયર વચલા ક્રમે બૅટિંગમાં આવીને મોટો જુમલો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

દક્ષિણ આફ્રિકાના ઝડપી બૉલરોની જોડી – કાગીસો રબાડા અને એનરિચ નોર્ટજ હરીફ ટીમના જુમલાને સીમિત રાખવામાં સક્ષમ છે. આ ઉપરાંત, તેઓને મદદ કરવા અન્ય ઝડપી બૉલર આવેશ ખાન છે. દિલ્હી કૅપિટલ્સે સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં રમાઇ રહેલા સ્પર્ધાના તબક્કામાં પાંચ વિજય મેળવ્યા હતા અને એક મૅચમાં પરાજય થયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમના મોટા ભાગના બૅટ્સમેન આક્રમક બૅટિંગથી મોટો જુમલો કરી નથી શક્યા.
બૉલિંગમાં શુભમન ગિલ, વેંકટેશ ઐયર અને રાહુલ ત્રિપાઠી હરીફ ટીમના બૉલરોને કાબૂમાં રાખવા માટે સક્ષમ છે.  

October 13, 2021
flight-1.jpg
1min374

ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે મુસાફરોની સંખ્યા પરના નિયંત્રણો ૧૮મીથી હટાવી લેવામાં આવશે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જાહેર કર્યું હતું. ૧૮મી સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ૮૫% પ્રવાસીઓને જ છૂટ આપવામાં આવી હતી.

પહેલી જૂન અને પાંચમી જુલાઈ વચ્ચે ૫૦ ટકા, પાંચ જુલાઈ અને ૧૨ ઑગસ્ટ વચ્ચે ૬૫ ટકા અને ૧૨ ઑગસ્ટથી ૧૮ સપ્ટેમ્બર વચ્ચે ૭૨.૫ ટકા ક્ષમતા ભરવાની છૂટ આપવામાં આવી હતી. વિમાની પ્રવાસ માટે પ્રવાસીઓની માગમાં વધારો થયો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું મંત્રાલયે બહાર પાડેલા ઓર્ડરમાં કહ્યું છે.

બે મહિનાના બ્રેક પછી ૨૫ મે ૨૦૨૦ના દિવસે સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પુન: શરૂ કરી હતી તે વખતે કુલ ક્ષમતાના ૩૩% જેટલા પ્રવાસીઓને લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૦થી પહેલી જૂન ૨૦૨૧ સુધીમાં ૮૦ ટકા ક્ષમતા ભરવાની પરવાનગી આપવામાં આવી હતી.

કોવિડ-૧૯ના કેસ દેશભરમાં વધી જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા પ્રવાસીઓની સંખ્યા પરના નિયંત્રણ ૮૦ ટકાથી ઘટાડી ૫૦ ટકા કરવામાં આવી હતી. જેનો અમલ પહેલી જૂન ૨૦૨૧થી શરૂ થયો હતો.

October 12, 2021
cia_edu-1280x925.jpg
4min1366

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પાસ થયેલા અને જેઇઇ મેઇન્સ તેમજ જેઇઇ એડવાન્સમાં સારો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ માટે જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી. વગેરે જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ જાહેર કર્યું છે, જે નીચે મુજબ છે.

આગામી તા.16મી ઓક્ટોબર 2021થી IIT, NIT, IIITમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Joint Seat Allocation Authority has released the complete schedule for admissions to IITs, NITs, IIEST, IIITs and other GFTIs for the academic year 2021-22.

As per the schedule, the candidate registration/choice filling for academic programmes under JoSAA will begin from October 16, 2021 however the candidates who qualify AAT can fill their AAT-specific choices starting from October 22, 2021 after declaration of AAT result.

Candidate registration and choice filling for academic programmes under JoSAA 2021 (Auto/System Locking of Choices) will end on October 25, 2021. The first mock seat allocation will be released at 10 AM on October 22, 2021 and the second list will be released at the same time on October 24, 2021.

It is mandatory for the candidates to register through the official JoSAA 2021 online portal to be able to obtain seats to be allocated through JoSAA 2021 in any of the IITs, NITs, IIEST, IIITs (Triple-I-Ts) and Other-GFTIs. The academic programmes, along with the category-wise intake capacity, will be announced on the online portal https://josaa.nic.in.

A candidate chooses and applies to a series of academic programs in a certain order of preference.

Indian Institutes of Technology (IITs) offer several academic programmes for which admission is done on the basis of JEE (Advanced) 2021. National Institutes of Technology (NITs), Indian Institute of Engineering Science and Technology, Shibpur (IIEST), Indian Institutes of Information Technology (IIITs or Triple-I-Ts) and a few other technical Institutes funded fully or partially by Central or a State government [Other-GFTIs] (referred to as NIT+) offer academic programmes for which admission is done on the basis of JEE (Main) 2021.

The Joint Seat Allocation Authority (JoSAA) 2021 has been set up by the Ministry of Human Resources Development (MHRD).

October 12, 2021
zoon.jpeg
1min367

ભારતીય શેર માર્કેટના વોરેન બફેટ ગણાતાં માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. આકાસા એરની યોજના આગામી વર્ષ 2022ની ગરમીઓમાં એરલાઈન સેવા શરૂ કરવાની છે. આકાસા બ્રાન્ડ નેમથી ભારતીય એવિએશન સેક્ટરમાં ઉતરી રહેલી SNV એવિએશન પ્રાઈવેટ લિમિટેડને સિવિલ એવિએશન મંત્રાલય દ્વાર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધી આકાસા એરલાઈન અંગે વધારે જાણકારી સામે આવી નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ એરલાઈનનું ભાડું અન્ય એરલાઈન્સ કરતાં ખુબ જ સસ્તું હશે. અને આ એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ અંદાજે 247.50 કરોડ રૂપિયા એટલે કે 40 ટકા જેટલું હોઈ શકે છે. જો કે, આકાસા એરના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે, આકાશા એર ભારતીયો માટે દેશની સૌથી વધારે ડિપેન્ડેબલ, એફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરશે.

લો કોસ્ટ કેરિયર એક નો ફ્રિલ્સ એરલાઈન્સ હોય છે, એટલે કે તેમાં ઈન ફ્લાઈટ એન્ટરટેઈન્ટમેન્ટ, ખાવા-પીવાની વસ્તુઓ તેમજ બિઝનેસ ક્લાસ સીટિંગ જેવી સુવિધાઓ નહીં હોય. અગાઉ ઈન્ડિય આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ કેપ્ટન જીઆર ગોપીનાથે વર્ષ 2003માં એર ડેક્કનની શરૂઆત કરી હતી. અને તે પણ ભારતની પ્રથમ લો કોસ્ટ એરલાઈન હતી. અન્ય એરલાઈન કંપનીઓનાં ભાડા કરતાં ડેક્કનનું ભાડું અડધું હતું. જો કે, 2007માં ગોપીનાથે એરલાઈનને વિજય માલ્યાને વેચી દીધી હતી. અને 2011માં આ કંપની બંધ થઈ ગઈ હતી.

એવી ખબર પણ સામે આવી રહી છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ પહેલાં હપ્તામાં 43.75 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. અને રાકેશ ઝુનઝુનવાલા તરફથી જ આ રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુબઈના એક રોકાણકાર અને ન્યૂ હોરાઈઝન ઈન્વેસ્ટમેન્ટ ફંડના સંસ્થાપક માધવ ભટકુલીએ આકાસા એરમાં 17 ટકા માટે 6.24 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

October 12, 2021
IPL_cia.jpg
1min573

આઈપીએલના પ્લે ઓફમાં આજે કેપ્ટન તરીકે વિરાટ કોહલીની અંતિમ મેચ હતી. કેમ કે, વિરાટ કોહલીએ આઈપીએલની આ સિઝન બાદ સુકાની પદ છોડવાની જાહેરાત કરી હતી. જો કે, આ મેચમાં પણ કેપ્ટન તરીકે વિરાટ કોહલી ટીમને પ્લે ઓફ સુધી તો ખેંચી લાવ્યો હતો. પણ તેને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો.

કોલકાતાની ટીમ દિલ્હી સાથે ટકરાશે અને તેમાં જે જીતશે તે ચેન્નઈ સાથે ફાઈનલ રમશે

11/10/2021 બેંગ્લોર અને કોલકાતા વચ્ચેના એલિમિનેટર મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરના અંતે બેંગ્લોરની ટીમ 7 વિકેટના નુકસાન પર માત્ર 138 રન બનાવી શકી હતી.

કોલકાતા તરફથી સુનીલ નારાયણે ચાર વિકેટ ઝડપીને બેંગ્લોરની ટીમને ઘુંટણિયે પાડી દીધી હતી. કોલકાતાની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા હતા. અને આમ કોલકાતાની જીત સાથે કેપ્ટન કોહલીની સ્વપ્ન રોળાઈ ગયું છે. હવે કોલકાતાની ટીમ દિલ્હી સાથે ટકરાશે અને તેમાં જે જીતશે તે ચેન્નઈ સાથે ફાઈનલ રમશે.

October 11, 2021
ril-1280x721.jpg
1min410

ચાઈના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ)નું આરઈસી સોલર હોલ્ડિંગ એએસ (આરઈસી ગ્રુપ) હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું થઈ ગયું છે. આરઆઈએલની સંપૂર્ણ માલિકીની સહાયક સંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (આરએનઈએસએલ)એ ચાઈના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ) પાસેથી આરઈસી ગ્રુપની 100 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. સોદો 77.1 કરોડ યુએસ ડોલર એટલે કે લગભગ 5792.64 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઈઝ મૂલ્ય પર નક્કી થયો છે.

રિલાયન્સ આરઈસીની ઉત્કૃષ્ઠ ટેકનિકસનો ઉપયોગ, જામનગરમાં બનનારા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં કરશે, જેની ક્ષમતા 4 GW પ્રતિ વર્ષથી શરૂ કરી 10 GW પ્રતિ વર્ષ સુધી વધારવાની યોજના છે. આરઈસીની પાસે ઉત્કૃષ્ઠ સોલર ટેકનીક છે, તો રિલાયન્સ પાસે મોટા પ્રમાણમાં પરિયોજના લગાવવાનો અને તેને સારી રીતે ચલાવવાનો દાયકાઓનો અનુભવ છે. બંને સાથે મળીને ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં અત્યાધુનિક નેક્સ્ટ જનરેશન સંપૂર્ણ રીતે એકીકૃત પીવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી લગાવશે અને બાદમાં દુનિયાભરમાં એ જ પ્રકારની મોટી નિર્માણ સુવિધાઓ ઊભી કરવામાં આવી શકે છે. આરઈસીને હસ્તગત કરવાથી રિલાયન્સની પહોંચ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયાની સાથે દુનિયાભરના સૌર ઊર્જા બજારોમાં થઈ જશે.

ઘણા જ ઓછા કાર્બન ફુટપ્રિન્ટવાળી આરઈસી પાસે 600થી વધુ ઉપયોગિતા અને ડિઝાઈન પેટન્ટ છે, જેમાંથી 446 સ્વીકૃત છે અને બાકીનાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આરઈસી વિશ્વ સ્તર પર એક વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે, જે ઈનોવેશન માટે ઓળખાય છે. દુનિયાભરમાં આરઈસીમાં 1,300થી વધુ કર્મચારી કામ કરે છે. લેવડ-દેવડ પછી તે રિલાયન્સ પરિવારનો ભાગ બની જશે. રિલાયન્સના મહત્વકાંક્ષી ગ્રીન એનર્જી મિશનને ગતિ આપશે. આરઈસીની ફ્રાન્સ, અમેરિકા અને સિંગાપોરમાં વિસ્તરણ યોજનાઓને રિલાયન્સ પોતાનો પૂરો સપોર્ટ આપશે.

આ હસ્તાંતરણ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘હું આરઈસીના ટેકઓવરથી ઘણો ખુશ છું, કેમકે તે સૂર્ય દેવની અમર્યાદિત અને આખું વર્ષ મળતી સૌર શક્તિનું દોહન કરવામાં મદદ કરશે. આ હસ્તાંતરણ દાયકાન અંત પહેલા 100 ગીગાવોટ ક્લીન અને ગ્રીન એનર્જી બનાવવામાં રિલાયન્સના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, નવી તેમજ એડવાન્સ્ડ ટેકનોલોજીસ અને પરિચાલન ક્ષમતાઓમાં રોકાણ કરવાની અમારી રણનીતિને અનુરૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષય 2030 સુધી ભારતમાં 450 ગીગાવોટ રિન્યુએબ ઉર્જાનું ઉત્પાદન છે અને તેને પ્રાપ્ત કરવામાં કોઈ એક જ કંપનીનું આ સૌથી મોટું યોગદાન હશે. તે ભારતને જળવાયુ સંકટથી બચાવવામાં અને ગ્રીન એનર્જીમાં વર્લ્ડ લીડર બનાવવામાં મદદ કરશે.’

આગળ કહ્યું કે, ‘તાજેતરના રોકાણો સાથે રિલાયન્સ હવે વૈશ્વિક સ્તર પર એકીકૃત ફોટોવોલ્ટિક ગીગા ફેક્ટરી સ્થાપિત કરવામાં અને ભારતને ઓછા ખર્ચ અને ઉચ્ચ ક્ષમતાવાળી સૌર પેનલોનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે. અમે વૈશ્વિક કંપનીઓની સાથે રોકાણ, નિર્માણ અને સહયોગ કરવાનું ચાલુ રાખશે અને વિશ્વાસપાત્ર પ્રોડક્ટ આપી શકે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડિસેન્ટ્રલાઈઝ્ડ રીતથી લાખો ગ્રીન રોજગારની તકો ઊભી થશે, આ તકોને લઈ હું ઘણો ઉત્સાહિત છું.’

આરઈસી એક મલ્ટીનેશનલ સોલર એનર્જી કંપની છે. કંપનીનું હેડક્વાર્ટર નોર્વેમાં અને તેનું ઓપરેશન હેડક્વાર્ટર સિંગાપોરમાં છે. ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા-પ્રશાંતમાં કંપનીના ક્ષેત્રીય કેન્દ્રો છે. નોર્વેમાં બે અને સિંગાપોરમાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. કંપની પોતાની ટેકનિકલ ઈનોવેશન, ઉચ્ચ ક્ષમતાની સાથે સસ્તી સૌર ઉર્જા પેનલ્સના નિર્માણ માટે ઓળખાય છે. 25 વર્ષના અનુભવની સાથે તે દુનિયાની અગ્રણી અને સૌર સેલ/પેનલ અને પોલીસિલિકોન નિર્માણ કંપનીઓમાંથી એક છે.

October 11, 2021
tsai_ing_wen-1280x853.jpg
1min375

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની કબજો કરવાની ધમકીના એક દિવસ પછી જ તાઈવાને શક્તિ પ્રદર્શન કર્યું છે. તાઈવાનના નેશનલ ડે પ્રસંગે રાજધાની તાઈપેમાં ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કરાયું. તેને સંબોધિત કરતા તાઈવાનના પ્રેસિડન્ટ ત્સાઈ ઈંગ-વેને અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, તાઈવાનનું ભવિષ્ય ચીન નક્કી નહીં કરે.

Taiwan President Tsai Ing-wen delivers her inaugural address at the Taipei Guest House in Taipei, Taiwan May 20, 2020. Wang Yu Ching/Taiwan Presidential Office/Handout via REUTERS ATTENTION EDITORS – THIS IMAGE WAS PROVIDED BY A THIRD PARTY. NO RESALES. NO ARCHIVES.

તાઈવાનના પ્રેસિડન્ટે કહ્યું કે, અમે રાજકીય યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાથી રોકવા માટે પૂરો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે, અમે રાષ્ટ્રીય સુરક્ષાને વધારતા રહીશું અને એ સુનિશ્ચિત કરીશું કે કોઈપણ તાઈવાનને ચીન દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલવા માટે મજબૂર ન કરે. અમે અમારો બચાવ કરવા માટે દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કરતા રહીશુ. તેમણે એમ પણ કહ્યું કે, તાઈવાન શાંતિપૂર્ણ ક્ષેત્રીય વિકાસમાં યોગદાન આપવા ઈચ્છે છે, ભલે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ અને જટિલ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, તાઈવાનને પોતાના રાષ્ટ્રીય ક્ષેત્રનો ભાગ હોવાનો ચીન દાવો કરે છે. જોકે, તાઈવાન એક લાંબા ગૃહયુદ્ધ પછી 1949માં કોમ્યુનિસ્ટ શાસિત મુખ્ય ભૂમિથી અલગ થયા પછી સ્વ-શાસિત રહ્યું છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી તાઈવાન પર કબજા માટે સેનાના ઉપયોગ પર પણ ભાર આપતી રહી છે. તાઈવાનની પાસે પોતાની સેના પણ છે, જેને અમેરિકાનું સમર્થન પણ પ્રાપ્ત છે. તાઈવાનમાં જ્યારથી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી ચીનની સાથે સંબંધ વધુ ખરાબ થયા છે.

તાઈવાનના પ્રેસિડન્ટ પોતાના જાહેર ભાષણોમાં ચીનનું નામ ઘણું ઓછું લે છે, પરંતુ તેમણે નેશનલ ડે પ્રસંગે ખૂલીને ડ્રેગનનું નામ લીધું. તેનાથી જાણવા મળે છે કે, ચીન અને તાઈવાન વચ્ચે તણાવ કેટલો વધી ગયો છે. ગત વર્ષે સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધી ચીને 800થી વધુ વખત પોતાના ફાઈટર પ્લેન્સને તાઈવાન તરફ ઉડાવ્યા છે. ગત શુક્રવારથી ચીન રેકોર્ડ સંખ્યામાં ફાઈટર પ્લેન્સ તાઈવાનની નજીક આંતરાષ્ટ્રીય એર સ્પેસમાં મોકલી રહ્યું છે.

પ્રેસિડન્ટ ત્સાઈના ભાષણ પછી તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે મિસાઈલ લોન્ચર, બખ્તરબંધ વાહનો સહિત પોતાના હથિયારોનું પ્રદર્શન કર્યું, તેમજ ફાઈટર પ્લેન્સ અને હેલીકોપ્ટરે ફ્લાઈટ પાસ્ટ કરી. તેમાં એફ-16, સ્વદેશી ફાઈટર પ્લેન અને મિરાજ 2000 સામેલ હતા. વાયુસેનાના શક્તિ પ્રદર્શન પછી સીએમ32 ટેન્ક અને તે પછી ટ્રકોમાં રખાયેલી મિસાઈલ સિસ્ટમ પ્રદર્શિત કરાઈ.

October 11, 2021
MAHARASHTRA-BANDH.jpg
1min398
Representative Image | PTI

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ લોકોને મહારાષ્ટ્ર બંધને સમર્થન આપવાની અપીલ કરી હતી. લખીમપુર હિંસાના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં બંધ પાળવાની જાહેરાત કરી હતી જેની ઘેરી અસર આજે સોમવાર તા.11 ઓક્ટોબરની સવારથી જ વર્તાય રહી છે. બંધમાં ખુદ સત્તાધારી પાર્ટીઓ સામેલ હોઇ, મહારાષ્ટ્રમાં આજના બંધની વ્યાપક અસરો જોવા મળી શકે છે.

ત્રણેય પક્ષના કાર્યકરો લોકોને મળીને ખેડૂતોને સમર્થન આપવા માટે તેમને બંધમાં સામેલ થવાની અરજી કરી હતી. 

‘ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા દ્વારા કૃષિ ઉત્પાદનોની ખૂલી લૂંટ કરવા માટે પરવાનગી આપી છે અને તેના પ્રધાનોના સંબંધીઓ ખેડૂતોનો જીવ લઇ રહ્યા છે. આપણે ખેડૂતો પ્રત્યે દયા દેખાડવાની જરૂર છે’, એમ એનસીપીના પ્રવક્તા અને રાજ્યના પ્રધાન નવાબ મલિકે જણાવ્યું હતું. 

મહાવિકાસ આઘાડી સરકારે આ હિંસા માટે ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અજય મિશ્રાને જવાબદાર ઠરાવીને તેમના રાજીનામાની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટની દખલગીરી બાદ પ્રધાનના પુત્રની ધરપકડ કરાઇ હતી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે લખીમપુર હિંસાનો વિરોધ નોંધાવવા માટે પક્ષના કાર્યકરો અને નેતાઓ મુંબઈમાં રાજભવનની બહાર ‘મૌન વ્રત’ રાખશે.

October 10, 2021
ashish-mishra.jpeg
1min463

 યુપી પોલીસે લખીમપુર કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની મોડીરાત્રે ધરપકડ કરી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટી સમક્ષ સવારે ૧૦:૩૦ કલાકે હાજર થયો હતો. આશરે ૧૨ કલાકની પૂછપરછ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે અને હવે તેને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે. તેનો મેડિકલ ચેકઅપ કરીને આગામી કાર્યવાહી હાથ ધરાશે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઉપેન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળ એસઆઇટીની ટીમે પોલીસ લાઇન્સ ખાતે ક્રાઇમ બ્રાંચમાં મોડી સાંજ સુધી પૂછપરછ કરી હતી. જોકે આ કેસ હાઇપ્રોફાઇલ હોવાથી વધારાના સલામતી જવાનોને પૂછપરછના સ્થળે તૈનાત કરાયા હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટના મામલે મંત્રી પુત્રને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને ધ્યાનમાં લઇને યુપી સરકારની ઝાટકણી કાઢતાં પોલીસે કડક વલણ દર્શાવ્યું હતું.

Lakhimpur Kheri Case: Ashish Mishra Arrested, Evasive Answers, Say Cops

યુપીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ટક્કર મારનાર એક કારમાં આશિષ મિશ્રા પણ હતો તેવો એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ છેલ્લાં ચાર દિવસથી તેને શોધી રહી છે. જોકે આશિષ મિશ્રા અને તેમના પિતા આક્ષેપોને નકારી રહ્યા છે. તેમણે તો નિર્દોષ હોવાનો દાવો પણ કર્યો હતો. 

આશિષ મિશ્રા પોલીસના બીજા સમન્સ બાદ હાજર થયો હતો. બીજી બાજુ વિરોધ પક્ષો અને ખેડૂત નેતાઓ સત્તારૂઢ ભાજપ પર દબાણ વધારી રહ્યા છે. તેમણે કેબિનેટમાંથી અજય મિશ્રાની હકાલપટ્ટી અને તેમની તેમજ તેમના પુત્રની ધરપકડની માગણી કરી હતી. 

ખેડૂતોને જે કારોએ ઉડાડીને મોતને ઘાટ ઉતાર્યો હતો તેમાંથી એક કારમાં આશિષ મિશ્રા હતો તેવો ઉલ્લેખ એફઆઇઆરમાં કરાયો છે. બીજી બાજુ કેન્દ્રના ત્રણ ખેત કાયદાનો વિરોધમાં ચાલી રહેલા આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ આક્ષેપ કર્યો છે કે એક અગાઉથી સુયોજિત કાવતરા હેઠળ હિંસા કરાઇ હતી. ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે જો સરકાર તેમની માગણી ૧૧ ઓક્ટોબર સુધી નહિ સ્વીકારે તો તેઓ મૃત ખેડૂતોની અસ્થિઓ સાથે લખીમપુર ખીરીથી એક ‘શહીદ કિસાન યાત્રા’ કાઢશે. મોરચો આ હિંસાના વિરોધમાં દશેરાના દિવસે ૧૫ ઓક્ટોબરે વડાપ્રધાન અને ગૃહમંત્રીના પૂતળા બાળશે.

યુપી સરકાર જે રીતે આ કેસની તપાસ ચાલી રહી છે તે મામલે તેના પર પ્રહારો કરતાં પૂર્વ મંત્રી અખિલેશ યાદવે આક્ષેપ કર્યો હતો કે તેઓ આરોપીઓ સામે આરોપો મુકવા ઉપરાંત તેમને બુકે આપી રહ્યા છે. જે રીતે ખેડૂતોને કચડી દેવામાં આવ્યા છે તે જોતાં હવે એવું લાગે છે કે કાયદાને કચડી દેવા માટે તૈયારીઓ ચાલી રહી છે. તેમના પુત્રની પૂછપરછ કરાઇ રહી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા તેમની લોકલ પાર્ટીની ઓફિસમાં વકીલોથી ઘેરાયેલા હતા. ત્યાં ભાજપના સૈંકડો કાર્યકરો પર પહોંચી ગયા હતા અને તેમના સમર્થનમાં સુત્રોચ્ચારો કર્યા હતા. એ પછી મંત્રી બહાર આવ્યા હતા અને પાર્ટીને કહ્યું હતું કે આશિષ નિર્દોષ છે અને ત્રીજી ઓક્ટોબરની ઘટનામાં તેની કોઇ ભૂમિકા નથી.