CIA ALERT

Blog - Page 149 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 10, 2022
shivkumar.jpg
1min730

દિગ્ગજ ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે મંગળવારે નિધન થયું છે. 84 વર્ષના મહાન સંગીતકારે આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. 

છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. પંડિત 

શિવ કુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન હતું. બોલિવૂડમાં ‘શિવ-હરિ’ (શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા)ની જોડીએ ઘણા હિટ ગીતોને સંગીત આપ્યું છે. શ્રીદેવી પર ચિત્રિત કરાયેલા ગીત ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં’નું સંગીત આ હિટ જોડીએ જ કમ્પોઝ કર્યું હતું. 

દુર્ગા જસરાજે અર્પી શ્રદ્ધાંજલી 

નિર્માતા અને અભિનેત્રી દુર્ગા જસરાજે આ નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આજે પ્રકૃતિનું સંગીત શાંત થઈ ગયું છે. બાપુજી પંડિત જસરાજ જી પછી હવે શિવ ચાચાજીની અચાનક વિદાય એ મારા માટે બેવડી દુખદાયી ક્ષણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંડિતજીના પિતા ઈચ્છતા હતા કે પંડિત શિવકુમાર શર્મા જમ્મુ અથવા શ્રીનગરમાં AIRમાં કામ કરે. તેઓ ઈચ્છતા હતા કે સરકારી નોકરી દ્વારા ભવિષ્ય સુરક્ષિત કરે પરંતુ પંડિતજીની મનશા કઈંક અલગ જ હતી. એકવાર તે ઘર છોડીને માત્ર એક સંતૂર અને ખિસ્સામાં માત્ર પાંચસો રૂપિયા લઈને બોમ્બે આવ્યા અને આજે તેઓ દુનિયામાં અલગ છાપ છોડીને ગયા છે. તેમણે પોતે જ ઈન્ટરવ્યુમાં આ આ વાત કહી હતી.

May 10, 2022
rahul_dahod.jpg
1min489

Congress Leader રાહુલ ગાંધી Dt. 10/5/22 ગુજરાત આવ્યા છે. રાહુલ ગાંધીએ દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં આદિવાસીઓની એક વિશાળ સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ભારતના બે ભાગ કરી નાખ્યા છે. આ સભામાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

પાર્ટીથી નારાજ હોવાની અટકળો વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર હતા.

સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ માત્ર એક પબ્લિક મિટિંગ નથી, આ એક સત્યાગ્રહની શરૂઆત છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે ભારતમાં કરી રહ્યા છે. આજે બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું જેમાં અમુક અમીર લોકો છે,  જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું ભારત સામાન્ય લોકોનું ભારત છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસ બે ભારત નથી ઈચ્છતી. અમને એવું ભારત જોઇએ કે જેમાં સૌને સમાન હક્ક હોય બધાને તમામ સુવિધા મળે. કોંગ્રેસે મનરેગા યોજના આપી. કરોડો લોકોને મનરેગાથી લાભ થયો. નરેન્દ્ર મોદીએ લોકસભામાં એજ મનરેગાની મઝાક ઉડાવી.

 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખીને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, આદિવાસી જે ઇચ્છશે તે ગુજરાત સરકાર કરશે,  બે-ત્રણ લોકો નહીં જનતાનો અવાજ સરકાર ચલાવશે. અમે છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું, વાતો નહીં કરીએ ગેરન્ટી આપીશું. આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે.

 તેમણે ભાજપ સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે અમે તમારા અવાજને આંદોલનના માધ્યમથી બહાર કાઢવા માંગીએ છીએ. કોંગ્રેસના આ અવાજને એટલો બુલંદ કરો કે વડાપ્રધાનને પણ સંભળાય. આખા વિશ્વમાં ગુજરાત એવું રાજ્ય કે જ્યાં આંદોલન કરવા માટે પણ પરમિશનની જરૂર છે. હું જીગ્નેશ મેવાણીને ઓળખું છું, એને તમે ૧૦ વર્ષની પણ જેલ કરશો તો પણ કાંઇ ફરક નહિ પડે. અમે જનતા મોડેલ ફરીથી ગુજરાતમાં લાવવા માંગીએ છીએ, જ્યાં જનતાનો અવાજ સરકાર ચલાવે. 

May 9, 2022
dolor_vs_rupee.jpg
1min736

Dated 9/5/22 at 10.30am

આજે ડોલર સામે રૂપિયો 77.17 ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ પટકાયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 76.98 થઈ 76.92 બંધ આવ્યો હતો જે આજે ખુલતા બજારે, શેરબજારમાં કડાકો બોલતા 77.17ની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે.

ભારતમાં શેરબજારમાં છેલ્લા સાત મહિનાથી વિદેશી રોકાણકારો વેચાણ કરી રહ્યા છે. ભારતની નિકાસ વધી છે પણ તેના કરતાં આયાત વધારે તીવ્રતાથી વધી રહી છે એટલે ડોલરની માંગ વધી છે. સાત મહિનામાં ભારતમાં ફોરેક્સ રિઝર્વ 48 અબજ ડોલર જેટલા ઘટી ગયા છે જેના લીધે પણ રૂપિયા ઉપર દબાણ વધી રહ્યું છે 

અમેરિકન ડોલરનું છ ટોચના ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ અત્યારે 104.03ની સપાટીએ છે જે છેલ્લા 20 વર્ષની સૌથી ઊંચી સપાટી છે.

May 9, 2022
fmcg-product.jpg
1min736

રિઝર્વ બેન્ક તરફથી મોંઘવારી પર અંકુશ લાવવા માટે પોલિસીના દરોમાં વધારો કર્યા બાદ તેમ જ કાચામાલની કિંમતોમાં પણ ઉછાળો થતા એફએમસીજી કંપનીઓએ તેમના ઉત્પાદનોના ભાવ વધારી દીધા છે.

હિન્દુસ્તાન યૂનિલિવર (એચયુએલ)એ સાબુ અને શેમ્પૂ સહિત ઘણાં બધાં ઉત્પાદનોના ભાવમાં પંદર ટકાનો વધારો કર્યો છે. સૂત્રોના પ્રમાણે પિયર્સ, લક્સ વગેરે સાબુના ભાવમાં વધારો કર્યો છે. સનસિલ્ક શેમ્પૂના ભાવમાં દસ ટકા અને ક્લિનિક પ્લસ શેમ્પૂના ભાવમાં પંદર ટકાનો વધારો કર્યો છે.

એ સિવાય અન્ય પ્રસાધનોની કિંમતમાં પણ દસ ટકા સુધીનો વધારો કર્યો છે. નોંધનીય છે કે છેલ્લા બે મહિના દરમિયાનમાં એફએમસીજી કંપનીઓએ તેમની પ્રોડક્ટોના ભાવમાં વધારો કર્યો છે. દેશની મોટી એફએમસીજી કંપનીઓમાંની દિગ્ગજ કંપની એચયુએલ અને નેસ્લેએ મેગી, ચા અને કોફીની કિંમતોમાં વધારો કર્યો છે. 

May 8, 2022
lpg_cylinder.jpg
1min779

સરકારી ઓઈલ કંપનીઓએ માત્ર છ સપ્તાહમાં બીજી વખત ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦નો વધારો કર્યો છે, જેને પગલે દેશના મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં પણ દોઢ મહિનામાં એલપીજી સિલિન્ડરનો ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થતાં કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થયો છે. અગાઉ, ૧૯ કિલોના કોમર્શીયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૨.૫નો વધારો થતા કિંમત રૂ. ૨૩૫૫ને પાર થઈ હતી.

સરકારે ઘરેલુ રાંધણગેસ પરની સબસિડી પરોક્ષ રીતે ખતમ કરતા એલપીજીના ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયા છે. એલપીજીના ભાવમાં વધારો  શનિવારથી અમલી કરાયો છે. આ વધારાના પગલે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના ઘરેલુ રાંધણ ગેસનો ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયો છે. નવેમ્બર-૨૦૨૦માં કોરોના કાળ વખતે રાંધણગેસ બાટલાનો ભાવ રૂ.૬૦૦ હતો, જે જૂન-૨૦૨૧માં વધીને રૂ.૮૧૪ થયો હતો. પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતની પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી અને ૧૫મી તારીખે ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. જોકે, માર્ચ ૨૦૨૨માં ૨૨મી તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સાથે ઘરેલુ એલપીજીના ભાવમાં પણ રૂ.૫૦નો વધારો કરાયો હતો. ત્યાર પછી એપ્રિલમાં એલપીજીમાં કોઈ વધારો કરાયો નહોતો. હવે આજે તા.૭ મેની મધ્યરાત્રિથી ૫૦નો વધારો ઝીંકી દેવાયો છે. આમ, માત્ર દોઢ વર્ષના સમયમાં રાંધણગેસ રૂ.૬૦૦થી વધીને રૂ.૧૦૦૫ ઉપર થઈ ગયો છે. એટલે કે આ સમયમાં એલપીજીના ભાવમાં ૨૦૦ ટકાનો ભાવ વધારો થયો છે.

May 8, 2022
gujarat-high-court.jpg
1min728

ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે જમીન ખરીદી મામલે ગુજરાત હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખરીદનારે જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી ચૂકવવાનો થાય છે. અત્યાર સુધી બિલ્ડરો જમીન ખરીદનાર પાસેથી જીએસટી ઉઘરાવીને સરકારમાં જમા કરતા હતા. પરંતુ આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ આ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે.

સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે’ જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં.”
હાઇકોર્ટે જણાવ્યું છે કે જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી વસુલી શકાશે.’ છેલ્લા કેટલાક સમયથી જમીન વેચાણ પર જીએસટી લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જીએસટીના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે જીએસટી ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા.’

કેન્દ્ર પોતાની યોજનામાં 33 ટકા જમીન કિંમત બાદ કરીને બાકીની રકમ પર જીએસટી વસૂલશે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. તેને હાઇકોર્ટમાં પડકારાયો હતો.’

May 7, 2022
cyclone.jpg
1min651

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

ભારતના હવામાન વિભાગ (IMD)xના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના પરિણામે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાશે. તેમણે કહ્યું કે તે 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે તે પહેલા ક્યાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.

મહાપાત્રાએ કહ્યું, ‘જ્યારે વાવાઝોડું દરિયાકિનારાની નજીક પહોંચે છે, ત્યારે અમે કહી શકીએ છીએ કે તે ક્યાં ટકરાશે. 9 મેથી દરિયાની સ્થિતિ બગડી શકે છે, તેથી માછીમારોએ દરિયો ન ખેડવો જોઈએ. અનુમાન અનુસાર ચક્રવાતી તોફાનની ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાદે આગામી સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગા નદી વિસ્તારમાં પડતા પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વીજળી અને ભારે વરસાદની ચેતવણી આપી છે.

ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે NDRFની 17 ટીમો, ODRAFની 20 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

May 7, 2022

1min673

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

ભારતના હવામાન વિભાગ (IMD)xના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના પરિણામે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાશે. તેમણે કહ્યું કે તે 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે તે પહેલા ક્યાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.

મહાપાત્રાએ કહ્યું, ‘જ્યારે વાવાઝોડું દરિયાકિનારાની નજીક પહોંચે છે, ત્યારે અમે કહી શકીએ છીએ કે તે ક્યાં ટકરાશે. 9 મેથી દરિયાની સ્થિતિ બગડી શકે છે, તેથી માછીમારોએ દરિયો ન ખેડવો જોઈએ. અનુમાન અનુસાર ચક્રવાતી તોફાનની ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાદે આગામી સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગા નદી વિસ્તારમાં પડતા પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વીજળી અને ભારે વરસાદની ચેતવણી આપી છે.

ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે NDRFની 17 ટીમો, ODRAFની 20 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

May 7, 2022
relience.png
1min718

ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે માર્ચ ક્વાર્ટરના અને વિતેલ સમગ્ર નાણાંકીય વર્ષ 2021-22ના નાણાંકીય પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કંપનીના ડિરેક્ટર બોર્ડે 31મી માર્ચ, 2022ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ માટે રૂ.10ના પ્રત્યેક ઇક્વિટી શેર ઉપર રૂ.8ના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોની મંજૂરીને આધિન રહેશે.   

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ 20.2 ટકા વધીને રૂ. 18,021 કરોડ થયો છે. તો ગ્રોસ રેવન્યૂ 35.1 ટકની વૃદ્ધિમાં રૂ. 2,32,539 કરોડ નોંધાઇ છે. કંપનીને EBITDA 27.7 ટકા વધીને રૂ. 33,968 કરોડ થયો છે. ત્રિમાસિક દરમિયાન કંપનીની શેરદીઠ આવક 16.7 ટકા વધીને રૂ. 24 થઇ છે.

સ્ટેન્ડએલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 45.6 ટક ઉછળીને રૂ. 11,094 કરોડ અને ગ્રોસ રેવન્યૂ 54.3 ટકા વધીને રૂ. 1,40,061 કરોડ થઇ છે. 

31મી માર્ચે સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ 2021-22માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ધોરણે રૂ. 67,845 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે વાર્ષિક તુલનાએ 26% વધારે છે. તેવ જ રીતે આવક 47 ટકા વધીને રૂ. 7,92,756 કરોડ થઇ છે. EBITDA 28.8% વધીને રૂ.  1,25,687 કરોડ થયો છે.

May 7, 2022
Amit-Shah.jpg
1min557

દેશમા CAA લાગૂ કરવાના નિવેદન પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે પશ્વિમ બંગાળમાં કહ્યું હતુ કે, દેશમાં કોરોના પુરો થતાની સાથે જ CAA કાનૂન લાગૂ કરવામાં આવશે. અમિત શાહના આ નિવેદન બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મુદ્દાને લઇને પોતાની દિલચસ્પ પ્રતિક્રિયા આપી છે.

નીતિશ કુમારે પોતાના અંદાજમાં જવાબ આપતા કહ્યું કે,” દેશમાં તો કોરોના ફેલાઇ રહ્યો છે, જે પણ કેન્દ્રનો નિર્ણય હશે, હવે કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે, મારી ચિંતા લોકોની રક્ષા કરવામાં છે. કોઇ પૉલિસીની વાત હશે તો, અમે તેને અલગથી જોઇશુ.”   

મહત્વનું છે કે, બિહારમાં જનતા દળ યૂનાઇટેડ શરુઆતથી જ CAA લાગૂ કરવાના વિરોધમાં જ રહ્યાં છે, પરંતૂ અમિત શાહના કહ્યાં બાદ બિહારના ઘણા મંત્રીઓ અને નેતાઓ બિહારમાં CAA લાગૂ કરવાની વાત કરી રહ્યાં છે.

બીજેપી મંત્રી જનક રામે શુક્રવારે CAA ના નિર્ણયને લઇને કહ્યું કે, CAA BJP નો એજન્ડા છે, જેથી તેને બિહારમાં પણ લાગૂ કરવામાં આવશે. તો બીજી તરફ બિહારના બીજા એક નેતા પ્રમોદ કુમારે પણ સુરમાં સુર પુરાવ્યો હતો અને કહ્યું કે, જો બંગાળમાં નાગરિકતા કાનૂન લાગૂ પડશે તો એવુ નથી કે, બિહારમાં લાગૂ નહી થાય. અમે ઇચ્છીએ છીએ કે આ કાનૂન બિહારમાં પણ લાગૂ થાય.