Slider Archives - CIA Live

June 18, 2019
rain.jpeg
1min70

rain6

વાયુની ઇફેક્ટ કહો કે ચોમાસું બેસી ગયું એમ કહો પણ ગુજરાતમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની હેલીથી લોકોમાં ઠંડકની લાગણી પ્રસરી છે. આજે તા.18મીએ સવારથી જ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા હતા. અમદાવાદ શહેરના નવરંગપુરા, પાલડી, શ્યામલ, વેજલપુર, એસજી હાઈવે, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.

વાયુ વાવાઝોડાંની અસરને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક રીતે આજે મંગળવાર સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી અત્યારસુધી બે ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. પાટણમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે.

કચ્છ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. વાયુની અસરને કારણે કચ્છમાં દસેક ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. વાયુ હવે પહેલા જેવું ઘાતક નથી રહ્યું, અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે તેની અસર હેઠળ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

 

June 18, 2019
world_cup_logo.png
1min90

પોતાના કેટલાક ખેલાડીની ઈજાની સમસ્યામાં રહેતું ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાં મંગળવારે અહીં નીચલા ક્રમના પણ જુસ્સાભર્યા અફઘાનિસ્તાન સામે રમાનારી મેચમાં પોતાના શ્રેષ્ઠ સંગઠનને રમવા મેદાનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે. એક પણ મેચ ન જીતનાર અફઘાનિસ્તાનની છાપ ડાર્ક હૉર્સ (અણધારી રીતે જીતી શકે એવી ટીમ) તરીકેની છે. ઈંગ્લેન્ડની ટીમ તેના ખેલાડીઓની ફિટનેસ બાબતે ચિંતામાં છે અને તેમાં કેપ્ટન ઈયોન મોર્ગનનો ઉમેરો થયો છે. ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે પણ પગના સ્નાયુની પીડાના કારણે તે મેચમાંથી ખસી જવું પડ્યું હતું અને તે મંગળવારે તથા શુક્રવારે શ્રીલંકા સામેની બે મેચમાં રમી શકનાર નથી. “ટીમના બે ખેલાડી ઈજાના કારણે બાકાત થઈ જવામાં ચિંતા ઉપજાવે છે, પણ ગભરાટ અમુભવવાનું જરૂરી નથી.

June 18, 2019
J.P.-Nadda.jpeg
1min40

ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જેપી નાડ્ડાની નિમણૂક કરવામાં આવી છે, જોકે, અમિત શાહ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રહેશે.

આ નિર્ણય સોમવારે યોજાયેલી ભાજપની નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા સંસદીય બૉર્ડની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણયની જાહેરાત ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બેઠક બાદ કરી હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે પણ ભાગ લીધો હતો. એમણે જણાવ્યું હતું કે બૉર્ડે નાડ્ડાને કાર્યકારી પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા અને તેઓ ભાજપની સભ્યપદની ઝૂંબેશ તથા સંસ્થાકીય ચૂંટણી પૂરી થાય ત્યાર સુધી આ પદ પર કાર્યરત રહેશે. રાજનાથે અનેક ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે અમિતજીની આગેવાનીમાં ભાજપે અનેક ચૂંટણીઓ જીતી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાનનું પદ ગ્રહણ કર્યા બાદ એમણે અન્ય કોઇ નેતાને ભાજપ પ્રમુખનું પદ સોંપવાની વાત કહી હતી. ભાજપે પહેલી વખત આ રીતે કાર્યકારી પ્રમુખની નિમણૂક કરી હતી.

June 18, 2019
bihar_fever.jpg
1min30

બિહારના મુઝફરપુર જિલ્લામાં ‘એકયૂટ એનસિફિલિટીશ સિન્ડ્રોમ’થી પીડાતા છ વધુ બાળ દર્દીનું અવસાન થતા હજુ સુધી કુલ મૃત્યાંક વધીને ૧૦૩ થયો છે. એઈએસથી કેજરીવાલ હોસ્પિટલના ૧૮ બાળદર્દી અને શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલ (એસકેએમસીએચ)ના ૮૫ બાળદર્દીઓનું હજુ સુધી મગજનો તાવ (એઈએસ)થી મોત થયું છે.

ડૉકટરોના કહેવા પ્રમાણે બાળદર્દીઓ એઈએસના કારણે માર્યા ગયા છે. જ્યારે સરકારી અધિકારીઓ દાવો કરે છે કે મોટા ભાગના દર્દીઓ હાઈપોગ્લાઈસેમિયાનો ભોગ બન્યા છે. વધુ પડતા તાપમાન અને હ્યુમિડિટીના કારણે બ્લડ સુગરમાં ઘટાડો થવાને હાઈપોગ્લાઈસેમિયા કહે છે.

સોમવારે એસકેએમસીએચમાં પાંચ અને કેજરીવાલ હોસ્પિટલમાં એક બાળદર્દીનું મગજના તાવથી મૃત્યુ થયું હતું. બંને હોસ્પિટલમાંના કુલ ૧૨ બાળદર્દીઓની હાલત ગંભીર છે.

દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને બીજી એક હાઈલેવલ ટીમ મુઝફરપુર રવાના કરવાના સોમવારે નિર્દેશ આપ્યા હતા. આ ટીમ અદ્યતન મલ્ટિડિસિપ્લીનરી રિસર્ચ સેન્ટર ઊભું કરશે. રોગનું કારણ શોધવા રિસર્ચ સેન્ટર ઉપયોગી નીવડશે.

સૂચિત ટીમમાં આઈસીએમઆર, નિમ્હાન્સ (બેંગલૂરુ), નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મલેરિયા રિસર્ચ એન્ડ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન (હૈદ્રાબાદ), નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજી (એનઆઈવી) પુણે, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એપિડેમિયોલોઈજ (એમઆઈઈ) ચેન્નાઈ અને એઈમ્સ (દિલ્હી)ના નિષ્ણાતોને સ્થાન આપવામાં આવ્યું છે.

June 17, 2019
dr.jpg
1min110

સમગ્ર દેશમાં હડતાળ પર ઉતરેલા તબીબોને કારણે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી પર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં માછલાં ધોવાય રહ્યા હતા. ચોમેરથી પ્રેશર વધતા આખરે અડગ વલણ અપનાવનાર મમતા બેનરજીએ તબીબો સામે ઝુંકવું પડ્યું છે. પશ્ચિમ બંગાળનું મુખ્યમંત્રી મમતા બેનરજીની પ્રદર્શન કરનારા ડોક્ટરો સાથેની તાકીદની બેઠક યોજી હતી.જેમાં મમતા બેનરજીએ માંગણી સ્વીકારી હતી કે પશ્ચિમ બંગાળની દરેક હોસ્પિટલમાં નોડલ ઓફિસર મુકવામાં આવશે.

રેસિડેન્ટ ડોક્ટરો મમતા બેનરજીના આ નિર્ણયથી ખુશ છે તેવું તેમણે જણાવ્યું હતું.

કોલકાત્તાના NRS મેડિકલ કોલેજમાં જૂનિયર ડોક્ટર્સ સાથે મારઝૂડના વિરોધમાં 17 જૂનથી એક દિવસ માટે ડોક્ટરો દેશવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ઉદભવેલી આ સમસ્યાએ આજે દેશભરમાં તબીબી સેવાઓને ખોરવી નાંખી છે.

દેશમાં ડોક્ટર્સના સૌથી મોટા સંગઠન IMA એ સમર્થન આપતા આજની તબીબોની હડતાળ ભારતભરમાં જડબેસલાક બની હતી.

તબીબોની હડતાળનું પ્રેશર સીધું જ મમતા બેનરજી પર પડ્યું હતું અને ડોક્ટર્સ વિરુદ્ધ સખત વલણ ધરાવનાર પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે પીછેહઠ કરવાનો સમય આવ્યો છે. દેશભરમાં ડોક્ટર્સની સુરક્ષા મામલે વિરોધ થતા મમતા બેનરજી સરકાર પર ચોતરફથી દબાણ વધ્યું હતું. જેના કારણે સોમવારના રોજ તેઓએ હડતાળને ખતમ કરવા માટે તમામ શરતોને માનતા મીડિયાની સામે જ ડોક્ટર્સના પ્રતિનિધિમંડળને મળવા રાજી થયા હતા.

June 17, 2019
indiawon.jpeg
1min80

ભારતે ગઈ કાલે અહીં ૨૬,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં મેઘરાજાને કારણે ખૂબ ખોરવાઈ ગયેલી હાઈ-વૉલ્ટેજ ડ્રામાવાળી વર્લ્ડ કપની મૅચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૮૯ રનથી હરાવી દીધું હતું. ગઈ કાલે ફાધર્સ ડે હતો અને ક્રિકેટજગતમાં પાક સામે ‘બાપ’ ગણાતા ભારતે એ જ દિવસે એને કચડી નાખ્યું એ સાથે વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતના હાથે પાકનો સતત સાતમો પરાજય થયો હતો. ભારત સામે પાક ક્યારેય વિશ્ર્વ કપની મૅચ નથી

જીત્યું અને એ પરંપરા જળવાઈ છે. ભારતે આ શાનદાર વિજય સાથે ગયા વર્ષની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો બદલો પણ લઈ લીધો હતો. રોહિત શર્મા (૧૪૦ રન) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. અપરાજિત ભારત બે પૉઇન્ટ મેળવી કુલ ૭ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે.

વર્લ્ડ કપની ‘ફાઇનલ’ જેવી ગણાતી આ મૅચ જીતી લેતાં ભારત હવે આ ટુર્નામેન્ટ નહીં જીતે તો પણ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ પાક સામેના વિજયથી સંતોષ માની લેશે એમાં બેમત નથી. ગઈ કાલે પહેલાં ભારતીય બૅટ્સમેનોએ પાક બોલરોને હંફાવ્યા અને ફીલ્ડરોને દોડાવ્યા, પરંતુ ત્યાર બાદ મેઘરાજાએ બધાને પરેશાન કર્યા હતા અને કરોડો ક્રિકેટચાહકોને રાહ જોતા કરી દીધા હતા.

વરસાદને કારણે લગભગ એક કલાકની રમત બંધ રહેવાની શરૂઆત થઈ ત્યારે પાકનો સ્કોર ૩૫ ઓવરમાં ૬ વિકેટે ૧૬૬ રન હતો. રમત ફરી શરૂ થઈ ત્યારે પાકને જીતવા વધુ પાંચ ઓવરમાં બીજા ૧૩૬ રન બનાવવાનું કહેવાયું હતું. એ રીતે પાકને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૪૦ એાવરમાં ૩૦૨ રનનો અસંભવ લક્ષ્યાંક અપાયો હતો. જોકે, પાકની ટીમ ૪૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૨ રન બનાવી શકી હતી. વિજય શંકર તેમ જ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

ભુવનેશ્ર્વર કુમાર પોતાની ત્રીજી જ ઓવરમાં પગની ઈજાને કારણે પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો તેની ઓવર પૂરી કરવા આવેલા પેસ બોલિંગ ઑલરાઉન્ડર વિજય શંકરે પોતાના પહેલા જ બૉલમાં ઇમામ ઉલ હકની વિકેટ લઈને તે વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ બૉલમાં વિકેટ લેનારો વિશ્ર્વનો ત્રીજો બોલર બન્યો હતો.

એ પહેલાં, પહેલા બૅટિંગ કરવાનું કહેવામાં આવતાં ભારતે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૬ રન બનાવ્યા હતા જેમાં રોહિત શર્માના ૧૪૦ રન ઉપરાંત વિરાટ કોહલીના ૭૭ રન અને ઓપનર કે. એલ. રાહુલના ૫૭ રન હતા. હાર્દિકે ૨૬, ધોનીએ ૧ અને વિજય શંકરે અણનમ ૧૫ તથા કેદાર જાધવે અણનમ ૯ રન બનાવ્યા હતા. પાક ટીમ વતી આમિરે ત્રણ તથા હસન અલી અને વહાબે એક-એક વિકેટ લીધી હતી. ચાર સ્પિનરોને એકેય વિકેટ નહોતી મળી શકી.

રોહિતે ૮૫ બૉલમાં ૨૪મી સદી પૂરી કરી હતી. તેની ૨૪ સેન્ચુરીઓમાં આ ત્રીજા નંબરની સૌથી ઝડપી સદી હતી. અગાઉ તેણે ૨૦૧૮ની સાલમાં ઇંગ્લૅન્ડ સામે ૮૨ બૉલમાં અને એ જ વર્ષમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૮૪ બૉલમાં સદી પૂરી કરી હતી.

June 17, 2019
Vayu-kach-sandesh.txt.jpg
1min110

gujarat

ગુજરાત પરથી ફંટાઇને એક સમયે ઓમાન તરફ ફંટાયેલું વાયુ વાવાઝોડું મધદરિયાથી ફરીથી ગુજરાતની દિશામાં વળ્યું હતું અને હવે આજે રાત્રે કચ્છની ભૂમિ પર ત્રાટકી શકે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. કચ્છની દરીયાઇ સીમા પર એલર્ટ પોઝીશન જાહેર કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડું કચ્છના દરિયા કિનારાના લખપતથી માંડવી વચ્ચે વાયુ લેન્ડફોલ કરશે, જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવા ઉપરાંત તોફાની પવન ફુંકાઈ શકે છે. જોકે, વાયુ હાલ નબળું પડી ચૂક્યું છે, અને તેનાથી કોઈ તબાહી ફેલાય તેવી શક્યતા નથી.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 18મી તારીખે પણ કચ્છમાં વાયુની અસર જોવા મળશે. તેના કારણે 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આ ઉપરાંત, આ વાવાઝોડું કચ્છમાં ભારે વરસાદ પણ લાવી શકે છે. તેના લીધે સૂકા કચ્છમાં 8-10 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.

કચ્છ ઉપરાંત, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વાયુને કારણે સારો એવો વરસાદ થવાની શક્યતા છે. હાલ કચ્છમાં વાયુના ખતરાને ધ્યાનમાં લેતા બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. કચ્છ સિવાયના ગુજરાતના બાકીના કોઈ વિસ્તારને આ વાવાઝોડાંની ખાસ અસર નથી થવાની.

વાવાઝોડાં દરમિયાન દરિયો તોફાની બનવાની પૂરી શક્યતા હોવાના કારણે માંડવી બીચ પર પ્રવાસીઓની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. માછીમારોને પણ હાલ દરિયામાં ન જવા માટે કહી દેવામાં આવ્યું છે, અને ફિશિંગની બોટ્સ કિનારા પર લાંગરી દેવામાં આવી છે.

June 17, 2019
sensex_down.jpg
1min70

સોમવારે BSE સેન્સેક્સમાં 491 પોઈન્ટ્સ અથવા 1.25 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. આજે મેટલ, બેન્ક, ઓટો, એનર્જી, ઓઈલ-ગેસ, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે 1.29 ટકા અને 1.35 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આજે ઘટેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઈન્ડ., ONGC, સન ફાર્મા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, મારુતિનો સમાવેશ થાય છે. આજે વધેલા મુખ્ય શેરોમાં યસ બેન્ક, કોલ ઈન્ડિયા અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.

June 16, 2019
shivsena.jpg
1min140

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પોતાના લાવલશ્કર સાથે રામજન્મભૂમિ અયોધ્યા પહોંચ્યા છે. તેમની સાથે તેમની પાર્ટીના 18 સાંસદોએ પણ અહીં રામલલાના દર્શન કર્યા હતા. પાર્ટીના મુખિયાની સાથે રામલલાના દર્શન કરવા માટે શિવસેનાના 10 સાંસદો પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા.

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે પત્ની અને દીકરો આદીત્ય સાથે અયોધ્યા પહોંચ્યા છે અને તેમણે રામમંદિર બનાવવા માટે શિવસેના ઝુંબેશ ચલાવશે એ વાત દોહરાવી હતી.

UDDHAV

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે જ્યારે પહેલી વાર ઉદ્ધવ ઠાકરે અયોધ્યા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા માટે અયોધ્યા અને રામલલા રાજનીતિનો વિષય નથી. આ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. અમારો સંબંધ અયોધ્યા છે. રામના નામ પર અમે ક્યારેય વોટ નહીં માંગ્યો પરંતુ ચૂંટણી બાદ શિવસેનાના તમામ વિજયી સાંસદોની સાથે દર્શન કરવા અયોધ્યા આવીશ.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતનું માનવું છે કે લોકો અયોધ્યામાં રામ મંદિર જોવા માંગે છે. મંદિર બનવાથી દેશમાં સુખ-સમૃદ્ધિનો નવો અધ્યાય લખવામાં આવશે. સાથે તેઓ મોદી લહેર માટે રામલલાનો ધન્યવાદ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે સંબંધો સુધરી રહ્યા છે, અમે તેમની સાથે જ છે.

June 16, 2019
mevani.jpg
1min100

વાતે વાતે સનસનાટી મચાવવાનો પ્રયાસ કરીને લોકોમાં હાઇપ ઉભી કરવાના પ્રયાસમાં અપરિપક્વ યુવા નેતાઓ કેટલો મોટો દાટ વાળે છ તેની પ્રતીતિ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરાવી છે. કોઇ શિક્ષક એક વિદ્યાર્થિની સાથે મારઝૂડ કરી રહ્યાના વિડીયોને વલસાડની સ્કુલના નામ સાથે જોડીને તેને સોશ્યલ મિડીયામાં વાઇરલ કરવાની કોશિસ કરનાર જિજ્ઞેશ મેવાણીની સામે આખરે પોલીસ ફરીયાદ થતાં તેની શાન ઠેકાણે આવી છે.

વડગામથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાની ટ્વીટર વોલ પર વલસાડની એક સ્કૂલને બદનામ થાય એ રીતનો વિદ્યાર્થિનીની મારઝૂડનો વીડિયો શેર કર્યો હતો.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ટ્વીટર પર 20 મેએ એક વીડિયો શેર કરાયો હતો. વીડિયોમાં વલસાડની એક સ્કૂલના નામે શિક્ષક વિદ્યાર્થીને નિર્દયતા પૂર્વક લાકડીથી મારતા દેખાય છે. જે બાદ વસલાડ પોલીસ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસને શંકા છે કે મેવાણીએ વાઈરલ વીડિયોને ક્રોસ ચેક કર્યા વિના તેને પોસ્ટ કરી દીધો.

મેવાણી વિરુદ્ધ આઈપીસીના સેક્શન હેઠળ બદનક્ષીનો દાવો કરાયો છે.

પોલીસે વિધાનસભાના સ્પીકરને માહિતી આપી હતી કે વલસાડની દેસાઈ સાર્વજનિક વિદ્યાલયના પ્રિન્સિપાલ બિજલ પટેલે મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોતાની ફરિયાદમાં બિજલ પટેલે જણાવ્યું કે મેવાણીએ વીડિયોનું સત્ય જાણ્યા વિના તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો, જેના કારણે શિક્ષકો તથા શાળાની શાખને નુકસાન થયું છે.

પોલીસ દ્વારા સ્કૂલની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મેવાણીએ વીડિયો શેર કરીને સ્કૂલના નામે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સને મેસેજ શેર કરવા કહ્યું હતું ‘તે શિક્ષકનું બરતરફ ન કરાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે.’

આ મામલે જીગ્નેશ મેવાણીએ પોતે અધિકારીઓ સમક્ષ ઘટના લાવવા માટે વીડિયો શેર કર્યો હોવાનું કારણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘ટ્વીટમાં મેં PMOને પૂછ્યું હતું કે આ વીડિયો સાચો છે કે શું? મારો સ્કૂલની શાખને બદનામ કરવાનો કોઈ ઈરાદો નહોતો. હું દુઃખ પહોંચેલા લોકોની હજાર વખતે માફી માગવા તૈયાર છું. પોલીસે કેસ નોંધતા પહેલા મારો ખુલાસો લેવો જોઈતો હતો. પોલીસ દ્વારા મહિલાને જાહેરમાં લાત મારનારા વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધવામાં આવતી નથી. પરંતુ ટ્વીટ કરવા પર ફરિયાદ નોંધાય છે.

ઉલ્લેખનીય છે કે મેવાણીએ 21મેએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું અને સ્પષ્ટીકરણ આપ્યું હતું કે તેમણે લાગણીમાં આવીને વીડિયો શેર કર્યો હતો.