CIA ALERT
29. March 2024

Slider Archives - Page 2 of 430 - CIA Live

February 27, 2024
UDYOG-1st-1280x1598.jpg
2min109

Reporte on 26 February 2024

ચેમ્બર ઓફ કોમર્સના ‘ઉદ્યોગ– ર૦ર૪’ પ્રદર્શનને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ, દેશભરમાંથી ર૦ હજારથી વધુ બાયર્સે મુલાકાત લેતા એકઝીબીટર્સને સારી ઇન્કવાયરી જનરેટ થઇ

ઇન્દોર, તેલંગાણા, કોલકાતા, ચેન્નાઇ, છત્તીસગઢ, દિલ્હી, ઇરોડ, હૈદરાબાદ, જોધપુર, જેતપુર, ઉદયપુર, અહમદનગર, અમૃતસર, પાણીપત, બેંગ્લોર, મુંબઇ, ભીવંડી, માલેગાંવ, નાસિક, નવાપુર અને અમદાવાદ વિગેરે શહેરોથી બાયર્સે ઉદ્યોગ પ્રદર્શનની મુલાકાત લીધી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૩, ર૪, રપ અને ર૬ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦ર૪’પ્રદર્શન યોજાયું હતું, જેનું આજરોજ સમાપન થયું હતું. ચાર દિવસીય ઉદ્યોગ પ્રદર્શનમાં દેશના જુદા–જુદા શહેરોમાંથી ર૦ હજારથી પણ વધુ બાયર્સે વિઝીટ કરતા પ્રદર્શનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. જેને કારણે એકઝીબીટર્સને જુદા–જુદા સેગમેન્ટમાં ખૂબ જ સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.

ઉદ્યોગ પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમ્યાન ઇન્દોર, તેલંગાણા, કોલકાતા, ચેન્નાઇ, છત્તીસગઢ, દિલ્હી, ઇરોડ, હૈદરાબાદ, જોધપુર, જેતપુર, ઉદયપુર, અહમદનગર, અમૃતસર, પાણીપત, બેંગ્લોર, મુંબઇ, ભીવંડી, માલેગાંવ, નાસિક, નવાપુર, અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભાવનગર, ભરૂચ, વડોદરા, વલસાડ, રાજકોટ, સેલવાસા, વ્યારા વિગેરે શહેરોમાંથી બાયર્સ મુલાકાતે આવ્યા હતા. ઉદ્યોગ પ્રદર્શનમાં પહેલા દિવસે ૪૧૭૦, બીજા દિવસે પપ૮૦, ત્રીજા દિવસે ૭૧પ૦ અને ચોથા દિવસે ૩૧૮ર બાયર્સ મળી કુલ ર૦૦૮ર જેટલા બાયર્સ મુલાકાતે આવ્યા હતા, આથી એકઝીબીટર્સને ખૂબ જ સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.

ઉદ્યોગ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્‌સ અને સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ ઉદ્યોગ એકઝીબીશનમાં પ્રથમ વખત ‘૩ E એક્ષ્પો’તરીકે અલગથી પેવેલિયન ફાળવવામાં આવ્યું હતું. જેમાં એનર્જી, એફિશિયન્સી અને એન્વાયરમેન્ટ માટેના પ્રોડકટ તેમજ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં પણ એકઝીબીટર્સને ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.

Reported on 24 February 2024

Reported on 22 February 2024

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૩, ર૪, રપ અને ર૬ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦ર૪’પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧૪મી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અંકલેશ્વર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વાપી, વલસાડ, મુંબઇ, ઠાણે, પૂણે, ગુરૂગ્રામ (હરિયાણા) અને ભોપાલના મળી ર૦૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે. ઉદ્યોગ એકઝીબીશનમાં ‘૩ E એક્ષ્પો’ તરીકે અલગથી પેવેલિયન ફાળવવામાં આવ્યું છે. જેમાં એનર્જી, એફિશિયન્સી અને એન્વાયરમેન્ટ માટેના પ્રોડકટ તેમજ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

‘ઉદ્યોગ–ર૦ર૪’ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૩ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં ઉદ્‌ઘાટક તરીકે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂક પટેલ પધારશે અને તેમના વરદ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેકટર અરૂણ ચૌધરી સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. જ્યારે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (NPCIL)ના સ્ટેશન ડાયરેકટર અજય કુમાર ભોલે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર ક્ષિતિજ મોહન સ્પેશિયલ ગેસ્ટ્‌સ તરીકે સમારોહની શોભા વધારશે. આ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણી અને ટોરેન્ટ પાવર લિમિટેડ– સુરતના વાઇસ પ્રેસિડેન્ટ નિતિન માલકન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કુલ ૧,૧૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયું છે. જેમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્‌સ અને સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે.

ઉદ્યોગ એકઝીબીશનમાં ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટમાં ઓટોમેશન એન્ડ રોબોટિકસ, એસી એન્ડ ડીસી ડ્રાઇવ્સ, કેબલ્સ, સ્વીચ ગિયર્સ, ઇન્વર્ટર, યુપીએસ અને બેટરી વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. એન્જીનિયરીંગ એન્ડ અલાઇડ સેગમેન્ટમાં મશીન ટૂલ્સ, ગિયર્સ એન્ડ મોટર્સ, ટેક્ષ્ટાઇલ એન્સીલરી, કોમ્પ્રેશર, પમ્પ્સ એન્ડ વાલ્વ, કટીંગ ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરીઝ, એકસકલુઝીવ લેસર એન્ડ એડીટીવ મેન્યુફેકચરીંગ, વેલ્ડીંગ ઇકવીપમેન્ટ એન્ડ કોન્સુમેબલ્સ, પાવર ટૂલ્સ એન્ડ ફાસ્ટનર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર મટિરિયલ હેન્ડલીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્‌સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરિટી, હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત સર્વિસ સેગમેન્ટમાં બેન્કીંગ, ફાયનાન્સ એન્ડ ઇન્સ્યુરન્સ, ટૂરીઝમ, લોજિસ્ટીક એન્ડ વેર હાઉસિંગ અને આઇટી સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સોલાર એનર્જી, વીન્ડ એનર્જી, બાયો–એનર્જી, હાઇડ્રો એનર્જી, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇલેકટ્રો કેમિકલ વિગેરે દરેક ઇન્ડસ્ટ્રી સબંધિત એનર્જી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સને ઉદ્યોગ પ્રદર્શનમાં ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગૃપ તથા એસોસીએટ સ્પોન્સર તરીકે એનપીસીઆઇએલ અને જૈનમનો તેમજ એમએસએમઇ બેન્કીંગ સ્પોન્સર તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. જ્યારે ઉદ્યોગ એકઝીબીશન માટે સરકારના ઇન્ડેક્ષ્ટબી, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ– ગુજરાત અને એસ.એસ.આઇ.સી.નો સહયોગ મળ્યો છે.

January 22, 2024
cia_multi-1280x1045.jpg
1min942

અયોધ્યામાં બિરાજમાન ભગવાન રાજારામ ચંદ્રના મસ્તક પર સુરતમાં બનેલો મુગટ પહેરાવાશે

અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામલલ્લાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો

ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનુ, હીરા, નિલમ, વગેરે સાથે 6 કિલો વજનનો મુગટ બનાવડાવ્યો હતો

સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનાર અયોધ્યા રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના જાણિતા ઉદ્યોગપતિ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામજન્મભૂમિ તિર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભુષણોથી મઢેલો મુગટ અર્પણ કર્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશભાઇ પટેલને અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે આભુષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું. જેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાનો આભુષણોથી જડેલો મુગટ અર્પણ કરવામાં આવે.

January 17, 2024
auro.png
1min267

શહેરના ઇચ્છાપોર ખાતે આવેલી ઑરો યુનિવર્સિટીનો 11મો દિક્ષાંત (વાર્ષિક પદવીદાન) સમારોહ આવતીકાલ તા.18મી જાન્યુઆરીને ગુરુવારે યોજવામાં આવશે. દિક્ષાંત સમારોહમાં પોંડીચેરીના પૂર્વ ગર્વનર અને રિટાર્યડ મહિલા આઇ.પી.એસ. કિરણ બેદી ખાસ ઉપસ્થિત રહીને દિક્ષાંત પ્રવચન આપશે.વધુ માહિતી આપતા ઑરો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એચ.પી. રામા અને પ્રોવૉસ્ટ ડો.પરીમલ વ્યાસે જણાવ્યું હતું કે 11માં પદવીદાન સમારોહમાં કુલ 271 વિદ્યાર્થીઓને અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની જુદી જુદી પદવીઓ એનાયત કરવામાં આવશે. જેમાં સ્કુલ ઓફ બિઝનેસમાંથી કુલ 116 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ હોસ્પિટાલિટીમાંથી 46 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાંથી 36 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લોમાંથી 32 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સમાંથી 24 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ડિઝાઇનમાંથી 21 વિદ્યાર્થીઓ અને સ્કુલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનમાંથી 14 વિદ્યાર્થીઓએ તેમની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક સંપન્ન કરતા તેમને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.આ ઉપરાંત ઑરો યુનિવર્સિટીએ અમેરીકાની કેનસાસ યુનિવર્સિટી અને સેન ડિયેગો યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. સાઇન કર્યા છે. જે અંતર્ગત ફેકલ્ટી એક્ષચેન્જ, એજ્યુકેશનલ ઇવેન્ટ, ટ્રેનિગ, રિસર્ચ વગેરે મુદ્દા પર ટૂંકાગાળા અને લાંબાગાળાના કાર્યક્રમો યોજવામાં આવશે.

January 17, 2024
Bharat-Ratnam-CFC-1.jpg
1min153

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16/01/2024 મુંબઇના સ્પેશયલ ઇકોનોમિક ઝોનમાં નિર્માણ પામેલા હીરા ઉદ્યોગ માટે અત્યંત આવશ્યક કોમન ફેસેલિટી સેન્ટર ભારત રત્નમ્ નું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. હીરા ઉદ્યોગ માટે જરૂરી તમામે તમામ ટેસ્ટીંગથી લઇને ટ્રેનિંગ સુધીની સુવિધાઓ, મેટલ પ્રિન્ટર સુધીની ફેસેલિટી ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

સુરતના અનેક હીરા ઉદ્યોગકારોએ જણાવ્યું કે મુંબઇ સીએફસીને કારણે હીરા ઉદ્યોગની અનેક મહત્વની પ્રક્રિયાઓ સચોટ રીતે અને ઝડપથી પૂર્ણ કરી શકાશે.ભારત રત્નમ મેગા કોમન ફેસેલિટી સેન્ટર ફોર જેમ એન્ડ જ્વેલરીની કલ્પના જીજેઈપીસી દ્વારા કરવામાં આવી હતી. જીજેઇપીસી અને નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સિલ દ્વારા ફિઝિબિલિટી સ્ટડી અને પ્રોજેક્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ રિપોર્ટ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને એસઈઈપીઝેડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ નું અમલીકરણ એસઈઈપીઝેડ ઓથોરિટી સાથે જીજેઈપીસી દ્વારા નામાંકિત મેગા સીએફસી સમિતિ હેઠળ કરવામાં આવ્યુંહ તું. જીજેઈપીસી એ ભારત રત્નમ મેગા સીએફસી ચલાવવા અને તેનું  સંચાલન કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.”ભારત રત્નમ મેગા સીએફસી એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જીજેઈપીસી ઈન્ડિયા અને એસઈઈપીઝેડ સેઝ ઓથોરિટી દ્વારા દેશમાંથી નિકાસ કરવા માટે પ્રમોટ કરાયેલ એક સામાજિક-આર્થિક પ્રોજેક્ટ છે.જીજેઈપીસી ના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, મેગા કોમન ફેસેલિટી સેન્ટરને કારણે હીરા ઝવેરાતનું નિકાસ લક્ષ્ય ને 7 બિલિયન ડોલર થી બમણું એટલે કે 15 બિલિયન ડોલર કરવાની ઉદ્યોગની યોજના માટે ગેમચેન્જર પુરવાર થશે, ભવિષ્યમાં આ જ નિકાસ 30 બિલિયન ડોલર સુધી પણ પહોંચાડી શકાશે.

January 17, 2024
sgcci-food-1280x625.jpg
6min237

આગામી ફેબ્રુઆરી મહિનાની તા.10થી 12 દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે એક સાથે બે જુદા જુદા વિષયો પર બે એક્ષ્પોનું આયોજન એક જ સ્થળે કરીને ચેમ્બર ઓફ કોમર્સ એક નવો ઇતિહાસ સર્જવા માટે આગળ વધ્યું છે. તા.10થી 12 દરમિયાન શહેરમાં પહેલો હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો યોજાશે અને સાથે જ કન્વેન્શન સન્ટરમાં જ ફુડ એન્ડ એગ્રિટેક એક્ષ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બન્નેની થીમ અલગ હોવા છતાં ટાર્ગેટ ઓડિયન્સ સમાન હોવાનો મત ચેમ્બરના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસીયા, આઇપીપી હિમાંશુ બોડાવાલા, વીપી વિજય મેવાવાલા, સેક્રેટરી નિખીલ મદ્રાસી, ખજાનચી કિરણ ઠુમ્મર, બિજલ કાપડીયાએ સંયુક્તપણે જણાવ્યું હતું કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

કોરોના પછી બધાને આરોગ્યનું મહત્વ સમજાયું છે અને લોકો હવે આરોગ્યની જાળવણી માટે સજાગ થયા છે ત્યારે હેલ્થ સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, સરકારની આરોગ્ય સંબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે.

હેલ્થ એક્ષ્પોમાં એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી સારવારથી સાધન સુધીની સુવિધાઓ

હેલ્થ એકઝીબીશન્સ ચેરપર્સન ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવશે. આશરે પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવશે. એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્‌સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ – નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ લેબ્સ, ટેલીમેડિસીન રેડિયોલોજી, સોફટવેર પ્રોવાઇડર્સ, મેડિકલ ફાયનાન્શીયલ પ્રોવાઇડર્સ, બ્લડ બેન્ક, મેડિકલ ડિવાઇસ કેલીબ્રેશન સર્વિસિસ, આયુષ એન્ડ અલ્ટરનેટીવ ટ્રિટમેન્ટ સેન્ટર, આઇટી ઇન મેડિકલ સેકટર અને મેન્ટલ હેલ્થની સર્વિસ આપનારાઓનો સમાવેશ થાય છે.

ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો ખેડૂતોના એક્ષ્પોર્ટર બનાવશે

ફુડ એગ્રિટેક એક્ષ્પોના ચેરમેન કે.બી. પીપલીયાએ જણાવ્યું હતું કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ એકઝીબીશનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે. ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્‌સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્‌સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્‌સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્‌સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.આ પ્રદર્શનમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરાશે.આ પ્રદર્શનમાં ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઈ રહયાં છે. આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. આ પ્રદર્શનમાં એકજ સ્થળે સુરતીઓને ૬૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.

સુરતમાં મેડિકલ ટુરિઝમ વિકસાવવાના ભાગ રૂપે ચેમ્બરનો પ્રથમ પ્રયાસ છે, NRI/NRG તથા સામાન્ય લોકોને સુરતની કઇ હોસ્પિટલમાં કયા રોગની સારવાર મળી રહે છે? તેના વિશેની માહિતી મળી રહે તે હેતુથી પ્રદર્શન યોજાશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦-૦ર-ર૦ર૪થી ૧ર-૦2-૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કોરોના પછી બધાને આરોગ્યનું મહત્વ સમજાયું છે અને લોકો હવે આરોગ્યની જાળવણી માટે સજાગ થયા છે ત્યારે હેલ્થ સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, સરકારની આરોગ્ય સંબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ ઉપરાંત સુરતમાં મેડીકલ ટુરીઝમ વિકસાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક પ્રયાસના ભાગ રૂપે પણ આ પ્રદર્શનનું આયોજન કરાયું છે. વિશ્વના જુદા–જુદા દેશોમાંથી બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ સુરતમાં આવે છે અને તબીબી સારવાર પણ લેતા હોય છે ત્યારે તેઓને સુરતની કઇ હોસ્પિટલમાં મેડીકલ ટુરિઝમ છે તેના વિશે પણ વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ તબીબી સ્કીલ્સ, સ્પેશિયલ રોબોટસ અને સારી મેડીકલ સર્વિસિસ મળી રહે છે તેની માહિતી એનઆરઆઇ, એનઆરજી અને દેશના અન્ય લોકો સુધી પહોંચાડી શકાશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન થકી મેડીકલ સંસાધનોના ઉત્પાદકોને તેમજ સર્વિસ આપનારાઓને સીધું માર્કેટ પૂરું પાડવાનો હેતુ તો છે જ પણ તેની સાથે સાથે આ એકઝીબીશનને કારણે જાહેર જનતામાં તબીબી સારવાર માટેની જનજાગૃતિ કેળવાશે અને મેડીકલ ફેટર્નિટીને પણ તેનો લાભ થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કઇ હોસ્પિટલની કયા રોગ માટેની સારવાર માટે શું વિશેષતા છે? તેની જાણ સામાન્ય લોકોને થશે. જેથી કરીને તેઓ સંબંધિત રોગની સારવાર માટે સંબંધિત હોસ્પિટલમાં લેતા થશે.

તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનના આયોજન માટે ગુજરાતના આરોગ્ય મંત્રી ૠષીકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા, સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે. સુરત શહેરમાં તેમજ રાજ્યમાં મેડીકલ ટુરીઝમને વિકસાવવા માટે આ પ્રદર્શન મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેના વિશે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેઓનું પણ માર્ગદર્શન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેળવવામાં આવ્યું હતું. આથી મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવશે. આશરે પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સની ટીમે સુરતની સાથે ફલાઇટ કનેકટેડ શહેરોની પણ મુલાકાત લેવામાં આવી છે અને તે શહેરોની હોસ્પિટલની મુલાકાત લઇને તેઓને પણ પ્રદર્શનમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે.

‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્‌સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ  નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ

December 30, 2023
sri-ram.jpg
1min423

આજે ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી હાકલ કરી છે કે આખું વિશ્વ તા.22મી જાન્યુઆરીની રાહ જોઇ રહ્યું છે. તેમણે 22 જાન્યુઆરીના રોજ પ્રતીક્ષિત કાર્યક્રમ માટે અયોધ્યામાં પ્રવાસ ન કરવા લોકોને વિનંતી કરી, ભારપૂર્વક જણાવ્યું કે મંદિરના નગરમાં ઐતિહાસિક દિવસે ફક્ત આમંત્રિત વ્યક્તિઓએ જ હાજરી આપવી જોઈએ. તા.22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે.

PM Modi inaugurates new airport in Ayodhya ahead of Ram Temple consecration  on Jan 22 - India Today

પીએમ નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને આગામી તા.22 જાન્યુઆરીએ તેમના ઘરોને દીવાઓથી પ્રકાશિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. “આ ઐતિહાસિક ક્ષણ ખૂબ જ સદભાગ્યે આપણા જીવનમાં આવી છે. આપણે દેશ માટે એક નવો સંકલ્પ કરવાનો છે અને પોતાને નવી ઉર્જાથી ભરવાનો છે. આ માટે, હું તમામ 140 કરોડ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ 22 જાન્યુઆરીએ તેમના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવે અને દીપાવલી ઉજવે, ”પીએમે કહ્યું.

વધુમાં, તેમણે સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા માટેના સામૂહિક પ્રયાસને પ્રોત્સાહન આપતા, 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં તીર્થસ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહ્વાન કર્યું હતું.

રામ લાલાને પાકું ઘર અપાયુંઃ પીએમ મોદી

પીએમ મોદીએ રામ લાલાના નિવાસસ્થાનને તંબુમાંથી કાયમી માળખામાં રૂપાંતરિત કરવાનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રના વિકાસ માટે વારસાની જાળવણીનું મહત્વ નોંધ્યું હતું. “રામ લાલા એક તંબુમાં હતા, આજે પાકું ઘર માત્ર રામ લાલાને જ નહીં પરંતુ દેશના ચાર કરોડ ગરીબોને પણ આપવામાં આવ્યું છે. ભારતને વિકસિત દેશ બનાવવાની ઝુંબેશને અયોધ્યાથી નવી ઉર્જા મળી રહી છે.” .

“આજે, અહીં રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ માળખાકીય સુવિધાઓને લગતા કામો ફરી એકવાર દેશના નકશા પર ગૌરવ સાથે આધુનિક અયોધ્યાની સ્થાપના કરશે. આજનો ભારત તેના તીર્થસ્થળોને સુંદર બનાવી રહ્યું છે. અને ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં પણ ડૂબી ગયો છે,” તેમણે ઉમેર્યું.

દિવસની શરૂઆતમાં, PM એ સુધારેલ અયોધ્યા રેલ્વે સ્ટેશન, અમૃત ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું અને ચાલુ વિકાસ પહેલના ભાગ રૂપે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી.

રામ મંદિર રામ જન્મભૂમિના આદરણીય સ્થળ પર છે, જે ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ જગ્યા પર પહેલા બાબરી મસ્જિદનો કબજો હતો. 2019 માં, ભારતની સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી ચુકાદો આપ્યો, મંદિરના નિર્માણ માટે હિન્દુઓને વિવાદિત જમીન આપી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના અહેવાલથી પ્રભાવિત થયેલો નિર્ણય, તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની નીચે બિન-ઈસ્લામિક માળખું હોવાનું સૂચવે છે.

5 ઓગસ્ટ, 2020 ના રોજ, એક સમારોહમાં રામ મંદિરના નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી, જેનું સંચાલન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ચાલુ બાંધકામની દેખરેખ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરે છે.

December 7, 2023
cia_edu-1280x925.jpg
1min549

જો તમારું સંતાન આગામી માર્ચ 2024માં ધો.10 (એસ.એસ.સી.)ની પરીક્ષા કોઇપણ બોર્ડમાંથી આપવાનું હોય અને આગળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાનું આયોજન હોય તો સુરત શહેર જ નહીં સમગ્ર ગુજરાતની બેસ્ટ સ્કુલ્સની યાદીમાં અગ્રેસર ભૂલકા વિહાર સ્કુલની ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરવાની સિસ્ટમ સમજવા જેવી છે.

અત્યાર સુધી શહેરને અનેક તબીબો, એન્જિનિયર્સ, સી.એ., આર્કિટેક્ટ્સ આપી ચૂકેલી ભૂલકા વિહાર સ્કુલમાં મર્યાદિત વિદ્યાર્થીઓને ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપીને તેમને બોર્ડ સિલેબસ ઉપરાંત જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા મીતાબેન વકીલ કહે છે કે ભૂલકા વિહાર સ્કુલમાં ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેઇઇ મેઇન્સ, જેઇઇ એડવાન્સ્ડ, નીટ યુજી, ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ સાથે જ બોર્ડના સિલેબસ પર પણ પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

2024ના ધો.11 વિજ્ઞાન પ્રવાહના બેચ માટે ખાસ પેરેન્ટ મિટીંગ

મીતાબેન વકીલે કહ્યું કે આગામી વર્ષે ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાની ઇચ્છા કે આયોજન ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓ પછી એ વિદ્યાર્થી ભલે કોઇપણ બોર્ડમાં અભ્યાસ કરતો હોય તેમને

  • ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ ભૂલકા વિહાર સ્કુલમાં કેવી રીતે ભણાવવામાં આવે છે?,
  • કયા શિક્ષકો કયો વિષય ભણાવશે, રિવિઝન કેવી રીતે થશે?,
  • ડાઉટ ક્લાસ શું હોય છે?,
  • વિદ્યાર્થીઓએ શું ભોગ આપવો પડશે?,
  • વાલીઓએ કેવી તૈયારી કરવી પડશે?,
  • ભૂલકા વિહાર સ્કુલ તરફથી કેવા પ્રકારનું એક્સ્ટ્રા નોલેજ અપાશે?,
  • ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ સફળતાપૂર્વક પાસ થયા પછી કયા અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ મેળવવો?,
  • ફોરેન જવાનું પ્લાનિંગ કેવી રીતે કરવું?
  • વગેરેની માહિતી વિદ્યાર્થીઓના માબાપ, વાલીઓને મળી રહે તે માટે એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

મિટીંગની વિગતો

  • તા.10 ડિસેમ્બર 2023
  • રવિવાર
  • સમય સવારે 8.30 કલાકે
  • સ્થળ- ભૂલકાવિહાર સ્કુલ, પાલ-ભાઠા રોડ, સુરત
  • સંપર્ક નં.0261-2971900 – 89800 08283
November 29, 2023
jee-main-2024.jpg
1min655

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇટી જેવી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છે છે તેમણે જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા આપવાની ફરજિયાત છે. જેઇઇ મેઇન્સ 2024માં બે વખત લેવાનારી છે. પહેલા ફેઝની જેઇઇ મેઇન્સ પરીક્ષા જાન્યુઆરી 2024ના અંતમાં લેવાશે જ્યારે બીજા ફેઝની પરીક્ષા એપ્રિલ 2024માં લેવાશે.

પહેલા ફેઝમાં લેવાનારી જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ મુદત તા.30 નવેમ્બર 2023ની છે.

2024માં જેઇઇ ક્યારે લેવાશે તેનું સંપૂર્ણ સમયપત્રક

જેઇઇ મેઇન્સ પરીક્ષાની પેપર પેટર્ન

જેઇઇ મેઇન્સના ગુજરાતના પરીક્ષા કેન્દ્રો

November 27, 2023
weather-forecast.jpg
1min267

રાજ્યભરમાં કમોસમી માવઠાએ જોર પકડ્યું છે, મોટાભાગના જિલ્લાઓ વરસાદ સાથે અસહ્ય ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે, તો ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં 2 ઈંચ વરસાદ, તો રાજ્યના 8 જિલ્લાઓમાં દોઢ ઈંચ, 17 તાલુકાઓમાં 1 ઈંચ, જ્યારે 65 તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

November 24, 2023
amns-logo.jpeg
1min362

“બનાઉંગા મેં, બનેગા ભારત” કોમર્શિયલ જાહેરાત સાથે નવા ભારતના વિકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય

સુરત – હજીરા, નવેમ્બર 22, 2023:

વિશ્વના બે પ્રખ્યાત અને અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ “બનાઉંગા મેં, બનેગા ભારત” નામની નવી ટેલિવિઝન કોમર્શિય લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ભારતની પ્રગતિ અને તેના વિવિધ કુશળ કાર્યબળ પ્રત્યે સામૂહિક ઉત્સાહ અને ગર્વ પેદા કરવાનો છે, જે દેશના વિકાસને શક્તિ આપી રહી છે.

યુવાનોને આકર્ષિત કરવા અને પ્રેરણા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ જાહેરાત ફિલ્મ તાજેતરના રાષ્ટ્રીય ઉપલ્બધિઓને પ્રતિબિંબિત કરે છે, જે ઉચ્ચ મૂલ્ય-વર્ધિત ઉત્પાદન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિને રેખાંકિત કરે છે.

AM/NS Indiaની વધતી જતી બ્રાન્ડ વેલ્યુને આધારે, ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર્સ’ બ્રાન્ડ દ્વારા આધારીત, આ પહેલ આ ક્ષેત્રમાં અગ્રણી ખેલાડી તરીકે AM/NS Indiaની સ્થિતિને મજબૂત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. તે સ્ટીલના ઉત્પાદન માટે કંપનીના સમર્પણને પણ પ્રતિબિંબિત કરે છે જે દેશના સર્વાંગી વિકાસને ચલાવવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે.

શ્રી દિલીપ ઓમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમારા ગયા વર્ષના ‘રીઇમેજિનિયરિંગ’ અભિયાનની સફળતાના આધારે, આ નવીનતમ પ્રયાસ નવા ભારતમાં યોગદાન આપવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમૃતકાળના ધ્યેય તરફની તેની સફરમાં, ભારત સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર આગળ વધવા માટે મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ દ્વારા સ્ટીલ-સઘન વિકાસને અપનાવી રહ્યું છે. અમે અમારા બ્રાન્ડ વચન ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ સાથે વૈશ્વિક અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન હાંસલ કરવા અને દેશની પ્રગતિનો ભાગ બનવા માટે ગર્વ અનુભવીએ છીએ.”

આ જાહેરાત ફિલ્મ ક્રિએટિવલેન્ડ એશિયા દ્વારા બનાવવામાં આવી છે અને ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા સેક્ટરમાં ડેન્ટસુ ઈન્ડિયાના એક એકમ iProspect દ્વારા રજૂ કરવામાં આવશે.

આ મનમોહક ફિલ્મ જોવા માટે આ લિંક પર ક્લિક કરો: