CIA ALERT

ક્રાઇમ Archives - CIA Live

August 15, 2019
teenpatti.jpg
1min110

રાજકોટના રેસકોર્સ રીંગ રોડ પરના પોલીસ હેડ કવાર્ટરમાં કે જેમાં ફક્ત અધિકૃત વ્યક્તિઓને જ ઘનિષ્ઠ ચેકિંગ પછી પ્રવેશવા દેવામાં આવે છે એવા હેડક્વાર્ટરમાં આવેલા હાઇરાઇઝ બિલ્ડીંગના નવમા માળે પોલીસ પુત્ર બિન્ધાસ્ત જુગારની કલબ ચલાવતો હતો. પરંતુ, આ બાબત કેટલાક સંનિષ્ઠ પોલીસ જવાનોના ધ્યાને આવતા પોલીસે જ પોલીસ પુત્રની જુગાર ક્લબ પર દરોડો’ પાડીને ત્રણ મહિલા સહિત આઠને ઝડપી પાડ્યા હતા.

સાંકેતિક ચિત્ર

આતંકી હુમલાની દહેશતને પગલે રાજકોટ પોલીસ હેડ કવાર્ટરના દરવાજા પાસે તંબુ પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે. ચોકી પર ફરજ બજાવતા પોલીસમેન અને એસઆરપીમેન દ્વારા બહારની વ્યકિતને પોલીસ હેડ કવાર્ટરમાં દાખલ થવા દેવામાં આવતી નથી. બહારની કોઇ વ્યકિતને હેડ કવાર્ટરમાં જવું હોય તો સઘન ચેકીંગ કરવામાં આવે છે. પરંતુ આ ચેકીંગની કે પોલીસની પરવા કર્યા વગર હેડ કવાર્ટરના હાઇરાઇઝ બિલ્ડીંગના નવમા માળે પોલીસ પુત્ર રવિ જગદીશભાઇ વાઘેલા દ્વારા જુગારની કલબ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ હેડ કવાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીએસઆઇ હાથલિયા અને તેની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમવા અને રમાડવા અંગે લાઇન બોય રવિ જગદીશભાઇ વાઘેલા, હિતેષ ભરતભાઇ ઢાંકેચા, સુભાષ કાંતિભાઇ ઝાલા, શ્યામ ધનજીભાઇ પરમાર, ગટુ છગનલાલ મકવાણા, સમજુ ઉર્ફે ભાનુ બાબુભાઇ ઝાલા, આરૂષી ઉર્ફે આરતી પ્રવીણભાઇ પંડયા અને કારૂ બાબુભાઇ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 37 હજારની રોકડ રકમ કબજે કરાઇ હતી.

August 8, 2019
Mansoor-khan.jpg
1min240
પોન્ઝીસ્કીમ ચલાવીને કર્ણાટક, બેંગલુરુ અને આસપાસના વિસ્તારોને 30 હજાર લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર ભેજાબાજ મન્સુર ખાન દુબઇ ભાગી છૂટ્યો હતો, જેવો દિલ્હી ઉતર્યો, પોલીસે તેને ઝબ્બે કરી લીધો હતો.

કર્ણાટકના બેંગલુરુ ખાતે પોન્ઝી સ્કીમ ચલાવીને અંદાજે 30 હજાર લોકો પાસેથી રૂપિયા પડાવીને છેલ્લા ઘણાં મહિનાથી દુબઇ ફરાર થઇ ગયેલા મન્સુર ખાન નામના ચીટરને બે દિવસ પહેલા પોલીસે દિલ્હી એરપોર્ટથી ઝબ્બે કર્યો હતો. બાદમાં તેના સ્થળો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન એક મિલ્કતના સ્વીમીંગ પુલની નીચે સંતાડીને રાખવામાં આવેલું 300 કિલો જેટલું નકલી સોનુ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ નકલી સોનું પણ ચીટર મન્સુર ખાન લોકોને પધરાવી દઇને ફ્રોડ કરવાની ફિરાકમાં હતો.

આ અસલી સોનું નથી પણ નકલી સોનું છે, કર્ણાટકના ચીટર મન્સુરખાને સ્વીમીંગ પુલની નીચે 303 કિલો વજન ધરાવતા 5880 નકલી સોનાના બિસ્કીટ છૂપાવી રાખ્યા હતા.

પોન્ઝી સ્કીમ ચલાવીને કરોડો રૂપિયાનું કરી નાંખનારા IMAના સ્થાપક મંસૂર ખાને સ્વિમિંગ પૂલને જ સોનાથી ભરી દીધો. સ્વીમીંગ પુલની નીચે સિફતપૂર્વ સંતાડીને રાખવામાં આવેલા 5880 સોનાના બિસ્કીટના રૂપમાં 303 કિલો નકલી સોનું પોલીસે જ્યારે ઝબ્બે કર્યું ત્યારે તમામ ચોકીં ઉઠ્યા હતા, કેમકે પહેલી નજરમાં તો તમામને સોનું અસલી જ લાગ્યું હતું.

આટલી મોટી સંખ્યામાં નકલી સોનાના બિસ્કીટનો ઉપયોગ થવાનો હતો તે જોઈને ઓફિસરોના પણ હોંશ ઉડી ગયા.

IMAના સંસ્થાપક મંસૂર ખાનના ઘરે SITએ રેઈડ પાડી હતી. તેના ઘરે છઠ્ઠા માળે બનેલા સ્વિમિંગ પૂલની નીચેથી 303 કિલો નકલી સોનાના બિસ્કીટ મળ્યા છે. આ મામલામાં વસીમ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

હકીકતમાં કરોડોના સ્કેમમાં મુખ્ય આરોપી અને IMA જ્વોલર્સના સંસ્થાપક મંસૂર ખાનને દુબઈથી આવ્યા બાદ દિલ્હી પોલીસે એરપોર્ટ પર જ પકડી લીધો હતો. SITએ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા લુકઆઉટ નોટિસ જારી કરીને ઈન્ટરપોલ સહિત બધી સંબંધિત એજન્સીઓને મંસૂર ખાનની જાણકારી આપી દીધી હતી.

કર્ણાટકની સરકારે તેની 300 કરોડની કિંમતની 23 પ્રોપર્ટી જપ્ત કરી છે.

August 2, 2019
unnav.jpg
1min60

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉન્નાવ બળાત્કાર સંબંધિત તમામ કેસ દિલ્હીની સીબીઆઈ કોર્ટમાં હાથ ધરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને બની શકે તો સાત દિવસમાં અને વધુમાં વધુ ૧૫ દિવસમાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે “ટ્રાન્સફર પિટિશનમાં (પીડિતાના પરિવારની) રજૂ કરવામાં આવેલા કારણ ધ્યાનમાં લેતા અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને લખેલા પત્રને ધ્યાનમાં લેતા ઉત્તર પ્રદેશની સીબીઆઈ કોર્ટમાંના બધા કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો અમે આદેશ આપીએ છીએ.

પીડિતાને વચગાળાની રાહત તરીકે ૨૫ લાખ રૂપિયા ચૂકવવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કરવામાં આવ્યો હતો. બળાત્કારના કેસ સહિતના તમામ કેસ સીબીઆઈ કોર્ટના જજને રોજિંદા ધોરણે ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. ટ્રાયલને ૪૫ દિવસમાં પૂરી કરવાનો પણ ઓર્ડર આપવામાં 

આવ્યો હતો. પીડિતા અને તેના પરિવારને સીઆરપીએફ દ્વારા સુરક્ષા પૂરી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સીબીઆઈને તપાસનું સ્ટેટસ જણાવવામાં કહેવામાં આવ્યું હતું. સીબીઆઈ એ એક દિવસનો સમય માગ્યો હતો પણ મુખ્ય ન્યાયાધીશે અન્ય અધિકારીને મોકલવા કહ્યું હતું. સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર સંપત મીણા ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા અને રાયબરેલી અકસ્માત કેસ તથા કુલદીપ સેન્ગર સામેના એફઆઈઆર સંબંધમાં કરાયેલી તપાસની વિગત આપી હતી. 

July 31, 2019
sengar.jpg
1min260

ઉન્નાવ રેપ કેસની પીડિતા અને પરિવારજનોને અક્સમાતમાં મારી નાંખવાના ષડયંત્રના આક્ષેપની સીબીઆઈ તપાસ સોંપવામાં આવી છે. સીબીઆઈએ આ મામલે બળાત્કારના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત 11 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે. ઉન્નાવ રેપ પીડિતા અને તેના પરિવારજનો વકીલ સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકે ટક્કર મારતા બે લોકોના મોત થયા હતા જ્યારે રેપ પીડિતા અને વકીલની સ્થિતિ અત્યંત ગંભીર છે.

ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી કેસ સીબીઆઈએ લીધો હતો અને ત્યારબાદ નવેસરથી એફઆઈઆર દાખલ કરાઈ છે. એજન્સીએ અકસ્માત સ્થળની મુલાકાત લેનાર અધિકારીઓને તાકીદ કરી દીધી છે અને રાય બરેલી જિલ્લાના ગુરબક્ષગંજ પોલીસ સ્ટેશન પાસેથી વિગતો લઈ લેવા જણાવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે ભારે આક્રોશ બાદ તપાસ સીબીઆઈને સોંપવાનો મંગળવારે નિર્ણય કર્યો હતો.

July 30, 2019
ponziScheme.png
1min230

ગેરકાયદેસર સ્કીમોમાં નાણાં રોકનારા ડિપોઝિટરોને તેમની રકમ પાછી મળી શકે તે માટે સંસદે સોમવારે એક વિધેયક પસાર કર્યું હતું. ‘બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ બીલ’ ૨૦૧૯ સોમવારે પસાર થયું હતું, જેણે આ અંગે અગાઉ બહાર પડાયેલા વટહુકમનું સ્થાન લીધું છે. ૨૪મી જુલાઈ ૨૦૧૯ તારીખે લોકસભાએ અને સોમવારે રાજ્યસભાએ વિધેયક પસાર કર્યું હતું. જેનાથી પોન્ઝી સ્કીમ્સથી ભોળા રોકાણકારો બચી શકશે.

પોન્ઝી સ્કીમના નાણાં જપ્ત કરવામાં આવે તે પછી તેના પર પ્રથમ હક ડિપોઝિટરોનો રહેશે. ડિફોલ્ટ કરનારી સંસ્થાઓની સંપત્તિ પર ટાંચ મૂકીને ડિપોઝિટરોના નાણાં તેમને પાછા આપી શકાશે તેવી યંત્રણા ઘડવામાં આવશે. ડિપોઝિટ લેનારા સાચા ધંધાર્થીઓ અથવા સગા અથવા મિત્રો પાસેથી નાણાં ઉધાર લેનારાઓને કોઈ તકલીફ પડશે નહીં તેની વિધેયકમાં તકેદારી રાખવામાં આવી છે.

ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પ્રમોટ કરવી, સંચાલન કરવું, જાહેરાત આપવી અથવા ડિપોઝિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકશે તેવી સત્તા વિધેયકમાં આપવામાં આવી છે. તેમ રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે કહ્યું કે, ૯૭૮ કેસની નોંધ લેવામાં આવી છે, જેમાંથી ૩૨૬ પશ્ર્ચિમ બંગાળમાં છે.નિયમનકારી છીંડાઓનો લાભ લઈ અને કડક વહીવટી પગલાંના અભાવને કારણે ગેરકાયદેસર ડિપોઝિટ લેવાનું દૂષણ દેશમાં ફૂલ્યુફાલ્યું છે, જેમાં ગરીબો અને ભોળા લોકો પોતાના નાણાં ગુમાવી રહ્યા છે. ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ મૂકી શકાય તેવી સર્વગ્રાહી યંત્રણા પૂરી પાડવાનો વિધેયકનો ઉદ્દેશ્ય છે. નિયમનકારી માળખા પ્રમાણે ડિપોઝિટ લેવાનું ચાલુ રહી શકશે.

July 28, 2019
corruption.gif
1min280

ગુજરાતના વિવિધ વિભાગોમાં બેસતા સરકારી બાબુઓએ વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૪ કરોડ રૂપિયાની ઉચાપતો કરી હોવાનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં બહાર આવ્યું હતું. સરકારે આ ઉચાપત બદલ કોઈ કડક પગલાં નહીં લીધાં હોવાની ટિપ્પણી પણ કેગ દ્વારા કરાઈ છે.

સૌથી વધુ ઉચાપત શિક્ષણ વિભાગમાં ૩.૮૫ કરોડ

વિધાનસભા સત્રના છેલ્લા દિવસે રજૂ થયેલા અહેવાલમાં કેગ દ્વારા જણાવાયું હતું કે, સરકારી બાબુઓએ કરેલી ઉચાપતના ૯૯ કેસ સામે આવ્યા હતા. જેમાં કુલ ૧૨.૮૧ કરોડની ઉચાપતો પકડાઈ હતી. સૌથી વધુ ઉચાપત શિક્ષણ વિભાગમાં ૩.૮૫ કરોડની કરાઈ હતી તેવું જણાવ્યું હતું. જ્યારે એકમાત્ર શ્રમ અને રોજગાર વિભાગ સિવાયના તમામ સરકારી વિભાગોના બાબુઓએ ઉચાપત કરી હોવાનું જણાયું હતું. તો ૭૩ લાખ રૂપિયાનો સરકારી માલસામાન ચોરી અથવા સગેવગે થઇ ગયો હોવાનું પણ નોંધાયું હતું. રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ. ૨૨,૪૩૧ કરોડનું નુકસાન થયું હતું.

જ્યારે બજેટ ૨૦૧૭-૧૮ દરમિયાન વિવિધ વિભાગોએ કુલ બજેટ સામે ૨૧,૯૦૮ કરોડ રૂપિયા ઓછાં ખર્ચ્યાં. શિક્ષણ વિભાગે તો બજેટના વધેલાં રૂપિયા ૩૪૫ કરોડ નાણાં વિભાગમાં પાછાં જમા પણ ન કરાવ્યાં.

July 27, 2019
water.png
1min300
Symbolic Photo

પાણી ચોરીને અપરાધની શ્રેણીમાં રાખવા સાથે જ ચોરી કરતા પકડાવા પર બે વર્ષની જેલની સજાની જોગવાઈ કરતા ખરડાને શુક્રવારે તા.26મી જુલાઇ 2019ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે.

ગુજરાત ઈરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ 2019 અને ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય(પ્રોટેક્શન) બિલ 2019ને બહુમત સાથે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો. જ્યારે બિલના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.

આ ખરડા પસાર થતા હવે જો કોઈ વ્યક્તિ પાણી ચોરી કરતો પકડાશે અને ગુનો સાબિત થશે તો તેને જેલ અને 2 લાખ રુપિયા સુધીનો દંડ બંને થઈ શકે છે. આ જ આધારે બેંગલુરુ વોટર સપ્લાય અને સીવેજ સહિતના કેટલાક અન્ય કાયદા(સંશોધન) 2009 છે. જેના અતંર્ગત પાણી ચોરી કરવા પર વધુમાં વધુ 3 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

રાજ્ય વિદ્યુત મંત્રી સૌરભ પટેલ, જેમણે ઈરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ સદનમાં રજૂ કર્યું તેમણે કહ્યું કે, ‘આ પગલા પાછળનો મુખ્ય હેતું મોટી સંખ્યામાં થતી પાણી ચોરીને અટકાવવાનો છે.

July 25, 2019
gujarat-anti-terror.jpg
1min90
Anti Terror Bill in India

સંસદમાં જો આતંકવાદી વિરોધી કાયદામાંના વિવાદાસ્પદ ફેરફારોને મંજૂરી મળી જશે તો સરકાર આતંકવાદ સાથે કડી ધરાવતા શકમંદ લોકોને ‘આતંકવાદી’ તરીકે ઓળખાવી શકશે. લોકસભામાં આજે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન (એમેન્ડમેન્ટ) બિલના સુધારાઓને 288 વિરુદ્ધ આઠ મતથી લોકસભામાં પસાર કરવામાં આવ્યા હતા. જોકે, તેને આપખુદી ગણાવીને કૉંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષોએ તેના વિરુદ્ધમાં વોકઆઉટ કર્યો હતો.
આ સુધારાઓનો બચાવ કરતાં ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ‘આતંકવાદ સંસ્થાઓમાં નથી પરંતુ લોકોનાં વલણમાં છે. વ્યક્તિને આતંકવાદી જાહેર કરવા માટે જોગવાઈની જરૂર છે યુનોમાં આ માટેની પ્રક્રિયા છે, અમેરિકામાં છે, પાકિસ્તાનમાં પણ છે, ચીન, ઇઝરાયલ, યુરોપીય સંઘ એમ બધાએ આમ કર્યું છે’ એમ અમિત શાહે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે જો આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આતંકવાદી અન્ય એવું સંગઠન ઊભું કરી લેતો હોય છે.
સરકાર સામે સવાલ કરનાર કોઈને પણ આતંકવાદી ગણી લેવામાં આવે છે એવા વિપક્ષના આરોપનો જવાબ આપતાં અમિત શાહે જણાવ્યું હતું કે પ્રામાણિક કે સાચા સામાજિક કાર્યકરને કોઈ સતાવશે નહિ. ઘણા સામાજિક કાર્યકરો છે જે સારું કામ કરી રહ્યા છે પરંતુ આપણે શહેરી માઓવાદીઓને પાઠ ભણાવવો જોઈએ.
ગૃહપ્રધાને યુએપીએ પર બેવડાં ધોરણ અપનાવવાનો કૉંગ્રેસ પર આરોપ મૂક્યો હતો. ‘જ્યારે વિપક્ષો અમારી સામે સવાલ કરે છે ત્યારે તમે જોતા નથી કે કાયદો અને સુધારા કોણ લાવ્યું હતું, તેને કડક કોણે બનાવ્યા હતા. આ કાયદો તમે જ્યારે સત્તા પર હતા ત્યારે લાવવામાં આવ્યો હતો તમે ત્યારે જે કર્યું હતું તે સાચું હતું અને હવે હું કરું છું તે પણ સાચું જ છે’ એમ ગૃહપ્રધાને જણાવ્યું હતું.
‘સરકાર જ્યારે આતંકવાદ સામે લડતી હોય છે ત્યારે કયો પક્ષ સત્તામાં છે તે મહત્ત્વનું નથી.
તૃણમૂલ કૉંગ્રેસનાં મહુઆ મોઇત્રા સહિત વિપક્ષના ઘણા સાંસદોએ આ સુધારાઓનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે લોકોને નિશાન બનાવવા આ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે.

July 17, 2019
hazif.jpg
1min340

પાકિસ્તાનના વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઇદની પાકિસ્તાનમાં જ ધરપકડ
વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઇદ પાકિસ્તાનમાં પકડાયો

વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવેલા અને મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ તરીકે પંકાયેલા ભારતના નંબર એક દુશ્મન, આતંકવાદી હાફિઝ સઈદની પાકિસ્તાનમાં ધરપકડ કરી લેવામાં આવી છે. કયા કારણોસર ધરપકડ કરવામાં આવી એ અંગે તરેહ તહેરના અહેવાલો સોશ્યલ મિડીયામાં ફરતા થયા છે.

પંજાબના કાઉન્ટરર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે લાહોરથી ગુજરાંવાલા જઈ રહેલા હાફિઝની લાહોરમાંથી ધરપકડ કરી લીધી છે. ધરપકડ કર્યા બાદ તેને ન્યાયિક રિમાન્ડ પર મોકલવામાં આવશે. આ દરમિયાન તેણે કહ્યું કે હું મારી ધરપકડ મામલે કોર્ટ સુધી જઈશ.

 

July 16, 2019
1min350

30 જિલ્લામાં કેરોસીન અને અનાજના કાળાબજાર અટકાવવા માટે તા. 31/05/2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આશરે 15171 રેડ કરવામાં આવી અને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરતા 232 દુકાનદારોના પરવાના મોકૂફ કરવાની સાથે 75 પરવાનાઓ રદ્દ કરવાની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અન્ન નાગરિક પુરવઠાના રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તારીખ:31.05.2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં 364 અને છોટાઉદેપુરમાં 954 એમ મળીને કુલ 1318 રેડ કરવામાં આવી હતી.આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ કુલ 21 પરવાના મોકૂફ કરી, બે પરવાના રદ્દ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ગેરકાનૂની પ્રવૃત્તિ બદલ 157 દુકાનદારો સામે કાર્યવાહી કરીને 29 પરવાના મોકૂફ કરીને 18 પરવાના રદ કરવામાં આવ્યા છે.

ખેડા-નવસારીમાં અનુક્રમે 1253 અને 430, બનાસકાંઠા-કચ્છમાં અનુક્રમે 1977 અને 373, પાટણ-મહેસાણામાં અનુક્રમે 557 અને 174, વડોદરા-વલસાડમાં અનુક્રમે 792 અને 426, ગાંધીનગર-પોરબંદરમાં અનુક્રમે 493 અને 228, દાહોદ-ભરૂચમાં અનુક્રમે 744 અને 1009, મોરબી-રાજકોટમાં અનુક્રમે 182 અને 227, જૂનાગઢ-ગીર સોમનાથમાં અનુક્રમે 364 અને 347, જામનગર-દેવભૂમિ દ્વારકામાં અનુક્રમે 248 અને 110, અમદાવાદ-ડાંગમાં અનુક્રમે 500 અને 107, આણંદ- મહીસાગરમાં અનુક્રમે 288 અને 413, સુરત-તાપીમાં અનુક્રમે 443 અને 318 અને સાબરકાંઠા-અરવલ્લીમાં અનુક્રમે 756 અને 408 રેડ કરવામાં આવી હતી.