CIA ALERT
29. March 2024
September 4, 20221min255

Related Articles



ચાઇનીઝ લોન એપ કેસઃ Paytm, રેઝર-પે અને કેશ-ફ્રી પર EDના દરોડા

Share On :
Print Friendly, PDF & Email

– બેંગ્લુરુ પોલીસના સાઈબર સેલની 18 એફઆઈઆરના આધારે કાર્યવાહી

– મર્ચન્ટ આઈડી- કંપનીઓના બેન્ક ખાતામાંથી 17 કરોડ જપ્ત ગેરકાયદે દસ્તાવેજોથી ભારતીયોને ડમી ડિરેક્ટર બનાવાય છે

– મોબાઈલ ફોન મારફત ઈન્સ્ટન્ટ લોન એપ્સના વ્યવહારોમાં મની લોન્ડરિંગની સંભાવના : ઈડી

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ચીનની લોન એપ કેસમાં ડિજિટલ પેમેન્ટ કંપનીઓ પેટીએમ, રેઝરપે અને કેશ ફ્રીના પરિસરો પર  દરોડા પાડયા હતા. ચીનના લોકો દ્વારા નિયંત્રિત ‘ગેરકાયદે’ ઈન્સ્ટન્ટ સ્માર્ટફોન આધારિત લોન સાથે સંકળાયેલા કેસમાં ઈડીએ પીએમએલએની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી છે. ઈડીએ જણાવ્યું કે શુક્રવારે બેંગ્લુરુમાં પેમેન્ટ ગેટવે કંપનીઓના છ સ્થળો પર દરોડાથી શરૂઆત કરાઈ હતી. ઈડીએ દરોડા દરમિયાન મર્ચન્ટ આઈડી અને ચીનના લોકો તરફથી નિયંત્રિત કંપનીઓના બેન્ક એકાઉન્ટ્સમાં રખાયેલા ૧૭ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. વધુમાં ઈડીના દરોડા હજુ ચાલુ છે.

કેટલીક કંપનીઓ ઓનલાઈન એપના માધ્યમથી લોન્સ આપે છે. આ કંપનીઓ ગેરકાયદે રીતે કામ કરી રહી હતી. તેમાંથી મોટાભાગની ચીની એપ્સ છે. ઈડી આ સોદાઓમાં મની લોન્ડરિંગની સંભાવનાઓની તપાસ કરી રહી છે. ઈડીનું કહેવું છે કે કેટલીક કંપનીઓ ગેરકાયદે રીતે કમાણી કરી રહી છે. તેઓ ભારતીયોના દસ્તાવેજનો ગેરકાયદે ઉપયોગ કરી તેમને ડમી નિર્દેશક બનાવીને આવું કરી રહી છે.

ઈડીનું કહેવું છે કે એપ આધારિત ‘ગેરકાયદે’ ઈન્સ્ટન્ટ લોન કેસમાં એપ કંપનીઓનું નિયંત્રણ ચીની લોકોના હાથમાં છે. આ કંપનીઓ પેમેન્ટ ગેટવે અને બેન્કો પાસે રખાયેલા વિવિધ મર્ચન્ટ આઈડી તથા ખાતાના માધ્યમથી શંકાસ્પદ અને ગેરકાયદે વ્યવસાય કરી રહી હતી. રેઝરપે પ્રાઈવેટ લિમિટેડ, કેશફ્રી પેમેન્ટ્સ અને પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ સાથે જ ચીની લોકો દ્વારા નિયંત્રિત કંપનીઓની તપાસ ચાલી રહી છે.

ઈડીએ કહ્યું કે તેનો મની લોન્ડરિંગ કેસ બેંગ્લુરુ પોલીસના સાઈબર ક્રાઈમ સ્ટેશન દ્વારા દાખલ કરાયેલી ૧૮ એફઆઈઆર પર આધારિત છે. ઈડીએ એમ પણ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અનેક ચીની લોન એપ કંપનીઓ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની એમસીએની વેબસાઈટ પર નોંધણી કરાવાયેલ સરનામા પર કામ નથી કરી રહી. તેઓ નકલી સરનામા પરથી ઓપરેટ કરી રહી છે. વધુમાં આ કેસ એવી કંપનીઓ અને વ્યક્તિઓ વિરુદ્ધ છે, જેઓ મોબાઈલ એપના માધ્યમથી નાની રકમની લોન લેનારા લોકો પાસેથી બળજબરીથી વસૂલી કરી રહી છે અને તેમનું શોષણ કરી રહી હતી.

ભારતમાં લોન એપથી છેતરપિંડી અને બદનામી થયા પછી આત્મહત્યાના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં ચીની નાગરિકોની સંડોવણી સામે આવી છે. તાજેતરમાં જ તામિલનાડુ પોલીસે લોન એપ કૌભાંડ પકડી પાડયું હતું. પોલીસે ચીનના બે નાગરિક સહિત ચાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

દેશમાં ઝડપથી સાઈબર ક્રાઈમના કેસ વધ્યા છે અને લોકો મોટી સંખ્યામાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. એપથી તુરંત મળી રહેલી લોન લોકોને દેવાની જાળમાં ફાસવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ જાન્યુઆરી અને ફેબુ્રઆરી ૨૦૨૧ વચ્ચે ૮૧ એપ સ્ટોરની તપાસમાં જણાયું હતું કે તે સમયે ભારતમાં ૧,૧૦૦થી વધુ ડિજિટલ લોન એપ હયાત હતી. તેમાંથી આરબીઆઈએ લગભગ ૬૦૦ એપને ગેરકાયદે ગણાવી હતી. આરબીઆઈના નિર્દેશ પછી ગૂગલ પ્લે સ્ટોરને આ એપને પ્લે સ્ટોરથી હટાવવા નિર્દેશ પણ આપ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :