લહેરીલાલા સુરતીઓનું શૂસ્ત મતદાન
ડાયમંડ સિટી સુરત મહાનગરપાલિકાના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે રવિવારે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે પૂર્ણ થયું હતું. દિવસભર શહેરના વિવિધ વિસ્તારોમાં મતદાનના ટ્રેન્ડમાં નોંધપાત્ર અસમાનતા જોવા મળી હતી.
એક તરફ શ્રમિક અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે બીજી તરફ પોશ ગણાતા વિસ્તારોમાં મતદારોમાં મતદાન પ્રત્યે નિરુત્સાહનો માહોલ રહ્યો હતો. મતદાન પૂર્ણ થતાં સુરત મહાનગરપાલિકાનું કુલ મતદાન અંદાજે ___ ટકા નોંધાયું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે અગાઉની મનપા ચૂંટણીમાં 2021માં 47.14 ટકા, 2015માં 39.93 ટકા અને 2010માં 42.33 ટકા મતદાન નોંધાયું હતું.
વિસ્તારવાર મતદાનમાં જમીન-આસમાનનો તફાવત
શહેરના નદીપારના પોશ વિસ્તારો જેમ કે અડાજણ, રાંદેર, પાલ, અઠવાલાઇન્સ, ભટાર, સિટીલાઇટ, પારલે પોઇન્ટ, પીપલોદ અને વેસુમાં મતદાનની ગતિ ધીમી રહી હતી. ખાસ કરીને બપોરના સમયે મતદાન મથકો સૂમસામ દેખાતા હતા.
તેના વિપરીત વરાછા, કતારગામ, પૂણા, કુંભારીયા, અમરોલી, કાપોદ્રા અને સારોલી જેવા વિસ્તારોમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વિસ્તારોમાં મતદાન મથકો બહાર લાંબી કતારો સાંજ સુધી યથાવત રહી હતી.
ઉપરાંત ઉધના, પાંડેસરા અને લિંબાયત જેવા શ્રમિક વિસ્તારોમાં પણ મતદાનનું પ્રમાણ સારું નોંધાયું હતું.
સમયવાર મતદાનનો ટ્રેન્ડ
ચૂંટણી તંત્ર દ્વારા સવારે ૧૧ વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ સરેરાશ મતદાન આશરે ૨૬ ટકા નોંધાયું હતું. બપોરે ૩ વાગ્યે આ આંકડો વધીને ૪૫ ટકા સુધી પહોંચ્યો હતો.
બપોર દરમિયાન તાપમાનમાં વધારો થતા મતદાન મથકો પર મતદારોની સંખ્યા ઘટી ગઈ હતી, જેના કારણે મતદાનની ગતિ ધીમી પડી હતી.
🔝 સૌથી વધુ મતદાન ધરાવતા 5 વોર્ડ્સ (Highest Voting) સાંજે 5 કલાક સુધી
- વોર્ડ નં. 19 – આંજણા-ડુંભાલ → 65.34%
- વોર્ડ નં. 25 – લીંબાયત-ઉધના યાર્ડ → 62.52%
- વોર્ડ નં. 30 – કનસાડ-સચિન-ઉન-આભવા → 59.73%
- વોર્ડ નં. 13 – વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા → 59.70%
- વોર્ડ નં. 18 – લિંબાયત-પરવટ-કુંભારિયા → 59.14%
🔻 સૌથી ઓછું મતદાન ધરાવતા 5 વોર્ડ્સ (Lowest Voting) સાંજે 5 કલાક સુધી
- વોર્ડ નં. 16 – પુણા (પશ્ચિમ) → 43.62%
- વોર્ડ નં. 22 – ભટાર-વેસુ-ડુમસ → 45.46%
- વોર્ડ નં. 10 – અડાજણ-પાલ-ઇચ્છાપોર → 46.31%
- વોર્ડ નં. 15 – કરંજ-મગોબ → 46.52%
- વોર્ડ નં. 21 – સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ → 47.68%
રાજકીય જંગ: ભાજપ અને ‘આપ’ વચ્ચે સીધી ટક્કર
સુરત સહિત સમગ્ર રાજ્યમાં આ ચૂંટણી ત્રિકોણીય જંગ તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ મેદાનમાં જોવા મળેલા દ્રશ્યો મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી.
શહેરના મોટા ભાગના વોર્ડમાં કોંગ્રેસની હાજરી મર્યાદિત જણાઈ હતી, જોકે કોટ વિસ્તાર તેમજ મુસ્લિમ વસતિ ધરાવતા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો સક્રિય દેખાયા હતા. આ વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ મતદાન નોંધાયું હોવું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
રાજકીય વિશ્લેષકોના મતે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ સ્પર્ધામાં પાછળ રહી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે ‘આપ’એ ભાજપના ગઢમાં પડકાર ઉભો કરવા માટે જોરદાર પ્રયાસ કર્યો છે.
Voting Data SMC @ 5pm
| વોડૅ નં | વોડૅ નું નામ | કુલ મતદાન % |
| 1 | જંહાગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ | 53.16 |
| 2 | અમરોલી-મોટા વરાછા-કઠોર | 50.54 |
| 3 | વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા | 50.53 |
| 4 | કાપોદ્રા | 49.45 |
| 5 | ફૂલપાડા-અશ્વિનીકુમાર | 51.21 |
| 6 | કતારગામ | 51.8 |
| 7 | કતારગામ-વેડ | 52.59 |
| 8 | ડભોલી-સિંગણપોર | 56.29 |
| 9 | રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર | 53.53 |
| 10 | અડાજણ-પાલ-ઇચ્છાપોર | 46.31 |
| 11 | અડાજણ-ગોરાટ | 50.38 |
| 12 | નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા | 57.75 |
| 13 | વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા | 59.7 |
| 14 | ઉમરવાડા-માતાવાડી | 51.95 |
| 15 | કરંજ-મગોબ | 46.52 |
| 16 | પુણા(પશ્ચિમ) | 43.62 |
| 17 | પુણા(પૂર્વ) | 51.17 |
| 18 | લિંબાયત-પરવટ-કુંભારિયા | 59.14 |
| 19 | આંજણા-ડુંભાલ | 65.34 |
| 20 | ખટોદરા-મજુરા-સગરામપુરા | 51.93 |
| 21 | સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ | 47.68 |
| 22 | ભટાર-વેસુ-ડુમસ | 45.46 |
| 23 | બમરોલી-ઉધના(ઉત્તર) | 51.58 |
| 24 | ઉધના(દક્ષિણ) | 57.76 |
| 25 | લીબાયત-ઉધના યાર્ડ | 62.52 |
| 26 | ગોડાદરા-ડીંડોલી(ઉત્તર) | 53.87 |
| 27 | ડીંડોલી(દક્ષિણ) | 48.91 |
| 28 | પાંડેસરા-ભેસ્તાન | 58.75 |
| 29 | અલથાણ-બમરોલી-વડોદ | 51.22 |
| 30 | કનસાડ-સચિન-ઉન-આભવા | 59.73 |
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

