CIA ALERT
03. May 2024

Yarn Expo by SGCCI Archives - CIA Live

August 22, 2022
Cia_business_news-1280x936.jpg
2min308

પ્રેસ હેન્ડઆઉટ

ચેમ્બર દ્વારા ‘યાર્ન એકસ્પો –ર૦રર’નું ત્રિદિવસીય ભવ્ય પ્રદર્શન

ભારતમાંથી ૮૬ એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઈ રહયા છે, દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરે પ્રદર્શિત થશે, ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

અલ્જેરીયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, નેપાલ અને સુદાન ઉપરાંત ભારતમાંથી ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરે શહેરોમાંથી જેન્યુન બાયર્સ તથા વિઝીટર્સ યાર્ન પ્રદર્શનની મુલાકાતે આવશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦રર–ર૩ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એકસ્પો– ર૦રર’ નું આયોજન આગામી તા. ર૦, ર૧ અને રર ઓગષ્ટ, ર૦રર દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી શકે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. ચેમ્બર દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન રજૂ કરવામાં આવી રહયું છે. જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરાશે.

ખાસ કરીને ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સુરત ઉપરાંત દક્ષિણ ભારતના શહેરો તમિળનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના વિવર્સ સાડી બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત હોમ ફર્નીશિંગ ટેકસટાઇલમાં કર્ટેન અને રગ્સ વિગેરેમાં આ જરીનો ઉપયોગ થાય છે. યાર્ન એકસ્પોમાં પ્રદર્શિત થનારા નવા યાર્ન, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને તથા સુરતમાં ડેવલપ થઇ રહેલી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને નવા ફેબ્રિકસ મારફત નવી ઊંચાઇએ લઇ જશે.

વિશ્વના જુદા–જુદા દેશો જેવા કે અલ્જેરીયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, નેપાલ અને સુદાનથી જેન્યુન બાયર્સ યાર્ન પ્રદર્શનની મુલાકાતે આવશે. તદુપરાંત દેશમાંથી ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરે ૮૧ જેટલા શહેરોમાંથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. ગત વર્ષે યોજાયેલા યાર્ન એકઝીબીશનમાં એકઝીબીટર્સને રૂપિયા પ૦૦ કરોડનો બિઝનેસ જનરેટ થયો હતો ત્યારે આ વર્ષે પણ આશરે રૂપિયા પ૦૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થાય તેવી આશા છે.

શનિવાર, તા. ર૦ ઓગષ્ટ, ર૦રર ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એકસ્પોનું ઉદ્‌ઘાટન કરાશે. જેનો ઉદ્‌ઘાટન સમારોહ પ્લેટીનમ હોલમાં યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તથા ઉદ્‌ઘાટક તરીકે ઉપસ્થિત રહેનાર દેશના કેન્દ્રીય ટેકસટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં મુંબઇ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશી અને વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથ તથા સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (આઇ.એ.એસ.), સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર (આઇ.પી.એસ.) અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ વિશેષ અતિથિ તરીકેનું સ્થાન શોભાવશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે. જેમાં ૮૬ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વલસાડ, સિલવાસા, મેરઠ, મુંબઇ, સાલેમ, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇરોડ, હુગલી, હૈદરાબાદ અને સિકંદરાબાદના એકઝીબીટર્સોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.

યાર્ન એકસ્પો– ર૦રર ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેનમેડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેનાર છે.

યાર્ન એકસ્પો– ર૦રર ના કો–ચેરમેન ઉમેશ ક્રિષ્ણાનીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન યોજાઇ રહયું છે. પ્રથમ વખત સૌથી વિશાળ એરિયામાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે આશરે ર૦ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

યાર્ન એકસ્પોમાં નીચે મુજબના વિશિષ્ટ યાર્ન પ્રદર્શિત કરવામાં આવશે.

૧. એન્ટીબેકટેરિયલ યાર્ન
ર. ઇમીટેટ સિલ્ક યાર્ન
૩. સિરો ઇમ્પેકટ યાર્ન
૪. ગ્રેનાઇટ યાર્ન
પ. હેમ્પ યાર્ન
૬. ફલેકસ યાર્ન
૭. વૂલ લાઇક પોલિએસ્ટર યાર્ન
૮. કોટન સ્ટ્રેચ યાર્ન
૯. રિસાયકલ યાર્ન
૧૦. ઇકો ગોલ્ડ બાયો ડિગ્રીડેબલ યાર્ન
૧૧. સ્પોર્ટ્‌સ વેર માટે કુલ ટેકસ્ટ યાર્ન
૧ર. ફાયર રિટર્ડન્ટ યાર્ન

યાર્ન પ્રદર્શનમાં ભાગ લઇ રહેલા મહત્વના એકઝીબીટર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિ. (ઈન્ડિયન રેયોન્સ), ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ., પરફેકટ ફિલામેન્ટ્‌સ લિ., આલોક ઇન્ડસ્ટ્રીઝ લિ., મહારાજા ઇન્ડસ્ટ્રીઝ, મધુસુદન ગૃપ, એ.આર. કોર્પોરેશન, સેન્ચુરી એન્કા લિમિટેડ, દોધીયા સિન્થેટિકસ લિમિટેડ, ગોકુલાનંદ ટેકચ્યુરાઇઝર્સ પ્રા.લિ., ઇમ્પાર્ક, કેજરીવાલ જીઓટેક પ્રા.લિ., લેન્ઝીંગ ફાઇબર્સ ઇન્ડિયા પ્રા.લિ., મનોહર કેપિટલ માર્કેટ્‌સ લિ., મેહેર ઇન્ટરનેશનલ, નિમ્બાર્ક ફેશન લિ., પલ્લવા ટેકસટાઇલ પ્રા.લિ., રેડીયન્ટ હોલોગ્રાફિકસ, રીઘન ફેશન્સ પ્રા.લિ., સમોસરન યાર્ન પ્રા.લિ., સનાથન ટેકસટાઇલ્સ લિ., શ્રૃતિ ફિલાટેકસ પ્રા.લિ., પીએન્ડપી પોલિમર્સ પ્રા.લિ., શ્રી દામોદર યાર્ન મેન્યુ. પ્રા.લિ., શ્રી મુનીવીર સ્પીનિંગ મીલ્સ, પાયોનીર એમ્બ્રોઇડરીઝ લિ., સંબંધમ સ્પીનિંગ મીલ્સ લિ., લી મેરીટ એકસપોર્ટ્‌સ લિ., આરાધના ટેકસટાઇલ પ્રા.લિ., અમીગો ઇન્ડસ્ટ્રીઝ, અંજલી ફાઇબર ઇન્ડિયા એલએલપી, કિશન જરી, ઓલટેકસ એકઝીમ પ્રા.લિ., મીનાક્ષી એમ્બ્રોઇડરી યાર્ન, જીવરાજકા ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રી દુર્ગા સિન્ટેકસ પ્રા.લિ. જેવા અનેક જાણીતા યાર્ન ઉત્પાદકોનો સમાવેશ થાય છે.