CIA ALERT
15. May 2024

Ukraine war Archives - CIA Live

May 5, 2022
russia.jpg
1min460

દુનિયા આખીના અર્થતંત્રો પર અસર કરનારા અને આંતર રાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફાર લાવનારા રશિયા-યુક્રેન યુધ્ધને 70 દિવસ જેટલો સમય પસાર થયો છે. આ યુધ્ધ આટલું લાંબુ ચાલશે તેની કોઇએ કલ્પના કરી ન હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિને આને મિલિટરી ઓપરેશન ગણાવ્યું હતું જેનો હેતુ યુક્રેનમાં સત્તા પરીવર્તનનો હતો પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી.

અમેરિકા અને નાટો દેશોને યુક્રેનનું સમર્થન હોવાથી રશિયા માટે યુધ્ધ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. ન્યૂકલિયર અને ત્રીજા વિશ્વયુધ્ધનું નિમિત બની શકે તેવું આ યુધ્ધ કયારે પુરું થશે તે કોઇ કહી શકે તેમ નથી. છેલ્લા કેટલાક સમયથી 9 મે એ સસ્પેન્સ ઉભું કર્યુ છે. 9 મી મે રશિયાના ઇતિહાસમાં મહત્વની તારીખ છે. 1945માં નાઝી જર્મની પર સાથી દળોની જીતની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ અંગે બે અટકળો ચાલી રહી છે. 

એક તો આ દિવસે રશિયા યુક્રેન પરની કાર્યવાહીનો અંત આણી શકે છે. બીજી એક માહિતી મુજબ રશિયા યુક્રેન પરની કાર્યવાહીને આ દિવસે પૂર્ણ કક્ષાના યુધ્ધમાં ફેરવી શકે છે. જો કે રશિયાની નેવી ફોર્સની એકટિવિટી વધી રહી છે અને બ્રિટનને પણ ધમકી મળી રહી છે.

ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાવા ઉત્સૂક છે એવા સંજોગોમાં યુક્રેન કાર્યવાહીનો નિષ્ણાતોને તાત્કાલિક કોઇ અંત જણાતો નથી. યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમેર ઝેંલેસ્કીએ અમેરિકા પાસે એફ -16 જેવા ઘાતક યુધ્ધ વિમાનોની માંગણી કરી છે તે જોતા યુક્રેન પણ યુધ્ધનો જલદી થાય તેમ માનતું નથી.યુ

ક્રેનના યુધ્ધ નિષ્ણાતોએ યુધ્ધ હજું કેટલું ચાલશે તેની જે આગાહી કરી છે તે ચોંકાવી નાખે તેવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાનું આક્રમણ  હજુ 4 મહિના સુધી ચાલવાનું છે. જેને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન માને છે તેનો સપ્ટેમ્બર મહિના પહેલા અંત આવે તેમ જણાતું નથી. રશિયા હજુ મારિયુપોલ અને ડોનબાસના વિસ્તારોને પણ એક બીજાથી જોડવા ઇચ્છે છે. રશિયાની યુક્રેનમાં આ ખૂબજ લાંબા ગાળાની યોજના છે. આમ રશિયા અને યુક્રેન યુદ્ધનો પ્રશ્ન યુક્રેનવાસીઓ અને દુનિયાને હજુ પણ લાંબા સમય સુધી પજવતો રહેશે. 

March 16, 2022
Ukraine-Russia.jpg
1min266

યુક્રેનમાં 20-20 દિવસથી ચાલી રહેલા રશિયાએ છેડેલા યુદ્ધમાં હજી સુધી શાંતિનાં કોઈ અણસાર મળી રહ્યા નથી. ઉલટાં રોજ રશિયાનાં હુમલા વધુ ઘાતક બનતા જાય છે અને સ્થિતિ વધુ દારુણ. રશિયાનાં વિદેશ મંત્રાલય દ્વારા આજે યુક્રેનનાં દોનેત્સકમાં કરવામાં આવેલા હુમલા વિશે નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, 14મી માર્ચે દોનેત્સકમાં યુક્રેનની સેનાએ રહેણાંક વિસ્તાર આસપાસ ટોચકા-યુ મિસાઈલથી હુમલો કર્યો હતો. તેમાં 20 લોકોનાં મોત અને 28 ઘાયલ થયા છે. ટૂંકમાં રશિયાએ યુક્રેન ઉપર પોતાની જ જનતા ઉપર હુમલો કરી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીજીબાજુ યુદ્ધનાં અંતની ગુહાર લગાવતા યુક્રેને કરેલી અરજી ઉપર આંતરરાષ્ટ્રીય કોર્ટ આવતીકાલે પોતાનો આદેશ સંભળાવી શકે છે.

દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એલાન કર્યું હતું કે, રશિયાની ખિલાફ લડવા માટે યુક્રેનને શત્રો અને માનવીય સહાય પહોંચાડવામાં આવશે. શરણાર્થીઓને પણ અમેરિકામાં પનાહ આપવામાં આવશે.
યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીએ સોમવારની મોડી રાતે સંસદમાં એક વિધેયક પેશ કર્યુ હતું. જેમાં 24 માર્ચથી આગામી 30 દિવસ માટે સૈન્ય કાનૂન લંબાવવાનો પ્રસ્તાવ હતો.

બ્રિટનનાં રક્ષા મંત્રાલય દ્વારા આજે એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયા હવે યુક્રેનમાં રાસાયણિક કે જૈવિક શત્રોનો ઉપયોગ કરવાનો કારસો કરી શકે છે. અગાઉ અમેરિકી અધિકારીઓ તરફથી પણ આ મતલબનાં નિવેદન આપવામાં આવેલા. યુક્રેને પણ આવી ભીતિને પગલે રશિયાને ચેતવણી આપેલી છે કે, આવા કોઈ રાક્ષસી શત્રો વપરાશે તો રશિયાને વધુ કઠોર પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ચાલતા કેસ ઉપર પણ આવતીકાલે 16મીએ ફેંસલો આવી શકે છે. રશિયાએ યુક્રેન તરફથી મૂકવામાં આવેલા નરસંહારનાં આરોપોને ખોટા ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 24મી ફેબ્રુઆરીએ યુક્રેન ઉપર રશિયાનાં આક્રમણ બાદ તુરંત જ યુક્રેને ઈન્ટરનેશનલ કોર્ટમાં આ લડાઈનો અંત લાવવાની પોકાર કરવામાં આવી હતી.

March 8, 2022
russia-2.jpg
1min476

યુક્રેન સાથે જંગ છેડનાર રશિયાના નામે એક એવો રેકોર્ડ નોંધાઈ ગયો છે જે શરમજનક કહી શકાય.

રશિયા હવે દુનિયાનો એવો દેશ બની ગયો છે જેના પર સૌથી વધારે પ્રતિબંધો લાગુ થઈ ગયા છે.આ બાબતમાં રશિયાએ ઈરાન અને નોર્થ કોરિયાને પણ પાછળ રાખી દીધા છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને યુરોપે રશિયા પર અત્યાર સુધીમાં 5530 પ્રતિંબંધો લગાવ્યા છે.

રશિયા પર આ પૈકીના 2754 પ્રતિબંધ તો 22 ફેબ્રુઆરીથી જ લાગેલા છે અને બીજા પ્રતિબંધો એ પછી લાગુ કરાયા છે.

ઈરાનની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં તેના પર 3616 પ્રતિંબધ લગાવ્યા છે.મોટાભાગના પ્રતિબંધ આતંકવાદ અને ન્યુક્લિયર પ્રોગ્રામના કારણે લગાવાયા છે.જ્યારે સીરિયા અને નોર્થ કોરિયા પર ક્રમશ 2608 અને 2077 પ્રતિબંધ લાગુ થયેલા છે.જ્યારે રશિયા પર માત્ર 10 દિવસમાં  5000 કરતા વધારે પ્રતિબંધ લગાવી દેવાયા છે.

રશિયા પર સૌથી વધારે 568 પ્રતિબંધ સ્વિત્ઝરલેન્ડ દ્વારા લગાવાયા છે.એ પછી યુરોપિયન યુનિયને 518 અને ફ્રાંસે 512 પ્રતિબંધ લગાવ્યા છે.અમેરિકાએ 243 પ્રતિબંધ મુક્યા છે.

February 24, 2022
russia_ukraine.jpg
1min259

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આદેશ જારી કરતા પુતિને કહ્યું કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે. પુતિને યુક્રેનની સેનાને શક્ય તેટલી વહેલી તકે શસ્ત્રો મૂકવાની ધમકી આપી અન્યથા યુદ્ધ ટાળી શકાશે નહીં.

રશિયાના રાષ્ટ્રપતિ પુતીને યુક્રેન પર હુમલાની ઘોષણ કર્યા બાદ રશિયન સેનાએ યુક્રેનના શહેર પર મિસાઈલોનો મારો શરુ કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે યુક્રેનની રાજધાની કિવમાં પણ ધડાકાઓ સંભળાયા છે. કિવના એરપોર્ટ પર પણ ગોળીબારીના અહેવાલો આવ્યા છે. રશિયાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો યુક્રેનના એર ફિલ્ડમાં પ્રવેશી ચુક્યા છે ત્યારે સાઈરન વગાડી નાગરિકોને સાવચેત કરાયા હતા.
રશિયાના રક્ષા મંત્રાયલે દાવો કર્યો છે કે યુદ્ધની ઘોષણાના કલાકોમાં જ તેમની સેનાએ યુક્રેનના એરબેઝ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. સાથે સાથે કિવની એર ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરી છે.

 બીજી તરફ યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે રશિયન સેનાને વળતો  જવાબ આપતા રશિયાના પાંચ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર તોડી પાડયા છે. 

રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેનાને હથીયાર હેઠા મૂકી શરણાગતિ સ્વીકારવા કહ્યું હતું. જેથી રણમેદાનમાં લોહી ના રેડાય. બીજી તરફ યુક્રેન પોતાની રક્ષા કરવા કટિબદ્ધ છે.