CIA ALERT
05. May 2024

Surat BJP Archives - CIA Live

December 26, 2022
WhatsApp-Image-2022-12-25-at-21.15.34-1280x853.jpeg
2min213

તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામહ એવા પરમ આદરણીય શ્રી અટલ બિહારી બાજપાઈ સાહેબનો જન્મદિવસ જેને ભારતીય જનતા પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે તે દીને શ્રદ્ધેય અટલબિહારી બાજપેયીજીને પુષ્પાર્પણ કરીને સુરત ભાજપ મહાનગર દ્વારા આયોજિત અભિવાદન સમારોહ- ઋણ સ્વીકાર કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

ગુજરાત વિધાનસભામાં મળેલી ઐતિહાસિક જીત માટે ભારતીય જનતા પાર્ટી , સુરત મહાનગર દ્વારા શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી જે પી નડડા, કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને કુશળ સંગઠક ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ તથા સુરત મહાનગરના તમામ નગરજનોનો અભિવાદન તથા ઋણસ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .

નિરંજન ઝાંઝમેરાએ સ્વાગત પ્રવચન કર્યું

સ્વાગત પ્રવચન કરતા સુરત મહાનગર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાએ , સુરત મહાનગર દ્વારા શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ , ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી જે પી નડડા, કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને કુશળ સંગઠક ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તથા સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓ , મીડિયાના મિત્રોનો તથા નગરજનોનો ઋણસ્વીકાર કર્યો હતો .

ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પણ સર્વેનો ઋણ સ્વીકાર કરતા કહ્યું હતું કે જયારે આ ચૂંટણીમાં સમગ્ર દેશની નજર ગુજરાત રાજ્ય પર હતી તયારે સમગ્ર ગુજરાતની નજર સુરત પર હતી અને સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોએ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રીજીમાં જે વિશ્વાસ મૂકી આ જીત અપાવી તે ધન્યવાદને પાત્ર છે .

દર્શના જરદોષે નરેન્દ્ર મોદીની કવિતાનું સ્મરણ કર્યું

કેન્દ્રીય રેલ તથા કપડાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમના ઉદબોધનમાં શ્રદ્દેય શ્રી અટલબિહારી બાજપેયીજીની કવિતાનું પાઠન કર્યું હતું . સાથે તેમણે પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીની પણ તેમના કુશળ સંગઠન કલા અને નેતૃત્વની પ્રશંશા કરી હતી અને ચૂંટાયેલા તમામ ઉમેદવારોને ધન્યવાદ આપતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની કવિતા સાથે પોતાનું વ્યક્તત્વ પૂર્ણ કર્યું હતું .

સી.આર. પાટીલના વક્તવ્યમાં કાર્યકરોએ ખૂબ તાળીઓ પાડી

કુશળ સંગઠક અને યશસ્વી પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલે સુરત મહાનગર તથા સુરત જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોને આ ભવ્ય વિજય આપવા બદલ તેમને નમન અને પ્રણામ કરી તેમના ઉદબોધનની શરૂઆત કરી હતી . સાથે તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ , ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા તમામ આગેવાન કેન્દ્રીય તથા પ્રાદેશિક નેતાઓનો પણ આભાર માન્યો હતો જેઓએ ગુજરાતની ચૂંટણીમાં પોતાનો ફાળો આપ્યો હતો. તેમણે એક નવો કીર્તિમાન સ્થાપવા બદલ ખુશી વ્યકય કરી હતી પણ સાથે તેમણે જણાવ્યું કે કદાચ ક્યાંક થોડી કચાશ રહી ગઈ જેના કારણે આપણે કદાચ ૧૭૬ સીટો સુધી પણ જીતી શક્યા હોત .

વર્ચ્યુઅલ સંબોધનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે આ મળેલી ભવ્ય જીતનો શ્રેય બૂથ લેવલના કાર્યકર્તાઓ થઈ લઈને પેજ પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ સુધીના તમામ લોકોને આપ્યો હતો. તેમણે તેમના ઉદબોધનમાં પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલના વખાણ કરતા કહ્યું હતું કે તેમની પેજ કમિટી અને પેજ પ્રમુખની રણનીતિના કારણે આ ભવ્યાતિભવ્ય જીત મળી છે કે જેનો રેકોર્ડ તોડવો હવે કદાચ ભારતીય જનતા પાર્ટી માટે પણ અઘરો પડશે . તેમણે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વખાણ કરતા કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળ સરકારે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને છેવાડાના માનવી સુધી તેમની સરકાર પહોંચી શકી છે . અને તે જ કારણે પણ ગુજરાતની જનતા મન બનાવી ચુકી હતી કે ફરી એક વાર ભાજપની સરકાર ઐતિહાસિક જીત સાથે બનાવશું

આ પ્રસંગે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલકેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી શહેર અધ્યક્ષ શ્રી મેયર શ્રી વગેરે સહુ નાગરિકો વચ્ચે જઈ ગુલાબની પાંખડીઓ ઉડાડી સહુ નાગરિકોનું અભિવાદન કર્યું હતું.

October 7, 2022
Surat-BJP.jpeg
2min252

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા દિલ્હીની આપ પાર્ટીની સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિષે કરવામાં આવેલા બેફામ વાણી વિલાસને સખત શબ્દોમાં વખોડી કાઢીને મિનિસ્ટરને પદભ્રષ્ટ કરવા માટે માગણી કરવામાં આવી છે.

ભાજપા, સુરત મહાનગર દ્વારા કેબિનેટ મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીની આપ સરકારના કેબીનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા હિંદુ દેવી દેવતાઓ વિષે અપમાનજનક ઉચ્ચારણો કરતો વીડિઓ બહાર આવતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર હિંદુ સમાજમાં ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે. તથા દિલ્હીની આપ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ ને તત્કાળ હટાવવા માટે કેજરીવાલ પગલા લે તથા હિંદુ સમાજની માફી માંગે તેવી તીવ્ર માંગ કરવામાં આવે છે.

દિલ્હી સરકારના જલઆપૂર્તિ, ટુરીઝમ, કલા- સંસ્કૃતિ, ભાષા અને ગુરુદ્વારા વિભાગના કેબીનેટ મંત્રી અને આપ પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે દસ હજાર લોકોની મેદનીને ધર્મપરિવર્તન  કરાવતા હિંદુ ધર્મના દેવી દેવતાઓ વિશે ભારે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહિ માનુ અને ક્યારે તેમનુ પૂજન કરીશ નહિ, હું રામ અને કૃષ્ણને ઈશ્વર નહિ માનુ અને એમનુ પણ પૂજન ક્યારે કરીશ નહિ હું, ગૌરી ગણપતિ જેવા હિંદુ ધર્મના કોઈપણ દેવી દેવતાઓને નહિ માનું અને તેમની પૂજા નહિ કરું.

દિલ્હીની આપ સરકારના મંત્રીએ ઉચ્ચારેલા શબ્દો માત્ર તેમના નથી પરંતુ તે હિંદુ વિરોધી માનસિકતા ધરવતા આપ પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલની માનસિકતાનું પ્રતિબિંબ છે.

હાલમાં જે રાજ્યોમા ચૂંટણી આવનાર છે તે રાજ્યોના પ્રવાસ દરમ્યાન કેજરીવાલ લોકોને ” જય શ્રી રામ” અને ” જય શ્રી કૃષ્ણ” બોલીને ભોળવવાનો ઢોંગ કરી રહ્યા છે. પરંતુ તેમના મંત્રીઓના ઉચ્ચારણો દ્વારા અવારનવાર તેમની હિંદુ વિરોધી માનસિકતા છલકાતી રહી છે. આ અગાઉ જ્યારે ” કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ રજુ થઇ હતી ત્યારે પણ દિલ્હીની વિધાનસભામા કેજરીવાલે કાશ્મીરી પંડિતોની વેદનાની ક્રૂર મજાક ઉડાવી હતી. કાશ્મીરી પંડિતોને દિલ્હીમાં નોકરી આપવાના મામલે કેજરીવાલ ઉગ્ર વિરોધ પણ કર્યા હતો અને કોર્ટમાં જઈને પણ પોતાનો આ વિરોધ લાગુ કરવા ગુહાર લગાવી હતી.

ભારત દેશના કરોડો- કરોડો હિંદુ પરિવારોની આસ્થા ભગવાન શ્રી રામચંદ્રજી અને શ્રી રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલી છે. તમામ હિંદુઓ હ્રદયથી શ્રી રામમંદિરનાં નિર્માણ અર્થે કોઈ પણ ભાગ આપવા તૈયાર છે ત્યારે કેજરીવાલે શ્રી રામ મંદિરનું નિર્માણ ન થાય તે માટે તમામ અડચણો ઉભી કરવા પ્રયાસ કર્યા છે. તેમના નાનીનુ નામ લઈને પણ આવા પ્રયાસો કર્યા હતા. તેમના બધા પ્રયાસો છતાં શ્રીરામમંદિરનું નિર્માણકાર્ય શરુ થયું તો  તેને બદનામ કરવાનો પ્રયાસ કેજરીવાલ અને તેમની ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

કેજરીવાલ હિંદુ વિરોધી તો છે પરંતુ રાષ્ટ્ર વિરોધી માનસિકતા પણ ધરાવે છે. JNU ની ટુકડે ટુકડે ગેંગના રાષ્ટ્રવિરોધી વલણને તેઓ ખુલ્લુ સમર્થન આપે છે.

પોતાની જાતને ચૂંટણી સમયે હનુમાનભક્ત ગણાવનાર કેજરીવાલ ટવીટ કરીને હનુમાનજીની મજાક ઉડાડતા ખચકાતા નથી. સ્વસ્તિકના પવિત્ર પ્રતિકની પણ મજાક ઉડાડે છે. જે દેશની પ્રજા ભૂલતી નથી.

દિલ્હીમાં થયેલા કોમી દંગાઓમાં આપ પાર્ટીના તાહિર હુસેનની સંડોવણી જે રીતે ખુલીને બહાર  આવી અને તેમને જેલ હવાલે થયું પડ્યુ તેથી આપ પાર્ટીનો ચહેરો ખુલીને બહાર આવ્યો છે.

અર્બન નકસલી વિચારધારા ધરવતા અને ખાલીસ્તાન સમર્થક કેજરીવાલની આ વિચારધારા આપ પાર્ટીના તમામ નેતાઓ અને સમર્થકોના દિમાગમાં પણ નશાની જેમ ફરી વળી છે. ઉગ્રતાથી  ગાળા-ગાળી કરવી, શાંતિ ડહોળવી, ભાંગફોડ કરવી એ આમ આદમી પાર્ટીના નેતા કાર્યક્રમોની આદત બની ગઈ છે.

ગુજરાત પ્રદેશણા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા પણ આવા જ હિંદુ વિરોધી નિવેદનો અને કાર્યો કરવામા આવ્યા છે. સત્યનારાયણ ભગવાનની કથા કે અને કથાકારો માટે એલ ફેલ અને અપમાનજનક નિવેદનો કરતા તેમના વિડીઓ સૌએ નિહાળ્યા છે. ગુજરાતની સમજુ અને શાણી જનતા આવા હિંદુ વિરોધી તત્વોને ક્યારેય ગુજરાતમાં ઘુસવા નહિ દે તથા તેમની આવી હિંદુ વિરોધી માનસિકતા સાંખી નહિ લે, ઉપરાંત કેજરીવાલ પોતાના આ મંત્રીને તત્કાલીન પોતાની સરકારમાંથી દુર કરે તેવી ઉગ્ર લાગણી વ્યક્ત કરે છે.