CIA ALERT
08. May 2024

Sumul cone Archives - CIA Live

March 13, 2024
sumullogo.jpg
1min437

સુરતની સુમુલ ડેરી દિન પ્રતિદિન નવી ક્ષિતિજો સર કરી રહી છે. તા.14મી માર્ચ 2024ના રોજ સુમુલડેરી કેટલીક એવી સિદ્ધીઓ સર કરવા જઇ રહી છે કે જે ગુજરાત જ નહીં પરંતુ, સમગ્ર ભારતના લોકોની આઇસ્ક્રીમની જરૂરીયાતને પૂર્ણ કરવા માટે સક્ષમ હશે.

તા.14મી માર્ચ 2024ને ગુરુવારથી સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજના નવી પારડી ખાતે અમુલ આઇસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ તેમજ સુુમુલ ડેરીના ભારતના સૌથી મોટા આઇસ્ક્રીમ કોન મેકીંગ પ્લાન્ટનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે કરવામાં આવશે.

અમુલ આઇસ્ક્રીમ પ્લાન્ટનું હાલનું 50 હજાર લિટર પ્રતિદિન ક્ષમતા તા.14મી માર્ચથી બમણી થઇ જશે અને દૈનિક 1 લાખ લિટર આઇસ્ક્રીમ ઉત્પન કરવાની ક્ષમતા હાંસલ કરી લેવામાં આવશે.