CIA ALERT
17. May 2024

Startup Summit Archives - CIA Live

October 26, 2023
WhatsApp-Image-2023-10-25-at-18.01.43-1280x515.jpeg
1min240

સારો બિઝનેસ આઇડીયા ધરાવતા યંગસ્ટર્સને મૂડ઼ીરોકાણ કરનારા ઇન્વેસ્ટર્સ તેમજ ઇન્વેસ્ટર્સને નફો કમાવી આપે તેવા બિઝનેસ મળી રહે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તા.27થી 29 ઓક્ટોબર દરમિયાન સ્ટાર્ટ અપ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં 50થી વધુ સિલેક્ટેડ સ્ટાર્ટઅપને પોતાનો બિઝનેસ આઇડીયા એક્ઝિબિટ કરવા માટે મંચ તો આપવામાં આવશે જ પરંતુ, ઇન્વેસ્ટર્સ તેમજ સામાન્ય લોકો પણ સ્ટાર્ટઅપ સંબંધી જાણકારી મેળવી શકે તે માટે આ ત્રણ દિવસિય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.સ્ટાર્ટ અપ સમિટ અંગે વધુ માહિતી આપતા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજય મેવાવાલા, મંયક દેસાઇ, કશ્યપ પંડ્યા, નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતમાં અંદાજે 2 હજારથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ છે, યંગસ્ટર્સના મનમાં આવેલા બિઝનેસના આઇડીયાને સાકાર કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી અને મૂડીરોકાણ સૌથી મહત્વની જરૂરીયાત હોય છે. આથી નવા યંગસ્ટર્સને ઇન્વેસ્ટર મળી રહે તે માટે યોજવામાં આવેલી સ્ટાર્ટ અપ સમિટમાં પપ જેટલા સ્ટાર્ટ–અપ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે, જેમાંથી ૭૦ ટકા જેટલા સ્ટાર્ટ–અપ સુરતના છે. આ ઉપરાંત અમદાવાદ અને વડોદરાના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ તમામ સ્ટાર્ટ–અપ પોતાના આઇડિયાને એકઝીબીટ કરશે. આ સમિટની મુલાકાત માટે દેશભરમાંથી ૧૦ હજારથી વધુ ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

સમિટમાં એનર્જી, ટેક્નોલોજીથી લઇને ડિઝાઇન સુધીના સ્ટાર્ટઅપ

ચેમ્બર આયોજિત સ્ટાર્ટ અપ સમિટમાં સોલાર એનર્જી, સોફટવેર ટેકનોલોજી, વુમન્સ હેલ્થ, ડાયમંડ, આર્કિટેકટ અને ઇન્ટિરિયર ડિઝાઇનીંગ વિગેરે ક્ષેત્રોમાં સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે. ખાસ કરીને વર્ષ ર૦૧૯ પછી જે ઉદ્યોગ સાહસિકોએ સ્ટાર્ટ–અપ શરૂ કર્યું છે એવા મોટા ભાગના સ્ટાર્ટ–અપે સમિટમાં ભાગ લીધો છે. આગામી ડિસેમ્બર– ર૦ર૩ દરમ્યાન આયોજિત થનારી ગુજરાત વાઇબ્રન્ટ સ્ટાર્ટ–અપ સમિટનો રોડ શો પણ આ સમિટમાં કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ માટે ખાસ સેશન યોજાશે

આ સમિટ દરમ્યાન શનિવાર, તા. ર૮ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ‘સ્ટાર્ટ–અપ ફંડ રેઇઝીંગ ઓપોર્ચ્યુનિટી’વિશે પેનલ ડિસ્કશન યોજાશે. બપોરે રઃ૦૦થી ૩:૦૦ કલાક દરમ્યાન એન્જલ ઇન્વેસ્ટમેન્ટ વિશે સેશન. ત્યારબાદ સાંજે ૪:૦૦થી પઃ૦૦ કલાક દરમ્યાન યુનિકોર્ન ઝાઇબર ૩૬પના સની વાઘેલા ઉદ્યોગ સાહસિકોને સંબોધશે. રવિવાર, તા. ર૯ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે બપોરે ૧રઃ૦૦થી રઃ૦૦ કલાક દરમ્યાન ‘ફયુચર ઓફ એસ્પોર્ટ એન્ડ ગેમીંગ ઇન્વેસ્ટમેન્ટ્‌સ’વિશે પેનલ ડિસ્કશન યોજાશે. બપોરે રઃ૦૦થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન ‘ઇન્ફલુએન્સર્સ’વિષય પર પેનલ ડિસ્કશન યોજાશે. ત્યારબાદ સાંજે ૪:૦૦ કલાકે કી–નોટ સ્પીકર અર્જુન વૈદ્ય ‘હાઉ ટુ લેવરેજ ડીટુસી બ્રાન્ડ’વિશે સંબોધન કરશે. સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩ દરમ્યાન વિવિધ યુનિકોર્ન દ્વારા સ્ટાર્ટ–અપ કરનારા તેમજ સ્ટાર્ટ–અપ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો, એન્જલ ઇન્વેસ્ટરો તેમજ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે.

સુરતના 20 સ્ટાર્ટઅપને 3 વર્ષ માટે ટેક્ષ હોલિડે, 50 કરોડ જેટલો ટેક્ષ બચી ગયો

સુરતના જાણિતા સી.એ. મેહૂલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના કેટલાક યુનિક સ્ટાર્ટઅપને કેન્દ્ર સરકાર તરફથી રૂ.100 કરોડના ટર્ન ઓવર સુધી ત્રણ વર્ષ માટે બિલકુલ ઝીરો ટેક્સ એક પ્રકારનો ટેક્સ હોલિડે આપે છે. ત્રણ વર્ષ દરમિયાન સ્ટાર્ટ દ્વારા રૂ.100 કરોડ સુધીનું ટર્ન ઓવર કરવામાં આવે તો કોઇપણ પ્રકારનો ટેક્સ ભરપાઇ કરવાનો થતો નથી. આ પ્રકારનો ટેક્સ હોલિડે અત્યાર સુધીમાં 2200 જેટલા સ્ટાર્ટ અપને આપવામાં આવ્યો છે. તાજેતરમાં જ સુરતના 20 સ્ટાર્ટ અપને આ પ્રકારનો ત્રણ વર્ષને ટેક્સ હોલિડે કેન્દ્ર સરકારે આપ્યો છે. જ્યારે આ સ્ટાર્ટ અપનું સિલેક્શન 3 વર્ષની ટેક્સ મુક્તિ માટે કરવામાં આવ્યું ત્યારે એ સ્ટાર્ટ અપનું ગયા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું બાકી હતું. જેથી સુરતના 20 સ્ટાર્ટઅપનો કમસેકમ રૂ.50 કરોડનો ટેક્સ બચી ગયો હતો. આ પ્રકારે ત્રણ વર્ષે રૂ.150થી 200 કરોડનો ટેક્સ સ્ટાર્ટઅપનો બચી જાય છે. કેન્દ્ર સરકાર યંગસ્ટર્સને આ પ્રકારે પણ પ્રોત્સાહન આપી રહી છે.