CIA ALERT
03. May 2024

Sparkla b2c Archives - CIA Live

November 21, 2022
SGCCI.jpg
1min317

આગામી તા.16થી 19 ડિસેમ્બરના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ યોજાઇ રહેલા ઝવેરાત વેપારના સ્પાર્કલ એક્ષ્પોમાં સામાન્ય રૂ.10 હજારથી લઇને રૂ.1 કરોડથી વધુ રકમનો દાગીનો ડિસ્પ્લેમાં તો મૂકાશે જ પરંતુ, કોઇ ગ્રાહક ઇચ્છે તો તેને ઓન ધ સ્પોટ ખરીદ પણ કરી શકશે. જે પ્રકારે હાલમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા તેની સાથે સ્પાર્કલ એક્ઝિબિશનમાં સંકળાયેલી ઝવેરાતની સંસ્થાઓ દ્વારા સ્પાર્કલ 2022નું પ્રમોશન ચાલી રહ્યું છે એ જોતા આ વખતે સ્પાર્કલ અગાઉના તમામ રેકોર્ડ બ્રેક કરશે પછી એ એક્ઝિબિશનના હોય કે વેચાણના હોય.

સુરત શહેર અને આસપાસના અંદાજે 50 જેટલા જ્વેલર્સ ચાર દિવસ સુધી ઇન્ડોર સ્ટેડીયમમાં પોતાની ડિઝાઇન, પેટર્ન, મટિરિયલ, બ્રાન્ડ, કિંમત, ધાતુ વગેરેના અવનવા દાગીનાઓનું પ્રદર્શન અને વેચાણ કરશે.

સ્પાર્કલ એક્ષ્પોમાં એવા પરિવારોને તેડાવાયા છે જેમના પરિવારમાં આગામી મહિનાઓમાં લગ્ન લેવાના છે.

ચેમ્બર ઓફ કોમર્સના સાનિધ્ય યોજાનારા સ્પાર્કલ અંગે પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશ વઘાસીયા, સેક્રેટરી ભાવેશ ટેલર, બિજલ જરીવાલા સહિત અન્યોએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના પ૦થી પણ વધુ ગ્રાહકો સુરતની જ્વેલરી ખરીદવા માટે આવે છે, આથી સુરતના જ્વેલર્સને પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુથી સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનો ચેમ્બર ઓફ કોમર્સ પ્રયાસ કરી રહયું છે.

સ્પાર્કલ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને

  • સુરત જ્વેલર્સ એસોસીએશન,
  • વરાછા – કતારગામ જ્વેલર્સ એસોસીએશન,
  • જ્વેલરી એસોસીએશન ઓફ અમદાવાદ,
  • વડોદરા જ્વેલર્સ એસોસીએશન,
  • નવસારી જ્વેલર્સ એસોસીએશન,
  • સુરત જ્વેલરી શો અને
  • ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરીયર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્પાર્કલનું પ્રમોશન કરી રહી છે.