CIA ALERT
17. May 2024

Shree saurashtra patel seva samaj surat Archives - CIA Live

September 1, 2023
TT-4.jpg
1min801

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સમાજ ધડતરના નવતર કાર્યક્રમમાં દર ગુરુવારે નવા વિચારનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૬/૦૩/૨૦૨૩ ના રોજથી શરૂ થયેલ થર્સ-ડે થોટ્સ ના તા.31મી ઓગસ્ટ 2023ના રોજ ૨૫માં કાર્યક્રમમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ વિશે વક્તાઓ એ નુતન વિચાર સાથે માર્ગદર્શન આપ્યું હતું.

શહેરના જાણીતા કાડીયોલોજીસ્ટ ડૉ.સંજયભાઈ વાઘાણીએ હાર્ટ એટેક ના વધતા બનાવો અને કારણો અંગે માહિતી આપી
જણાવ્યું હતું કે, ખાંડ એટલે કે ગળપણ… આરોગ્ય માટે સૌથી મોટી દુશ્મન છે.

ઇન્ફેકશન અંગે ખુબ જાણીતા ડૉ. પ્રતિક સાવજે શરીરએ માણસની મુલ્યવાન સંપતિ ગણાવી તેને સાચવવા અનુરોધ કર્યો હતો.

વર્તમાન સમયે ઘણા દર્દીઓને કોઈ રોગ ન હોય તોય બીમાર હોય છે. તેનું કારણ ,માનસિક પ્રશ્નો , શહેરના જાણીતા મનોચિકિત્સક ડૉ. જય કુમાર કુંભાણી એ જણાવ્યું હતુ કે તન, મન ની સુખાકારી માટે ખુશ રહેવું ખુબ જરૂરી છે.

આજે થર્સ-ડે થોટ્સમાં ૨૫ મો વિચાર ના અનુસંધાનમાં કાપડ ઉદ્યોગના આઇકોન શ્રી દીપકભાઈ શેટાએ જણાવ્યું હતું કે સતત નવું શિખતા રહેવું અને માનવીય સંવેદના સાથે નવું કરતા રહેવું તેજ ખરી પ્રગતિ છે. પોતાના બિઝનેશ જર્ની વિષે ખુબ પ્રભાવક શૈલીમાં જણાવ્યું હતું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. તેમ છતાં ઇનોવેશન અને સદભાવના એ પ્રગતિ માટે જરૂરી છે. શહેરના સૌથી મોટા ટેક્ષ પેયર બનવાના સંકલન સાથે તે સતત પ્રગતિ કરી રહ્યો છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ અત્યાર સુધીના ૨૪ અઠવાડિયાની ફલશ્રુતિ જણાવી હતી. શહેરના જાણીતા સર્જન ડૉ. અમુલખ સવાણીને થર્સ-ડે થોટ્સ કાર્યક્રમના બ્રાંડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા હતા. પ્રગતિશીલ રહેવા માટે નવીનતા – ઇનોવેશન અને સદભાવના જરૂરી ગણાવી હતી. કોણ ૧(એક) અને કોણ ૦(શૂન્ય) એ ખબર નથી પરંતુ બંને સાથે મળે તો ૧૦(દસ) થાય તે ખબર છે. આ વાત સાથે વિચારને વધુ સ્પષ્ટ કર્યો હતો.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી નિર્માણાધીન જમનાબા ભવન અને કિરણ મહિલા ભવન માટે ડૉ.સંજયભાઈ વાઘાણી, શ્રી દીપકભાઈ શેટા તથા શ્રી મધુસુદનભાઈ દોંગા દાતા ટ્રસ્ટી બન્યા હતા. ૩૦૦ થી વધુ લોકો સ્વયંભુ દર ગુરુવારે નવા વિચાર માટે ઉત્સાહ સાથે આવી જાય છે. પટેલ સમાજની યુવા ટીમ તથા ટીમ ૧૦૦ ના યુવામિત્રો એ ઉત્સાહભેર આ કાર્યક્રમની કાળજી લઈ રહ્યા છે.