CIA ALERT
18. May 2024

rafael Archives - CIA Live

January 26, 2022
Flight-Lieutenant-Shivangi-Singh-Rafale-Jet.jpg
1min432

દેશના પ્રથમ મહિલા રાફેલ જેટ પાયલોટ ફ્લાઈટ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહે બુધવારે ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતીય વાયુ સેના(IAF)ની ઝાંખીમાં હિસ્સો લીધો હતો. તેઓ ભારતીય વાયુસેનાની ઝાંખીનો હિસ્સો બનનારા બીજા મહિલા ફાઈટર જેટ પાયલોટ છે. ગત વર્ષે ફ્લાઈટ લેફ્ટિનેન્ટ ભાવના કંઠ IAFની ઝાંખીનો હિસ્સો બનનારા પ્રથમ મહિલા ફાઈટર જેટ પાયલોટ બન્યા હતા. શિવાંહી સિંહ બનારસના છે. તેઓ 2017માં IAFમાં સામેલ થયા હતા. રાફેલ ઉડાડવાની પહેલા તેઓ મિગ-21 બાઈસન વિમાન ઉડાડી ચુક્યા છે. 

શિવાંગી સિંહ પંજાબના અંબાલા સ્થિત IAFના ગોલ્ડન એરો સ્ક્વોડ્રનનો હિસ્સો છે. તેઓ ફુલવરિયા વિસ્તારમાં રહેતા કારોબારી કુમારેશ્વર સિંહના દીકરી છે. વિજ્ઞાનમાં સ્નાતક કરતી વખતે જ તેઓ એર એનસીસીમાં જોડાયા હતા. સૌથી પહેલા તેમણે બીએચયુ ખાતે વિમાન ઉડાડવાની ટ્રેઈનિંગ લીધી હતી. તેમના નાના પણ ભારતીય સેનામાં હતા. શિવાંગીને તેમના પાસેથી જ પ્રેરણા મળી હતી અને તેઓ પણ દેશની સેવા કરવા માટે વાયુસેનામાં ભરતી થયા હતા.