CIA ALERT
26. April 2024

#radhakrishnan Archives - CIA Live

September 6, 2022
radha_krishnan.jpeg
1min786

– 5મી સપ્ટેમ્બરે રાધાકૃષ્ણનના જન્મદિને અમિત શાહ, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા સહિત મહાનુભાવોએ શિક્ષકોને અભિનંદનો પાઠવ્યાં

5/9/22 રાષ્ટ્રે વિશેષતઃ રાષ્ટ્રના શિક્ષકોએ ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. તે માત્ર તેઓનાં પદ માટે નહીં પરંતુ તેઓની વિદ્વત્તા અને તત્ત્વજ્ઞાાનનાં અગાધ જ્ઞાાન મોર અર્પી હતી.

ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ તેઓને ભાવાંજલિ અર્પતા આજના દિવસે શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને સ્મરીને અભિનંદનો અને અભિવાદનો પાઠવ્યાં હતાં.

અમિત શાહે તેઓના ટ્વિટ ઉપર લખ્યું, ‘શિક્ષક માત્ર બાળકોને શિક્ષિત કરી, તેઓનું ભવિષ્ય સુધારતા નથી પરંતુ એક સશક્ત રાષ્ટ્રને સાકાર કરવામાં પણ અદ્વિતિય પ્રદાન અર્પે છે.’ મહાન વિદ્વાન અને તત્ત્વચિંતક પ્રખ્યાત શિક્ષણ વિદ્ ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિના દિને તેઓને પ્રણામ તથા તમામ પરિશ્રમી ગુરૂજનોને શિક્ષક દિને શુભેચ્છાઓ.

ભારતમાં શિક્ષક દિન ૫ સપ્ટે. ૧૯૬૨ના દિવસથી દેશભરમાં ઉજવવામાં આવે છે. તેઓ રાજકારણમાં પ્રવેશ્યા તે પૂર્વે પ્રોફેસર હતા. તેઓએ વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં શિક્ષણ આપ્યું હતું. તેઓ બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય, દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર તરીકે હતા. જ્યારે આંધ્ર પ્રદેશ વિશ્વ વિદ્યાલયમાં ઉપકુલપતિ તરીકે પણ કાર્ય કર્યું હતું. આ ઉપરાંત ઓકસફર્ડમાં પણ ઘણાં વર્ષો સુધી શિક્ષણ આપ્યું હતું.

૧૯૫૨માં તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે નિર્વાચિત થયા. દસ વર્ષ સુધી તે પદ પર સેવાઓ આપી. ૧૯૬૨માં તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા. તે સમયે તેઓને તેમના વરિષ્ઠ વિદ્યાર્થીઓ મળવા ગયા અને તેઓના જન્મદિન (૫મી સપ્ટેમ્બર)ને દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવા તેઓ પાસે અનુમતિ માગી ઘણી મથામણ પછી તેઓએ તે માટે અનુમતિ પણ આપી ત્યારથી દર વર્ષે ૫મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ તરીકે દેશભરમાં ઉજવાય છે, આ દિવસે તે મહાન વિભૂતિને કોટી કોટી પ્રણામ.