CIA ALERT
05. May 2024

NTA Archives - CIA Live

August 8, 2022
cia_edu-1280x925.jpg
4min400

Jayesh Brahmbhatt 98253 44944

આજથી જ JEE એડવાન્સ્ડનું રજિસ્ટ્રેશન શરૂ

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગઇ તા.24 જુલાઇથી 30 જુલાઇ દરમિયાન લેવાયેલી જેઇઇ મેઇન્સ પેપર-1 ફેઝ-2 પરીક્ષાનું પરીણામ આજે રવિવાર, તા.8મી ઓગસ્ટે જાહેર કરી દીધું છે. જેઇઇ મેઇન્સ પરીક્ષામાં ટોચના 2.40 લાખ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટે લાયકાત પાત્ર બન્યા છે. જોકે, જેઇઇ મેઇન્સની બન્ને ફેઝની પરીક્ષાનો સ્કોર ભલે જાહેર થઇ ગયો હોય પરંતુ, જે વિદ્યાર્થીઓએ નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ કે ત્રિપલ આઇટીમાં પ્રવેશ મેળવવો છે તેમણે હજુ એક મહિનો તો પ્રતિક્ષા કરવી જ પડશે. તા.11મી સપ્ટેમ્બરે સંભવતઃ જેઇઇ એડવાન્સ્ડનું પરીણામ જાહેર થશે. એ પછી પાંચ દિવસ જોસા સંસ્થા દ્વારા પ્રવેશ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાશે. એ પછી મેરીટ લિસ્ટ અને ત્યારબાદ પ્રવેશ ફાળવવામાં આવશે. એટલે હજુ એક મહિનાથી વધુ સમય નીકળી જશે.

જેઇઇ મેઇન્સની બન્ને ટ્રાયલના પરીણામની સાથે જ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક પણ આપી દીધા છે. આ વખતના કટઓફની વાત કરીએ તો ઓપન કેટેગરીને બાદ કરતા બાકીની તમામ કેટેગરીમાં છેલ્લા 4 વર્ષના કટઓફ કરતા આ વખતના કટઓફ સાવ નીચે આવ્યા છે. જાણકારો કહે છે કે આ વખતના વિદ્યાર્થીઓ ધો.11-12માં કોરોના પેન્ડેમિકને કારણે પ્રત્યક્ષ શિક્ષણ અસરકારક રીતે લઇ શક્યા ન હતા, તેની સીધી અસર પરીણામ પર જોવા મળી છે.

JEE Mainsના સ્કોરથી નીચે દર્શાવેલી સંસ્થાઓમાં પ્રવેશ મળી શકે, આઇઆઇટી માટે જેઇઇ એડવાન્સ્ડનું મેરીટ જરૂરી

આગામી તા.28મી ઓગસ્ટે લેવાનારી જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન પણ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે.

JEE (Advanced) 2022 Schedule

S. Num.ActivityDay, Date and Time (IST)
1JEE Main 2022 (Computer based test by NTA)Please refer to JEE (Main) 2022 website
2Results JEE Main 2022 from NTAPlease refer to JEE (Main) 2022 website
3Registration for JEE (Advanced) 2022Sunday, August 07, 2022 (10:00 IST) to
Thursday, August 11, 2022 (17:00 IST)
4Last date for fee payment of registered candidatesFriday, August 12, 2022 (17:00 IST)
5Admit Card available for downloadingTuesday, August 23, 2022 (10:00 IST) to
Sunday, August 28, 2022 (14:30 IST)
6Choosing of scribe by PwD candidatesSaturday, August 27, 2022
7JEE (Advanced) 2022Sunday, August 28, 2022
Paper 1: 09:00-12:00 IST
Paper 2: 14:30-17:30 IST
8Copy of candidate responses to be available on the JEE (Advanced) 2022 websiteThursday, September 01, 2022 (10:00 IST)
9Online display of provisional answer keysSaturday, September 03, 2022 (10:00 IST)
10Feedback and comments on provisional answer keys from the candidatesSaturday, September 03, 2022 (10:00 IST) to
Sunday, September 04, 2022 (17:00 IST)
11Online declaration of final answer keysSunday, September 11, 2022 (10:00 IST)
12Result of JEE (Advanced) 2022Sunday, September 11, 2022 (10:00 IST)
13Online registration for Architecture Aptitude Test (AAT) 2022Sunday, September 11, 2022 (10:00 IST) to
Monday, September 12, 2022 (17:00 IST)
14Tentative Start of Joint Seat Allocation (JoSAA) 2022 ProcessMonday, September 12, 2022
15Architecture Aptitude Test (AAT) 2022Wednesday, September 14, 2022 (09:00-12:00 IST)
16Declaration of results of AAT 2022Saturday, September 17, 2022 (17:00 IST)

કારકિર્દી માર્ગદર્શન માટે એપોઇન્ટન્ટ લઇને મળી શકાય

April 15, 2022
jeeadv.png
1min488

જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામિનેશન (JEE) મેઇન્સ પરીક્ષાઓ એપ્રિલ અને મેની જગ્યાએ જૂન અને જુલાઇમાં યોજવાની જાહેરાતને કારણે હવે જેઇઇ એડવાન્સ્ડ 2022ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. કેમકે જેઇઇ મેઇન્સના પરીણામને આધારે જ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટે લાયકાત નિશ્ચિત થાય છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બે હવે 28 ઓગષ્ટના રોજ JEE Advanced 2022ની પરીક્ષા આયોજિત કરશે. અગાઉ આ પરીક્ષા 3 જુલાઈના રોજ આયોજિત થવાની હતી. 

JEE Advanced 2022 માટેની આવેદન પ્રક્રિયા 7થી 11 ઓગષ્ટ, 2022 દરમિયાન આયોજિત કરવામાં આવશે. એપ્લિકેશન ફીની ચુકવણી માટે 12મી ઓગષ્ટ તારીખ નિર્ધારીત કરવામાં આવી છે. જે પણ ઉમેદવારો JEE Advanced 2022માં સામેલ થવા ઈચ્છે છે તેઓ 23થી 28 ઓગષ્ટ 2022 દરમિયાન પોતાનું એડમિટ કાર્ડ JEE Advancedની સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. 

JEE Advanced 2022ની પરીક્ષા સવાર અને બપોરની પાળીમાં આયોજિત થશે. સવારના 9:00થી બપોરના 12:00 વાગ્યા સુધી પેપર-1 અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી પેપર-2 આયોજિત થશે. 

આગામી 11 સપ્ટેમ્બરના રોજ JEE Advanced 2022નું રિઝલ્ટ બહાર પાડવામાં આવશે. જાહેર કરવામાં આવેલા શિડ્યુઅલ પ્રમાણે 3 સપ્ટેમ્બરના રોજ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવશે અને ઉમેદવારો 3થી 4 સપ્ટેમ્બર દરમિયાન પ્રોવિઝનલ આન્સર કી અંગે વાંધો ઉઠાવી શકે છે. સપ્ટેમ્બરમાં પ્રોવિઝનલ આન્સર કી અને રિઝલ્ટ બહાર પાડવામાં આવશે. બેઠકની ફાળવણીની પ્રક્રિયા 12મી સપ્ટેમ્બરથી શરૂ થશે. 

આ બધા વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) 2022 આયોજિત કરવામાં આવશે અને 17 સપ્ટેમ્બર 2022ના રોજ પરિણામ બહાર પાડવામાં આવશે. AAT 2022 અરજી પ્રક્રિયા 11થી 12 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. 

ઉમેદવારો સીધી આ લિંક https://jeeadv.ac.in/schedule.html પર ક્લિક કરીને પણ JEE Advanced 2022નું સમગ્ર શિડ્યુઅલ ચેક કરી શકે છે. 

February 26, 2022
cia_edu-1280x925.jpg
4min277

નેશનલ ટેસ્ટીંગ એજન્સીના આવ્યા પછી જાહેર પ્રવેશ પરીક્ષાઓની તારીખોમાં ઢંગધડા વગરનું સંકલન, જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષામાં જેઇઇ મેઇન્સમાં ક્વોલિફાય થનારા જ બેસી શકવાના છે તેની તારીખ જાહેર કરી દેવાઇ પણ હજુ મેઇન્સ ક્યારે લેવાશે, કેવી રીતે લેવાશે કેટલી ટ્રાયલ મળશે એ અંગે કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી

ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ પર પ્રવેશ પરીક્ષાઓની તારીખોના નામે એક પ્રકારનો જુલમ જ કરવામાં આવી રહ્યો છે. ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ અને વાલીઓની વાત કરીએ તો તેઓ જેઇઇ મેઇન્સ, ઇજનેરીની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાની તારીખની કાગડોળે રાહ જોઇને બેઠા છે તે ક્યારે જાહેર કરાશે તેવી પણ કોઇ સ્પષ્ટતા નથી કરાતી, જ્યારે બીજી તરફ જેઇઇ એડવાન્સ્ડ કે જે જેઇઇ મેઇન્સ પછી લેવાય છે તેની તારીખ જાહેર કરીને વિદ્યાર્થીઓને ઉલ્ટાની મુશ્કેલીમાં મૂકી દેવામાં આવ્યા છે.

આ વખતે જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષાનું સંચાલન આઇ.આઇ.ટી. બોમ્બે દ્વારા કરવામાં આવશે. તા.3 જુલાઇના રોજ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન તા.8થી 14 જૂન દરમિયાન કરી શકાશે.

Schedule of JEE (Advanced) 2022
The examination consists of two papers (Paper 1 and Paper 2) of three hours duration each. Appearing in both the papers is compulsory. The examination schedule is as follows.

Date of ExaminationJuly 03, 2022 (Sunday)
Paper 109:00 IST to 12:00 IST
Paper 214:30 IST to 17:30 IST

JEE (Advanced) 2022: Full Schedule

S. No.EventDate & Time
1Registration for JEE (Advanced) 2022Wednesday, June 08, 2022 (10:00 IST)
to Tuesday, June 14, 2022 (17:00 IST)
2Last date for fee payment of registered
candidates
Wednesday, June 15, 2022 (17:00 IST)
3Admit Card available for downloadingMonday, June 27, 2022 (10:00 IST) to
Sunday, July 03, 2022 (14:30 IST)
4Choosing of scribe for PwD candidatesSaturday, July 02, 2022
5JEE (Advanced) 2022Sunday, July 03, 2022
Paper 1: 09:00-12:00 IST
Paper 2: 14:30-17:30 IST
6Copy of candidate responses to be
available on the JEE (Advanced)
2022 website
Thursday, July 07, 2022 (10:00 IST)
7Online display of provisional
answer keys
Saturday, July 09, 2022 (10:00 IST)
8Feedback and comments on provisional
answer keys from the candidates
Saturday, July 09, 2022 (10:00 IST) to
Sunday, July 10, 2022 (17:00 IST)
9Online declaration of final answer keysMonday, July 18, 2022 (10:00 IST)
10Result of JEE (Advanced) 2022Monday, July 18, 2022 (10:00 IST)
11Online registration for Architecture
Aptitude Test (AAT) 2022
Monday, July 18, 2022 (10:00 IST) to
Tuesday, July 19, 2022 (17:00 IST)
12Tentative Start of Joint Seat Allocation
(JoSAA) 2022 Process
Tuesday, July 19, 2022
13Architecture Aptitude Test (AAT) 2022Thursday, July 21, 2022
(09:00-12:00 IST)
14Declaration of results of AAT 2022Sunday, July 24, 2022 (17:00 IST)

જેઇઇ મેઇન્સમાં ક્વોલિફાય થનારા ટોપ 2.40 લાખ વિદ્યાર્થીઓ જ એડવાન્સ્ડની પરીક્ષા આપી શકે છે

જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષાના સ્કોરથી આઇ.આઇ.ટી.માં પ્રવેશ મળે છે.

જેઇઇ મેઇન્સ પરીક્ષા સ્કોરથી એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી.માં પ્રવેશ મળે છે

February 16, 2022
cia_edu-1280x925.jpg
4min457

Jayesh Brahmbhatt 98253 44944

જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓમાં ટ્રાયલના નામે ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખીલવાડ થઇ રહ્યો છે. જે રીતે દર વર્ષે ટ્રાયલની સંખ્યા બદલવામાં આવી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ટ્રાયલના નામે ધતિંગો ચાલી રહ્યા છે. આ વર્ષે મળતી માહિતી મુજબ એન્જિનિયરિંગની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન JEE Main પેપર-1 પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બે જ ટ્રાયલ આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એન.ટી.એ. અને કેન્દ્રના શિક્ષણ મંત્રાલયના અધિકારીઓની મિટીંગમાં આ વર્ષે ધો.12 સાયન્સના એ ગ્રુપના વિદ્યાર્થીઓને JEE Main પેપર-1ની બે ટ્રાયલ, પહેલી ટ્રાયલ એપ્રિલ 20222માં અને બીજી ટ્રાયલ મે 2022માં આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. એપ્રિલ 2022ની ટ્રાયલ માટેના રજિસ્ટ્રેશન ચાલુ ફેબ્રુઆરી માસના અંતમાં શરૂ કરવામાં આવશે.

ધો.12 સાયન્સ વિદ્યાર્થીઓ પર પ્રયોગો ચાલી રહ્યાની અનુભૂતિ

જે રીતે જેઇઇ મેઇન્સમાં ટ્રાયલના નામે ધતિંગો ચાલી રહ્યા છે એ જોતા એવું કહેવામાં કોઇ જ અતિશયોક્તિ જણાતી નથી કે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ગંભીર રમત રમાઇ રહી છે. 2019 સુધી જેઇઇ મેઇન્સ પેપર-1ની એક જ ટ્રાયલ લેવાતી હતી. એ પછી 2021માં કોરોના પેન્ડેમિક હોવાનું જાણવા છતાં એન.ટી.એ. અને કેન્દ્રના અધિકારીઓએ જેઇઇ મેઇન પેપર-1ની ચાર ચાર ટ્રાયલ આપવાનું નક્કી કર્યું અને બે ટ્રાયલ લીધા બાદ પાંચ મહિના સુધી પરીક્ષા યોજી શકાઇ ન હતી. હવે ચાલુ વર્ષે 2022માં ચાર ટ્રાયલ ઘટાડીને 2 જ ટ્રાયલ આપવાનો નિર્ણય કરી દેવાયો છે. આ પ્રકારના પ્રયોગોને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ વાજ આવી ગયા છે.

પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસોને ફાયદો થાય એ રીતે જેઇઇ ની ગોઠવણ ચાલી રહ્યાની અનુભૂતિ

જેઇઇ અને નીટ પરીક્ષાનું મહત્વ વધારી દેવાતા દેશભરમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસોને કરોડોની કમાણી મળી રહી છે. હજુ પણ ધંધાદારી કોચિંગ ક્લાસીસોને ફાયદો થાય એ રી તે જ જેઇઇ અને નીટ પરીક્ષાની ગોઠવણ કરી આપવામાં આવી રહ્યાની અનુભૂતિ ચાલી રહી છે.

જેઇઇ મેઇન્સના સ્કોરથી NIT, IIIT CFTIsમાં પ્રવેશ મળે છે, જ્યારે JEE Advancedથી IITમાં પ્રવેશ મળે છે

IN English

Engineering course aspirants will get two, instead of four, attempts to appear for the Joint Entrance Examination (JEE-Main) this year, as the National Testing Agency (NTA) h as decided to conduct the entrance test only in April and May. The m inistry of education had decided to increase the number of attempts to four from 2021 onwards.

As per the initia l discussion between officials of MoE and ministry of health, the National Eligibility cum Entrance Test (Undergraduate) or NEET-UG will be conducted between the third week of June and first week of July. Ar ound 26 lakh engineering, medical and allied programme aspirants took these tests in 2021.JEE (Main), the multi-session computer-based test, is taken by students for getting admission in top engineering institutions as well as securing eligibility to appear for the JEE (Advanced), the entrance test for the Indian Institutes of Technology.

The number of attempts allowed to a student was increased from one to two in 2019 and to four from 2021 and some of the results show how aspirants significantly benefited from taking multiple shots at a high-pressure exam. The best of the four attempts was considered the candidate’s final score in 2021.

The official said the primary reason for offering four attempts last year was due to Covid-19. “Situation was different due to the second wave. However, things have improved and based on the current situation it has been decided that two attempts would be as beneficial. The registration will start by the end of this month

” Another reason, sources said, is that due to the delay in most exams, including the class XII Board exams, the window for entrance has shrunk if admissions are to be conducted on time this year. The CBSE class XII exams are to commence from April 26, while the Council for the Indian School Certificate Examinations will conduct exams from the last week of April.