CIA ALERT
16. May 2024

NIRF Ranking 2022 Archives - CIA Live

July 16, 2022
nirf.jpg
2min337
NIRF Rankings 2022: IIT Madras ranked best educational institute, check  details

– કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા એનઆઇઆરએફ રેન્કિંંગ જાહેર

– યુનિવર્સિટીની કેટેગરીમાં આઇઆઇએસસ- બેંગાલુરુ પ્રથમ, મેનેજમેન્ટ કેટેગરીમાં આઇઆઇએમ-અમદાવાદે મેદાન માર્યું

નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા  જારી કરવામાં આવેલા નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેન્કીંગ ફ્રેમવર્ક (એનઆઇઆરએફ) રેન્કિંગ મુજબ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), મદ્રાસ સળંગ ચોથા વર્ષે દેશની શ્રેષ્ઠ સંસ્થા રહી છે. જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી), બેંગાલુરુ શ્રેષ્ઠ યુનિવર્સિટી અને રિસર્ચ ઇન્સ્ટીટયૂટ રહી છે. 

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેદ્ર પ્રધાન દ્વારા આજે  એનઆઇઆરએફ રેન્કીંગની સાતમી આવૃત્તિ જાહેર કરવામાં આવી હતી. ઓવરઓલ રેન્કિંગ હેઠળ ટોચની દસ ઇન્સ્ટીટયૂટમાં આઇઆઇટી-મદ્રાસ, આઇઆઇટી-બોમ્બે, આઇઆઇટી-કાનપુર, આઇઆઇટી-ખડગપુર, આઇઆઇટી-ખડગપુર, આઇઆઇટી-રૂરકી અને આઇઆઇટી-ગુવાહાટીનો સમાવેશ થાય છે.

ઓવરઓલ રેન્કિંગમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) નવમાં અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી દસમાં ક્રમે છે. 

યુનિવર્સિટી કેટેગરીમાં આઇઆઇએસસી-બેંગાલુરુ પ્રથમ ક્રમે ત્યારબાદ જવાહરલાલ નહેરૂ  યુનિવર્સિટી બીજા ક્રમે અને જામીયા મિલિયા ઇસ્લામિયા ત્રીજા ક્રમે છે.ગયા વર્ષે આ કેટેગરી બીએચયુ ત્રીજા ક્રમે હતી જે ચાલુ વર્ષે છઠ્ઠા ક્રમે રહી છે. 

ટોચની દસ યુનિવર્સિટીમાં આ સિવાય જાદવપુર યુનિવર્સિટી, અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, મનિપાલ એકેડમી ઓફ હાયર એજયુકેશન, કલકત્તા યુનિવર્સિટી, વેલ્લોર ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

કોલેજની કેટેગરીમાં મિરાંડા હાઉસ પ્રથમ ક્રમે, હિંદુ કોલેજ બીજા ક્રમે, પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ત્રીજા ક્રમે, લોયોલા કોલેજ, ચેન્નાઇ ચોથા ક્રમે, લેડી શ્રીરામ કોલેજ પાંચમાં ક્રમે રહી છે. 

મેનેજમેન્ટ કેટેગરીમાં આઇઆઇએમ-અમદાવાદ પ્રથમ ક્રમે, આઇઆઇએમ-બેંગલોર બીજા ક્રમે અને આઇઆઇએમ-કલકત્તા ત્રીજા ક્રમે છે.

ફાર્મસી કેટેગરીમાં દિલ્હીની જામિયા હમદર્દ પ્રથમ ક્રમે, નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ફાર્મા એજયુકેશન એન્ડ રિસર્ચ, હૈદરાબાદ અને ત્રીજા ક્રમે પંજાબ યુનિવર્સિટી ત્રીજા ક્રમે રહી છે.

મેડિકલ કોલેજ કેટેગરીમાં એઇમ્સ-દિલ્હી પ્રથમ ક્રમે, પીજીઆઇએમઇઆર-ચંડીગઢ બીજા ક્રમે અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર ત્રીજા ક્રમે છે. 

ડેન્ટલ કોલેજની કેટેગરીમાં સવિથા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ-ચેન્નાઇ પ્રથમ ક્રમે, મનિપાલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ બીજા ક્રમે અને ડી વાય પાટીલ વિદ્યાપીઠ-પુણે ત્રીજા ક્રમે છે.