CIA ALERT
11. May 2024

navratri 2022 Archives - CIA Live

September 14, 2022
amba-1280x1700.jpg
1min327

શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. આ વખતે નવરાત્રી પર એવા સંયોગ બની રહ્યા છે જેના લીધે નવ દિવસનો પર્વ રહેશે અને દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ બધાની વચ્ચે સૌથી મહત્વપૂર્ણ હોય છે ઘટ સ્થાપના, જેને કુંભ મૂકવો અથવા કળશ સ્થાપના પણ કહેવામાં આવે છે. નવરાત્રીના (Navratri 2022) પહેલા દિવસે અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ મૂકવામાં આવે છે. તેવી માન્યતા છે કે તેનાથી નવરાત્રી પર માતાની ઉપાસના સફળ અને સિદ્ધિદાયક થાય છે.

અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિથી શરૂઆત 26 ઓગસ્ટથી થશે. સવારે 3.23 મિનિટથી પ્રતિપદા તિથિ શરૂ થશે. સવારે 7.30 કલાકથી 9 વાગ્યા સુધી રાહુ કાળ રહેશે. સવારે 6.11થી 7.41 સુધી અમૃત ચોઘડિયું છે. સવારે 9.12 કલાકથી લઈને 10.42 વાગ્યા સુધી શુભ ચોઘડિયું. તેવામાં સવારે 6.11 વાગ્યાથી 7.30 મિનિટની વચ્ચે અને પછી 9.12 વાગ્યાથી 10.42 કલાકની વચ્ચે કળશ સ્થાપના કરવું ખૂબ જ શુભ રહેશે. જો આ વિશેષ શુભ મુહુર્તમાં કળશ ન મૂકી શકો તો અભિજીત મુહૂર્તમાં 11.48 મિનિટથી લઈને 12.36 મિનિટની વચ્ચે ઘટ સ્થાપના કરી શકો છો.

આ વખતે નવરાત્રી પર અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિથી સવારે સૂર્યોદય સમયે સર્વાર્થ સિદ્ધિ નામનો શુભ યોગ રહેશે. આ સાથે જ અમૃત સિદ્ધિ યોગ પણ પ્રભાવમાં રહેશે. સૌથી ઉત્તમ સંયોગ એ છે કે હસ્ત નક્ષત્ર આ દિવસે પૂરું થશે. માતા દુર્ગા હાથી પર પોતાના દિવ્ય લોકથી ધરતી પર આવશે.

સર્વાર્થ સિદ્ધિ યોગમાં સ્કંદ માતાની પૂજા કરવામાં આવશે. સ્કંદ માતાને સ્વામી કાર્તિકેયના માતા કહેવામાં આવે છે. તેવી માન્યતા છે કે જે પણ ભક્ત સ્કંદ માતાની પૂજા કરે છે તેમના સંતાનને હંમેશા સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં સ્કંદ માતાની પૂજા કરવાથી તમારા સંતાનના તમામ કષ્ટ દૂર થશે અને કાર્ય સિદ્ધિના આશીર્વાદ મળશે. 2 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ યોગ છે, જેમાં પૂજા કરવાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાંથી અસુરરુપી ખરાબીઓનો અંત આવશે. પહેલી તેમજ ત્રીજી ઓક્ટોબરે રવિ યોગ થઈ રહ્યો છે. રવિ યોગનો સંબંધ સૂર્ય સાથે માનવામાં આવે છે અને આ શુભ યોગમાં પૂજા કરવાથી તમારા જીવનમાંથી તમામ પ્રકારના અંધકાર દૂર થશે. રવિ યોગમાં મા ભગવતીની પૂજા આરાધના શ્રેષ્ઠ ફળદાયી માનવામાં આવે છે. આ વખતે રવિ યોગમાં મા કૂષ્ટામાંડા, મા કાત્યાયની અને મહાગૌરીની પૂજા ભક્તો માટે શુભ ફળદાયી થવાની છે. જો તમારા મનમાં કોઈ પણ મનોકામના બાકી છે તો તેને શુભ તિથિ પર મા ભગવતીના વિવિધ સ્વરૂપોની પૂજા કરીને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકો છો.