CIA ALERT
19. May 2024

Nato Archives - CIA Live

February 24, 2022
russia_ukraine.jpg
1min262

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આદેશ જારી કરતા પુતિને કહ્યું કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે. પુતિને યુક્રેનની સેનાને શક્ય તેટલી વહેલી તકે શસ્ત્રો મૂકવાની ધમકી આપી અન્યથા યુદ્ધ ટાળી શકાશે નહીં.

રશિયાના રાષ્ટ્રપતિ પુતીને યુક્રેન પર હુમલાની ઘોષણ કર્યા બાદ રશિયન સેનાએ યુક્રેનના શહેર પર મિસાઈલોનો મારો શરુ કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે યુક્રેનની રાજધાની કિવમાં પણ ધડાકાઓ સંભળાયા છે. કિવના એરપોર્ટ પર પણ ગોળીબારીના અહેવાલો આવ્યા છે. રશિયાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો યુક્રેનના એર ફિલ્ડમાં પ્રવેશી ચુક્યા છે ત્યારે સાઈરન વગાડી નાગરિકોને સાવચેત કરાયા હતા.
રશિયાના રક્ષા મંત્રાયલે દાવો કર્યો છે કે યુદ્ધની ઘોષણાના કલાકોમાં જ તેમની સેનાએ યુક્રેનના એરબેઝ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. સાથે સાથે કિવની એર ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરી છે.

 બીજી તરફ યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે રશિયન સેનાને વળતો  જવાબ આપતા રશિયાના પાંચ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર તોડી પાડયા છે. 

રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેનાને હથીયાર હેઠા મૂકી શરણાગતિ સ્વીકારવા કહ્યું હતું. જેથી રણમેદાનમાં લોહી ના રેડાય. બીજી તરફ યુક્રેન પોતાની રક્ષા કરવા કટિબદ્ધ છે.