CIA ALERT
05. May 2024

Monsoon Archives - CIA Live

June 9, 2022
rain_forecast.png
1min237

કેરળમાં નૈર્ઋત્ય મોસમી વાયરાનું આગમન થયા બાદ મોન્સૂન કર્ણાટકના કિનારા પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યાર પછી ગોવામાં તેનું આગમન થયું હતું. સમય પહેલાં જ મહારાષ્ટ્રમાં મોન્સૂન દાખલ થશે, એવો હવામાન ખાતાનો અંદાજ જોકે ભૂલભરેલો હતો. હવે ૧૨થી ૧૩મી જૂન દરમિયાન મોન્સૂન દાખલ થશે, એવી નવી માહિતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. દરમિયાન આગામી દિવસમાં કોંકણ સહિત મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભ એમ તમામ ઠેકાણે પ્રિ-મોન્સૂન વરસાદ પડવાની શક્યતા છે.

ઉત્તર મહારાષ્ટ્રમાં અમુક જિલ્લાને બાદ કરતાં મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા વર્તાવવામાં આવી હતી. મુંબઈ સહિત થાણે, પાલઘર, નંદુરબાર, ધુળે, જળગાંવ, ભંડારા અને ગઢચિરોલીને બાદ કરતાં મહારાષ્ટ્રમાં વરસાદનું મોજું ફરી વળશે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું. જે ભાગમાં વરસાદ પડવાનો છે ત્યાં હવામાન ખાતાએ એલર્ટ રહેવાની સૂચના આપી હતી. સંબંધિત જિલ્લામાં બુધવારે સવારથી મોડી સાંજ સુધી આકાશ ગોરંભાયેલું રહ્યું હતું, પણ વરસાદ નહોતો પડ્યો. આથી અહીં ગમે ત્યારે પ્રિ-મોન્સૂન થાય એવો અંદાજ વર્તાઈ રહ્યો હતો. આગામી પાંચ દિવસ આવા જ રહેશે, એવું હવામાન ખાતાએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં મોન્સૂનના આગમન માટે પોષક હવામાન તૈયાર થઇ રહ્યું છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ કોંકણમાં અનેક ઠેકાણે વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડશે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું. હવામાનની આ સ્થિતિ મોન્સૂનના આગમન માટે લાભદાયી નીવડશે.

દરમિયાન હવામાન ખાતાએ બુધવારે પુણે સહિત સાંગલી, સાતારા, કોલ્હાપુર, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, ઉસ્માનાબાદ, લાતુર, બીડ, એહમદનગર, ઔરંગાબાદ, જાલના, નાંદેડ, પરભણી, હિંગોલી, નાશિક, બૂલઢાણા, અકોલા, વાશીમ, યવતમાળ, અમરાવતી, વર્ધા, નાગપુર, ચંદ્રપુર અને ગોંદિયા જિલ્લાને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ઠેકાણે મેઘગર્જના સહિત વરસાદ પડવાની શક્યતા છે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

June 1, 2022
rain_forecast.png
1min254

હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના મોટા ભાગનાં રાજ્યોમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરી હતી.

ગુજરાતથી ઓડિશા સુધીનાં રાજ્યોમાં વરસાદની લાંબા ગાળાની સરેરાશ ૧૦૬ ટકાથી વધુ રહેવાની આશા છે. દેશમાં આ સતત ચોથા વર્ષે સારું ચોમાસું રહેવાની આગાહી છે. સારા વરસાદને લીધે પાકનું વિપુલ ઉત્પાદન થવાની અને ફુગાવો અંકુશમાં આવવાની આશા રખાય છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે અહીં પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં ચોમાસા દરમિયાન (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૧૦૩ ટકા થવાની આશા છે. અગાઉ, હવામાન વિભાગે (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૯૯ ટકા થવાની એપ્રિલમાં આગાહી કરી હતી. આખા દેશમાં ચોમાસા દરમિયાન  વરસાદની લાંબા ગાળાની સરેરાશની ગણતરી ૧૯૭૧થી ૨૦૨૦નાં પચાસ વર્ષ દરમિયાન પડેલા વરસાદની સરેરાશને આધારે કરાય છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે જણાવ્યું હતું કે મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ સામાન્ય કરતાં વધુ પડવાની અને ઇશાન તેમ જ વાયવ્ય ભારતમાં સામાન્ય વરસાદ પડવાની આશા છે. આગામી થોડાં વર્ષો દરમિયાન પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સિવાયના દેશના મોટા ભાગના વિસ્તારમાં જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની એટલે કે વધુ ઠંડી પડવાની આશા છે.
અગાઉ, દેશમાં ૨૦૦૫થી ૨૦૦૮ અને ૨૦૧૦થી ૨૦૧૩ સુધી સતત ચાર વર્ષ સારું ચોમાસું રહ્યું હતું.

દેશમાં ખેતીનો ઘણો આધાર નૈર્ઋત્યના ચોમાસા પર રહેલો છે અને તે દેશના અર્થતંત્ર માટે ઘણું મહત્ત્વનું ગણાય છે.

May 14, 2022
rain_forecast.png
1min280

 હવામાન ખાતાએ કેરળમાં ૨૭ મેએ નૈર્ઋત્યના ચોમાસાનો વરસાદ શરૂ થવાની આગાહી કરી હતી. કેરળમાં ચોમાસું સામાન્ય કરતાં પાંચ દિવસ વહેલું બેસવાની આશા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે કેરળમાં ૨૭ મેએ ચોમાસું શરૂ થવાની શક્યતા છે. આ વખતે નૈર્ઋત્યનું ચોમાસું સામાન્ય તારીખ કરતાં વહેલું બેસવાની આશા છે. 

અગાઉ, ૨૦૦૯માં નૈર્ઋત્યનું ચોમાસું ૨૩ મેએ બેઠું હતું. હવામાન ખાતાના નિષ્ણાતોએ ‘અસાની’ વાવાઝોડાની અસરને લીધે કેરળમાં નૈર્ઋત્યનું ચોમાસું વહેલું શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. 

કૃષિ પર આધારિત દેશના અર્થતંત્ર માટે નૈર્ઋત્યનું ચોમાસું ઘણું મહત્ત્વનું ગણાય છે. ઉત્તર અને પશ્ર્ચિમ ભારતનાં રાજ્યોમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નૈર્ઋત્યના ચોમાસાના વહેલા આગમનની આગાહીથી ઘણી રાહત મળવાની આશા છે. અગાઉ, હવામાન ખાતાએ આંદામાન અને નિકોબારમાં નૈર્ઋત્યનું ચોમાસું એક અઠવાડિયા વહેલું એટલે કે ૧૫ મેએ બેસવાની આગાહી કરી હતી. તમિળનાડુ, પુડુચેરી, કેરળમાં શનિવારે ભારે વરસાદ પડવાની આગાહી છે.