CIA ALERT
13. May 2024

MBBS Gujarat Archives - CIA Live

August 8, 2023
cia_edu-1280x925.jpg
1min406

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારની મેડીકલ-પેરામેડીકલ ફી નિર્ધારણ કમિટીએ મેડીકલ કોલેજોની ફી ઘટાડવાનો નિર્ણય કરતા આજે ગુજરાત સરકાર મેડીકલ એડમિશન કમિટીએ એમબીબીએસ (મેડીકલ) અને બીડીએસ (ડેન્ટલ)માં આપવામાં આવેલા 8113 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેતા પ્રવેશાર્થીઓ અને તેમના વાલીઓને ભારે આંચકો લાગ્યો છે. મેડીકલમાં સેમી સરકારી કોલેજોની ફીમાં કરાયેલા ધરખમ વધારાને કારણે અનેક વિદ્યાર્થીઓએ તેમને પ્રવેશ મળતો હતો છતાં એ જતો કર્યો હતો. સરકારે પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા પછી આજે તા.8મી ઓગસ્ટે મેડીકલ કોલેજોમાં કરાયેલો ફી વધારો પરત ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આથી જે વિદ્યાર્થીઓએ ફી વધારાના કારણે પ્રવેશ લીધો ન હતો એવા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ કારણથી મેડીકલ એડમિશન કમિટીએ ચાલુ વર્ષની મેડીકલ અને ડેન્ટલ કોલેજોની પહેલા રાઉન્ડની આખેઆખી પ્રવેશ પ્રક્રિયા જ રદ કરી દેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે એમબીબીએસમાં કુલ 6858 તથા ડેન્ટલમાં કુલ 1255 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાની સૂચના આપવામાં આવી હતી એ મુજબ વિદ્યાર્થીઓએ ફી પણ ભરપાઇ કરી દીધી છે. હવે સમૂળગી પ્રવેશ પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઇ ગયા છે.

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોલેજોમાં હવે નવેસરથી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એડમિશન કમિટીની વેબસાઇટ પર આ સૂચના જારી કરવામાં આવી છે

  • આથી શૈક્ષણિક વર્ષ:૨૦૨૩-૨૪ ના પ્રથમ રાઉન્ડ માં MBBS અને BDS કોર્સમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે, પ્રવેશ પ્રક્રીયા દરમ્યાન CEO શ્રી, GMERS સોસાયટી, ગાંધીનગર ના તા.૨૦/૦૭/૨૦૨૩ નાં પત્ર ક્રમાંક:પરચ/સેલ્ફ. ફાય./મેનેજમેન્ટ/પ્રવેશ/ફી/૨૦૨૩-૨૪/ડ-૪/૨૩ થી GMERS મેડીકલ કોલેજોની નવી ટ્યુશન ફી નક્કી કરવામાં આવેલ હતી. જે અન્વયે ગવર્મેન્ટ ક્વોટાની ટ્યુશન ફી રૂ. ૫.૫૦ લાખ, મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. ૧૭.૦૦ લાખ તથા NRI ક્વોટા ની ૨૫,૦૦૦/- US Dollar નકકી કરવામાં આવેલ હતી. પરતું આજ રોજ તા. ૦૮/૦૮/૨૦૨૩ ના રોજ સરકાર શ્રી માં થયેલ મીટીંગ અને CEO, GMRES સોસાયટી, ગાંધીનગર નાં આજ રોજ તા.૦૮/૦૮/૨૦૨૩ ના પત્ર ક્રમાંક:પરચ/સેલ્ફ. ફાય./મેનેજમેન્ટ/પ્રવેશ/ફી/૨૦૨૩-૨૪/ડ-૪/૨૩ થી તેઓની ટ્યુશન ફી નો વધારો પરત ખેંચવામાં આવેલ છે. અને આ પત્ર મુજબ GMERS મેડીકલ કોલેજોની ગવર્મેન્ટ ક્વોટાની ટ્યુશન ફી રૂ. ૩.૩૦ લાખ, મેનેજમેન્ટ ક્વોટા ની ફી રૂ. ૯,૦૭,૫૦૦/- તથા NRI ક્વોટા ની ૨૨,૦૦૦/- US Dollar રાખવા જણાવેલ છે. જેથી પ્રથમ રાઉન્ડની તમામ પ્રવેશ પ્રક્રીયા રદ કરવામાં આવે છે. અને નવેસરથી પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ ચાલુ કરવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ પ્રવેશ સમિતિની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ભરેલ છે અને અસલ પ્રમાણપત્રો હેલ્પ સેન્ટર પર જમા કરાવીને એડમિશન કન્ફર્મ કરાવેલ છે. તેમજ એડમિશન ઓર્ડર મેળવેલ છે. અથવા તો ફક્ત ટ્યુશન ફી ભરેલ છે, તેવા તમામ વિદ્યાર્થીઓના એડમિશન પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓની ભરેલી ફી હવે પછી યોજાનાર રાઉન્ડમાં મજરે આપવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થી અને વાલી એ નોંધ લેવી.
  • જે ઉમેદવારોએ પ્રવેશ સમિતિના પ્રથમ રાઉન્ડ માં MBBS અને BDS કોર્સ માં પ્રવેશ માટે જરૂરી ટ્યુશન ફી ભરી હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. જો તેઓ પોતાના અસલ પ્રમાણપત્રો પરત મેળવવા ઈચ્છતા હોય તો તે ઉમેદવાર (૧) પોતાની અરજી (૨) ફોટો આઈડી ની નકલ અને (૩) અસલ એડમીશન ઓર્ડર હેલ્પ સેન્ટર ખાતે આપી અસલ પ્રમાણપત્રો પરત મેળવી શકશે.