CIA ALERT
05. May 2024

MANTRA Archives - CIA Live

August 26, 2022
WhatsApp-Image-2022-08-25-at-6.28.10-PM.jpeg
1min264

ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જુદા જુદા ટેસ્ટીંગ થઇ શકે તે માટેની સુરતની દાયકાઓ જૂની સંસ્થા મંત્રા MANTRA (મેન મેડ ટેક્ષટાઇલ રિસર્ચ એસોસીએશન)ની લેબોરેટરીને પીપીઇ કીટ અને માસ્કનું ટેસ્ટીંગ કરીને સર્ટિફાય કરવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. કોરોના કાળથી પ્રચલિત બનેલી પીપીઇ કીટ અને માસ્કની જરૂરીયાત મેડીકલ ફિલ્ડ તેમજ કેટલાક જોખમી ઉદ્યોગોમાં બારેમાસ રહે છે, જેના ઉત્પાદન બાદ તેના સેમ્પલ ટેસ્ટીંગની જરૂરીયાત રહેતી હોય છે. રિંગ રોડ પર આવેલી મંત્રા સંસ્થામાં પીપીઇ કીટ અને માસ્કનું સંપૂર્ણ ટેસ્ટીંગ કરી આપતી લેબોરેટરીનું ઉદઘાટન કરીને આજથી જ ટેસ્ટીંગ ફેસેલિટી સુરત ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રાના પ્રેસિડેન્ટ રજનિકાંત બચકાનીવાળા સહિત અન્યોએ જણાવ્યું કે મંત્રા મેનેજમેન્ટએ ત્વરિત નિર્ણય લઇ ફેસ માસ્ક અને પી.પી.ઈ. કીટનું ટેસ્ટિંગ થઈ શકે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા નક્કી કર્યું હતું. છ મહિનાના ટૂંકા સમયમાં મંત્રાએ ઉપરોક્ત ટેસ્ટિંગ માટે જરૂરી તમામ મશીનરી તેમજ ઇક્વીપમેન્ટ્સ વસાવી લીધા અને લેબને કાર્યાન્વિત પણ કરી દીધી છે. અત્યાર સુધીમાં સુરતમાં અનેક મિલો દ્વારા પીપીઇ કીટ તથા માસ્ક બનાવવામાં આવે છે પરંતુ, તેની ક્વોલિટી યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરીને સર્ટિફિકેશન આપી શકે તેવી એક પણ સંસ્થા સુરતમાં ન હતી. આથી મંત્રાએ હવે સુરતના આંગણે જ આ ફેસેલિટી વિકસાવી દીધી છે.

મંત્રાએ આ પ્રકારની વિકસાવી ટેસ્ટીંગ ફેસેલિટી

સુરતના રિંગ રોડ પર આવેલી મેન મેડ ટેક્ષટાઇલ રિસર્ચ એસોસીએશન (મંત્રા) સંસ્થાએ પીપીઇ કીટ અને માસ્કની ગુણવત્તા ચકાસણી થઇ શકે તે માટે વિકસાવેલી સુવિધામાં અગત્યના ટેસ્ટિંગ જેવા કે બેક્ટેરિયા ફિલ્ટરેશન એફિશન્સી તથા પાર્ટીકલ ફિલ્ટરેશન એફિશિયન્સી તેમજ સિન્થેટિક બ્લડ પેનીટ્રેશન અને ડિફરન્સીયલ પ્રેસર જેવા પેરામીટરનું ટેસ્ટીંગ થઈ શકશે. ટૂંક સમયમાં મંત્રા ઉપરોક્ત પેરામીટરને NABL એકક્રીડેશન કરાવી લેશે. જેથી ટેસ્ટિંગ ભરોસાપાત્ર હશે અને સર્ટિફિકેશનને પાત્ર થશે. મંત્રામાં બેક્ટેરિયા ફિલ્ટરેશન એફિશિયન્સી- આ ટેસ્ટમાં ફેસ માર્ક્સમાંથી બેક્ટેરિયા કેટલા પસાર થાય તે તેની માપણી થાય છે. પાર્ટીકલ ફિલ્ટરેશન એફિશિયન્સ- આ સાધનમાં સૂક્ષ્મ કણ કેટલા ફિલ્ટર થાય તેની માપણી થાય છે. કોરોના વાયરસ એ પણ એક સૂક્ષ્મ કણ છે માટે પાર્ટિકલ એફીસીયન્સીથી વાયરસને રોકી શકાશે કે કેમ તે નક્કી કરી શકાશે. સિન્થેટિક બ્લડ પેનીટ્રેશન ટેસ્ટ- આ ટેસ્ટમાં પીપીઈ કીટ પહેરેલી વ્યક્તિ અથવા ડોક્ટર દર્દીના શરીરમાંથી લોહીનો છંટકાવ થાય તો તેની સામે કેટલું રક્ષણ મળે તે નક્કી કરે છે. ડિફરન્સીયલ પ્રેસર- આ ટેસ્ટમાં ફેસ માસ્કની કમ્ફર્ટ પ્રોપર્ટી નક્કી થાય છે. ડિફરન્સીયલ પ્રેસર જેમ ઓછું તેમ કમ્ફર્ટ પ્રોપર્ટી વધુ સારી ગણાય.