CIA ALERT
18. May 2024

LPG Cylinder Archives - CIA Live

May 8, 2022
lpg_cylinder.jpg
1min544

સરકારી ઓઈલ કંપનીઓએ માત્ર છ સપ્તાહમાં બીજી વખત ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦નો વધારો કર્યો છે, જેને પગલે દેશના મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં પણ દોઢ મહિનામાં એલપીજી સિલિન્ડરનો ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થતાં કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થયો છે. અગાઉ, ૧૯ કિલોના કોમર્શીયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૨.૫નો વધારો થતા કિંમત રૂ. ૨૩૫૫ને પાર થઈ હતી.

સરકારે ઘરેલુ રાંધણગેસ પરની સબસિડી પરોક્ષ રીતે ખતમ કરતા એલપીજીના ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયા છે. એલપીજીના ભાવમાં વધારો  શનિવારથી અમલી કરાયો છે. આ વધારાના પગલે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના ઘરેલુ રાંધણ ગેસનો ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયો છે. નવેમ્બર-૨૦૨૦માં કોરોના કાળ વખતે રાંધણગેસ બાટલાનો ભાવ રૂ.૬૦૦ હતો, જે જૂન-૨૦૨૧માં વધીને રૂ.૮૧૪ થયો હતો. પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતની પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી અને ૧૫મી તારીખે ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. જોકે, માર્ચ ૨૦૨૨માં ૨૨મી તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સાથે ઘરેલુ એલપીજીના ભાવમાં પણ રૂ.૫૦નો વધારો કરાયો હતો. ત્યાર પછી એપ્રિલમાં એલપીજીમાં કોઈ વધારો કરાયો નહોતો. હવે આજે તા.૭ મેની મધ્યરાત્રિથી ૫૦નો વધારો ઝીંકી દેવાયો છે. આમ, માત્ર દોઢ વર્ષના સમયમાં રાંધણગેસ રૂ.૬૦૦થી વધીને રૂ.૧૦૦૫ ઉપર થઈ ગયો છે. એટલે કે આ સમયમાં એલપીજીના ભાવમાં ૨૦૦ ટકાનો ભાવ વધારો થયો છે.