CIA ALERT
11. May 2024

kiran medical college Archives - CIA Live

July 4, 2023
WhatsApp-Image-2023-07-04-at-16.22.12-1280x710.jpeg
1min2023

કિરણ મેડીકલ કોલેજને એમબીબીએસની 150 સીટ સાથે માન્યતા

આ વર્ષે 150 સીટ અને આવતા વર્ષથી એમબીબીએસની 200 સીટ પર ગુજરાત સરકાર એડમિશન ફાળવશે

રાજ્યમાં સૌથી વધુ બાયોલોજીના વિદ્યાર્થીઓ ધરાવતા સુરત શહેરમાં ચાલુ વર્ષથી જ ત્રીજી મેડીકલ કોલેજ શરૂ થઇ જશે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આજે સુરતના વરીયાવ ખાતે કિરણ મેડીકલ કોલેજને ફર્સ્ટ એમબીબીએસની 150 સીટ સાથે ચાલુ વર્ષથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની મંજૂરી આપી છે.

વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી તેમજ કિરણ મેડીકલ કોલેજના ડીન ડો.આર.ડી. પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રના આરોગ્ય વિભાગે આ વર્ષથી એમબીબીએસની 150 સીટ તેમજ આગામી વર્ષથી ફર્સ્ટ એમબીબીએસની 200 સીટની માન્યતા આપી છે. ગુજરાત સરકારની મેડીકલ એડમિશન કમિટીને પણ સૂચના આપી દેવામાં આવી છે કે સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન કમિટીમાં સુરતની ત્રીજી મેડીકલ કોલેજ તરીકે કિરણ હોસ્પિટલની 150 સીટો પર પ્રવેશાર્થીઓની ફાળવણી કરવામાં આવે. કિરણ મેડીકલ કોલેજમાં 150 સીટ પૈકી 75 ટકા સીટ સ્ટેટ ક્વોટા તેમજ 25 ટકા સીટમાં અનુક્રમે 10 ટકા મેનેજમેન્ટ ક્વોટા અને 15 ટકા સીટ એન.આર.આઇ. ક્વોટા તરીકે પ્રવેશ આપવામાં આવશે. મેડીકલ કોલેજની સાથે કિરણ હોસ્પિટલનું જોડાણ રહેશે. મેડીકલ કોલેજ વરીયાવ મુકામે ચાલશે તેમજ વિદ્યાર્થીઓ કિરણ હોસ્પિટલમાં પ્રેક્ટીકલ તાલિમ મેળવશે. એમબીબીએસ અભ્યાસક્રમની સાથે આગામી વર્ષથી એમ.ડી. તેમજ એમ.એસ.ના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો પણ કિરણ મેડીકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવશે.

વધુમાં સુરત શહેરમાં સરકારી મેડીકલ કોલેજ, સ્મીમેર મેડીકલ કોલેજ પછી હવે ત્રીજી મેડીકલ કોલેજના સ્વરૂપમાં કિરણ મેડીકલ કોલેજ આગામી ઓગસ્ટ માસથી કાર્યરત થઇ જશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરતની ત્રણ, નવસારી, વલસાડ, ભરૂચ અને સેલવાસની એક-એક મળીને મેડીકલ કોલેજોની સંખ્યા 7ની થઇ ગઇ છે.