CIA ALERT
17. May 2024

kesariya navratri Archives - CIA Live

October 4, 2023
.jpg
1min230

ટિકીટ કે પાસ શોધતા નહીં, મોબાઇલ એપમાં જનરેટ થશે

ધ મેમોરિસ ઇવેન્ટ દ્વારા સરસાણા એસી ડોમ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં જાણીતા સિંગર રહેશે ઉપસ્થિત

ગુજરાતનો મહાઉત્સવ એટલે નવરાત્રી મહોત્સવમાં ઝૂમવા માટે યુવાઓ થનગની રહ્યા છે ત્યારે સુરતના સરસાણા એસી ડોમ ખાતે આ વખતે ધ મેમોરીઝ ઇવેન્ટ દ્વારા પહેલી વખત ડિજિટલ અને લકઝરીયસ “કેસરિયા નવરાત્રી”નું આયોજન કરવામાં આવ્યું છે, જેના આયોજક કેવલ જસોલીયા છે. આ ઇવેન્ટમાં ડિજિટલ સુવિધાઓ સાથે જ ડેકોરેશન પણ સુરતીઓને આકર્ષશે. આ ઇવેન્ટમાં બોલિવુડના ચાર ખ્યાતનામ સિંગર ઉપસ્થિત રહેશે અને સુરતીઓ ને ગરબાના તાલે ઝૂમવા મજબૂર કરી દેશે. આ વખતની આ કેસરિયા નવરાત્રી ખરા અર્થમાં એક સંસ્કૃતિની ઝાંખી કરાવતી ઇવેન્ટ બની રહેશે.

“કેસરિયા નવરાત્રી” મહોત્સવને લઈને આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આયોજક ધ મેમોરિઝ ઇવેન્ટના કેવલ જસોલિયા સહિત ચારેય સિંગર ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને સંબોધન કર્યું હતું. કેવલ જાસોલિયાએ ઇવેન્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરતમાં પહેલી વખત સરસાણા એસી ડોમ ખાતે ડિજિટલ અને લકઝરીયસ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ ઇવેન્ટ માટે ન્યુ પ્રીમિયમ થીમ પર ડોમ ને શણગારવામાં આવશે.

આયોજક કેવલ જસોલિયા દ્વારા My Digi Event નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેનાથી ઇવેન્ટની તમામ કામગીરી અને પ્રક્રિયામાં ડિજિટલ ભારતના દર્શન થશે એટલે કે પાસથી માંડીને સ્ટોલ બુકિંગની પ્રકિયા ઓનલાઇન એપ્લિકેશન મારફતે કરવામાં આવી રહી છે. આ માટે આ એપ્લિકેશન અંગે કેવલ જસોલીયાએ જણાવ્યું હતું વર્ષ 2003 પછી નવરાત્રિના આયોજનમાં છેલ્લા વીસ વર્ષમાં આવેલો આ સૌથી મોટો ફેરફાર છે અને તેનો શ્રેય ધ મમોરીઝ ઇવેન્ટ ને જાય છે. અત્યાર સુધીના આયોજનોમાં પાસ અને કુપન જેવું મેન્યુઅલ રીતે પ્રક્રિયા થતી હતી પણ અમારા દ્વારા પહેલી વખત તમામ પ્રક્રિયા મોબાઈલ પર ઓનલાઇન કરવામાં આવી છે.

15 થી 24 ઓક્ટોબર સુધી યોજાનાર કેસરિયા નવરાત્રિમાં ખાલૈયાઓ માટે ખાસ જાણીતા સિંગર ગોગો ગોગો ફેમ સિંગર જયસિંહ ગઢવી ( ફાયર સિંહ), ગંગુ બાઈ કાઠિયાવાડી ફેમ સેલિબ્રિટી પ્લેબેક સિંગર અને ઢોલીડા ગર્લ જાહ્નવી શ્રીમાંકર, અક્ષત પરીખ અને સ્તુતિ વોરા હાજર રહશે. સાથે જ મ્યુઝિક ડાયરેક્ટર કેદાર ભગત પોતાના ગ્રુપ સાથે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આયોજક કેવલ જાસોલિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ દ્વારા આગામી વર્ષ 2024માં પણ સરસાણા એસી ડોમ ખાતે જ આનાથી પણ ભવ્ય કેસરિયા નવરાત્રિના આયોજન માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે