CIA ALERT
17. May 2024

kantha vibhag navnirman mandla Archives - CIA Live

August 24, 2023
dc-patel.png
1min241

ન્યુ સિટીલાઇટ ભરથાણાના કોલેજ સંકુલની 5 કોલેજોની કુલ 172 ટીમો જેમાં 40 ટીમો યુવતિઓની પણ છે, આટલી મોટી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 5 દિવસમાં પૂર્ણ કરાશે

સુરત: સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા 22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લઈ રહી છે. સાથે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખાસ મહેમાન તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને જતીન પરાંજપે ઉપસ્થિત રહેનાર છે.

ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી ના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ ઇન્ડોર ગેમ છે એટલે ચોમાસાની ઋતુમાં પણ રમી શકાય છે અને વિદ્યાર્થીઓમાં ખેલદિલી હંમેશા જાગૃત રહે તે બાબતને કેન્દ્રમાં રાખી સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા ડી. સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસના સહયોગથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ પંકજ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો આરંભ

ટુર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજયુકેશનલ કેમ્પસમાં આવેલી પાંચ કોલેજની 172 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 22મી ઓગષ્ટના રોજ સવારે 9 કલાકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ ના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડી. સી.પટેલ એજયુકેશનલ કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સભ્યો એ પણ હાજરી આપી હતી. ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને ઇન્ડિયન સિલેકશન પેનલ ના સભ્ય તેમજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જતીન પરાંજપે ઉપસ્થિત રહેશે. પાંચ દિવસ ચાલતી આ ટુર્નામેન્ટ માં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહેશે .