CIA ALERT
08. May 2024

Kanji Bhalal thursday thoughts. Archives - CIA Live

November 24, 2023
praful-panseria.jpg
1min458

સુદ્રઢ રાષ્ટ્રના નિર્માણ માટે લોક માનસના ધડતર માટે સારા વિચારોની જરૂર છે. એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કામરેજ રોડ, જમનાબા ભવન ખાતે દર ગુરુવારે સવારે ૯ કલાકે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું આયોજન થાય છે. ૨૩મી નવેમ્બર થેન્ક્સગીવીંગ-ડે તરીકે ઉજવાય છે. તેને ધ્યાનમાં રાખી ૩૬ માં વિચારને રજુ કરતા સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે કૃતજ્ઞતાએ જીવનનો શ્રેષ્ઠ સદગુણ છે, ખરેખર કૃતજ્ઞતાના ભાવમાં ચમત્કારીક શક્તિ રહેલી છે. કૃતજ્ઞતાના સિધ્ધાંત સાથેનું જીવન જ સ્વપ્નો સાકાર કરે છે. તેમણે જણાવ્યું હતું કે હકારાત્મક ઉર્જાથી હદય છલકાયું હોય તો તે વ્યક્તિ વંદનીય હોય છે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે જો અંતકરણથી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવેતો તે જીવનમાં શ્રેષ્ઠ પરિણામ આવે છે. લોઓફ એટ્રેક્શન એ કુદરતના સિદ્ધાંત ઉપર આપનું મન કામ કરે છે. ક્રોધ ઉપરની જીત એજ ખરી જીત છે. ગુણવતા યુક્ત જીવન જીવવા માટે આહવાન સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

|| જમનાબા ભવન ખાતે કાર્યાલય તથા સેવા પ્રવૃત્તિ કેન્દ્રનો પ્રારંભ ||

    શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતનો ડ્રીમ પ્રોજેક્ટ, કામરેજ રોડ, વાલક પાટિયા ખાતે નિર્માણાધીન છે. જમનાબાભવન માં વહીવટી કાર્યાલય અને વિવિધ સેવા પ્રવૃતિઓ માટે માર્ગદર્શન સેન્ટરનો આજથી શુભારંભ થયો છે. રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં મુખ્ય નામકરણના દાતાશ્રી હંસરાજભાઈ ગોંડલિયાના હસ્તે કાર્યાલય અને માર્ગદર્શન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં કારકિર્દી માર્ગદર્શન અને સરકારી યોજનાની જાણકારી વિનામૂલ્યે કોઈપણ ને આપવામાં આવશે. આ પ્રસંગે સિગ્નેચર ગ્રુપના યુવા ઉદ્યોગ સાહસીક હિતેશભાઈ ડી. ધામેલીયાનું દાતાટ્રસ્ટી બનવા બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. ટીમ૧૦૦ ના શ્રી નરેન્દ્રભાઈ કુકડિયાએ ન્યુઝીલેન્ડ ખાતે સમાજની પ્રવૃત્તિની સુવાસ પહોંચાડી તથા ડૉ. સુરેશભાઈ જે. બલર દાતા તરીકે સંસ્થા સાથે જોડાયા છે. તે બદલ તેમનું સન્માન કરાયું હતું. તાજેતરમાં જી.પી.એસ.સી. ક્લાસ-૧ પરીક્ષા પાસ કરી (Dysp) ડી.વાય.એસ.પી ના પદ સુધી પહોચનાર કુ. સૃષ્ટિ માંડણીને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.  
    કામરેજ રોડ ખાતે નિર્માણાધીન જમનાબા ભવનમાં આર.સી.સી. વર્ક પૂરું થવામાં છે. આગામી ૮ માસમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ તથા ૧૦૦ વ્યક્તિઓ માટે અતિથીભવન તૈયાર થઈ જશે. પરંતુ તે પહેલા ગ્રાઉન્ડફલોરમાં વહીવટી તેમજ જરૂરી કામકાજ માટે અને પ્રવૃત્તિઓ માટે કાર્યાલયનો વપરાશ શરુ કરેલ છે. બાંધકામ સમિતિ સુરતના ધીરુભાઈ માલવિયા, શ્રી હરીભાઈ કથીરીયા, શ્રી ભવાનભાઈ નવાપરા અને સંસ્થાના ખજાનચી મનહરભાઈ સાસપરા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રીશ્રી કાંતિભાઈ ભંડેરી તથા ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

થેંક્સગીવીંગ-ડે

 દર વર્ષે ૨૩મી નવેમ્બરે યુરોપ અને અમેરિકામાં થેન્ક્સગીવીંગ-ડે ઉજવવા આવે છે. આભારભાવ પ્રગટ કરવો તે એક સદગુણ છે. દર ગુરુવારે યોજાતા થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં દર વખતે એક નવા વિચારોનું વાવેતર થાય છે. ખુબ મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરી યુવાનો સહભાગી અને છે. હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને ધ્યાનમાં રાખી એક નવો વિચાર રજુ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત અને જ્યાં પણ વિચાર વંચાય છે ત્યાં ખુબ સારી હકારાત્મક અસર જોવા મળી છે. સંસ્થાનો ઉદેશ લોકોમાં આરોગ્ય, આર્થિક અને મનની તંદુરસ્તી બાબત જાગૃતિ લાવવા તથા હકારાત્મક વિચાર વાવવાનોનો આ પ્રયાસ છે. તમામ લાગણીની એક અસર થતી હોય છે. ત્યારે આભાર પ્રગટ કરવો એટલે કે કૃતજ્ઞતાની ખુબ જાદુઈ અસર થાય છે. તમાર સ્વપ્ન સાકાર થાય છે અને એટલેજ યુરોપ અને અમેરિકામાં થેન્ક્સગીવીંગ-ડે ઉજવવામાં આવે છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની યુવાટીમે વ્યવસ્થા જાળવી હતી. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, જાગૃત ભાઈઓ, બહેનો અને યુવામિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન શ્રી ભાવેશભાઈ રફાળીયાએ કર્યું હતું.