CIA ALERT
18. May 2024

Josaa Archives - CIA Live

April 15, 2022
jeeadv.png
1min493

જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામિનેશન (JEE) મેઇન્સ પરીક્ષાઓ એપ્રિલ અને મેની જગ્યાએ જૂન અને જુલાઇમાં યોજવાની જાહેરાતને કારણે હવે જેઇઇ એડવાન્સ્ડ 2022ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. કેમકે જેઇઇ મેઇન્સના પરીણામને આધારે જ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટે લાયકાત નિશ્ચિત થાય છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બે હવે 28 ઓગષ્ટના રોજ JEE Advanced 2022ની પરીક્ષા આયોજિત કરશે. અગાઉ આ પરીક્ષા 3 જુલાઈના રોજ આયોજિત થવાની હતી. 

JEE Advanced 2022 માટેની આવેદન પ્રક્રિયા 7થી 11 ઓગષ્ટ, 2022 દરમિયાન આયોજિત કરવામાં આવશે. એપ્લિકેશન ફીની ચુકવણી માટે 12મી ઓગષ્ટ તારીખ નિર્ધારીત કરવામાં આવી છે. જે પણ ઉમેદવારો JEE Advanced 2022માં સામેલ થવા ઈચ્છે છે તેઓ 23થી 28 ઓગષ્ટ 2022 દરમિયાન પોતાનું એડમિટ કાર્ડ JEE Advancedની સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. 

JEE Advanced 2022ની પરીક્ષા સવાર અને બપોરની પાળીમાં આયોજિત થશે. સવારના 9:00થી બપોરના 12:00 વાગ્યા સુધી પેપર-1 અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી પેપર-2 આયોજિત થશે. 

આગામી 11 સપ્ટેમ્બરના રોજ JEE Advanced 2022નું રિઝલ્ટ બહાર પાડવામાં આવશે. જાહેર કરવામાં આવેલા શિડ્યુઅલ પ્રમાણે 3 સપ્ટેમ્બરના રોજ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવશે અને ઉમેદવારો 3થી 4 સપ્ટેમ્બર દરમિયાન પ્રોવિઝનલ આન્સર કી અંગે વાંધો ઉઠાવી શકે છે. સપ્ટેમ્બરમાં પ્રોવિઝનલ આન્સર કી અને રિઝલ્ટ બહાર પાડવામાં આવશે. બેઠકની ફાળવણીની પ્રક્રિયા 12મી સપ્ટેમ્બરથી શરૂ થશે. 

આ બધા વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) 2022 આયોજિત કરવામાં આવશે અને 17 સપ્ટેમ્બર 2022ના રોજ પરિણામ બહાર પાડવામાં આવશે. AAT 2022 અરજી પ્રક્રિયા 11થી 12 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. 

ઉમેદવારો સીધી આ લિંક https://jeeadv.ac.in/schedule.html પર ક્લિક કરીને પણ JEE Advanced 2022નું સમગ્ર શિડ્યુઅલ ચેક કરી શકે છે.