CIA ALERT
21. May 2024

Jhonson Archives - CIA Live

July 7, 2022
boris.jpeg
1min263

અનેક અટકળો અને રાજીનામાના દોર વચ્ચે 7મી જુલાઇ 2022ના રોજ બપોરે બે કલાકે (ભારતીય સમય અનુસાર) મળતી માહિતી પ્રમાણે બ્રિટનના વડાપ્રધન બોરિસ જોન્સન ટૂંક સમયમં પોતાના પદેથી  રાજીનામું આપશે.

રોઈટર્સના અહેવાલ અનુસાર તા.7 જુલાઇ 2022ની મોડી સાંજે બ્રિટનના વડાપ્રધાન રાજીનામું આપી શકે છે. છેલ્લા 48 કલાકમાં બ્રિટન મંત્રીમંડળના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું હતુ.

બે મહિનામાં બીજી વખત સરકાર પર કાળા વાદળો છવાયા બાદ હવે સરકારના આધાર ગણાતા ભારતીય મૂળના મંત્રી ઋષિ સુનક અને પાકિસ્તાન મૂળના સાજિદ જાવિદે સરકારે સાથે છેડો ફાડતા હવે અંતે બોરિસની સરકાર હાલકડોલક થઈ રહી હતી.

નાણાકીય સેવામંત્રી જ્હોન ગ્લેન, રક્ષામંત્રી રિચેલ મેક્લિએન, નિકાસ અને સમાનતા મંત્રી માઈક ફ્રીઅર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓબ્રાયન, શિક્ષણ વિભાગના જુનિયરમંત્રી એલેક્સ બુર્ઘટ  સહિત 39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે.

Reported Earlier

UKમાં ઉથલપાથલ: 39 મંત્રીઓએ રાજીનામાં: જોનસન પર પદ છોડવાનું દબાણ

બ્રિટનમાં બોરિસ જોનસનની સરકાર સામે સંકટના વાદળ છવાયા છે. છેલ્લા 48 કલાકમાં કેબિનેટના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું છે. છેલ્લા મહીને જે બે મંત્રીઓ ઋષિ સુનક અને સાજિદ જાવિદે સરકાર બચાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ પણ હવે જોનસનનો સાથ છોડી ચૂક્યા છે. એક મહિનામાં આ બીજી વખત બોરિસ સરકાર જોખમમાં છે.

આરોગ્ય મંત્રી સાજિદ જાવિદ અને ભારતીય મૂળના નાણાંમંત્રી ઋષિ સુનકના રાજીનામા સાથે શરૂ થયેલી નાસભાગ બુધવારે પણ ચાલુ રહી હતી. નાણાકીય સેવામંત્રી જ્હોન ગ્લેન, રક્ષામંત્રી રિચેલ મેક્લિએન, નિકાસ અને સમાનતા મંત્રી માઈક ફ્રીઅર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓબ્રાયન, શિક્ષણ વિભાગના જુનિયરમંત્રી એલેક્સ બુર્ઘટ  સહિત 39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે.

બ્રિટનના રાજકારણમાં જે ઉથલપાથલ થઈ છે તેનાથી કેટલાક સવાલો પણ ઉભા થાય છે. ત્યાં આગળ શું થશે? શું બોરિસને ખુરશી છોડવા માટે મજબૂર કરી શકાશે? અને જો જોનસન રાજીનામું આપે તો નવા વડા પ્રધાનની પસંદગી કેવી રીતે થશે?

બોરિસ જોનસનનું શું થશે?

પાર્ટીગત મામલે છેલ્લા મહીને જ બોરિસ જોનસને વિશ્વાસ મત જીત્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના નિયમો પ્રમાણે 12 મહીના સુધી તેમની સામે બીજો અવિશ્વાસ પ્રસ્તાવ નહીં લાવી શકાય. આ વચ્ચે હવે જોનસનની જ પાર્ટીના કેટલાક સાંસદો ઈચ્છે છે કે, 12 મહીનાના આ ઈમ્યુનિટિ પિરિયડને ઘટાડવામાં આવે અથવા સમાપ્ત કરવામાં આવે. કેટલાક સાંસદો એવા છે જે કેબિનેટના બાકીના મંત્રીઓને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પણ મંત્રીઓની જેમ રાજીનામું આપી દે. આનો સીધો ઈરાદો બોરિસને રાજીનામું આપવા માટે મજબૂર કરવાનો છે. આવી સ્થિતિમાં જો બોરિસ જોનસન બહુમત ગુમાવે છે તો તેઓ રાજીનામું આપીને ફરીથી ચૂંટણી એલાન પણ કરી શકે છે. 

જોનસોન પાસે હવે આ ઓપ્શન છે

આવી સ્થિતિમાં બોરિસ જોનસન પાસે 3 ઓપ્શન છે.

1. જોનસન જ નિર્ણય કરશે કે, તેમણે રાજીનામું આપવું કે નહીં. અનેક મંત્રીઓએ તેમના પણ દબાણ વધાર્યું છે પરંતુ તેમણે હજું સુધી કોઈ નિર્ણય નથી કર્યો.

2. કેટલાક વધુ મંત્રીઓએ રાજીનામું આપવું જોઈએ અને જોનસનને ખુરશી છોડવાની માંગ કરવી જોઈએ. અહેવાલ પ્રમાણે ટૂંક સમયમાં કેટલાક વધુ મંત્રીઓ કેબિનેટ છોડશે.

3. પાર્ટીના 12 મહીનાન ઈમ્યુનિટિ વાળા નિયમને બદલવામાં આવે જેના વિશે અનેક મંત્રીઓએ સૂચન કર્યું છે.