CIA ALERT
06. May 2024

Imrankhan Archives - CIA Live

April 10, 2022
imran.jpg
1min411

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને તા.9મી એપ્રિલ, શનિવારે મધ્યરાત્રિએ ઉગ્ર વિવાદોના એક કલાક બાદ અવિશ્વાસ મતમાં સરકારમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અવિશ્વાસના પ્રસ્તાવમાં 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 મતો સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. આટલા મતો પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફને પાણીચું આપવા માટે જરૂરી મતો કરતાં તેમાં બે મત વધુ હતા. ઇમરાનખાન સરકારનો કાર્યકાળ ચાર વર્ષનો છે.

સમગ્ર પાકિસ્તાન દેશમાં રાજકીય તંગદિલી અને ઉચ્ચ ડ્રામા વચ્ચે સ્પીકર અસદ કૈસર અને તેમના ડેપ્યુટી કાસિમ સુરીએ રાજીનામું આપ્યું તે પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજિયાત અવિશ્વાસ મતની દરખાસ્ત પર વોટીંગ કરાવવામાં આવ્યું હતું. આમાં એટલી ધાંધલ ધમાલ થઇ હતી કે નેશનલ એસેમ્બલી ચાર વખત સ્થગિત કરવી પડી હતી. સરકારને હટાવવાના “વિદેશી કાવતરા” થઇ રહ્યું હોવાનો આક્ષેપ પણ ઇમરાનખાને કર્યો હતો પણ એ કારી પણ ચાલી શકી ન હતી.

આખરે ઇમરાન સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી અને તે પછી ઇમરાનખાનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા હતા.