CIA ALERT
04. May 2024

IMA Surat Election 2022 Archives - CIA Live

August 21, 2022
cia_multi-1280x1045.jpg
1min504

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે આજરોજ તા.21મી ઓગસ્ટ 2022ને રવિવારે યોજાયેલી ચૂંટણી તબીબી આલમ સમેત શિક્ષણ જગતના લોકોમાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. કેટલાક જાણિતા તબીબોએ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે અદ્દલ રાજકીય સ્ટાઇલથી ચૂંટણી લડી હતી પરંતુ, આખરે પરીણામ તેમની ધારણાથી વિપરીત આવ્યું હતું.

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સુરતના પ્રમુખ સમેતના અન્ય હોદ્દેદારો માટે સર્વસંમતિ સધાઇ ચૂકી હતી પરંતુ, વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે સર્વસંમતિ નહીં સધાતા આજે ચૂંટણી યોજાઇ હતી.

IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં શહેરના જાણિતા સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દિપ્તી પટેલ (લવ એન્ડ કેર હોસ્પિટલ), ડો. હિરેન મકવાણા અને ડો. સુરેન્દ્ર પ્રજાપતિનો સમાવેશ થાય છે. આજે સવારથી નાનપુરા સ્થિત દિલીપ પરેશ રોટરી હોલ ખાતે થયેલા મતદાન બાદ સાંજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મતગણતરીના અંતે રાંદેર રોડ તાડવાડી ખાતે હોસ્પિટલ ધરાવતા ગાયનેકોલોજીસ્ટ ડો.દિપ્તી પટેલને કુલ 971 મતો મળ્યા હતા. IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની દ્વિતીય પોસ્ટ માટે ડો. હિરેન મકવાણાને 859 મતો મળ્યા હતા. જ્યારે ડો. સુરેન્દ્ર પ્રજાપતિને 357 મતો મળ્યા હતા.

IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ માટેની ચૂંટણી ટાળી શકાઇ હોત, પરંતુ, કેટલાક તબીબોને ડો. દિપ્તી પટેલ વાઇસ પ્રેસિડેન્ટ બને તે સ્વીકાર્ય ન હતું. આથી પરાણે ચૂંટણી યોજવી પડી હતી. જેમાં ડો. દિપ્તી પટેલ હાઇએસ્ટ મતથી ચૂંટાઇને IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ પદે ચૂંટાઇ આવ્યા છે.