CIA ALERT
09. May 2024

ICAI Archives - CIA Live

August 10, 2022
ca-foundation.jpeg
1min232

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગત જુન 2022માં લેવામાં આવેલી સી.એ.ના ફર્સ્ટ ફેઝ ગણાતા ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. આઇસીએઆઇ દ્વારા આ પરીક્ષામાં ફક્ત સ્કોર જાહેર કરવામાં આવે છે રેન્ક જાહેર કરાતા નથી.

સીએ ફાઉન્ડેશનમાં કુલ 4 વિષયોની 400 માર્કસની પરીક્ષામાં સ્કોરની દ્રષ્ટીએ જોઇએ તો સુરતમાં કોચીંગ ઇન્સ્ટીટ્યુટ ચલાવતા રવિ છાવછરીયાના સૌથી વધુ વિદ્યાર્થીઓ હાઇએસ્ટ સ્કોર લાવવામાં સફળ રહ્યા છે. સી.એ. રવિછારીયાનું કોચિંગ લઇ રહેલા સ્મીત પરમાર નામના વિદ્યાર્થીએ ફાઉન્ડેશનમાં કુલ 400માંથી 345 માર્કસ મેળવ્યા છે. સ્મીત પરમારથી વધુ માર્કસ સુરતમાં અન્ય કોઇ ઉમેદવાર લાવી શક્યા નથી. આથી તેમને સીએ ફાઉન્ડેશન 2022માં ટોપ સ્કોરર ગણાવવામાં આવી રહ્યા છે.

રવિ છાવછરીયાનું કોચિંગ લઇ રહેલા વિદ્યાર્થીઓના કુલ 400માંથી મેળવેલા માર્કસ

  • સ્મીત પરમાર 345
  • મનન વોરા 321
  • દિયા ચૌધરી 313
  • મેઘ શાહ 303
  • હેત મહેતા 298
  • પ્રિત શાહ 296
  • મેઘા આર તોડી 296
  • તિષા ગોરીસરીયા 296
  • રૈની ગાંધી 292
  • દર્શિત શાહ 292
  • હર્ષિતા ભાઉવાલા 289
  • જીનય બમ્બોલી 287
  • અરનન અગ્રવાલ 286
  • શ્રૈયાંશ જૈન 281
  • નૈના અગ્રવાલ 278
  • શ્રેયાંશ શુક્લા 275
  • જેની કટારીયા 275
  • ખુશી મુંદડા 275
  • હશનૈન કાગઝી 273
  • ઇશા મોદી 273
  • ક્રિશ મહેતા 271

સીએ ફાઉન્ડેશ જુન 2022ના ઓવરઓલ પરીણામની વાત કરીએ તો સમગ્ર દેશમાંથી કુલ 93729 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત 23693 વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે. સી.એ. ફાઉન્ડેશનનું ઓવરઓલ પરીણામ ફક્ત 25.28 ટકા જેટલું આવ્યું છે. આ પરીણામ છેલ્લા ત્રણ વર્ષનું સૌથી ઓછું પરીણામ છે. વિદ્યાર્થીઓનું કુલ પરીણામ 25.52 ટકા જ્યારે વિદ્યાર્થિનીઓનું કુલ પરીણામ 24.99 ટકા આવ્યું છે.

February 10, 2022
breaking-1280x1035.jpg
1min1125

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આજે સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. પરીણામ જાહેર થતાં જ સુરત શહેરનું નામ સમગ્ર દેશમાં ગૂંજવા માંડ્યું હતું. કેમકે સુરતની રાધિકા બેરીવાલ નામની યુવતિએ સી.એ. ફાઇનલ્સ પરીક્ષામાં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થવાની સિદ્ધિ હાંસલ કરી છે. સી.એ.ના પરીણામો પર દેશની બેંકોથી લઇને ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુટ્સથી લઇને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધીના અધિકારીઓની નજર રહેતી હોય છે એવા સમયમાં સી.એ. ઓલ ઇન્ડિયા ફર્સ્ટ તરીકે સુરતની રાધિકાએ મેદાન મારતા આજે સુરત શહેરનું નામ સમગ્ર રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું થઇ ગયું છે.

સી.એ. ફાઇનલ્સ ડિસેમ્બર 2021માં લેવાયેલી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ આવેલી રાધિકાની પરિવાર સાથેની એક ફાઇલ તસ્વીર.

સમગ્ર ભારતમાં સી.એ. કોંચિંગ માટે વખણાતા સુરતના જાણિતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે સી.એ.ના પરીણામમાં આ વખતે અગાઉના વર્ષના લગભગ દરેક રેકોર્ડ તૂટી ગયા છે. દરેક સબ્જેક્ટ વાઇઝ જોરદાર પરફોર્મન્સ રાધિકા બેરીવાલાએ હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે અગાઉ રાધિકા બેરીવાલા આઇ.પી.સી.સી.ની પરીક્ષામાં પણ સમગ્ર ભારતમાં સેકન્ડ રેંક હાંસલ કરવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

December 27, 2021
cia_multi-1280x1045.jpg
1min640

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાજેતરમાં સંપન્ન થયેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓમાં સુરત શહેર પાસે 5200 સી.એ.નું જંગી સંખ્યાબળ હોવા છતાં સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં સુરતના બન્ને ઉમેદવારો હાર્દિક શાહ અને બાલકૃષ્ણ અગ્રવાલ ચૂંટણી હારી ગયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાવા માટે 4100 મતોનો ક્વોટા હતો તેની સામે એકલા સુરત ચેપ્ટર-બ્રાન્ચમાં 5200થી વધુ સી.એ. (મતદારો) હોવા છતાં બન્ને ઉમેદવારો હારી જતા 9 વર્ષ પછી સુરત જેવા મહત્વના ચેપ્ટર-બ્રાન્ચનું પ્રતિનિધિત્વ સેન્ટ્રલ કાઉન્સિલમાં રહ્યું નથી. આ વખતે સુરતમાંથી વિક્રમી સંખ્યામાં 3500થી વધુ સી.એ.એ મતદાન કર્યું હોવા છતાં સુરતમાંથી એકપણ ઉમેદવાર સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી જીતી શક્યા નથી. આશ્ચર્યની વાત એ છે કે સુરતથી નાની બ્રાન્ચ ગણાતા વડોદરા કે જ્યાં ફક્ત 2500 સી.એ. (સુરતથી અડધા) અને ઔરંગાબાદ કે જ્યાં ફક્ત 1000 સી.એ. છે ત્યાંના સી.એ. પણ સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી જીતવામાં સફળ નિવડ્યા છે.

હાલમાં જય છૈરા છેલ્લા 9 વર્ષ (ત્રણ ટર્મ)થી આઇ.સી.એ.આઇ.ની સેન્ટ્રલ કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમની ટર્મ આગામી તા.12મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ રહી છે.

નેટવર્કિંગથી વેસ્ટર્ન કાઉન્સિલની ચૂંટણી જીત્યા ઇશ્વર જીવાણી

આઇ.સી.એ.આઇ.ની વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં સુરતમાંથી સી.એ. ઇશ્વર જીવાણી ચૂંટણી લડ્યા હતા, ગતરોજ જાહેર થયેલા પરીણામોમાં તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. એક તરફ સુરતમાંથી સેન્ટ્રલ કાઉન્સિલમાં હાર્દિક શાહ અને બાલકૃષ્ણ અગ્રવાલ બન્ને ઉમેદવારો ચૂંટણી હારી ગયા છે તો બીજી તરફ સુરતના ઇશ્વર જીવાણીએ વેસ્ટર્ન કાઉન્સિલની ચૂંટણી જીતીને સુરતનો રંગ રાખ્યો છે. ઇશ્વર જીવાણીએ સુરતમાંથી તો મતો મેળવ્યા સાથોસાથ તેમને સૌરાષ્ટ્રના સી.એ. તેમજ અમદાવાદ ખાતેથી પણ સારી સંખ્યામાં સી.એ.ના મતો મેળવી શક્યા છે જે તેમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શક્યા છે.

5200 મતો હોવા છતાં સુરતના ઉમેદવારોની સેન્ટ્રલ કાઉન્સિલમાં હારના અનેક કારણો

સુરતમાં હાલ કુલ 5200 સી.એ. સક્રિયા છે અને આ તમામ તાજેતરમાં યોજાયેલી આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીની મતદાર યાદીમાં સમાવિષ્ટ હતા. આ વખતની ચૂંટણીમાં સુરતમાંથી અંદાજે 3500 જેટલા સી.એ. એ રેકોર્ડ બ્રેક મતદાન કર્યું હતું. પરંતુ, હાર્દિક શાહ કે બાલકૃષ્ણ અગ્રવાલ મતદારોને રીઝવવામાં નિષ્ફળ નિવડ્યા છે. રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી શકે તેટલું ટેકનિકલ નોલેજ, એપીરીયન્સ, નેટવર્કિંગ અને એક્સેપ્ટન્સ હોય તેવા ઉમેદવારો જ આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીમાં જીતી શકે છે.

વડોદરા બ્રાન્ચમાં 2400 સી.એ. છતાં ત્યાંના ઉમેદવારનો વિજય

આઇ.સી.એ.આઇ.ની ચૂંટણીમાં આ વખતે સુરતના સી.એ. ફ્રેટરનિટીએ વિચારવા જેવી સ્થિતિ પેદા થઇ છે. કેમકે સુરતથી નાની બ્રાન્ચ ગણાતા વડોદરામાં ફક્ત 2400 સી.એ. (વોટર) હોવાછતાં વડોદરાના સી.એ. સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે. સુરતના ઉમેદવારો અને વડોદરાના ઉમેદવાર વચ્ચે ફરક એટલો જોઇ શકાયો છે કે વડોદરાના ઉમેદવારએ અમદવાદ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાંથી અનેક મતદારોના મત મેળવવામાં સફળતા સાંપડી છે. અત્રે એ ઉલ્લેખનીય છેકે વડોદરા બ્રાન્ચમાંથી પહેલી વખત કોઇ ઉમેદવાર સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.

December 27, 2021
icai_logo.jpeg
2min371

૧૭ ડિસેમ્બરે ICAI દ્વારા લેવામાં આવેલી CA ફાઉન્ડેશનની પરીક્ષાના ગણિત વિષયના પ્રશ્નપત્રમાં 4 પ્રશ્નોમાં ગંભીર ભૂલો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સી.એ. ફાઉન્ડેશનના ગણિતના પેપરમાં ચાર પ્રશ્નો અને આપવામાં આવેલા વિકલ્પો ખોટા હતા, જેને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોવાથી આખરે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન છોડવા પડ્યા હતા. દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની આ બાબત ધ્યાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગણિતના પેપરમાં ચાર પ્રશ્નો અને આપવામાં આવેલા વિકલ્પો ખોટા હતા, જેને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે.

વાયરલ થયેલા પેપર અનુસાર પ્રશ્ન નંબર 27, 52, 69, 75 પ્રશ્ન ભૂલભરેલા છે.

  • પ્રશ્ન નંબર 27માં જેમાં વિદ્યાર્થીઓને ‘a’નું મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પ્રશ્નનો જવાબ ‘0.5’ છે, પરંતુ આ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો.
  • પ્રશ્ન નંબર 52માં વિદ્યાર્થીઓને આપેલી સંખ્યાઓનો મધ્યગા (Median) શોધવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ એક આંકડો ‘19. 66’ આપવામાં આવ્યો હતો. તેથી વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા હતા કે ડૉટ કોમાની જગ્યાએ ભૂલથી મૂકવામાં આવ્યું છે કે તે સંખ્યા ખરેખર 19.66 છે? જો આ સંખ્યા 19.66 હોય તો તેનો જવાબ વિકલ્પમાં આપવામાં આવ્યો ન હતો.
  • પ્રશ્ન નંબર 69 ‘ઓગિવ કર્વ (ઓજાઇવ કર્વ – Ogive Curve)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થતો નથી?’માં ત્રણ વિકલ્પો સાચા હતા અને એક વિકલ્પ ખોટો હતો, તેથી પ્રશ્નમાં ગોટાળો હોવાનું પુરવાર થાય છે. ઓજાઈવ કર્વ (Ogive Curve)નો ઉપયોગ મધ્યગા Median નક્કી કરવા માટે થાય છે. વિકલ્પમાં Mean, Median, Mode, Range આપવામાં આવ્યા હતા.
  • પ્રશ્ન નંબર 75માં વિદ્યાર્થીઓને Zebra, Giraffe, horse અને Tiger પૈકી અયોગ્ય વિકલ્પ શોધવાનું કહેવાનું આવ્યું હતું. હવે આ પ્રશ્નના જવાબમાં બે શક્યતા છે. જો માંસાહારી કે શાકાહારી પ્રાણીઓના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો આ પ્રશ્નનો જવાબ Tiger છે, પરંતુ જો પાલતું પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓ સંદર્ભે આ સવાલ હોય તો તેનો જવાબ અચૂક Horse આવે. જોકે, પ્રશ્નમાં આ બાબતે કોઈ ચોખવટ કરવામાં આવી ન હતી.